પ્રેમ ની પરીક્ષા - 6 Priya Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ ની પરીક્ષા - 6

રાધા ને માધવ નો કોલ આવે છે તે રાધા ને કહે છે રાધા હું રાજકોટ આવું છું તને મળવા માટે તું જુનાગઢ થી અત્યારે ફટાફટ રાજકોટ આવી જા. ઠીક છે હું આવું છું એમ કહીને રાધા કોલ ને કટ કરે છે તે માનું ને કહે છે માનુ માધવ અત્યારે મને મળવા માટે રાજકોટ આવે છે ચાલ આપણે બંને અત્યારે જ રાજકોટ જવા માટે નીકળી જઈએ માનું કહે છે ઠીક છે ચાલો અને તરત જ રાધા અને માનું રાજકોટ જવાની બસમાં બેસી જાય છે રાધા ખૂબ ખુશ હોય છે તે પોતાની અને માધવની આ પહેલી મુલાકાત વિશે વિચારતી હોય છે તે થોડીક નર્વસ પણ હોય છે કે માધવ ક્યારે આવશે અમે કેવી રીતે મળશું આ બધું વિચારતા જ વિચારતા રાધા ને બસમાં ઊંઘ આવી જાય છે આખરે બે કલાક પછી રાધા અને માનું રાજકોટ પહોંચી જાય છે. હવે માનું ને ખૂબ જ ભૂખ લાગી હોય છે. રાજકોટ પહોંચીને રાધા માધવ ને કોલ કરે છે કે અમે રાજકોટ પહોંચી ગયા છીએ તમે ક્યારે આવો છો? માધવ કહે છે અમારે પહોંચવામાં હજી અડધો કલાક લાગી જશે એમ કરીને રાધા અને માધવ કોલ કટ કરે છે.
હવે માનુ કહે છે આપણે કંઈ નાસ્તો કરી લઈએ અને તે બંને બસ સ્ટેન્ડમાં જ નાસ્તો કરે છે પછી ઘણી રાહ જુએ છે આખરે માધવ રાજકોટ પહોંચી જાય છે અને રાધા ને કોલ કરે છે કે બહાર આવ અમે તમારી રાહ જોઈએ છીએ આમ રાધા અને માધવ પહેલીવાર મળે છે એકબીજાને બંને એકબીજાને જુએ છે રાધા થોડી શરમ અનુભવે છે પરંતુ પછી માધવ તેની સાથે હોય છે એટલે થોડી શાંત થાય છે ત્યાંથી તે બધા રાત્રે ખૂબ ફરે છે અને મોડી રાત્રે એક હોટલમાં રોકાવાનું નક્કી કરે છે. આખરે તે બધા હોટેલમાં પહોંચે છે પછી ત્યાં પણ બેસે છે અને વાતો કરે છે આમને આમ સવારના 5:00 વાગી જાય છે હવે સુવા માટેની તૈયારી કરે છે રાધા અને માનું બંને એક રૂમમાં સુવે છે જ્યારે માધવ બીજા રૂમ મા. પરંતુ આ બાજુ રાધાને અને સામેની બાજુ માધવ ને ઊંઘ આવતી નથી રાધા માનું સૂઈ જાય છે એટલે બહાર લોબીમાં આંટા મારતી હોય છે અને માધવ પણ બહાર નીકળે છે પછી બંને ત્યાં જ સોફા પર બેસે છે અને વાતો કરે છે આજે બંનેમાંથી એક પણ સુતા નથી રાધા માધવને કહે છે મને આપણી આ પહેલી મુલાકાત આખી જિંદગી યાદ રહેશે અમને આમ સવારના 10:00 વાગી જાય છે પછી બધા ફ્રેશ થઈને બહાર નીકળે છે રાધા ને મેગી ખૂબ જ પસંદ હોય છે તેથી માધવ તેને એક જગ્યાએ મેગી ખાવા લઈ જાય છે અમને આમ સાંજ સુધી બંને એકબીજા સાથે ફરે છે અને રાતે માધવ રાધા ને તેના ઘરે મૂકવા જાય છે બંનેની આંખમાં આંસુ હોય છે રાધા ને માધવ થી દૂર જવું નથી પરંતુ તે તેની સાથે પણ રહી શકે તેમ નથી માધવ રાધા ને સમજાવે છે કે અત્યારે તું ઘરે જઈશ તો મને બીજી વાર મળવા આવી શકીશ ને એવી રીતે રાધા ને ખૂબ સમજાવે છે
અને તેના ઘરે મૂકી આવે છે રાધા ઘરે આવીને તે અને માનું ફ્રેશ થઈને સુવા માટે જાય છે માનું અને રાધા આ બંને દિવસ કેવા સરસ ગયા તેની ચર્ચા કરતા હોય છે એટલામાં જ માધવ નો કોલ આવે છે અને તે અને રાધા બને વાતો કરવા લાગે છે
હવે આગળ આ કહાની શું મોડ લેશે?
શું રાધા અને માધવ ના જીવન માં નવું કંઈ વળાંક આવશે?
જાણવા માટે વાંચતા રહો પ્રેમની પરીક્ષા....