પ્રેમનો સાથ ક્યાં સુધી… - 29 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 107

    ભાગવત રહસ્ય-૧૦૭   જ્ઞાની પુરુષો –પરમાત્માના રૂપમાં એવા મળી જ...

  • ખજાનો - 74

    " તારી વાત પરથી એવું લાગી રહ્યું છે કે તમે લોકો મિચાસુને ઓળખ...

  • મૂર્તિનું રૂપાંતર

    મૂર્તિનું રૂપાંતર ગામની બહાર, એક પથ્થરોની ખાણ હતી. વર્ષો સુધ...

  • ભીતરમન - 53

    મેં ખૂબ જ ઉત્સાહ સાથે કાગળ ખોલી વાંચવાનું શરૂ કર્યું,"પ્રિય...

  • ગામડાં ની ગરિમા

    ગામના પાદરે ઉભો એક વયોવૃદ્ધ વડલો તેના સાથી મિત્ર લીમડા સાથે...

શ્રેણી
શેયર કરો

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 29

ભાગ-૨૯

(માનની મા તેની સાસુને વિનંતી કરે છે કે તે માનને બરાબર સાચવે. માનની વિદાય થતાં માની પાસે રહેવા ખૂબ રડે છે પણ તેના પિતા બોલતાં તેમના ડરથી ચૂપ થઈ જાય છે. તેની બહેનો અને બુઆ તેને સમજાવે છે. તેની સાસરીના ગામની બહાર તેઓ રોકાય છે. હવે આગળ...)

આંખોમેં બહોત સારે આસું લેકર માં કો સિર્ફ દેખતે રહ ગયે ઔર રોતે રહે. હમારી મા કી યહીં હાલત થી, વો ભી બાઉજી કે ખૌફ લગ રહા થા ઔર ઉસકી વજહ સે ઉસને આગે આ કે હમે ગલે ના લગાયા કી હમારે સિર પે હાથ રખા.

“તુમ્હારે સસુરાલ કે ગાઁવ કા નામ કયાં હૈ?”

“જી હમાર સસુરાલ કા ગાઁવ કા નામ...?”

થોડી વાર વિચારીને તે બોલી કે,

“કુછ બરો... બરોલી જૈસા થા...”

અને તે અચાનક બેભાન થઈ ગઈ અને તેના શ્વાસ એકદમ ધમણની જેમ ચાલી રહ્યા હતા.

“પણ તે એકદમ બેભાન થઈ ગઈ?”

મીનાએ પૂછ્યું અને બોલી કે,

“ઓ બાપ રે, કેવો માહોલ ક્રીએટ કર્યો છે તમે, જાણે એવું લાગે કે તમે એ લગ્ન જ માણી રહ્યા છીએ અને આટલી નાની છોકરીની વિદાય પણ આપણે જોઈ રહ્યા છીએ.”

“હા.. એટલે જુઓને આપણી આંખોમાં આસું આવી ગયા મીના...”

કેતા પોતાની આસું લૂછતાં બોલી. મેં હસીને કહ્યું કે,

“એ તો દરેક લેડીઝનો પ્રોબ્લેમ છે. કોઈ પણ વાત પર તમે લોકો રડી શકો. આમ પણ તેના લગ્નથી વિદાય વાળી વાત વખતે જ તેનું બીપી હાઈ અને સ્ટ્રેસ લેવલનું પણ હાઈ મને બતાવી જ રહ્યું હતું, પણ વાત જાણી લેવાની લાલચમાં મેં તે લેવલ અને મશીનની વાત ઈગ્નોર કરી ને વાત કન્ટીન્યૂ રાખેલી.”

“તો પછી જ્હોન કંઈ બોલ્યો?”

નચિકેતે પૂછયું.

“જહોન અને એલિના ચૂપ થઈ જોઈ રહ્યા હતા. મેં તમને કહ્યું કે, જહોન આને આગળ પૂછવું હાલ શક્ય નથી કેમ કે તેનું સ્ટ્રેસ લેવલ વધી ગયું છે એટલે તે બેભાન છે પણ હું તેને એક ઈન્જેક્શન આપું છું. જેથી તેનો સ્ટ્રેસ અને બીપી કાલ સુધીમાં નોર્મલ થઈ જશે અને શ્વાસની સ્પીડ પણ ડાઉન થઈ જશે. પણ હવે આપણે પરીને આરામ થયા બાદ એટલે કે પાંચ દિવસ બાદ જ તેને પૂછી શકીશું.”

“ઓકે...”

મેં પરીને ઈન્જેક્શન આપ્યું અને તેને લઈ જહોન પોતાના ઘરે જવા નીકળ્યો.”

ઉમંગ બોલ્યો કે,

“ઓહ નો સર, આ ઘર જોયું તો જ યાદ આવે નહીંતર એવું લાગે કે મૂૂવી જોઈ રહ્યા છીએ. કોઈ નાની છોકરીને આટલી બધી વાતો યાદ આવે એ તો નવાઈની વાત છે જ. પણ બાપ રે કેવું કેવું બની રહ્યું છે, એક ચૌદ વર્ષની છોકરીના લગ્ન પાંત્રીસ વર્ષના પુરુષ જોડે. આ તો પુરેપુરુ ફિલ્મી જ લાગે છે.”

કેતા બોલી કે,

“હા માનવ આટલી વાત સાંભળ્યા પછી આગળ જણાવવાની ઉત્સુકતા વધારે છે.”

રસેશ પણ બોલ્યો કે,

“મને તો કોઈએ થિયેટરમાં જ મૂકીના દીધો હોય એવું લાગે છે. મને ઘણીવાર એવું લાગે છે કે એ સમયે કાશ આપણે નજરે જોઈ શકીએ તો કેવું સારું? પણ વાત ખરેખર રોમાંચક છે.”

નચિકેત બોલ્યો કે,

“નો વર્ડસ ફોર ધીસ...”

“વાત તો છે જ રોમાંચક. પણ હવે કાલે... મને પણ એવું લાગે છે કે આપણે પણ આરામની જરૂર છે, તો પછી કાલ પર આ વાત રાખીએ.”

બધા મારી વાત સાથે એગ્રી થતાં અમે બધા છૂટાં પડયાં. હું અને કેતા ઘરે જવા નીકળ્યા. હું કાર ડ્રાઈવ કરી રહ્યો હતો એટલે કેતા બોલી કે,

“માનવ કેવી વિચિત્રતા છે અને કેવા સંજોગ... એક નાનકડી બાળકી, એના કેવા અધૂરા અરમાનો રહ્યા હશે. કેવી વેદના અનુભવી હશે એક છોકરીએ પોતાની માંથી વિછૂટી પડતાં. આમ પણ એક બાળક જ્યાં સુધી પોતાની માથી એ મેચ્યોર ના થાય ત્યાં સુધી મા બાપ થી હંમેશાં કન્ટેકટડ જ રહે છે. એમાં પણ બાર થી પંદર વર્ષની ઉંમર માં તો ખાસ. પિતા પોતાના કામ કારણે તે બહાર રહે એટલે મા થી જ વધારે એટેચડ હોય છે. એવામાં એક બાળકીને તો તેની મા થઈ વિખૂટી પાડવી, એ પણ તેર ચૌદ વર્ષની...

બાપ રે આ બાળલગ્ન પ્રથા જેટલી ખરાબ કે અયોગ્ય હતી, એનાથી વધારે તો એ નાની બાળકીઓ માટે ક્રૂર હતી. સારું એ છે કે ના આપણે બાળલગ્ન જેવી કુપ્રથાનો ભોગ બન્યા કે ના હવેની જનરેશન બની રહી છે.”

“તારી વાત તો સાચી કેતા, રાજસ્થાન અને ગુજરાતમાં પણ આ બાળલગ્ન કુપ્રથાનો અંત આવી જ ગયો છે, પણ એ સમય વખતે કોઈ માની વેદના એ કરતાં બાળકીની વેદનાનો વિચાર કરુંને તો મને પણ ઘણી વખત ગૂંગળામણ થાય છે, તો પછી એ બાળકી કેવી રીતે જીરવી હશે અને કેવી રીતે આ કુપ્રથાનો સામનો કર્યો હશે.’

“ધન્ય છે એ લોકોને જેને આ પ્રથા દૂર કરવા જહેમત કરી...”

“રાઈટ માનવ...”

“ઓહ કેતા આ કુપ્રથાએ કેટલાનો ભોગ લીધો એ તો એને જ ખબર, પણ એના કારણે કેટલી બાળકીઓ મા થઈ વિખૂટી પડી અને કેટલી મા તેની બાળકીઓ ની વેદનાથી તરફડી એ પણ એને જ ખબર...”

“એવું નથી માનવ, આ તો દૂર થવાની વેદનાની વાત છે, એ સિવાય એ સમયે સસુરાલના નામ પર તે બાળકીઓ નું બાળપણ છીનવી લેવાની.. તે બાળકીઓ એક ઉગતી કરીને મસળી નાખવાની કે રમવાની ઉંમરે રસોડામાં ઝોંકી દેવાની વેદના. અધુરા માં પુરું એ વખતનો પુરુષ સમાજ એ બાળકીની શારીરિક કે માનસિક પરિપકવતા વગર આચરવામાં આવતી વેદનાનો ચિત્કાર હજી પણ જોયા કે સાંભળ્યા વગર પણ યાદ આવે તો આપણા મનમાં થી આહ નીકળી જાય છે, તો પછી એ સહેનારની સ્થિતિ કેવી થઈ હશે એ તો એ જ જાણે.”

“તારી વાત સાચી... આમ પણ એ વખતના સમાજની અમુક કુપ્રથાઓ ની ખરાબ અસરો વિશે જેટલું વિચારીએ તેટલું એ સમાજનું ભયાનક ચિત્ર આપણી સામે ઊભું થાય છે. અને એમાં પણ બાળલગ્ન જેવો જ દુધપીતી કરવાનો, સતી પ્રથા જેવા રિવાજો વિશે વિચારવું તો આપણા માટે અશક્ય છે...

‘પણ કેતા મને ઘણીવાર વિચાર આવે છે કે આ બાળલગ્ન પ્રથાનો શિકાર કદાચ આપણા માતા પિતાનાં બન્યા હોય પણ દાદા દાદી કે પરદાદા પરદાદી બન્યા હશે તો એમને કેવી રીતે પોતાનો સંઘર્ષ ખેડયો હશે,  એ વિચારવું જ અશક્ય લાગે છે. પણ એમાંથી એ પસાર તો થયા જ હશે ને?”

“હા માનવ થયા જ હશે ને, એ વખતે સમાજમાં જે પ્રથાઓ જડતાપૂર્વક વાગી ગઈ હતી, તેનો વિરોધ કરવો કોના માટે શક્ય હોય અને એ વખતના લોકોનું સમાજ સામે પડવાનો કે વિરોધ કરવાનું સાહસ નહોતું અને જે પડતો તેને મળતી સજા બાકીના લોકોનું સાહસ તોડવા માટે પૂરતા હતાં. અને એવું સાહસ કરનારને ભોગવવી પડતી વેદના કે અત્યાચાર કહો કે આ સમયના લોકો માટે કે આપણા માટે તો શકય જ નથી. એ વખતે તો સમાજ ઠેકેદારોના જ ઈશારે તો ચાલતો હતો, એ લોકો એમ કેમ કરીને સત્તા જવા દે, અત્યારની જેમ એ વખતના લોકોને પણ સત્તાનો લોભ હતો જ ને.”

આમ વાત કરતાં કરતાં કયાં ઘર આવી ગયું તે અમને ખબર જ ના પડી.

(પરીની યાદોમાં થી માને કેવી કેવી વેદના ભોગવવી હશે તે? કેવી રીતે તેને સંઘર્ષ વેઠયો હશે? હજી સુધી તેને દુલ્હો આપણે નથી જોયો તે કેવો હશે? વ્યસની હશે કે સમજદાર હોવાનો દેખાવ કરતો દંભી?

જાણવા માટે વાંચો આગળનો ભાગ, વચન આગલા જન્મનું....૩૦)