પ્રેમનો સાથ ક્યાં સુધી… - 4 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 4

ભાગ........૪

(સાયક્રાટીસ ડૉ. સુજલ મહેતાને એક ફોરનેર કપલ તેમની બાળકી સાથે મળવા આવેલું છે. અલિશાનો પ્રોબ્લેમ તેના મોમ ડેડ પાસે સાંભળ્યા બાદ તેની સાથે ડૉકટર વાત કરવા પ્રયત્ન કરે છે. હવે આગળ...) 

"અંકલ પ્લીઝ ગીવ ધ મેડીસીન મી. આઈ વૉન્ટ ટુ ગો માય હોમ, માય રૂમ?"
અલિશાને આવું બોલતા સાંભળી મને શોક લાગ્યો પણ વાત કરવાના ઈરાદે મેં આગળ વાત વધારી. 

"બટ વાય યુ સેડ મી ગીવ ફોર મેડિસિન, ડુ યુ નો આઈ એમ નોટ ગીવ એની મેડિસિન, એની પેશન્ટ?..." 

તેની આંખોમાં થોડી ચમક આવી અને પાછી ગાયબ થઈ ગઈ. 
"ઈટ મીન્સ યુ ટ્રાય ધ ડીપ સ્લીપ એન્ડ ટોક અબાઉટ અધર ટાઈપ, રાઈટ અંકલ?" 

"નો ડીઅર ડોલ... આઈ ગીવ ઓન્લી પનીશમેન્ટ..." 

અલિશા નિરાશ થઈ ગઈ અને મારી સામે કંંઈ પણ રિએકશન વગર જોઈ રહી, જાણે તે પનીશમેન્ટ માટે રેડી હોય. પણ મેં જયારે તેને કહ્યું કે,
"આઈ ગીવ ધ પનીશમેન્ટ નોટ યુ, બટ યોર મધર..." 

તે ચમકી ગઈ અને મારી સામે આંખો પટપટાવતી જોઈ રહી.
"માય મોમ..." 

"યસ, યોર મોમ ઈઝ નોટ ડુ વેલ, બટ યુ ટેલ મી વેર યુ સ્ટડી? એન્ડ વોટસ યોર નેઈમ?" 

"માય નેઈમ ઈઝ અલિશા, આઈ એમ સ્ટડી સેન્ટ પોલ સ્કુલ." 

"સેન્ટ પોલ સ્કુલ... વીચ સ્ટાન્ડર્ડ, ડીઅર?" 

"ફીફથ સ્ટાન્ડર્ડ." 

"નાઈસ, યુ નો માય સન ઓલ્સો સ્ટડી ઈન ધીસ સ્કુલ." 

"અંકલ વીચ સ્ટાન્ડર્ડ હી?" 

"નાઈન્થ સ્ટાન્ડર્ડ, એન્ડ હી ઈઝ સ્કુલ પીપલ રીડર, ડુ યુ નો?" 

"આઈ ડોન્ટ નો યોર સન એન્ડ સ્કુલ પીપલ રીડર..." 

"ઈટસ ઓકે... બટ ટેલ મી, ડુ યુ લાઇક સ્ટડી?" 

"યસ અંકલ, આઈ લાઇક મોસ્ટ." 

"એન્ડ ગેઈમ?" 

"નો આઈ ડોન્ટ લાઈક ગેમ્સ." 

તેને ખુશ થઈ મને જવાબ આપ્યો, પછી કંઈક વિચારતા મને ફરી પૂછ્યું કે,
"અંકલ રિઅલી આર યુ નોટ ગીવ ધ મેડીસીન." 

"નો ડીઅર, આઈ ગીવ પનીશમેન્ટ ઓન્લી યોર મધર?" 

"ડોન્ટ ગીવ માય મધર, માય મોમ ઈઝ સો ગુડ..." 

"આઈ નો ડીઅર, બટ શી સ્કોલ્ડ યુ. હાઉ ડેર શી, સો આઈ ગીવ..." 

તેની આંખોની ચમક જોઈ મેં તેની સાથે વધારે વાત કરવાના ઈરાદે,
"બટ યુ ફીલ યોર મધર ઈઝ ગુડ એન્ડ વોટ અબાઉટ યોર ફાધર?" 

"માય ડેડ ઈઝ ઓલ્સો ગુડ, લવિંગ એન્ડ કેરિંગ, બટ હી ઓલ્વેઝ સ્કોલ્ડ મી..." 

"હાઉ ડેર યોર ડેડ, વાય હી સ્કોલ્ડ સ્વીટેસ્ટ બાર્બી ડોલ, યોર આઈસ સો ડીપેસ્ટ એન્ડ એટ્રેકટિવ. યોર ચીકસ ઓલ્સો કયુટ એન્ડ યોર ડિમ્પલ સો અમેઝીંગ. ડુ યુ નો યુ આર ધ મોસ્ટ ગોર્જીયસ ડોલ..." 

"થેન્ક યુ, અંકલ... વીચ પનીશમેન્ટ ગીવ યુ માય મધર?"
ફરી ફરી તેની વાત પકડી રાખતી અને તેનું બાળપણ અને તેની આંખોના હાવભાવ જોઈ મેં કહ્યું,
"આઈ ગીવ... આઈ ગીવ યોર મોમ ગીવ બીગ હગ યુ એટ નાઈટ..." 

"એન્ડ વેન શી બ્રેક?" 

"બ્રેક હગ... વેન યુ આર ગોન ટુ ડીપ સ્લીપ એન્ડ  સ્લીપ ફેરી ડુ મેજીક ઈન યોર આઈસ." 

"રિઅલી અંકલ..." 

મેં તેની સામે હસીને જોયું અને પછી તેની મમ્મી સામે. એલિના ભલે ફોરનેર હતી, પણ હતી તો મા જ ને. માનું હ્રદય બાળકની તકલીફ સમજી જાય અને તે તકલીફ દૂર કરવાની વાત પણ. એટલે જ તે મારી વાત જલ્દી સમજી ગઈ અને તેને જ્હોનને પણ ઈશારાથી સમજાવી પણ દીધો. 

એલિનાએ પણ તેને કહ્યું કે,
"આઈ એકસેપ્ટ યોર પનીશમેન્ટ, ડોકટર એન્ડ આઈ વીલ ડુ..." 

મેં તેને બાય કહ્યું અને તેને પણ એવો જ રિસ્પોન્સ આપી તે જતી રહ્યી. મેં તેમને ઈશારાથી પાંચ દિવસ બાદ આવવા પણ જણાવી દીધું.' 

"સર તે નાનકડી બાળકી અલિશા તમારી વાત માનવા લાગી ગઈ હતી, તો પછી કેમ તમે તેને હિપ્નોટાઈઝ ના કરી." 

મારી વાતને વચ્ચે રોકીને ઉમંગે ઉત્સુકતાવશ પૂછયું. 
"કરી શકતો પણ તેનો જે ડર ડોક્ટર પ્રત્યે હતો, એ વધી જ જતો ને. એના લીધે તેના મનની વાતો જેવી જાણવી જોઈએ તે ના મળતી. એકવાર તેનો ડર ઓછો થાય અને તે ફ્રી થઈ જાય તો વધારે સારી રીતે તેની સાથે વાત કરી શકાય.' 

"અને બીજી વાત એવી પણ હતી કે તેના પપ્પાએ કહેલી બધી જ વાત હું પહેલાં સમજવા માંગતો હતો. કેસ સ્ટડી કર્યા બાદ જ હું તેને હિપ્નોટાઈઝ કરવા માંગતો હતો, જેથી કરીને તેના મનમાં રહેલી વાત દૂર કરી શકાય." 

એક વાત ખાસ યાદ રાખવાની ઉમંગ કે હાલ ઘણા ડોકટર તરત દવા આપી દે કે હિપ્નોટાઈઝ કરે છે. પણ પ્રોસેસ બરાબર પૂરી કરી કે ના કરી અને વાતો કરાવવા મથે. પણ તે માનસિક ડિસ્ટર્બ વ્યકિત જોઈએ તેવો રિસ્પોન્સ ના આપી શકે. એટલે જ કેસ સ્ટડી કર્યા વગર હિપ્નોટાઈઝ કરવાથી, પેશન્ટ આપણી સાથે જોઈએ તેવું ફ્રી નથી થતું અને તેનો પ્રોબ્લેમ સમજ્યા વગર દવા આપી દેવાથી તેની માનસિક તકલીફ કે તણાવ જોઈએ તેવો દૂર નથી થતો. એમાં પણ બાળકોની બાબતમાં ખાસ. અને એવું હું નહોતો કરવા માંગતો. 

"પછી સર..." 

મેં ઉમંગની વાતનો જવાબ આપતાં આગળ બોલ્યો,
"મને પણ તેનો કેસ સ્ટડી કર્યા પછી તેની સાથે વાત કરવાની અને તેની વાતો સાંભળવાની ઉત્સુકતા હતી. એમાં પણ તેની આંખો પટપટાવીને દરેકની સામે જોવું અને તેના વાતે વાતે પડતાં ડિમ્પલ... એ યાદ કરતાં કરતાં કહું તો મેં પણ પરાણે કે નિરસ પાંચ દિવસ પાસ કર્યા. 

પાંચ દિવસ બાદ તે આવી, આજે પણ તે થોડી ડરેલી, થોડી સહેમી ગયેલી હતી. મેં તેને મારી જોડે બોલાવી,
"હાય કયુટ ડોલ, કમ હીયર." 

તે મારી જોડે આવી અને તેની નાની નાની હથેળીમાં અડધું જ ખીલેલું ગુલાબ મારી હથેળીમાં મૂકી દીધું અને,
"હાય અંકલ, પ્લીઝ ટેક ધીસ ફલાવર એન્ડ સ્મેલ ઈટ..." 

મને ગમે છે કે નહીં તે જાણવા તેની આંખો મોટી કરીને જોયું પણ વારે વારે તેની આંખો બંધ થઈ જતી અને પછી ખુલ્લી જતી. મેં પણ તે ગુલાબ હાથમાં લઈ સૂઘયું અને કહ્યું કે,
"નાઈસ સ્મેલ એન્ડ ધીસ ફલાવર પ્લેટસ ઈઝ હેપી પ્લેટસ લાઈક યુ..." 

"નહીં હમ કોનો કી પસંદ નહી હૈ, હમ તો ઘરકે એક કોનો મે રહેતે હૈ ઔર કામ કરનેવાલો મેં સે હૈ..." 

હું તેની શુદ્ધ હિન્દી અને એમાં પણ મારવાડી લહેકો તેના મ્હોંથી સાંભળીને હું દંગ રહી ગયો અને તેની આંખો પણ ફરી ગયેલી હું સમજી ગયો. મેં પણ,
"કયાં બોલ રહી હો, કોનો કહ રહા હૈ કઈ તુમ કામવાલી હો." 

"અમારી અમ્મા, વો બોલી હમસે કે હમ કોનો બહુ ના હૈ, હમે તો કામ કરન ખાતર હી લાયે હૈ." 

"ઔર એ અમ્મા કોન હૈ ઔર કહાં હૈ?" 

"અમ્મા... અમ્મા તો હમારી સાસ હૈ... ઔર વો ચલી કહાં ગઈ હૈ, હમકો નાહીં પતા..." 

આટલું બોલતા જ તેના દેદાર ફરી ગયો અને તે બેભાન થઈ પડી જાય તે પહેલાં જ મેં તેને મારા હાથમાં પકડીને ઉઠાવી લીધી અને હિપ્નોટાઈઝ બેડ પર સુવાડી દીધી.
મારી તો વાચા જ હણાઈ જ ગઈ હતી કે, આ શું અને કેમ? અને તેનો કોઈ જવાબ મારી પાસે નહોતો.
"ઓહ શીટ... બિચારી નાની છોકરી..."

(ઉમંગ તેની વાત સમજયો હશે? અલિશા ફ્રી થઈ બધી વાતો જણાવી શકશે ખરી? અને આ અલિશા ના મુખેથી મારવાડી લહેકાવાળી બોલી કેમ? શું વાત છે કે પછી સંગતની અસર છે? આગળ શું થશે?

જાણવા માટે આગળનો ભાગ, પ્રેમનો સાથ કયાં સુધી....૫)