પ્રેમ ની પરીક્ષા - 7 Priya Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ ની પરીક્ષા - 7

હવે ધીમે ધીમે રાધા અને માધવ બને એકબીજાની પાસે આવતા જાય છે બંનેને એકબીજાની આદત પડતી જાય છે રોજ બને ખૂબ વાતો કરે છે. માધવ ને રાધા નો સવારે કોલ ન આવે ત્યાં સુધી તેની સવાર પડતી નથી અને રાધા ને જ્યાં સુધી રાતે માધવ નો કોલ ન આવે ત્યાં સુધી તેને રાત થતી નથી. આમને આમ બંને એકબીજા સાથે બહુ જ ખુશ હોય છે ધીમે ધીમે જાન્યુઆરી મહિનો પૂરો થાય છે અને ફેબ્રુઆરી મહિનાની શરૂઆત થાય છે ફેબ્રુઆરી મહિનામાં મહાશિવરાત્રી હોય છે રાધા અને માધવ આ દિવસે મળવાનું ગોઠવાઈ છે તે બને ફરવા જાય છે આમને આમ ઘણા મહિના થાય છે હવે રાધા ને માધવ વગર અને માધવ ને રાધા વગર ચાલતું નથી. પરંતુ કહેવાય છે ને સાચા પ્રેમની કોઈકને નજર તરત લાગી જાય છે હવે આ બંનેના સંબંધમાં પણ કંઈક આવું જ થાય છે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં માધવ રાધાને તેના મમ્મી સાથે બહાર જવાનું કહે છે રાધા ખુશ થઈ જાય છે માધવ રાધા ને કહે છે તારે જે કહેવું હોય તે મમ્મીને કહી દેજે ધીમે ધીમે એ દિવસ આવી જાય છે આજે રાધા અને માધવના મમ્મી બંને એક મંદિરે જોવાના હોય છે તે બને ત્યાં પહોંચે છે ખૂબ વાતો કરે છે વાત વાતમાં માધવના મમ્મી રાધા ને કહે છે મારા માધવ માટે એક છોકરી અમે શોધી રાખી છે આ સાંભળીને રાધા નું દિલ તરત જ બેસી જાય છે. તે માંડ માંડ પોતાની જાતને કંટ્રોલ કરે છે અને તે માધવના મમ્મીને તેના અને માધવ ના સંબંધ વિશે કહે છે પરંતુ માધવના મમ્મી આ શક્ય નથી તેવું કહી દે છે હવે સાંજે તે બંને ફરીથી પોતપોતાના ઘરે જવા માટે નીકળે છે સાંજે માધવ રાધાને કોલ કરે છે અને રાધા માધવ નેબધી વાત કહે છે. પરંતુ માધવ એવું કશું નહીં થાય એવી સાંત્વ ના આપે છે પરંતુ હવે અહીંથી બંનેનો સંબંધ પહેલા જેવો રહેતો નથી હવે બંને વચ્ચે ઝઘડા થવા માંડે છે રાધા માધવને ખૂબ બનાવે છે આમને આમ નવરાત્રી આવી જાય છે હવે માધવ રાધાને વધારે ને વધારે ઇગ્નોર કરતો હોય છે આ વાતથી રાધા ખૂબ દુઃખી થાય છે તે માધવ ને કહે છે મને કારણ તું આવું શા માટે કરે છે ત્યારે માધવ રાધા ને કહે છે મારે હવે તારી સાથે સંબંધ રાખવો નથી આપણે બંને સાથે રહી શકીએ તે શક્ય નથી મારા મમ્મી આપણા સંબંધ માટે ક્યારેય નહીં માને અને માધવ રાધા સાથે વાત કરવાનું બંધ કરી દે છે રાધા બે મહિના પોતાની જાતને સંભાળે છે. હવે દિવાળી આવી જાય છે ત્યારે રાધા માધવ ને સામેથી મેસેજ કરે છે અને કહે છે પ્લીઝ મારી લાઇફમાં તું પાછો આવી જા પરંતુ માધવ હવે માનતો નથી હવે માધવ રાધા સાથે વાત તો કરે છે પરંતુ એમાં પહેલા જેવો પ્રેમ નથી.
હવે રાધા પહેલા જેવી રહી નથી સાવ એકલી થઈ ગઈ છે
ના કોઈ સાથે વાત કરે છે કે ના કોઈને જવાબ આપે છે બસ પોતાની રીતે એકલી ને એકલી રહે છે .પહેલા રાધા ખૂબ બોલતી હતી એ રાધા આજે સાવ શાંત થઈ ગઈ છે હવે તેના દિલમાં ગુસ્સા સિવાય એક પણ ફીલિંગ્સ નથી છોકરાઓ પરથી તો ભરોસો ક્યારનો ઉઠી ગયો છે તેની ફ્રેન્ડ તેને ખૂબ સમજાવે છે પરંતુ રાધા કોઈની વાત માનવા તૈયાર નથી તેની ફ્રેન્ડ તેને કહે છે તું માધવ ને ભૂલીને આગળ વધ પરંતુ રાધા કહે છે હું તેને કેમ ભૂલી શકું? જેને મને બધું યાદ આપતા શીખડાવ્યું છે જેને મને જિંદગી કેવી રીતે જીવી તે શીખડાવે છે. આમને આમ દિવસો વીતતા જાય છે હવે માધવ સાવ ઓછી વાત કરે છે રાધા સાથે..
રાધા હજી માધવ ની રાહ જોઈને બેઠી હોય છે કે માધવ પહેલાંની જેમ પોતાની જિંદગીમાં પાછો આવશે જ.
શું લાગે છે મિત્રો માધવ આવશે.. શું રાધા પહેલાની જેમ ખુશ રહી શકશે હવે આગળ શું થશે તે પછીના ભાગમાં જોઈએ...