પ્રેમનો સાથ ક્યાં સુધી… - 20 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

શ્રેણી
શેયર કરો

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 20

ભાગ...૨૦

(સુજલ અને મિતા તેમની અલિશાના કેસને લઈ ઉત્સુકતા કોની વધારે એ વિશે વાત કરે છે અને સાથે સાથે ઉમંગની પણ,’કેવી રીતે તેઓ કોઈપણ કેસને અલિશાના કેસ સાથે કમ્પેર કરી દે છે.’ બીજા દિવસે રસેશ, નચિકેત અને બધા ઉમંગની રાહ જોવે છે. હવે આગળ....)

અમે ડીનર પતાવીને બેઠા ત્યાં તો રસેશ અને નચિકેત આવી ગયા. સૌથી પહેલો આવતો ઉમંગ પણ ખબર નહીં કેમ આજે નહોતો આવ્યો. મિતાએ પૂછ્યું પણ ખરું કે,

“ઉમંગ ના આવ્યો?”

“આવી જશે, આમ પણ તે છે તો એકલો ને...”

“હા એ પણ છે...”

માનવનું આમ બોલવું સાંભળી આટલું બોલી હું ચૂપ રહી. અમે વાતે વળગ્યા. દસ મિનિટની જગ્યાએ અડધો કલાક થયો અને મિતાએ ફરી યાદ અપાવતાં કહ્યું કે,

“ઉમંગ હજી કેમ નથી આવ્યો? ફોન તો કરી પૂછો એકવાર તેને?”

“અરે આવી જશે? એ પણ એકલો છે અને યંગ પણ... હશે કયાંક?”

“શું તમે પણ? ઉમંગ એવો નથી?”

પણ મિતાની વાત સાંભળી ના સાંભળી કરી હું બોલ્યો કે,

“મિતા તને ખબર છે, જ્યારે આપણે કોલેજએટલે કેવા કેવા ગુલ ખીલવતા હતા અને આ તો આજની જનરેશન બાકી રહે?”

મિતાને પણ રસ પડ્યો અને પૂછયું કે,

“એમ કોને કોને અને કેવા કેવા ગુલ ખીલવ્યા હતા એ તો કહો?”

રસેશ આમ મોજીલો માણસ, તે વધારે ગંભીરના રહી શકે. તો તેને બધાની પોલ ખોલતાં બોલ્યો કે,

“નચિકેત તને યાદ છે પેલી ભાવીશા અને પછી રોમા... યાદ આવ્યું કે જેવા એ બંનેમાં થી એક મળી નથી ને આ ભાઈ લેકચરમાં બંક માર્યો નથી.”

“એમ તો તારી વાત યાદ કરાઉ જરાક... હું તો કોલેજમાં જ ગુલ ખીલવતો હતો, પણ તું તો સ્કુલમાં જ ગુલ ખિલવતો હતો. અને મેઈન વાત તો એ હતી કે તેનું એટ્રકશન કોઈ છોકરી નહીં પણ ટીચર હતી. યાદ છે સુજલ તને, સોનલ મેમ?...”

નચિકેત કહ્યું તો રસેશ...

“બસ મારી પોલ ખોલવાની રહેવા દે અને તારો સ્કુલનો ક્રશ યાદ કરાવું?”

“રહેવા દે ને ભાઈ, મિતાભાભી છે..”

આમ નચિકેત અને રસેશની વાતો સાંભળી હું અને મિતા બંને પેટ પકડીને હસી રહ્યા હતા. પછી હું બોલ્યો કે,

“બસ હવે એક બીજાની પોલ ખોલવાની રહેવા દો, આમને આમ તો સવાર પડી જશે, પણ તમારું લીસ્ટ પુરું નહીં થાય.”

“કેમ ભાઈ તારી પોલ ખોલવાનો સમય આવ્યો એટલે વાત બંધ કરી દેવાની, કયારનો અમારી વાતની મજા લઈ રહ્યો હતો. તો પછી હવે તારી પણ લે.”

રસેશ બોલ્યો

“પણ આમાં હું ક્યાં વચ્ચે આવ્યો.”

“આ ખરું હો તારું, શરૂઆત પોતે કરી પછી કહેવાનું કે, હું કયાં વચ્ચે આવ્યો. આ તો બરાબર નથી.”

મિતાએ પણ તેમની હા માં હા પૂરવાતાં,

“તમારી વાત તો સાચી. તમે એમના વિશે કહો મને ખબર  તો પડે.”

મે તે બંનેને ના કહેવા માટે માથું હલાવીને ના પણ પાડી પણ એ બંનેને તો મજા પડી ગઈ હતી એટલે વાત મૂકે, રસેશ બોલ્યો,

“મેડિકલ કોલેજમાં એક સાયક્રાટીસ યંગ ટીચર હતી, જે માનવને ગમી ગઈ હતી. અને એ માટે તો આ ભાઈએ સાયક્રાટીસની લાઈન પણ લીધી...”

“પછી?...”

મિતાનો ઉત્સાહ જોઈ મને ગુસ્સો આવ્યો પણ મિત્રો આગળ આપણું કંઈ ચાલતું નથી.

“પણ તે ટીચર તો ફોરેન જતી રહી અને આ ભાઈ સાયક્રાટીસ બની ગયા.”

મારા સિવાય બધા હસી પડ્યા અને મિતા બોલી કે,

“ઓહ, મને એમ કે આ લાઈન કેમ લીધી પણ વિચારતી કે તેમને આ લાઈન ગમતી હશે એટલે લીધી. પણ આ તો ટીચર ગમતી હતી એટલે લીધેલી એવું તો વિચાર્યું જ નહીં.”

હું અકળાઈને,

“શું તું પણ મિતા, આ લોકો ટાઈમ પાસ કરી રહ્યા છે અને તું એમાં જોઈન્ટ થઈ ગઈ છે.”

“કેમ જોઈન્ટ ના થવું, મને તમારી પોલ સાંભળવાની મજા અને પછી લડવા માટેનો ટોપિક મળતો હોય તો કેમ કરીને જવા દઉં, એ તો કહો?”

એ બોલી અને અમે બધા જ હસી પડ્યા પછી મિતાએ કહ્યું કે,

“કુલ્ફી ઓગળી જશે, ચાલો હું લઈને આવું.”

કહીને તે કીચનમાં ગઈ અને અમે કુલ્ફીને ન્યાય આપી જ રહ્યા હતાં ત્યાં જ મારા ફોન પર એક અજાણ્યો નંબર ફલેશ થયો. મેં ઉપાડ્યો તો સામેથી બોલ્યું કે,

“ડૉ.સુજલ મહેતા બોલો?”

“જી...”

“સર, અહીં એક તમારા રિલેટીવ કે સ્ટાફમાં થી કોઈ ભાઈનો એક્સીડન્ટ થયો છે અને તેમને બેભાન થતાં પહેલાં તમારું નામ અને નંબર મને કહ્યો હતો. એટલે મેં તમને ફોન કર્યો છે. અમે તે ભાઈને સીટી હોસ્પિટલ લઈ જઈએ છીએ, તમે ત્યાં આવો..”

“પણ તે ભાઈએ તેનું નામ કહ્યું હશે ને?”

“હા, તેનું ઉમંગ કરીને નામ છે. તો તમે આવો છો ને?”

“હા...”

મેં આટલું બોલીને ફોન મૂક્યો, આ બાજુ બધા કંઈ આશંકા પડતાં મારી સામે જ જોઈ રહેલા, મેં તેમને કહ્યું કે,

“ઉમંગનો એક્સીડન્ટ થયો છે, જલ્દી ચાલો સીટી હોસ્પિટલ પહોંચવું પડશે.”

મિતાએ પૂછ્યું કે,

“તેને વધારે વાગ્યું છે?”

“મને ખબર નથી, સીટી હોસ્પિટલ પહોંચું પછી ખબર પડે.”

રસેશ તરત જ બોલ્યો કે,

“હું ગાડી લઉં છું, ચાલો...”

આમ કહીને અમે બધા ઝડપથી સીટી હોસ્પિટલ પહોંચ્યા તો ડૉક્ટરે કહ્યું કે,

“આ ભાઈને અડધી કલાકમાં જ ભાનમાં આવી જશે અને સારું એ છે કે તેમને ખાસ વધારે વાગ્યું નથી. બસ તે પડી ગયો એટલે એકદમ જ બેભાન થઈ ગયા છે. કલાકેક પછી તમે તેમને ઘરે લઈ જઈ શકો છો.”

અડધા કલાકમાં ઉમંગ ભાનમાં આવી ગયો અને ડૉક્ટરે ફરીથી બરાબર ચેક કરી બધું બરાબર છે એવું કહેતાં જ અમે તેને તેના ઘરે લઈ ગયા. ઘરે પહોંચીને તે બોલ્યો કે,

“થેન્ક યુ સર એન્ડ સોરી સર, અચાનક જ રોઝડું આવી ગયું અને તેને બચાવવા જતાં હું પડી ગયો. તમને લોકોને તકલીફ પડી એ બદલે સોરી.”

“ઈટ્સ ઓકે, યંગમેન કાલે ફરી મળીએ. આમ પણ આપણે ડૉ.મિતાના હાથની ચા પીવાની બાકી છે.”

નચિકેત બોલ્યો તો ઉમંગને યાદ આવતાં જ,

“ઓહ વન્સ અગેઈન સોરી, મારા કારણે આજે....”

તેને સેડ જોઈ હું બોલ્યો,

“પણ હું ક્યાં ભાગી ગયો છું, તો કાલે મળીએ મારા ઘરે...”

ત્યાં તો રસેશ બોલ્યો કે,

“ના...”

અમે તેની સામે જોઈ રહ્યા તો તે,

“એટલે કે માનવના ઘરે નહીં પણ મારા ઘરે એ પણ ડીનર માટે મળીએ. આમ પણ મીના આવી ગઈ છે તો ડીનર પાર્ટીની ડીનર પાર્ટી અને વાતો કરવાની મજા પણ લઈ શકાશે, બરાબર ને ઉમંગ?”

“જી સર, પણ હું કેમ કરીને?...”

“કેમ કરીને એટલે આપણી બેઠકના દરેક લોકો ઈન્વાઈટેડ છે જ, તું થોડો અલગ છે. એટલે તારે આવી જવાનું છે.”

“જેમ કહો તેમ...”

ઉમંગે વાત સ્વીકારી લીધી. બીજા દિવસે સાંજે ડીનર માટે મિતા અને હું રેડી થઈ ગયા અને રસેશના ઘરે બીયરની બોટલ અને આઇસક્રીમ સાથે પહોંચ્યા.

આ જોઈ મીના બોલી કે,

“મિતા ફોર્માલીટીની જરૂર છે, ખરી?”

“ના કેમ?”

“તો પછી આ બધું કેમ લાવી?”

“બસ એમ જ, આ લોકો મોડે સુધી ગપ્પા મારશે અને આપણે કીચનમાં રહેવું ના પડે એટલે...”

કહીને મેં ફ્રીઝમાં મૂકી. નચિકેત આવી ગયેલો પણ ઉમંગ હજી નહોતો આવ્યો એટલે મિતા બોલી કે,

“ઉમંગને ફોન તો કરો?”

(શું ઉમંગ રસેશને ત્યાં નહીં આવે? તેને ફરી તકલીફ થઈ હશે કે પછી સંકોચના કારણે? આગળ વાત કયારે શરૂ થશે? મીનાને આમાં રસ પડશે?

જાણવા માટે વાંચો આગળનો ભાગ,  પ્રેમનો સાથ કયાં સુધી........૨૧)