પ્રેમનો સાથ ક્યાં સુધી… - 19 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 19

ભાગ...૧૯

(ડૉ.વિલ્સન અને ડૉ.નાયક એકબીજાને તેમની સિચ્યુએશન સમજાવે છે, પણ સુજલ વાત આગળ વધારે તે સમયે આરામની જરૂરિયાત સમજી તે વાત બતાવવી રોકી લે છે. બીજા દિવસે ઉમંગ ઉત્સુકતાવશ અલિશાના કેસવાળી ફાઈલ શોધવા મથે છે પણ તે મળતી નથી. હવે આગળ...)

“જીવનમાં પણ આવું જ હોય છે કે શું થશે અને ક્યારે થશે એ કહેવું કોઈના માટે શક્ય નથી. કેમ કે કુદરત આગળ કોઈનું ચાલતું નથી. એમ જ ઉમંગ કોઈ વસ્તુની મજા એકદમ નથી મળતી તેના માટે રાહ જોવી પડે બરાબર...”

સુજલ ઉમંગ સામે પોતાનો વિચાર કહે છે.

“જી સર...”

“સારું એ તો કહે કે તને ફાઈલ મળી કે નહીં?”

“ના સર...”

“સારું ત્યારે કાલે મળીએ.”

“કાલે કેમ આજે મળવાનું હતું ને?”

ઉમંગે ચોકીને કહ્યું તો મેં,

“હા, આજે જ મળવાનું જ હતું. પણ રસેશને તેના સાસરે જવું પડે એમ છે એટલે અને નચિકેતની પણ તબિયત સારી નથી. એવો એ બંનેનો ફોન હતો એટલે મેં પણ કાલનું જ ગોઠવી દીધું છે.”

“ઓકે સર...”

કહીને તે થોડો અકળાઈને બહાર નીકળ્યો. મને તેની અકળામણ દેખી રહ્યો હતો અને એ જોઈ મને મનમાં હસવું પણ આવી ગયું.

મેં ઘરે જઈને મિતાને આ બધી વાત કરી તો તે પણ ખડખડાટ હસી પડી. પરાણે પોતાનું હસવું રોકીને બોલી કે,

“તમે ઉમંગની વાત કરો છો, પણ તેના જેવી જ ઉત્સુકતા મને છે કે આગળ શું થયું અને કેવી રીતે તમે જે વિચારતા હતા તે સાચું પડયું. બસ આ જ વાતો મારા મનને અને મને ઘેરી રાખી છે.”

“હમમમ... તને પણ આટલી ઉત્સુકતા છે, એ તો મારા માટે નવાઈ છે. કેમ કે આજ સુધી તે ક્યારે મને આ રિલેટડ પૂછ્યું જ નથી કે પછી મારા કોઈ પણ કેસ સંબંધી રસ પણ દેખાડ્યો નથી.”

“એ તો છે જ, પણ પહેલાં બાળકો, ડયુટી એમ બે જવાબદારી અને સાથે સાથે ઘર પણ સંભાળવાની જવાબદારી હતી. ઘણા બધા સપનાં પૂરા કરવાના બાકી હતા એટલે ધ્યાન ના આપ્યું. અને પછી આદતમાં સામેલ નહોતું એટલે ક્યારે પૂછ્યું નહીં. કોઈ વાર ભૂલથી તમે કહ્યું તો મને આટલો રસ પડ્યો નહીં. પહેલી વાર અલિશાના કેસમાં રસ પડ્યો છે અને એ વિશે જાણવાની ઉત્સુકતા પણ છે.”

“હા, એ તો દેખાઈ જ આવે છે, પણ તને જાણવાની ઈચ્છા હોય તો હાલ જ તને કહી દઉં.”

“ના, તમારે એટલી બધી તકલીફ લેવાની જરૂર કંઈ નથી. કાલે બધાની સાથે જ કહેજો અને ત્યારે જ સાંભળીશ. આમ પણ તમે એ બંનેને આજના દિવસ પૂરતો આરામ આપો.”

“કોણ બંનેને?”

“તમારું ગળું અને મન...”

તેને હસતાં હસતાં મને કહ્યું.

“આ પણ ખરું છે, હું તને કહેવા તૈયાર છું અને એક તું છે, મારી મજાક ઉડાવે છે. આમ મને કહે છે કે આ કેસ વિશે જાણવાની ઉત્સુકતા છે અને હું કહેવા તૈયાર થયો, તો મારી આગળ બહાનું કાઢે છે.”

“નોટ ફેર માનવ, આ કેસ વિશેની મારી ઉત્સુકતા પર તમને ખબર નહીં પડે, સમજ્યા. આજની જ વાત લઈ લો, મારી પાસે એક બહેન આવ્યા હતા અને તેમની દસેક મહિનાની નાની દીકરી ખૂબ જ રડતી હતી. મેં તેને ચેક કર્યું તો ખાસ કોઈ તકલીફ ના લાગી એટલે અચાનક મારા મનમાં અલિશાવાળી વાત જ યાદ આવી કે કયાંક આ છોકરીને પણ તેનો પૂર્વજન્મનું લેણું યાદ નહીં આવતું હોય ને કે પછી તેની કોઈ ઈચ્છા અધૂરી રહી તો નહીં ગઈ હોય ને બોલો...

પછી તરત જ મારા મનને ટકોરયું કે મારા મનમાં આવો કેવી રીતે વિચાર આવે. પછી બરાબર ચેક કરતાં જ કે એ બાળકની માતા તેને બાળોતિયાં પહેરાવતી અને એની મા બરાબર કેર કરી શકે એવી સ્થિતિમાં નહોતી, એ કારણસર તે ભીનામાં જ પડી રહેતી. ભીનું ભીનું બાળકીને ગમતું નહીં એટલે તે રડયા કરતી. પછી કહો મારે મારા મનને શું કહેવું?”

હું ખિલખિલાટ હસી પડ્યો.

“બાપ રે મને ખબર જ નહોતી કે તને આટલી બધી ઉત્સુકતા છે. પણ મારા જેવી તો નહીં થઈ હોય?”

“કેમ એવું કહો છો?”

“તને ખબર છે, જ્યારે આ કેસ ચાલતો ત્યારની વાત તો સમજ્યા પણ તે કેસ પત્યા પછી પણ કોઈપણ બાળક રિલેટડ કેસ આવે અને તે કોઈ વાત સાંભળવાની તૈયારીમાં ના હોય એટલે દરેકને અલિશાના કેસ સાથે જ સરખાવી દેતો અને ઘણીવાર તો એ પ્રમાણે ટ્રીટ પણ કરી દેતો. પછી અહેસાસ થતો કે આ કેસ એના જેવો તો બિલકુલ નથી. અને એ કોઈ અટપટો નહીં પણ એક સામાન્ય કેસ છે. બોલ હવે કહે કોની ઉત્સુકતા વધારે તારી કે મારી?”

“તમારી... પણ આને ઉત્સુકતા ના કહેવાય, પણ ઈમેજીનેશન કે ઈલ્યુઝન કહેવાય... ડૉક્ટર સાહેબ.’

“જો કે તારી ઉત્સુકતા પણ કાબેલી એ દાદ છે અને મારી ઓફર હજી પણ ખુલ્લી છે.”

“અને મારા તરફથી તમારી ઓફર અસ્વીકાર્ય છે, સમજયા? બસ હો, હવે મારી મજાક બનાવાની છોડો મને એ કહો કે તમે ઉમંગને ફાઈલ મળી કે નહીં?”

“કયાંથી મળતી એ કેસની ફાઈલ મારી પાસે છે ને...”

“તમારી પાસે કેમ? અને એચઆર ડિપાર્ટમેન્ટમાં કેમ નહીં?”

“એટલા માટે કે મારા જીવનનો એકદમ જ અભિન્ન, અલગ, અદ્દભૂત અને સૌથી રોમાંચક કેસમાં નો પહેલા નંબરનો કેસ છે. એટલે એ ફાઈલ મારા પર્સનલ ડ્રોઅરમાં રહે છે, બરખુદાર સમજ્યા?

“તો પછી તમે તેને આપી?”

“ના, મેં તેને ઓફર કરી પણ ખરી કે, પણ તારે વાંચવી હોય તો આપી શકું છું?’

તેને કહ્યું કે,

“ના સર, નથી જોઈતી. મને તમારા મુખેથી સાંભળવાની મજા વાંચવા કરતાં વધારે આવશે.આજે સાંજે મળીએ અને તમારા મુખેથી જ આ વાત સાંભળીશ અને તેનો લુત્ફ ઉઠાવીશ.”

હું તેની અકળામણ, ગૂંચવણ અને તેની ઉત્સુકતાનો સમન્વય જોઈ રહ્યો હતો અને સાથે સાથે મક્કમતા પણ છતાં મેં કહ્યું કે,

“એકવાર વિચારી જો, એક જ વારમાં ખબર પડી જશે અને આમાં સમય લાગશે.”

“ભલે જેટલો સમય લાગે પણ સાંભળીશ જ...’

તેની પણ આવી તારા જેવી જ મક્કમતા સાથે બોલ્યો...

“હમમમ.. બરાબર તે છોકરો પણ મારા જેવો જ પાકો છે. સારું હવે તો પછી આરામ કરો ડૉ.માનવ. કાલનો દિવસ આનાથી વધારે તકલીફમય થશે એ પણ તમારા ગયા અને મન માટે...”

“હા...”

આટલું બોલતાં જ અમે બંને હસી પડ્યા અને પછી બેડ પર લંબાવ્યું. જીવનના ચક્રવ્યૂહ વિશે વિચારતાં વિચારતાં હું પણ સૂઈ ગયો.

બીજા દિવસે આગલા દિવસના જેમ રૂટિન વર્ક પતાવતો રહ્યો. આમ પણ આજે કોઈ ખાસ બર્ડનવાળું કામ નહોતું છતાં ક્યાંય દિવસ પસાર થઈ ગયો તે ખબર ના પડી.

આજ રાતે બધા આવવાના હોવાથી હું પણ હોસ્પિટલથી વહેલાં ઘરે પહોંચી ગયો, એ પણ મિતાએ કહ્યા મુજબ કુલ્ફી સાથે. કુલ્ફી લઈ મિતાએ તેને ડ્રીપફ્રીજ માં મૂકી અને અમે ડીનર પતાવીને બેઠા ત્યાં તો રસેશ અને નચિકેત આવી ગયા.

સૌથી પહેલો આવતો ઉમંગ પણ ખબર નહીં આજે નહોતો આવ્યો.

મિતાએ પૂછ્યું પણ ખરું કે,

“ઉમંગ ના આવ્યો?”

“આવી જશે, આમ પણ તે છે તો એકલો ને...”

હું બોલ્યો એટલે તે પરાણે,

“હા, એ પણ છે...”

અમે બીજી વાતે વળગ્યા.

(કેમ ઉમંગ હજી ના આવ્યો? શું તેના વગર જ સુજલ વાત શરૂ કરી દેશે? અલિશાના કેસમાં આગળ શું થશે તે જાણવા મળશે કે પછી ફરી બ્રેક લાગશે?

જાણવા માટે વાંચો આગળનો ભાગ,  પ્રેમનો સાથ કયાં સુધી........૨૦)