પ્રેમનો સાથ ક્યાં સુધી… - 37 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 37

ભાગ-૩૭

(અલિશા મુખ્ય ચોરા આગળ ઊભી રહે છે, જયાં ગ્રામ પંચાયત બની ગયેલી છે. પછી તે તેની સહેલીને બોલાવે છે, પણ તે હયાત ના હોવાથી જવાબ ન મળતાં તે, આગળ બે ત્રણ મોહલ્લા જોઈ કન્ફયુઝ થાય છે, પણ તે ફાઈનલી એક મોહલ્લાની અંદર જાય છે. હવે આગળ....)

અલિશા તો આખી ગલીને અને ઘરોને પોતાની ભૂરી ભૂરી આંખો પટપટાવતી કયારની જોઈ રહી હતી. એક પછી એક વારાફરતી ઘરો જોયા બાદ એક મોટું હવેલી જેવું ઘર આગળ જઈને તે ઊભી રહી અને ધ્યાનથી જોવા લાગી. પછી બોલી કે,

“હમાર ઘર તો યહી હૈ, મગર યે તીન કબ સે બન ગયે.”

હું સમજી શકતો હતો કે ગામમાં નવું નવું જે બન્યું હશે, જેનાથી આ અજાણ હશે. પણ એને કંઈ કહેવું મને યોગ્ય નહોતું લાગી રહ્યું એટલે હું ચૂપચાપ તેનું અને તેના બીહેવનું ઓબ્ઝર્વ કરતો રહ્યો.

તે મોટી હવેલી જેવા લાગતા ઘર બાજુ ગઈ અને તેનો ઝાંપો ખોલીને ત્યાંના વરંડાને બરાબર ધ્યાનથી જોઈ રહી. મેં પણ ત્યાં નજર કરી તો એકબાજુ હીંચકો, નીચે સિમેન્ટ અને કોક્રીટ પાથરીને વ્યવસ્થિત કરેલું, નાની ડંકી જેવું અને વરંડામાં એક મોટી એવી ઇનોવા જેવી ગાડી ઊભેલી, જે બીજા બધા ઘર કરતાં તો એ ઘરની જહોજલાલી બતાવી રહી હતી.

વરંડા બાદ પછી પાંચ છ પગથિયાં હતાં અને સામે એક મોટો દરવાજો હતો. જેને ખોલવા પણ બે માણસની જરૂર પડે. એટલું જ નહીં તેની ઊંચાઈથી પણ મહેલનો દરવાજો હોય એવું લાગતું. હું હજી ઘરમાં જઈને આ હવેલીની ભવ્યતા જોવા જવાનું વિચારતો હતો, પણ અલિશા તો હજી બહાર જ અટવાયેલા હતી. એ જોઈ મારો વિચાર મેં માંડી વાળ્યો અને તે તો બસ એકીટશે હીંચકાને જોયા જ કરતી હતી. એક છોકરીને એકીટશે જોઈ રહેલી, ત્યાં બહાર કામ કરી રહેલો માણસ આ ઘરના માલિકને બોલાવી લાવ્યો.

તે આમ તો ચાલીસ પેંતાલીસ વર્ષનો હશે પણ તેનું ખડતલ શરીર જોઈ માંડ ત્રીસનો જ લાગે. તેની હાઈટ હશે કદાચ 5’10 ઈંચ હશે. તેનો દેખાવ એકદમ પહાડી અને જમીનદાર જેવો રૂઆબ બહાર છલકાઈ રહ્યો હતો. હાથમાં સોનાનું કડું પહેરેલું, આંગળીઓ માં ચાંદીની લાલ રંગના નંગની વીંટી, ગળામાં સોનાની ચેન પરથી તેેની અમીરી છલકતી હતી દેખાઈ રહ્યું હતું અને તેના ચહેરા પરથી એજયુકેટડ લાગી રહ્યો હતો. તેેને

કપડાં પણ શર્ટ અને ફોર્મલ પેન્ટ જેવું જ પહેરેલું હતું.

એમ કહી શકાય કે આટલા બધા ચહેરાઓ કરતાં પણ તેના ચહેરા પરથી જમીનદારોની ભવ્યતા અને કઠોરતા બંનેનો એકસાથે સમન્વય હજી પણ અંકબધ હતો.

એ ભાઈએ મને પૂછ્યું કે,

“વાત શું છે? આ ફોરનેર જેવી દેખાતી છોકરી કોણ છે? અને તમે મારા ઘરમાં કેમ ઘૂસ્યા છો? અને તમે છો કોણ?”

 

હું શંકા ભરેલો અવાજ પર ધ્યાન આપીને તેને જવાબ આપું કે અલિશા પર ધ્યાન રાખું તે નક્કી ના કરી શક્યો. પણ આગળ કંઈ વિચારું તે પહેલાં જ ડૉ.અગ્રવાલ અને જ્હોન અમને શોધતા શોધતા ત્યાં આવી પહોંચ્યા અને તેમને જોઈ મને હાશકારો થયો અને ડૉ.અગ્રવાલને ઝડપથી કહ્યું કે,

“ડૉ.અગ્રવાલ આ ભાઈ જે પૂછી રહ્યા છે, તેનો જવાબ આપો તો હું અલિશાને પાસે રહું છું.’

 

અને તે ભાઈને મેં ડૉ.અગ્રવાલ બતાવીને કહ્યું કે,

“ભાઈ તમારા દરેક સવાલનો જવાબ પેલા ભાઈ આપશે, તેમને પૂછો તો તે તમને બધું સમજાવશે.”

 

તે ડૉ.અગ્રવાલને જોયા અને પછી બોલ્યો કે,

“મેરા નામ જયસિંહ હૈ, યે મેરા ઘર હૈ ઔર યે... આપ લોગ?...”

 

તે આગળ કંઈ પૂછે તે પહેલાં જ અલિશા એ હિંચકા આગળ ગઈ અને બોલવા લાગી કે,

“હમાર નામ માન હૈ, હમ અપની ભતીજે કી બ્યાહતા હૈ આપ ઐસે કૈસે કહ શકતી હૈ કી હમ તુમે ઘર પે રખ કે કયા કરે? તુમ્હારી પૂજા કરે. જા કહીં ભી જા કે અપના સર છુપાને કે લીએ છત ઢૂંઢ. ઐસા મત બોલીએ ના બુઆસા?”

 

અને તે રોવા લાગી. એટલું સાંભળીને તે બોલી કે,

“યે તો મેરી દદીયાચાચી કા નામ થા. જીસે ઘર મેં સભી દદિયા કહતે થે. અબ આપ લોગ બતાયેગેં કી બાત કયા હૈ? ઔર આપ યહાં ક્યોં આયે હો? યે સબ કયા હૈ? હમારી સમજ કે બહાર હૈ સબ કુછ...”

 

ડૉ.અગ્રવાલ બોલ્યા કે,

“તો તુમ માનદેવી કે ભતીજે હો?”

“નહીં, હમ તો ઉનકે બડે બેટે હૈ, વો તો હમારે પાપા ખડકસિંહ થે.”

“અચ્છા તો તુમ્હારે બાઉજી કહાં હૈ?”

“કયા હૈ કી વો હમારે ઘર પે હૈ, કોટા. અબ હમ સભી કોટા શહેરમાં રહને ચલે ગયે હૈ. યહાં તો અપની ખેતીવાડી હૈ તો હમ કભીકભાર દેખને ચલે આતે થે. કલ હી હમ યહાં આયે થે, વૈસે તો પાપા હી સબ દેખભાલ કરતે થે, પર દો તીન બારસે હમ આતે હૈ કયોંકી વો કાફી મહિનો સે પેરેલાઈઝ જો હો ગયે.”

“અચ્છા...”

“પર આપ લોગ બતાયેગેં કી મામલા કયા હૈ?”

હવે વાતનો દોર ડૉ.અગ્રવાલે પોતાના હાથમાં લઈ લીધો અને તેમને થોડીઘણી વાતો કરી અને પછી કહ્યું કે,

“અલિશાની વાતો સાંભળીને અમને એવું લાગે છે કે માનદેવીનો અલિશાના રૂપમાં પૂર્નજન્મ થયો છે અને અમે એમના વિશે અહીં જાણવા આવ્યા છીએ. શું તમારા ચાચાનું નામ વનરાજ સિંહ હતું?”

“હા, હમારા ચાચાદાદા કા નામ વનરાજ સિંહ હી થા. અને દાદીચાચી કા નામ ભી આપ જૈસે બોલ રહે હો ઐસા હી થા. ઔર હમારે ચાચા ચાચી કો પસંદ ના કરતે થે ઔર દદિયા કી સેવા ભી અંત તક હમાર પિતાને હી કી થી. દસ સાલ પહેલે હી વો મર ગઈ. “

“હમમ... તો તમારા ચાચા અહીંના જમીનદાર હતા એમને?’

“હા, મારા પરદાદા ઔર મેરે દાદા કે લાડકે થે મેરે ચાચા. મૈંને ઉનકો કભી નહીં દેખા, મગર સિર્ફ ઉનકે બારે મેં પાપા કે મુંહ સે સુના હૈ કી,

‘ઐસા કહા જાતા થા કી ઉનકે સુંદરતા કે આગે કોનો લડકી ભી ના ટીકે તો લડકે કે બારે મેં ક્યા કહેના. પહાડી જૈસા સીના ઔર ગોરા જૈસે ઉનકા કલર થા. એમની મુછો રજવાડી, જૈસે કી કહી કે રાજા કી હો. ઉનકી આંખોમેં સૂરમા લગા દીયા હો ઈતની તેજ, વો ચલે તો જૈસે વન કે રાજા સિંહ કે જૈસી ચાલ થી. વો જીસ રસ્તે પર જાતે વહાં સે સભી લોક આગે પીછે હો જાતે યા રાસ્તા બદલ લેતે. ઉનકી એક કરડી નજર સે સભી કો ડરાને કે લીએ કાફી થી. ઉસ નજર સે કોઈ ભી આદમી થરથર કાંપતા તો ઔરતો કી હાલત કયાં હોતી હોગી આપ સમજ શકતે હો...

વો સાથ મેં એક લઠ્ઠ લે કે ઘૂમતે થે ઔર લઠ્ઠ દાવમેં વો બહોત માહિર થે. પૂરે રાજસ્થાનમેં લઠ્ઠ દાવમેં કોઈ ઉનકો હરા ના શકતા થા.

વૈસે તો વો ઉસ સમય કે મેટ્રિક પાસ થે ઔર ઉનકા ઈંગ્લિશ બહોત અચ્છા થા. તો ઉન્હેં કોટા કે રાજા ને ઉનકો દિવાન પદ દીયા થા. અચ્છી ખાસી પગાર ભી થઈ.

(અલિશાને નવું કંઈ યાદ આવશે? વનરાજ સિંહ શું જીવે છે, તેમને મળવા આવી છે? તે ખડકસિંહ ને મળી શકશે? જો વનરાજ સિંહ કોટામાં દિવાન જેવી નોકરી હતી તો એવું શું થયું? તે લઠ્ઠદાવમાં મળેલી માહેર હતા, તે એ બંને વચ્ચે નડી ગઈ કે પછી બીજું કંઈક?

જાણવા માટે વાંચો આગળનો ભાગ, પ્રેમનો સાથ કયાં સુધી........૩૮)