ભાગ-૩૩
(અમે રિસોર્ટ પહોંચ્યા અને રિસોર્ટની પ્રોપર્ટી માણી અને તો બાળકો ગેઈમ ઝોન અને એડવેન્ચર પાર્કમાં થી ઊંચા જ આવી નહોતા રહ્યા. અમે વિલિયમને સમજાવી બરોલી જવા નક્કી કર્યું. ડૉ.અગ્રવાલના પત્ની તેમના બાળકો સાથે તેમના રિલેટીવને મળવા ગયા અને અમે બરોલી જવા નીકળ્યા. હવે આગળ....)
“ના કહ્યું તો ખરું અને આગ્રહ પણ ઘણો કર્યો, પણ મારા માટે અલિશા પાસે રહેવું જરૂરી હતું અને તમને પ્રોમિસ પણ આપેલું એટલે ત્યાં ના ગયો.”
ડૉ.અગ્રવાલ એટલું બોલ્યા ત્યાં તો... એટલામાં તુફાન આવી ગઈ અને એમાં ડૉ.અગ્રવાલ આગળની સીટ પર, વિલિયમ ફેમિલી વચ્ચેની અને હું પાછળની સીટ પર ગોઠવાઈ ગયો અને બરોલી તરફ જવા પ્રયાણ કર્યું.
સૌ પહેલાં અમે જયપુર શહેરના સાઈટ સીન જોવા નક્કી કરેલું એટલે પહેલાં અમે હવા મહેલ જોવા ગયા. તેમાં તો દરેક જગ્યા જગ્યા પર વેન્ટીલેન્ટર જેવી એકદમ નાની નાની ખિડકી અને આ જોવાની મજા સૌથી વધારે અલિશા લઈ રહી હતી. નાનકડી ખિડકીમાં થી તે પોતાનો હાથ બહાર કાઢતી અને ફોટા પડાવતી.
પછી વારો આવ્યો કિલ્લાનો જેમાં કિલ્લા કરતાં ત્યાં જોવા મળેલા ફુવારા અને સુંદર મજાના ગાર્ડન. આમ આ બધું અમે જોવાની મજા માણતાં સાથે ફોટોગ્રાફી પણ કરી રહ્યા હતા, પણ સૌથી વધારે તો એલિના ફોટોગ્રાફી કરતી.
વૈધશાળા જોવાની મજા અમને અલિશા કરતાં વધારે આવી. એમાં વર્ષો પહેલાં એના પરથી એ સમયે ચંદ્ર અને સૂર્ય પરથી સમય નક્કી કરવાનો એ સમજવાનું મારા અને ડૉ.અગ્રવાલ કરતાં પણ વિલિયમ ખૂબ જ ધ્યાનથી જોતો રહ્યો અને ઘણું બધું તો તેની ડાયરીમાં નોટ પણ કરી રહ્યો હતો.
બપોરના બાર વાગ્યે તો અમે જયપુર છોડી દીધું અને બરોલી તરફ જવા આગળ વધ્યા તો વિલિયમ બોલ્યો કે,
“આ બધું જોવા માટે સમય વધારે મળતો તો કેેટલું સારું થાત, ઘણું બધું જાણી શકાત અને મજા આવતી.”
“હા, આર્કોલોજીસ્ટ ને તો જોવાની મજા આવતી જ ને...”
એટલે મેં મજાક કરતાં કહ્યું.
“ના એમ નહીં...”
“સાચ્ચે જ વિલિયમ તને મજા ના આવી, હે ને?”
ડૉ.અગ્રવાલ બોલ્યા તો,
“ના એમ નહીં...”
“ઈટ્સ ઓકે, હું મજાક કરું છું. અને એ વાત પણ એટલી જ સાચી છે કે આ બધામાં તું આખો દિવસ પસાર કરી શકે, પણ અમને થોડીવાર બાદ કંટાળો આવી જતો ગમે તેમ તો પણ આર્કોલોજીસ્ટ જેવી નજર અમારી નહીં ને? અને આ અલિશાની સમજની બહારનો સિલેબસ... પછી?”
મારી વાત સાંભળીને તે હસી પડ્યો અને કાન પકડીને કહ્યું કે,
“સોરી... અને તમારી વિચાર સાથે એગ્રી કે મને આ સ્કલ્પ્ચર ને એવું વધારે ગમે...”
આમ અમારી વાતોનો દોર બરાબર ચાલી રહ્યો હતો. એટલામાં જ અલિશા કંઈક સ્નેકસ માંગતા કહ્યું કે,
“મોમ ભૂખ લાગી છે, તો કંઈ પણ સ્નેકસ હોય તો આપ ને... પ્લીઝ.”
એલિનાની જગ્યાએ વિલિયમ બોલ્યો કે,
“બેટા, વેઈટ... હમણાં કોઈ હોટલ આવે તો પણ સ્ટે કરીને લંચ કરી લઈએ.”
જયપુરની બહાર ઢાબા જેવી હોટલ આવતાં અમે લંચ કરવા રોકાઈ ગયા. અને એકદમ રાજસ્થાની ભોજન દાલ બાટી, ચુરમાનું લંચ પતાવીને અમે આગળ વધ્યા.
રસ્તામાં ખૂબ સારી એવી વન જેવી જ હરિયાળી, પર્વતોની હારમાળા કયાંક દેખાતી તો ક્યાંક નદીઓ દેખાતી અને વચ્ચે વચ્ચે તો પવનચક્કીઓ ની હારમાળા તો આ બધા કરતાં પણ વધારે જોવા મળતી.
આ બધું જોવાની અલિશાને પણ મજા પડી રહી હતી. પણ બરોલી ના રસ્તા પર જેમ જેમ આગળ વધતા હતા, તેમ તેમ મારી નજર પૂરેપૂરી અલિશા પર જ હતી. અને એટલે જ તો હું પાછળ બેસેલો. પણ અલિશાના ચહેરા પર કોઈ ફરક નહોતો. તે તો આ બધું જોવાની મજા લઈ રહી હતી અને થોડીવારમાં તે સૂઈ પણ ગઈ તો હું મારી બુક સાથે બિઝી થઈ ગયેલો અને ડૉ.અગ્રવાલ ડ્રાઇવર સાથે વાતચીત કરવામાં. જ્યારે વિલિયમ અને એલિના થોડી ઊંઘ ખેંચી રહ્યા હતા.
આમને આમ બે કલાક કયાં પસાર થઈ ગયા તે ખબર જ ના પડી, મારું બુક વાંચવાનું ચાલી જ રહ્યું હતું અને અલિશા અચાનક જ ઊઠી ગઈ અને ઊઠી એવી જ રસ્તાઓ પર જ જોઈ રહી હતી. તેના હાવભાવ થોડા બદલવા લાગી ગયા હતાં, પણ તે કંંઈ બોલી રહી નહોતી. હું પણ તેને ખબર ના પડે તેમ તેની દરેક વાત ત્રાંસી આંખે નોટ કરી રહ્યો હતો.
તેના હાવભાવ પણ થોડી થોડીવારે બદલાતાં હતાં, કોઈકવાર તેની આંખોમાં પરિચિત ભાવો ઊભરાતાં તો કોઈકવાર અપરિચિત ભાવો દેખાતા.
એટલામાં જ ડૉ.અગ્રવાલે ડ્રાઈવરને ગાડી રોકવા કહ્યું અને અમે લોકો ચા પીવા નીચે ઉતર્યા. ચા પીધા બાદ હું અને ડૉ.અગ્રવાલ થોડીવાર વાતો કરતાં ત્યાં જ બેઠા હતાં.
એટલામાં ડૉ.અગ્રવાલ મને પૂછ્યું કે,
“ડૉ.નાયક તમને શું લાગે છે કે અલિશાને બધું યાદ આવશે?”
“હા, કેમ નહીં... પણ સાચું કહું તો મનમાં અવઢવ છે કે તેને યાદ આવે પણ ખરા અને ના પણ આવે તો... આ તો મારી સમજની બહાર જ છે.”
“તો પછી તમે તેને હિપ્નોટાઈઝ કરશો કે?”
“આમ કહું તો વિચાર નથી, પણ જો કરવો પડે તો કહી ના શકાય?”
“એટલે?...”
“તમે જ અલિશાને જુઓ, કે તેના ચહેરા પર પળે પળે ભાવો બદલાતા રહે છે, તમે નોટીસ કરશો તો તમને ખબર પડશે કે તેના ચહેરા પર કોઈ પરિચિત વસ્તુ કે લોકોને જોઈ રહી હોય તેવા ભાવ તેની આંખો બતાવી રહ્યા છે. હા, હાલ બધું અપ ડાઉન થઈ રહ્યું છે.”
ડૉ.અગ્રવાલે અલિશા સામે જોતાં જોતાં કહ્યું.
“હમમ...”
“જુઓ હાલ આ તો રસ્તાની જ વાતચીત ચાલી રહી છે, એટલે હું પણ નોટિસ જ કરી રહ્યો છું. અને હજી આપણે આપણા મંઝીલ તરફ પહોંચ્યા નથી, તો એકવાર પહોંચ્યા બાદ પછી જ ખબર પડશે.”
“હા એ વાત તો છે જ...”
“બસ હું પણ બરોલી પહોંચવાની વાત પર જ રાહ જોઈ રહ્યો છું.”
“પણ તે તો વિલિયમને ના પાડી હતી કે તું અલિશાને હિપ્નોટાઈઝ નહીં કરે...”
“હા, એ વાત સાચી, પણ ડૉ.અગ્રવાલ જે રીતે તેના ભાવો બદલાઈ રહ્યા છે, તે જોતાં બરોલી પહોંચ્યા બાદ જો તેને કંઈક યાદ આવશે, તો હું તેને હિપ્નોટાઈઝ કરીશ.”
મારી મક્કમતાભરી વાત સાંભળીને તે,
“પણ વિલિયમ...”
“વિલિયમને ભલે મેં હાલ ના પાડી, કેેમકે તેમને મારે અહીં લાવવા હતા માટે. પણ જો જરૂર લાગશે તો મનાવી લઈશું. અલિશા માટે કંઈ પણ...”
“અને વિલિયમ ના માન્યો તો...”
“તમે છો ને અને હવે તો એલિના પણ છે, તેની મદદ લઈશું... પણ ડૉ.અગ્રવાલ તમે બરાબર તૈયારી કરી રાખી છે ને, મેં કહ્યું તે મુજબ?”
“હા, મેં બીપી કંટ્રોલ કરવાનું ઈન્જેક્શન અને બીપી ચેક કરવાનું ઇન્સ્ટ્રુમેન્ટ પણ મારી પાસે રાખેલું છે.”
“મેં તેનું મગજ શાંત થઈ જાય એ માટેનું... પરફેક્ટ તૈયારી તો કરી લીધી છો પણ... કંંઈ નહીં ચાલો... આગળ જેમ યોગ્ય લાગે તેમ ડીસીઝન લેશું.”
“હા, એ જ બરાબર છે, ચાલો ત્યારે સફરમાં આગળ વધીએ.”
અમે બંને ગાડીમાં બેસ્યા અને અમારા મનના વિચારોની સાથે સાથે સફર પણ આગળ વધ્યો.
બરોલી ક્યારે નજીક આવશે અને ક્યારે આવશે તેની રાહ તો મારાથી જ નહોતી જોવાતી અને મનમાં પણ ઘણી બધી આશંકા ઉમડતી હતી.
(બરોલી પહોંચીને થશે શું? અલિશા ઓળખી શકશે કે પછી શું અલિશાને હિપ્નોટાઈઝ કરવી પડશે? જ્યારે વિલિયમને સુજલ અને તેની તૈયારી વિશે ખબર પડશે તો કેવી રીતે રિએકટ કરશે? એલિના અને ડૉ.અગ્રવાલ માનવની મદદ કરી શકશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, પ્રેમનો સાથ કયાં સુધી........૩૪)