પ્રેમનો સાથ ક્યાં સુધી… - 34 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 34

ભાગ-૩૪

(પાંચે જણા એટલે કે માનવ, ડૉ.અગ્રવાલ અને જ્હોન ફેમિલી પહેલાં જયપુર સાઈટ સીન દેખે છે અને પછી લંચ લે છે. બરોલી તરફ જતાં વચ્ચે ગાડી ઊભી રાખે છે ત્યાં સુજલ મહેતા પોતાના અલિશાને હિપ્નોટાઈઝ કરશે એવું ડૉ.અગ્રવાલને જણાવે છે. હવે આગળ....)

“પરફેક્ટ તૈયારી તો કરી લીધી છો પણ... ચાલો આગળ જેમ યોગ્ય લાગે તેમ ડીસીઝન લેશું.”

મેં કહ્યું.

“હા, એ જ બરાબર છે, ચાલો ત્યારે સફરમાં આગળ વધીએ.”

બરોલી ક્યારે નજીક આવશે અને ક્યારે આવશે તેની રાહ તો મારાથી જ નહોતી જોવાતી અને મનમાં પણ ઘણી આશંકા ઉમડતી હતી. પણ જેની આપણે રાહ જોઈ રહ્યા હોય તેમ તેમ એ ઝડપથી પસાર ના થાય, એમ આ રસ્તો જલ્દીથી પૂરો થઈ જ નહોતો રહ્યો.

એટલે હું અને બાકી બધા પાછાં પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા. હા, મારી નજર અલિશા પર હજી મંડરાયેલી જ હતી કેમ કે કોઈપણ વાતે હું ગાફેલ રહેવા તૈયાર નહોતો. અલિશા પણ બધું જોવામાં વ્યસ્ત હતી, તેને નિશ્ચિંત જોઈ હું પણ નિશ્ચિંત હતો. એટલામાં જ અલિશા કુમાર ગામ નજીક પહોંચતા તેના ચહેરા પરના ભાવો બદલાઈ ગયા. થોડી થોડી વારે તેની આંખોમાં આવતા ખુશીના ભાવો પણ મારાથી અજાણ્યા નહોતા. પણ તે હજી ખુલ્લીને બોલી નહોતી રહી, એટલે તે ક્યારે બોલે તેની ફિરાકમાં જ હું હતો. પણ કુમાર ગામની સરહદ પણ આવી ગઈ અને નદીની ભેખડો આવતાં જ તે અચાનક મોટેથી બોલી પડી કે,

“ધન્નો ધન્નો એસા મત કર, હમે મત રોકા ના... હમને કહાં ના કી હમેં કોઈ ખેલ નહીં ખેલના. હમ તુમ્હારે સાથ ખેલને બેઠ ગયે તો હમે હમારી મા ડાંટેંગી કી હમ કામ મેં દેર કયોં હુઈ, કયોં રી સમય પે કામ ખતમ કયોં ના કીયો... હમે કામ કરને દો જા યહાં સે...”

થોડીવારે જાણે કોઈએ કહ્યું હોય તેમ જવાબ આપતાં બોલી કે,

“અરે ના રી, વો તો મા બીમાર હૈ ઔર સબ કામ ભી ઉસી પે આ ગયે હૈ તો વો કૈસે કર પાયેંગી. પતા નહીં મા કો કયાં હુઆ હૈ, પર વો કમજોર બહોત હો ગઈ હૈ. ઉસસે ભી જયાદા કામ નહીં હો પાતા, તો મુજે તુમ્હારે સાથ ખેલના નહીં હૈ. ચલ અબ હમેં જાને દે, હમ બાદ મેં ખેલને આ જાયેંગે. ચલ તુમ ઘર પે આના ખેલને ઔર મિલને ભી...”

તેનો અવાજ સાંભળીને વિલિયમ, એલિના જે ઊંઘરેટી સ્થિતિમાં હતાં તે એકદમ ઝબકીને ઊઠી ગયા. ડૉ.અગ્રવાલે પણ ચોંકીને પાછળ જોયું અને જ્યારે ડ્રાઈવર ગભરાઈ ગયો અને ગભરાટમાં ગાડી સ્લો કરી દીધી અને તે પણ પાછળ જોવા લાગ્યો.

મેં ડ્રાઈવરને કહ્યું કે,

“ચિંતા ના કરો, એ તો એમ જ બોલે છે. તમે તો તમારી ગાડી ડ્રાઈવ કરો.”

તેને આશંકાથી અલિશાને જોઈ અને પછી ગાડી ચલાવવા લાગ્યો. અમારા બધાની નજર હવે અલિશા પર અને અલિશા પોતાની ધૂનમાં જ પાણી લઈને આવતી પનિહારી જોઈને ખુશ થઈ રહી હતી. તેના પાછા પોતાના હાવભાવ બદલાઈ ગયા અને તે નોર્મલ થઈ ગઈ.

અમે ૧૫૯ કિલોમીટર મુસાફરી કરી બરોલી ગામની નજીક પહોંચી ગયા. આ એક નાનું પંચાયતી ગામ હતું. ૪૮ કિલોમીટર દૂર જ પૂર્વ બાજુ અલ્વર ડ્રીસ્ટ્રીક હેડ ક્વાર્ટર હતું અને આ ગામની મોટી ખાસિયત તેનું ટેમ્પલ, જેને હાલ બડોલી ટેમ્પલ તરીકે પણ ઓળખાય છે.

મંદિરની બાજુમાંથી ચંબલ નદી પસાર થઈ રહી છે. આજુબાજુ સુંદર વાતાવરણ અને મનને લોભાવે તેવી ગ્રીનરી જોઈને ધરાઈ એ નહીં એવો સુંદર માહોલ, એ જોતાં જોતાં અને માણતાં અમે આગળ વધ્યા. અહીં સુધી બરાબર હતું.

મંદિરનું પરિસર જોતાં જ અલિશાએ ગાડી ઊભી રખાવી અને દોડી મંદિરમાં પ્રવેશ કરી ગઈ, અમે પણ તેની પાછળ પાછળ...

 

મંદિરની સુંદરતા અને તેની કોતરણીની કલાકારી જોતાં જોતાં તો અમારો અડધો કલાક કયાં પસાર થઈ ગયો તે ખબર જ ના પડી. મંદિર તો આકોર્લોજીનો સુંદર નમૂનો હતો, વિલિયમ તો તે ત્યાં જ ખોવાઈ ગયો અને સુંદરતા માણતો રહ્યો. તેની ભવ્ય બનાવટ જ એટલી સરસ હતી કે તે બોલી ઊઠ્યો કે,

 

“આ તો ગુર્જર પ્રતિહારી શૈલીનું અદભુત બનાવટનું.... આ કોતરણી જોવાની કે આ બનાવટનું મંંદીર જોવાની કયારની મારી ઈચ્છા હતી. હજી પણ એવું લાગે છે કે જાણે આ કોતરણી હમણાં જ કોતરવામાં ના આવી હોય અને બનાવનારે પોતાનું બધું જ હુન્નર અહીં ખાલી કરી દીધું હશે...”

 

આમ તેની વાતો ચાલી રહી હતી, પણ એટલામાં મારા ધ્યાનમાં આવ્યું કે,

‘અલિશા તો અમારી સાથે મંંદિરના પરિસરમાં આવી હતી કે પણ અંદર આવી હતી કે નહીં તે તો ખબર  જ નથી.’

 

એટલે તેને શોધતો શોધતો બહાર આવ્યો તો મંદિરની પરિસરમાં બીજા બાળકો રમી રહ્યા હતા. પણ તે તો એકધારી એમને જોઈ રહી હતી અને તેની આંખો પરથી એવું લાગતું હતું કે તે કંંઈ શોધી રહી છે. હું જેવો તેની પાસે ગયો તો તે બોલી કે,

“યહાં તો વિષ્ણુજી કા મંદિર હૈ ના?”

 

મેં આશ્ચર્ય સાથે...

“હા, પણ તને કેવી રીતે ખબર, તું તો હજી અંદર જ નથી આવી.”

 

“હમ કૈસે ના પહચાને, હમ તો હરરોજ યહાં જો આતે થે...”

 

“કયું યુહ બોલ રહી હો, તુમ તો આજ હી તો આયી હો ના... તો હરરોજ કેસૈ આતે?”

 

પણ તે મારી વાત સાંભળવાની ધૂનમાં નહોતી, તે તો એક બાજુ ચાલવા લાગી અને આગળ જઈ એક કૂવો બતાવ્યો અને તેની ધૂનમાં જ બોલવા લાગી કે,

“યહા હમ પાની ભરને આતે ઔર અપને સારે આસું ભી યહીં કૂવેમેં ડાલતે. કભી કભી તો હમારી સહેલી આતી તો હમકો અપના જી હલ્કા કરને કા મૌકા ભી ના મિલતા.”

 

“તો તુમ્હ ક્યોં હરબાર એકલી હી આતી થી યહાં?”

 

“આના તો ન ચાહતી થી, પર કયાં કરે જબ ભી હમારી સહેલીયા આતી તો અપને પતિ કે બારે મેં બતલાતી. ઔર હમ કયા બોલતે અપને પતિ કે બારે મેં? તો હમેં બડી શર્મ આતી. ઈસ લીએ હમ ઉનકે સાથ ના આતે. હમેં જબ ભી રોના આતા તો ઈસ મંદિર કે આંગન મેં આકે યહાં રો લેતે ઔર જબ અપના જી હલ્કા મહેસૂસ કરતા તો પાની ભરકે વાપિસ ચલે જાતે.”

 

“અચ્છા તો તુમ યહાં હી ક્યોં આતી, દૂસરા કૂવા ન થા ગાઁવ મેં?’

“થા ના, પર હમેં અપના જી હલ્કા કરને કે લીએ ઈસસે અચ્છી જગા ન થી ના વહાં...”

“તો તુમે રોના ક્યોં આતા થા?”

એને મારી વાત સાંભળી ના સાંભળી કરી અને કૂવાનું પાણી હાથમાં લેવાનો પ્રયાસ કરવા લાગી તો મેં તેને રોકતાં કહ્યું કે,

“ઐસા મત કરો, તુમ ગિર જાઓગી...”

“એકબાર હમ ભી ઐસા હી કરના ચાહતે થે, અબ જીવન જીના ના થા. પર કયાં કરે તભી હમારી પક્કીવાલી સહેલી આ ગઈ ઔર હમ અપની જાન ભી ના દે શકે... વો હમસે બોલી કે,

‘કયું જાન દે રહી હો, તુમ્હારે સાથે એક નન્હી સી જાન કો ભી માર રહી હૈ... ઉસ નન્હી જાન કયાં કસૂર, જીસને અભી યે દુનિયા ભી ના દેખી. ઉસકો ભી અપને સાથ કયોં લે જા રહી હો.”

(માનદેવી કેમ પોતાનો જીવ આપી રહી છે? અલિશાને હવે શું શું યાદ આવશે? આ તેની સહેલી છે કોણ? શું નામ છે તેનું? માનદેવી વિશે એ બધું કહેશે ખરી? સુજલ અને બાકીના માનદેવીની સહેલીને શોધી શકશે?

જાણવા માટે વાંચો આગળનો ભાગ, પ્રેમનો સાથ કયાં સુધી........૩૫)