પ્રેમનો સાથ ક્યાં સુધી… - 36 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 36

ભાગ-૩૬

(માનદૈવી પોતાનું જીવન ટૂંકાવવાનો વિચાર કરી રહી છે અને તેના પર અમલ કરે તે પહેલાં જ તેની મિત્ર રોકી લે છે અને તે મા બનનાર છે તે પણ જણાવે છે. માનવને તે થાંભલા પર તેનું અને તેના પતિનું નામ લખેલું છે, તે બતાવે છે. પછી તે ગામ તરફ જઈ રહી છે. હવે આગળ...)

“આ ફોરનેર છોકરી છે અને હું તેને ગામનો માહોલ જોવા લાવ્યો છું. તેના મોમ ડેડ મંદિરની પરિસરમાં છે.”

તે યુવક સાથે મારી વાત ચાલતી હતી ને ત્યાં જ અલિશા મારી પરવા કર્યા વગર પોતાની ધૂનમાં જ ચાલવા લાગી અને મારી આંખથી ઓઝલ ક્યારે થઈ ગઈ, તે મને ખબર જ ના પડી. એટલે મારી અકળામણ તે યુવક પર ઠલવાઈ ગઈ કે,

“તને કોને પંચાત કરવાની કહી છે, આ ગામ છે જ્યાં કોઈ પણ આવી શકે છે. શું ગામમાં કોઈને ત્યાં ફોરેનર મહેમાન ના આવ્યું હોય? બોલ હવે આ છોકરી અહીં કોઈને પણ ઓળખતી નથી તો તેને કયાં શોધું?”

તે કંંઈ બોલે તે પહેલાં જ આટલું બોલી હું તેને શોધવા આમતેમ જોયું અને થોડો આગળ ગયો. એક ભાઈને જઈ પૂછ્યું કે,

“યહાં પે કોઈ ગોરી ગોરી છોટી બચ્ચી દેખી હૈ, કહાં ગઈ વો? કીસ તરફ ગઈ?”

“વો ગોરી ગોરી ઔર છોટી સી બચ્ચી ના... વો ઉસ તરફ જા રહી થી.”

તેમને કહેલી દિશામાં તરત જ હું એ બાજુ ઝડપથી ચાલવા લાગ્યો તો તે યુવક પણ મારી પાછળ પાછળ ચૂપચાપ મારી સાથે આવ્યો.

લકીલી અલિશા થોડે જ દૂર ગઈ હતી અને મને તે મળી જતાં મે રાહતનો શ્વાસ લીધો. અલિશા થોડી આગળ ચાલીને એક ઘર આગળ ઊભી રહી અને બોલી કે,

“યે હૈ ના હમાર સહેલી કા ઘર... કમલા ઓ રી કમલા...”

તે યુવક બોલ્યો કે,

“હા, યહાં કમલાબાઈ કા ઘર હૈ, ઔર વો મેરી દાદી થી. ઈસ લડકી કો કૈસે માલૂમ હૈ?”

આ સાંભળીને મને ખબર પડી કે તે યુવક હજી મારી પાછળ પાછળ આવે છે, તો મેં તેને ધમકાવતાં કહ્યું કે,

“અહીં તું શું કરે છે? ભાગ તારે ઓફિસમાં કોઈ કામ નથી.”

“ના હું ત્યાં કોઈ કામે ગયેલો અને તે મારી ઓફિસ પણ નથી. પંચાયતની ઓફિસ છે. હું એક એન્જિનિયર છું અને જયપુરમાં જોબ કરું છું.”

“હોલી ડે પર આવ્યો છે તો ભાઈ પછી ઘરે જા અને ઘરના લોકો સાથે સમય વીતાવ.”

તે છોકરો જતો તો રહ્યો પણ તેની આંખોમાં મારા માટે શંકા હતી, એ હું બરાબર સમજી ગયેલો પણ તેની શંકા દૂર કરવા જતાં કયાંક અલિશા પાછી આઘીપાછી થઈ જાય તો... એ રિસ્ક હું લેવા તૈયાર નહોતો એટલે તેના પર ધ્યાન આપ્યા વગર અલિશા પર જ મારું ફોકસ રાખ્યું.

અલિશા તે ઘર આગળ જઈને,

“કમલા ઓ રી કમલા બહાર તો આ જા, તેરી સહેલી માન હૈ હમ...”

તે યુવક હજી ડઘાઈ ગયેલો અને કોઈ અલગ જ વસ્તુ જોઈ હોય કે વાત સાંભળી હોય તેમ અમને જોઈ જ રહેલો. એટલે મેં તેને પૂછયું કે,

“કમલાબાઈ કહાં હૈ? અંદર હૈ ક્યાં? બુલા લો ના ભાઈ...”

તો તેને ગુસ્સામાં જ જવાબ આપ્યો કે,

“દાદી તો ઉપર કહો કે સ્વધામ ચલી ગઈ હૈ વો...”

હું અલિશાને કંઈ કહું તે પહેલાં જ અલિશાના મુખેથી,

“કોની મત આ જા.. રીસ ક્યોં રહી હો, તુમ્હે પતા હૈ ના કી હમારી સાસ કો તુમ્હારે સાથ હમારી દોસ્તી ના અચ્છી લગતી. ફીર હમ કૈસે આ શકતે હૈ, તો યે બતા તુમ્હારી રીસ કિતની જાયજ હૈ. પહેલે સાસ ઔર ફિર... હમ કરે તો ક્યાં કરે, બતા અબ...”

 

વચ્ચેના શબ્દો તે બોલવાના ગળી ગઈ. હું તેની પાસે જઈને બોલ્યો કે,

“કમલાબાઈ અબ ઈસ દુનિયામેં નહીં હૈ, વો તો...”

 

પણ તે મારી વાત સાંભળ્યા વગર જ આગળ ચાલવા લાગી. થોડે આગળ નાનો એવો ચોરો આવતા તે ઊભી રહી ગઈ. આ ચોરા પર વડનું મોટું ઝાડ હતું. તેની વડવાઈ ખાસી એવી ધરતીને સ્પર્શ કરતી હતી. એમાં કયાંક કયાંક બે વડવાઈ ભેગી કરીને ઝૂલા બનાવેલા દેખાઈ પડતા હતા.

 

મેં આજુ બાજુ નજર કરી તો ત્યાં દુકાનોની બંને બાજુ હારમાળા હતી. જેમાં એક બાજુની લાઈનમાં શાકભાજી, કરિયાણા માટેની, છોકરાઓ માટે ચોકલેટ બિસ્કિટ એવી બે ત્રણ દુકાન. જ્યારે બીજી બાજુની લાઈનમાં એક સોના ચાંદીની જ્વેલર્સની અને એક ઘંટીવાળો અને એકાદ દરજીની દુકાન હતી. તેને થી થોડે દૂર એક હાંટડી જેવું માંડીને મોચી બેઠેલો હતો.

 

થોડી આંખો ખેંચીને નજર કરી તો મને આગળ બે ત્રણ ગલીઓ દેખાણી. અને એની આગળ મોહલ્લો હતો.

 

અલિશાના હાવભાવ પરથી એવું લાગી રહ્યું હતું કે તે કંઈક શોધી રહી છે કે પછી કંઈક યાદ કરવા મથતી હોય એવું લાગ્યું. હું કંઈ સમજું કે પૂછું તે પહેલાં જ અલિશા એક મોહલ્લા તરફ ગઈ અને તે બહારથી જોવા લાગી.

 

મેં પણ તે મોહલ્લાની અંદર નજર કરી તો બધા જ છાપરાવાળા ઘર હતા, માંડ એકાદ ધાબાવાળું મકાન હશે. દરેક ઘરની બહાર નળ અને બહાર કામ કરી રહેલી બહેનો નજરે પડી. એ મોહલ્લાનો રસ્તો ખૂબ સાંકડો હતો. અને એ જોઈને શું થયું પણ અલિશા પાછી ફરી અને પાછી ચોરા આગળ આવી.

 

એકાદ મિનિટ રહીને તે બીજા મોહલ્લા તરફ ગઈ અને થોડે દૂર ઊભી રહીને બરાબર જોયો પછી તે મોહલ્લામાં અંદર પ્રવેશી. તે મોહલ્લામાં જતાં જ એમ લાગે કે આપણે અમીરોના મોહલ્લામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું હતું. એકદમ ખુલ્લી જગ્યા અને તેના રસ્તા પણ પહોળા. દરેક બંગલામાં વરંડો વાળીને ઘરની આજુબાજુની જગ્યા વ્યવસ્થિત કરેલી.

 

જો કે એ મોહલ્લામાં ફક્ત ચાર જ મકાન હતા અને ચારે બાજુ આરામથી ગાડી જઈ શકે તેવી સ્પેસ. આમ જોવા જોઈએ તો આખા ગામની સુંદરતા અને તેનો વૈભવ બતાવતો મોહલ્લો તો આ જ કહેવાતો હશે. અહીં અંદર આવ્યા પછી એવું લાગી રહ્યું હતું કે એક સમયના જમીનદારો કે ગામના મુખિયા કે મોભીઓ અહીં રહેતા હશે.

 

એમાં ત્રણ મકાનો એક સરખા અને એક મકાન હવેલી જેવું મોટું. બધા ઘરોની વચ્ચોવચ્ચ એક નાનો કૂવો, જો કે હાલ તેને બંધ કરી દેવામાં આવેલો હતો.

અલિશા એ કૂવા આગળ ઊભી રહી ગઈ અને ચારે મકાન તરફ ધ્યાનથી જોઈ રહી હતી. કદાચ તે મકાનોની બનાવટ એક સરખી અને થોડી રજવાડી જેવી ઠાઠવાળી હતી. પણ એમાં હવેલી જેવા મકાનનો ઠાઠ અને રજવાડી ભવ્યતા અનેરી હતી. કદાચ ઘર વિશે અલિશા કન્ફયુઝ થઈ ગઈ હશે એવું લાગ્યું.

એક નાનકડી ફોરનેર જેવી દેખાતી છોકરી અહીં આવી છે, તે ખબર પડતાં બાળકો તો શું પણ તે ત્રણ ઘરના મોટા પણ કુતુહલતાથી તેને જોવા બહાર આવી ગયેલા. જયારે અલિશા તો આ બધાથી બેખબર થઈ આખી ગલીને અને ઘરોને પોતાની ભૂરી ભૂરી આંખો પટપટાવતી કયારની જોઈ રહી હતી. એક પછી એક વારાફરતી ઘરો જોયા બાદ એક મોટું હવેલી જેવું ઘર આગળ જઈને તે ઊભી રહી અને ધ્યાનથી જોવા લાગી. પછી બોલી કે,

“હમાર ઘર તો યહી હૈ, મગર યે તીન કબ સે બન ગયે.”

(માનદેવી અને વનરાજ સિંહ વિશે કોણ જણાવશે? તેના ઘર વિશે કોણ જણાવશે? અલિશાને યાદ આવશે કે તેના ઘરનું કોઈ વ્યકિત જણાવશે ખરો? શું માનદેવીનું ઘર વહેંચાઈ ગયું હશે?

જાણવા માટે વાંચો આગળનો ભાગ, પ્રેમનો સાથ કયાં સુધી........૩૭)