પ્રેમનો સાથ ક્યાં સુધી… - 52 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 52

ભાગ-૫૨

(ડૉ.નાયક અલિશાને તેને ગિફટમાં ડોલ હાઉસ લઈ આપવાનું કહી છૂટા પડે છે. સુજલ ડૉ.કોઠારી એટલે કે વનરાજના નવા જન્મના પિતાને શોધી લે છે અને તેમની સીથે મિત્રતા પણ કેળવી લે છે. એકવાર સુજલ તેમના ઘરે જાય છે. હવે આગળ....)

 

"તું ચાલ મારી સાથે અને તને જે ગમે તે ચોકલેટ અને કેક લઈ આપું."

 

મેં અક્ષતને કહ્યું તો તે સાંભળી તેના મમ્મી પપ્પા રોકવા ગયા પણ હું,

"વાંધો નહીં, બાળક છે તમે તેને કંઈ ના કહેશો અને  મારે તેને ચોકલેટ તો લઈ આપવી જ જોઈએ, પણ હવે તેને શ્યોર લઈ આપીશ."

 

બોલીને તેઓ કંંઈપણ આર્ગ્યુમેન્ટ કરે તે પહેલાં જ અમે ત્યાંથી નીકળી ગયા. બહાર જઈ તે બોલ્યો કે,

"અંકલ તમને ખબર પડી ગઈ ને કે હું કેમ તમારી સાથે બહાર આવ્યો?"

 

મેં હકારમાં માથું હલાવ્યું, મને એમ કે હું જ તેની સાથે વાત કરવા આતુર છું, પણ આ તો મારા કરતાં પણ વધારે ઉતાવળો હતો. તે પાછો બોલ્યો કે,

"માન એટલે કે અલિશા કેવી છે? મીન્સ કેમ છે?"

 

"બસ તે ઓકે છે, પણ તને બધું યાદ છે?"

મેં નવાઈ સાથે તેને પૂછયું.

 

"હા, કેમ નહીં આ કંઈ ભૂલવા જેવી વાત થોડી છે. હું તો કયારની તેની રાહ જોઈ રહ્યો હતો. તેના જન્મ બાદ મને તેને મળવાની ઘણી ઉત્કંઠા હતી અને સાથે સાથે એ ખબર હતી કે સમય પહેલાં કંઈ જ શક્ય નથી બનતું. તેને ઘણી બધી તકલીફો વેઠવી પડી નહીં?"

 

તેને એકધારો બોલતો જોઈ હું આશ્ચર્ય થઈ જોઈ રહ્યો એટલે તે બોલ્યો કે,

"અંકલ..."

 

"હા, અલિશાને ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો, પહેેલાં પણ તેને સહન કર્યું અને આ જન્મમાં પણ ઘણી હેરાન થઈ. બસ તું હવે આવી ગયો છે પછી તેને બધી ખુશીયો મળી જશે અને તું આપજે પણ ખરો."

 

"હા, એ માટે તો મારો નવો જન્મ થયો છે. રહી વાત તેના ચહેરા પર ખુશીઓની તો પણ આ રૂપમાં નહી બીજા રૂપમાં..."

 

"એટલે સમજ્યો નહીં?"

 

મને તેની વાત સાંભળીને નવાઈ લાગી એટલે પૂછ્યું,

"કંઈ નહીં સમય આવશે એટલે કહીશ.."

 

હું કંઈ કહું તે પહેલાં જ બોલ્યો કે,

"અંકલ વધારે ના પૂછશો, હું કંઈ નહીં કહી શકું."

 

મેં વાતને પડતી મૂકી અને તેને પૂછયું કે,

"પણ માનનો અલિશાના રૂપમાં નવો જન્મ થયો છે, એ તને કેવી રીતે ખબર પડી?"

 

"હું જન્મયો ત્યારની માનની રાહ જોઈ રહ્યો હતો એટલે એકવાર મેં જોયું હતું કે તે વિલિયમ એલિના વચ્ચેનો પ્રેમ જોઈ તેના ત્યાં જન્મ લેવાનું નક્કી કરી દીધેલું. અને તેમના ત્યાં બોર્ન થયા બાદ તેનું નામ અલિશા પાડયું તે મને ખબર હતી."

 

"હમમ... તારે અલિશાને મળવું છે? ઈચ્છા છે?"

 

"હા છે પણ એ શક્ય નથી. તમે કદાચ કંઈ કરો તો તે શક્ય બની શકે એમ છે."

 

તેેને કંઈક વિચારીને કહ્યું અને મેં પણ તેને પ્રોમિસ આપ્યું કે,

"બને એટલી જલ્દી હું તને અને અલિશાને મેળવીશ."

 

આમ કહી હું તેને ચોકલેટ, કેક અપાવી પાછો તેના ઘરે મૂકી આવ્યો. મેં પણ અલિશા અને અક્ષતને પ્રોમિસ તો કરેલું હતું, પણ તેમને કેેમ કરીને મેળાપ કરાવું એ જ ફિરાકમાં હતો. એ વિચારોમાં જ મને અલિશાને એક ગીફટને આપવાનું પ્રોમિસ કરેલું તે યાદ આવ્યું એટલે જ હું ડોલ હાઉસ લઈ વિલિયમ ફેમિલીના ઘરે ગયો.

 

હું જ્યારે પહોંચ્યો તો વિલિયમ ઘરમાં એકલો જ હતો. મેં જ્યારે અલિશાની તબિયત વિશે પૂછ્યું,

"અલિશાને હવે કેમ છે? હવે તેને કંઈ યાદ નથી આવતું ને?

 

તો તે બોલ્યો કે,

"અલિશા હવે સ્વસ્થ છે. હાલ તો એવું કંઈ નથી."

 

"તો પછી અલિશા કેમ દેખાતી નથી, સ્ટડી કરે છે?"

 

"ના, એ તો અલિશા સ્વસ્થ હોવાથી એટલે જ એલિના તેને ગાર્ડનમાં લઈ ગઈ છે. હમણાં આવતી જ હોવી જોઈએ."

 

એટલામાં અલિશા અને એલિના આવી ગઈ. ઘરમાં એન્ટર થઈ અલિશાએ મને હાય કર્યું તો મેં તેને કહ્યું કે,

"વન મિનિટ અલિશા, મારી પાસે તારા માટે કંઈક છે? તો આંખો બંધ કર..."

 

"શું છે ડૉ.અંકલ? આપો ને પ્લીઝ?"

 

"નો ક્લોઝ યોર આઈસ કયુટ ગર્લ..."

 

તો તે મ્હોં ચડાવીને બોલી કે,

"ઓકે ડૉ.અંકલ..."

 

તેનો લહેકો સાંભળીને હું અને વિલિયમ ખિલખિલાટ હસી પડયા અને તેને જેવી આંખો બંધ કરી તેવો જ તેના બે હાથ પકડીને આગળ લીધા અને એના માટે લાવેલું ડૉલહાઉસ મૂકી દીધું અને પછી,

"અલિશા ઓપન યોર આઈસ એન્ડ સી વૉટસ ઈન યોર હેન્ડ..."

 

તેને આંખો ખોલી અને હાથમાં ડૉલહાઉસ જોઈ તે ખુશીથી ઉછળી પડી.

"ડૉલહાઉસ... વાઉ... મોમ ડેડ ડૉલહાઉસ..."

 

વિલિયમ બોલ્યો કે,

"પણ શું કામ ડૉ.નાયક? હું તેને લઈ આપતો ને?"

 

"અરે પણ હું લાવું કે તું લાવે એક જ છે. આમ પણ મેં અલિશાને ગીફ્ટ આપવાનું પ્રોમિસ કરેલું તો એને ગમતી જ ગીફ્ટ સહી રહે ને."

 

જહોને મારી વાત પર સ્માઈલ આપ્યું કેમ કો અલિશા તો ખુશખુશાલ થઈ ડૉલહાઉસ ખોલી રહી હતી. એવામાં જ એલિના અમારા માટે કોફી લઈને આવી અને અલિશાને ટોકતાં કહ્યું કે,

"અલિશા યે કયાં હૈ? તુને ડૉ.અંકલને થેન્ક યુ ભી ના કહા ઔર ઉનકી ગીફ્ટ ખોલને બેઠ ગઈ, બેડ મેનર."

 

"સોરી મોમ... થેન્ક યુ ડૉ.અંકલ ફોર યોર ગીફટ."

 

અને પાછી તે ડૉલહાઉસ ખોલવામાં મસ્ત થઈ ગઈ. થોડી વાર રહીને મેં તેને કહ્યું કે,

"અલિશા મારી સાથે કારમાં લોન્ગ ડ્રાઈવ પર ચાલીશ?"

 

"અફકોર્સ ડૉ.અંકલ..."

 

અને તે તૈયાર થઈ જતાં મેં વિલિયમ સામે જોયું અને કહ્યું કે,

"તમે ચિંતા ના કરો હું છું એની સાથે, કેર રાખીશ અને આમ પણ અમે કલાકમાં જ પાછા આવી જઈશું."

 

"ઓકે... અલિશા એન્જોય..."

 

તે આવું કહેતાં અમે તેની પરમિશન લઈ અમે કારમાં ડ્રાઈવ પર નીકળ્યા. મેં અલિશાને કહ્યું કે,

"મને એક નવો ફ્રેન્ડ મળ્યો છે, બિલકુલ તારા જેવો જ... તો તું તેને મળીશ?"

 

"હા, મને પણ ફ્રેન્ડ બનાવવા ખૂબ જ ગમે છે."

 

અમે કોઠારી હાઉસથી અક્ષતને પણ પીક કર્યો અને એ બંનેને હું ગાર્ડનમાં લઈ ગયો.

 

એ બંને એકબીજાને જોઈ ખૂબ ખુશ થઈ ગયા. અક્ષતના આંખો ની ચમક જયારે અલિશાના ચહેરાની લાલાશ અલગ જ હતી. જાણે કે કેટલા જન્મો થી છૂટા પડી ગયા હોય અને હવે મળ્યા હોય તેમ તેઓ એકબીજાને જોતા જ રહ્યા. મેં તેમને કહ્યું કે,

"અલિશા તારે હિંચકા નથી ખાવા. જા અક્ષત તેને હિંચકા ખાવા લઈ જા."

 

તે સાંભળીને બંને હિંચકા તરફ ગયા. બંને એકબીજાનો સાથ મેળવવાથી ખુશ હતા અને તેેઓ બંને રમવા કરતાં વાતો વધારે કરી રહ્યા હતા. એ બંનેને જોઈ મને પણ નવાઈ સાથે મનમાં એમ થયું કે,

 

'કોઈપણ વ્યકિત આ સંબંધ કે આકર્ષણ વિશે સમજી ના શકે કે ના એમના પ્રેમ વિશે. આ વાત રમેશભાઈ કે કાવ્યા સ્વીકારશે. આ બંને વચ્ચે પાછળનક જન્મનો નાતો છે, તે સમજી શકશે ખરા? એમને આ વાત કરવી યોગ્ય છે અયોગ્ય? આ બધું કેમ બનશે અને કેવી રીતે?'

એ યાદોમાં વ્યસ્ત થઈ ગયું.

 

કલાકેક જેવો સમય પસાર થતાં જ મેં તે બંનેને બૂમ પાડીને બોલાવ્યા અને કહ્યું કે,

"ચાલો ઘરે જઈશું..."

 

(અક્ષત અને અલિશાની ફરી મુલાકાત કેમ અને કેવી રીતે થશે? શું આ વિશે વિલિયમને ખબર પડશે? એ ખબર પડયા બાદ તેનું રિએકશન કેવું હશે? રમેશ અને કાવ્યાને અક્ષતનો પૂર્વભવ વિશે ખબર પડશે?

જાણવા માટે વાંચો આગળનો ભાગ, પ્રેમનો સાથ કયાં સુધી........૫૩)