પ્રેમનો સાથ ક્યાં સુધી… - 51 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

શ્રેણી
શેયર કરો

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 51

ભાગ-૫૧

(સુજલ અલિશાને વનરાજના નવા જન્મ વિશે પૂછે છે તો તે કોઈ કોઠારી ફેમિલીમાં છે એવું કહે છે. અને વિલિયમ એલિનાને જ મોમ ડેડ તરીકે કેમ પસંદ કર્યા તે પૂછતાં તેને મળેલો પ્રેમ એ બંનેમાં જોયો અને સાથે એકબીજાની કેર કરતા જોઈને. હવે આગળ....)

“એક સાલ કે બાદ મેરા જન્મ મેંને જૈસા સોચા થા ઐસે હી વિલિયમ એલિના કી બેટી બનકર હુઆ.”

અલિશા બોલી તો મેં પણ આશ્ચર્ય સાથે,

 

“અચ્છા ઐસે તુમને યે ઘર અપને નયા જન્મ કે લીએ ચુના?”

 

“હા, મુજે ઐસે હી માતા પિતા ચાહીએ જો મુજે બહોત પ્યાર કરે.”

 

મેં પણ મારી હિપ્નોટાઈઝ થેરેપી પૂરી કરી અને વિલિયમને કહ્યું કે,

“અલિશા હવે ઓકે છે. આમ તો તેને બને એટલું જલ્દી યાદ નહીં આવે અને આવશે તો તને લખી આપું છું એ દવા આપજે. તેનો સ્ટ્રેસ લગભગ શાંત થઈ જશે, બાકી મારું કંઈ જરૂર પડે તો એના માટે એની ટાઈમ રેડી.”

 

અને પછી અલિશાને પૂછ્યું કે,

“બાય અલિશા, હવે તું આ ડૉ.અંકલ ને ઘરે આવીશ ને?

 

“યસ ડૉ.અંકલ..”

 

“અને તને આ અંકલ પાસેથી ગીફટમાં શું જોઈએ છે?”

 

તે થોડીવાર રહીને બોલી કે,

“ડૉ.અંકલ મારે કેટલા સમયથી ડૉલહાઉસ લેવું છે, કેમ કે મારી પાસે બાર્બી ડૉલ છે પણ તેનું હાઉસ નથી. હું પપ્પાને કહું છું, પણ તેમને સમય મળતો નથી અને તે ભૂલી જાય છે.”

 

“કંઈ નહીં, આપણે નેક્સ્ટ ટાઈમ મળીશું તો એ ગીફ્ટ મારા તરફ થી ડન...”

 

“ડન..”

 

તે ખુશ થઈ ગઈ. વિલિયમ કંઈ કહેવા જતો હતો પણ મેં તેને રોકીને કહ્યું કે,

 

“વિલિયમ આ એક ડૉક્ટરની ટ્રીટ કહો તો ટ્રીટ અને ગીફ્ટ કહો તો ગીફટ પેશન્ટ માટે નેક્સ્ટ છે. એમાં તમે કંઈ ના કહી શકો, રાઈટ...”

 

તે કંંઈ બોલ્યા વગર હસી પડ્યો અને છેલ્લે જતા કહ્યું કે,

“ચાલો ત્યારે મળીએ..”

 

“અફકોર્સ..”

 

કહીને મે તેને વિદાય આપી. મારા મનમાં અલિશાએ કહેલી વાતો વાગળતો રહ્યો અને હવે મારે વનરાજ સિંહનો નવો જન્મ થયો છે, તે ઘર એટલે કે કોઠારી ફેમિલીને શોધવાનું હતું. મેં રિસર્ચ કર્યું તો ત્રણેક કોઠારી ફેમિલી આ શહેરમાં રહેતા હતા. બે ફેમિલી સંયુક્ત કુટુંબ અને તેમના બાળકો તેર વર્ષની ઉંમર કરતા ઘણા મોટા હતા અને જે નાના હતા તે માંડ એક બે વર્ષના. જ્યારે એક ફેમિલીમાં અલિશાએ કહેલી ઉંમર લગભગ જેવી મેચ થતી હતી.

 

તે ફેમિલીમાં ડૉ.રમેશ કોઠારી નામનો એક ફેમસ ગ્યોનોકોલોજીસ્ટ અને તેમની પત્ની કાવ્યા કોઠારી.  તેમના બે દીકરા હતા, એમાં એકનું નામ અવિનાશ અને બીજાનું નામ અક્ષત હતું. બંને બાળકોમાં થી અક્ષત તેર વર્ષનો હતો. આ માહિતી મેળવ્યા બાદ તેમની સાથે ઓળખાણ એ મારા માટે બીજો કોયડા સમાન ટાસ્ક હતો.

 

પણ કહેવાય છે ને કે ઈચ્છા હોય તો ખુદ ભગવાનને પણ આપણી મદદ કરવી જ પડે છે. એવા જ સમયમાં મેં મારા ઓળખીતા અને મિત્ર જેવા હેતલભાઈ સાથે પાર્ટીમાં ગયો અને આ પાર્ટીમાં ડૉ.રમેશ કોઠારી છે એ ખબર પડતાં જ મેં તેમની સાથે વાતચીત કરવા અને મિત્રતા કેળવવા માટે તેમને મારો પરિચય આપ્યો અને અમે બંને જણા ઔપચારિક વાતચીત કરવા લાગ્યા.

 

મેં તેમને વાતવાતમાં કહ્યું કે,

“ડૉ.કોઠારી આમ લગભગ મારા ફિલ્ડમાં દરેક મેડિકલ ફિલ્ડ સાથે રિલેશન થોડા ઘણા અંશે હોય છે. બીજા બધા કરતાં તમારા જ ફિલ્ડની વાત કરું તો એક સમયે એક લેડીઝની ડિલેવરી પછી એને બાળકી આવી તો બસ તેના મનમાં બેસી ગયા કે હવે મને મારા પતિ મને કાઢી જ મૂકશે. એ વાતને પટરી પર લાવતાં ઘણી તકલીફ પડી. પણ ડૉક્ટર મને એ નથી ખબર પડી રહી કે આવું બને કેમ કરીને ડિલેવરી બાદ એક મા બાળકનું નકારી દેવું આ બધી વાતો સુસંગત ના થઈ. હા, હું એક ડૉક્ટર હતો એટલે સોયની અણી જેવી વાત હતી જે મે તેના મનમાં થી કાઢી તો દીધી, પણ મારા મનમાં ઉદ્ભવેલો પ્રશ્નનો જવાબ મને નથી મળ્યો હજી.”

 

“એમાં એવું છે ને કે ડૉ.નાયક જ્યારે એક સ્ત્રી બાળકને જન્મ આપે તો તેને પડતી તકલીફો અને સહન કરેલી વેદના કરતાં આવું કોઈક વાર બની જાય. એમાં પણ ઘરમાં એના પર કોઈ વાતનું પ્રેશર થતું હોય કે દીકરો જ આવવો જોઈએ, દીકરો આવશે નહીં તો વંશ કેમ કરીને સચવાશે અને દીકરો જ આવશે એવી વાતો સતત સાંભળવા મળતી હોય. આ રીતનું બે ત્રણ પ્રેશર ભેગા થાય તો એ પ્રેગ્નેટ લેડીઝના માટે હાનિકારક હોય છે અને તે સ્ટ્રેસનું લેવલ વધારી દે એટલે આ પ્રોબ્લેમ થાય એમાં કંઈ નવાઈ નથી.”

 

થોડીવારે તે પાછા બોલ્યા કે,

“એક વાત કહું મને તમારી આ વાત ગમી કે, થોડા ઘણા અંશે મેડિકલની લાઈનમાં એકબીજાની જરૂર પડે છે, કારણ કે પેશન્ટ જ્યારે મેન્ટલી પ્રિપેર ના થાય કે કોઈ વાતે અડી જાય તો એ સમયે તમારા વગર એને કોઈ કાઢનાર શક્ય નથી.”

 

આમ અમારી વાતોનો દોર ચાલ્યો. મેં પણ એમની સાથે ધીમે ધીમે મિત્રતા કેળવી લીધી અને તેમના ઘરે જઈ એકવાર અક્ષતને મળી પણ આવ્યો.

 

અક્ષતની વાતો પરથી અને તેની મારી સામે જોવાની રીતથી હું સમજી ગયેલો કે તેના મનમાં ઘણી બધી વાતો છે એટલે જ મેં ડૉ.રમેશ જોડે અલિશા રિલેટડ કેસ વિશે વાત કરી, પણ અક્ષતમાં વનરાજનો જીવ છે તે ના કહ્યું.

એ પણ મને કહેવા લાગ્યા કે,

 

“સાયક્રાટી એટલે કે ન્યુરો સર્જન કહો કે કાઉન્સિલર બધાને હું એક જ સમજતો હતો હવે તેમના અલગ અલગ કામ છે એ આજે જ સમજ પડી. આ અલિશાના કેસ વિશે કહું તો એકદમ નવાઈ ભરેલી અને અચરજ ભરેલી વાત છે કે પુર્નજન્મ જેવું કંઈ છે. હું પણ હવે જાણવા આતુર છું કે વનરાજનો નવો જન્મ થયો કે નહીં અને થયો છે તો ક્યાં?”

 

વાતો કરતાં કરતાં વારેવારે મારી નજર તેના તરફ જ હતી. અને એની આંખો માં જે આતુરતા હતી અલિશાના કેસ વિશે સાંભળવાની એના પરથી જ હું સમજી ગયેલો કે અલિશા જે કહેતી હતી તે સાચું હતું. અક્ષત એ જ વનરાજનો જીવ છે, બસ તેના મુખેથી સાંભળવું કેમ કરીને? તે વિચારવું રહ્યું. મારો મેઈન પ્રશ્ન એ જ હતો કે અક્ષત સાથે એકલા કેમ કરીને મળવું?

 

પણ આ કામ અક્ષતે જ આસાન કરી દીધું અને તે મારી પાસે આવ્યો અને મારી સામે જીદ કરતો હોય તેમ બોલ્યો કે,

“અંકલ મને ચોકલેટ તો ખવડાવો. મારા માટે જે આ ઘરે ગેસ્ટ આવે તે ચોકલેટ કે કેક કંઈક લાવે છે, તમે કેમ નથી લાવ્યા?”

 

મેં પણ કહ્યું કે,

“સોરી બેટા, મને યાદ જ ના રહ્યું કે આ ઘરમાં તારા જેવો કયુટ અને સ્માર્ટ હેન્ડસમ બોય છે. પણ કંઈ નહી હું મારી ભૂલ સુધારી દઉં, તું ચાલ મારી સાથે અને તને જે ગમે તે ચોકલેટ અને કેક લઈ આપું.”

 

આ સાંભળી તેના મમ્મી પપ્પા રોકવા ગયા પણ મેં તેમને જ રોકીને કહ્યું કે,

“વાંધો નહીં, બાળક છે તમે તેને કંઈ ના કહો, મારે તેને ચોકલેટ તો લઈ આપવી જ જોઈએ, પણ હવે તેને લઈ આપીશ.”

 

બોલીને તે કંંઈપણ આર્ગ્યુમેન્ટ કરે તે પહેલાં જ અમે ત્યાંથી નીકળી ગયા.

 

(અક્ષતે કેમ આવું વર્તન કર્યું? શું તેને ખરેખર પોતાનો પૂર્વભવ યાદ આવી ગયો હશે? તે અલિશાને મળવા વિશે કહેશે? સુજલ હવે શું કરશે?

જાણવા માટે વાંચો આગળનો ભાગ, પ્રેમનો સાથ કયાં સુધી........૫૨)