પ્રેમ ની પરીક્ષા - 1 Priya Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ ની પરીક્ષા - 1

વાર્તા નું શીર્ષક વાંચીને તમને લાગશે કે સામાન્ય વાર્તા હસે.બધા ને પ્રેમ માં પરીક્ષા તો આપવી જ પડે ને પણ આજે તમારા સામે હું જે વાર્તા પ્રસ્તુત કરવાની છુ તે એક સત્ય ઘટના પર આધારિત છે અને અહીં હું પાત્ર ના નામ બદલી ને આપીશ પરંતું થોડા ભાગ પછી હું તમને કહીશ કે આ બધું કોના જીવન માં કઈ રીતે બન્યું છે...
વાચક મિત્રો તમને મારી નમ્ર વિનંતિ છે કે વાર્તા વાચી ને મને તમે રેટિંગ ના આપો તો ચાલશે પરંતું કૉમેન્ટ મા તમારું મંતવ્ય જરૂર આપજો.
હું માતૃભારતી પર આજે મારી વાર્તા નો પહેલો ભાગ તમારી સમક્ષ રજૂ કરીશ મને કોઈ અનુભવ તો નથી પરંતુ હું બનતા બધા પ્રયત્નો કરીશ કે તમે મારી વાર્તા વાંચવા માટે આકર્ષિત થઈ જાવ...
ઓફીસ ના કામકાજ માં વ્યસ્ત રાધા ને અચાનક જ ઓફીસ ના મોબાઇલ પર એક ફોન આવે છે.
હેલ્લો મેડમ થોડીક બેંક સ્ટેટમેન્ટ ની એન્ટ્રી કરવાની છે કરી આપો ને.રાધા એટલી કામ માં હોઈ છે કે એને ગુસ્સો આવે છે અરે આ છોકરો મને જ કેમ ફોન કરતો હસે.
તમને મારા પાત્ર ની ઓળખાણ આપુ તો આ વાર્તા ના મેઈન પાત્ર છે રાધા અને માધવ.
છે ને એકદમ ગોપી શ્યામ ની જોડી જેવા નામ.. રાધા એક એકાઉન્ટ ની ઓફીસ માં જોબ કરે છે.તે એક બહુ મેહનતું છોકરી છે.પોતાના ના ઘર થી રોજ ના 45 કિમી.નું અંતર કાપી ને જોબ કરવા આવે છે .જ્યારે માધવ એ જ ઓફીસ નો એક ક્લાયન્ટ છે.
તો વાર્તા ને આગળ વધારીએ.રાધા ને માધવ થી બહુ જ નફરત છે જ્યાર પણ માધવ ને ફોન આવે કામ ની બાબત થી તો રાધા બહુ જ ગુસ્સે થાય છે.એ એના બોસ ને કહે છે સર આ મને કેમ ફોન કરે છે મને જરા પણ પસંદ નથી આની સાથે વાત કરવી.તમે જ વાત કરી લો.
અરે રાધા કઈક કામ હસે તું વાત કરી લે..
રાધા ફોન સાથે જોડાય છે.
માધવ કહે છે મેડમ મને એન્ટ્રી કરી આપો ને બહુ જ ઉતાવળ છે.રાધા કહે છે ઓકે સર..
રાધા ગુસ્સે થાય છે અને કામ કરવા લાગે છે અરે પોતાને સુ સમજતો હસે મારે સૂ બીજાં કઈ કામ જ નથી.એમ કરી ને કામ પૂરું કરે છે.ફરી થી ફોન આવે છે મેડમ થઈ ગયું કામ મારું??રાધા કહે છે હા સર થઈ ગયું જોઈ લેજો.
એમ કરી ને ફોન કટ કરી નાખે છે.પરંતું આ શું જેવો ફોન કટ કરે છે થોડી જ વાર માં રાધા ને બેચેની લાગે છે.પોતાના ના દિલ ના ધબકારા વધી જાય છે.તે વિચારે છે આજે આ માધવ સર ને સું થયું છે આજે પહેલી વાર આટલી શાંતિ થી કેમ વાત કરી મારી સાથે અને આમ કેમ મને એવું લાગે છે કે માધવ સર ને કઈક થયું છે.
ફરીથી વિચારે છે મને શું છે એને જે થયું હોઈ તે હું કેમ એના વિશે વિચારી રહી છું.અને ફરીથી પોતાના ના કામ પર ધ્યાન આપવા લાગે છે પરંતુ બેચેની એટલી વધારે છે કે તે કામ પર ધ્યાન આપી સકતી નથી...
તે વિચારે છે એક કામ કરું હું માનુ ને ફોન કરું. માનુ એટલે રાધા ની જીગરી મિત્ર કઈ પણ મુશ્કેલી હોઈ તો એ એક બીજા ને કહે. બને ને એકબીજા વગર એક દીવસ ના ચાલે હા સાથે નથી રેહતા પરંતુ બંને રોજ ફોન પર કલાકો સુધી વાતો કરે . માનુ ને ફોન કરવાનું વિચારી રાધા માનુ ને ફોન કરે છે...
તમને શું લાગે છે મિત્રો રાધા માનુ ને કહી શકશે અને માનુ એને શું જવાબ આપશે..
કૉમેન્ટ માં જરૂર કહેજો...