પ્રેમનો સાથ ક્યાં સુધી… - 30 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 30

ભાગ-૩૦

(બરોલી નામના ગામમાં માનનું સાસરું આવ્યું છે. આ વાત સાંભળીને ઉમંગ, મિતા, મીનાના આશ્ચર્યની સીમાનો પાર રહેતો નથી કે આવી નાનકડી બાળકીની વિદાય. આ કુપ્રથાઓ પર સુજલ અને મિતા પોતાના વિચારો ઘરે જતાં એકબીજા સાથે શેર કરી રહ્યા છે. હવે આગળ...)

પહેલાના લોકો જીવનમાં કેવી કેવી કુપ્રથાનો સામનો એ વખતના લોકોએ કેમ કર્યો હશે, અને એમને તો કર્યો તો કેવી રીતે એ આપણા માટે તો વિચારવું અશક્ય છે. અને ઘણીવાર તો મનમાં મને એવું થાય છે કે આવી કુપ્રથાનું નિર્માણ કરવામાં કેમ આવ્યું અને શું કામ? શું ડર હતો એમને?

આ સમાજના વડવાઓ, કે પોતાને સમાજના કહેવાતા પહેરદારો સમજી જે જે કુપ્રથાનું નિર્માણ કર્યું, તેમને એમ ના વિચાર્યું કે આ પ્રાચીન સમયમાં નહોતી. દૂરની વાત જવા દો, પણ અરે ચારસો પાંચસો વર્ષ પહેલાં પણ નહોતી.

જુઓને આ ઘૂંઘટ પ્રથા કેવી વાહિયાત, જેમાં એક સ્ત્રીને ગૂંગળામણ થઈ જાય, મરી જાય પણ ઘૂંઘટ નહીં જ હટાવવાનો તે નહીં જ હટાવવાનો. બાળલગ્ન પ્રથા છોકરો કે છોકરીના લગ્ન બાળપણમાં જ કરી દેવાના, ભલે તે કજોડું હોય કે પછી ભલે તે લગ્નનો અર્થ સમજે કે ના સમજે. પરદા પ્રથામાં બસ સ્ત્રી પરદામાં રાખવાની, તેમને બહાર નીકળવાની કે જીવન જીવવાની કોઈ સત્તા નહીં. પુરુષની મરજી મુજબ ચાલવાનું.

જ્યારે પ્રાચીન સમયમાં તો અહલ્યાબાઈ, ગાર્ગી કે લોપામુદ્રા જેવી વિદ્વાન સ્ત્રીઓ શિક્ષણ આપતી, તેમની મરજી મુજબ જીવન જીવી શકતી. અને એ વખતે આવી કોઈ કુપ્રથા અસ્તિત્વમાં જ નહોતી.

મને ઘણીવાર વિચાર આવે છે કે આ બાળલગ્ન પ્રથાનો શિકાર કદાચ આપણા માતા પિતા નહીં બન્યા હોય પણ દાદા દાદી કે પરદાદા પરદાદી બન્યા હશે તો એમને કેવી રીતે પોતાનો સંઘર્ષ ખેડયો હશે, એ વિચારવું જ અશક્ય લાગે છે. પણ એમાંથી એ પસાર તો થયા જ હશે ને?

આ વિચારો મનમાં પોતાની જગ્યા બનાવે અને કબ્જો જમાવે તે પહેલાં જ હું આંખો સાથે મિચોલી ખેલવાની બંધ કરી અને નીંદ્રાદેવીના શરણમાં પહોંચી ગયો. અને મારા વિચારોને પૂરેપૂરી બ્રેક લાગી ગઈ.

એ પછીની રાતે જ્યારે અમે પાછાં ભેગા થયા તો આ વખતે મીના જ આતુરતાથી બોલી કે,

"તો માનવભાઈ, અલિશાના કેસમાં એટલે કે માનની વિદાય પછી તેની સાસરીમાં સ્વાગત કેવું થયું? અલિશાને આટલી બધી ખબર છે તો એના પર શું વીત્યું કે તેને આ ભવમાં પોતાનો પૂર્વભવ યાદ આવ્યો?"

હું બોલ્યો કે,

"મીના તારી ઉત્સુકતા સાચી, તને એન્ડ જણાવી દેવાની મારી પણ ઈચ્છા છે પણ એ માટે હજી તારે થોડી વધારે રાહ જોવી પડીશ કેમ કે મારા માટે અલિશાના મન સાથે સાથે તેની શારીરિક હેલ્થનું ધ્યાન રાખવું અતિ આવશ્યક હતું."

'મેં પાંચ દિવસ પછી વિલિયમને તેને લઈને મારી પાસે આવવા કહેલું પણ ચોથા દિવસે મારા પર વિલિયમનો ફોન આવ્યો કે,

"સોરી ડૉ.નાયક, પણ ત્રણ દિવસ બાદ હું રિસર્ચ માટે થઈ ત્રણ દિવસ માટે જયપુર જઈ રહ્યો છું, તો થોડા દિવસ બાદ અલિશાને લઈને તમારે ત્યાં આવીશ."

"ઓકે.."

કહીને મેં ફોન કટ કર્યો, પછી અચાનક યાદ આવતાં જ મેં અલિશાએ બોલેલું 'બરોલી' નામના ગામ વિશે ગૂગલ પર સર્ચ કર્યું તો ખબર પડી કે આ ગામ તો જયપુર ડ્રિસ્ટ્રીકમાં આવેલું એક ગામ છે. અને જ્હોન પણ રિસર્ચ માટે જયપુર જાય છે.

તો પછી એક પંથે દો કાજ થઈ જાય, એમ વિચારીને મેં વિલિયમને ફોન કર્યો કે,

"વિલિયમ તમે જયપુર જ જાવ છો, તો પછી આપણે બરોલી જતાં આવીએ તો..."

"પણ શું કામ? ચાલો ટ્રીપમાં મજા આવશે. પણ મારે કામ રહેશે?"

"હા, પણ અલિશા અને એલિનાને સાથે લઈ ને જઈએ તો..."

"પણ શું કામ? અલિશાને હેરાન કરવી છે?"

"તું સમજી નથી રહ્યો. અલિશા પોતાના પૂર્વભવમાં પણ તેની સાસરું બરોલીમાં હતું. તો એકવાર તેને લઈ જઈએ તો તેને બધું યાદ આવી જાય."

"ના ડૉ.નાયક, એ માટે હું તૈયાર નથી. હું મારી અલિશાને હેરાન કરવા નથી માંગતો. હું તો તે તેના આગલા જન્મને યાદ કરે તે પણ મને નથી ગમતું. પણ તેના મેન્ટલી હેલ્થ માટે મારા મનને મજબૂત કરીને તેની ટ્રીટમેન્ટ કરાવું છું, પણ ત્યાં લઈ જવાના ફેવરમાં બિલકુલ નથી."

"પણ એક વાત સમજો વિલિયમ કે અલિશાની વાત સાથે કન્ટેકટડ લોકોને મળે તો તેની બને એટલી જલ્દી તકલીફો દૂર થઈ જાય. અને એ લોકોના મળવાથી જે તેને યાદ કરતાં સ્ટ્રેસ વધી જાય છે તેનાથી તેને ઓછો થઈ જાય છે. તે એક જ વારમાં મનમાં રહેલી કે અધૂરી રહેલી વાત નીકળી જાય તો ઝડપથી સાજી થઈ શકે."

"અને એમાં આપણું ધાર્યું એ કરતાં ના થાય તો? મારે માટે દીકરીને જેટલી છે, એની કરતાં વધારે તકલીફમાં જોવી પડે તો? અને કદાચ થઈ જાય તો તેનું ફિઝીકલ હેલ્થ બગડી જાય તો કોણ જવાબદારી લેશે?"

"હું સમજું છું, પણ તમે એવું નેગેટિવ કેમ વિચારો છે. પણ પોઝીટીવ એંગલથી વિચારોને કે એવું કંઈ નહીં થાય અને તેને બધું યાદ આવી જશે?"

"પોઝીટીવ કે નેગેટિવ વિચારો વિશે મને ખબર નથી પડતી. મને એટલી ખબર પડે છે કે મારી દીકરીને અને તેના મનને વધારે કષ્ટ પડે, એ માટે હું બિલકુલ તૈયાર નથી. રહી વાત ટ્રીપમાં જવાની તો તમે ટ્રીપ માટે આવી શકો છો, પણ અલિશાને તો હું નહીં જ લઈ જાઉં."

"પણ વિલિયમ તું મારી વાત સમજ આનાથી અલિશાને નુકસાન નહીં થાય કે ના તેની હેલ્થને?"

"તો તેની જવાબદારી તમે લેશો?"

"હા..."

"તો મને લખી આપો કે અલિશાને કંઈ નહી થાય? કે તેની હેલ્થને કોઈ નુકસાન નહીં થાય? તે છે એવી જ પાછી મને આપશો?"

"આવું તો કેવી રીતે લખીને અપાય, વિલિયમ?"

"કેમ ના લખીને આપી શકો? તમે પણ પોઝીટીવ વિચારો કે એક ફાધર તેની દિકરીની સિક્યોરીટી માટે વાત કરે છે. જનરલી એક પેશન્ટ ડૉક્ટર પાસેથી કયોર થવાની અપેક્ષા રાખે અને તેના રિલેટીવ પણ. એમ મારે પણ તમારી પાસેથી છે તેના કરતાં વધારે સાજી થવાની અને કરવાની વાત જ લખાવવાની હોય, પણ હું ફક્ત તે જેવી કન્ડીશનમાં છે તેવી જ કન્ડીશન સાથે પાછી માંગું છું. જો તમે એટલું લખી આપશો તો હું અલિશાને બરોલી લઈ જવા માટે તૈયાર છું. વિચારી જોજો..."

હું કંઈ જવાબ ન આપી શક્યો અને તેને એટલું કહીને ફોન મૂકી દીધો.

હું શોક થઈ ગયેલો પણ મને તેની પાસેથી થોડી આવા જ વર્તનની અપેક્ષા હતી અને થોડી નહોતી. એટલે મારા માટે એ વિચારવું સહેલું હતું કે હવે આગળ મારે શું કરવું? અને એ માટે મેં ડૉ.અગ્રવાલને ફોન કર્યો. તેમને બધી જ વાત કરી અને મદદ કરવા કહ્યું, તો તેમને મને આશ્વાસન આપતાં કહ્યું કે,

"ડૉ.નાયક ચિંતા ના કરો, હું કંઈક કરું છું. હું કંઈક એવો ઉપાય વિચારું કે જેથી વિલિયમ મારી વાત પણ માની જાય અને તમારું કામ પણ થઈ જાય. એ માટે મને સમય આપો."

"ચોક્કસ ડૉ.અગ્રવાલ, બસ એટલી જ આશા રાખું છું કે મારું કામ થઈ જાય."

તેમને ફોન મૂક્યો પણ મારા મનમાં દુવિધા હતી કે જહોને તો મારી વાત નથી માન્યો પણ ડૉ.અગ્રવાલની વાત માનશે?...

(મીનાની ઉત્સુકતા આ વખતે પૂરી થશે કે તેને વધારે રાહ જોવી પડશે? શું ડૉ.અગ્રવાલ વિલિયમને સમજાવી શકશે? શું વિલિયમ ડૉ.અગ્રવાલની વાત માનશે? અલિશાને તેઓ બરોલી લઈ જઈ શકશે? ડૉ.નાયકની દુવિધા દૂર થશે કે પછી?

જાણવા માટે વાંચો આગળનો ભાગ, પ્રેમનો સાથ કયાં સુધી........૩૧)