પ્રેમનો સાથ ક્યાં સુધી… - 16 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

શ્રેણી
શેયર કરો

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 16

ભાગ... ૧૬

(અલિશા એટલે કે માનદેવીની બડી બહેનોના લગ્ન માટે જમીનદાર પાસેથી તેના બાઉજી કર્જ લે છે. છ મહિના પછી તેના લગ્નના ઢોલ ઘરમાં ફરી વાગવા લાગે છે. સુજલ ફ્રેશ થવા કોફી પીવે છે, હવે આગળ....) 

રસેશ, નચિકેત કરતાં ઉમંંગ અને મિતાને આ વાત સાંભળવાની વધારે ઉતાવળ કહો કે તાલાવેલી હતી. જે હું અનુભવી રહ્યો હતો છતાં આરામથી કોફી પૂરી કરીને મેં વાતનું અનુસંધાન સાધતા કહ્યું કે, 

"બે દિવસ તો વીતી ગયા પણ અલિશાને થેરેપી માટે તેના મોમ કે ડેડ બેમાંથી કોઈ લઈને ના આવ્યું.... મને ઓકવર્ડ તો લાગ્યું પણ ફોન કરીને ફોલોઅપ લેવામાં વધારે ઓકવર્ડ લાગશે એવું લાગતા મેં ફોન ના કર્યો. 

દિવસો વીતતા ગયા અને મારું મન તેઓ કેમ ના આવ્યા તેની લ્હાયમાં પણ મારા હાથમાં કંઈ નહોતું એટલે રાહ જોવા સિવાય છૂટકો નહોતો. 

પાંચેક દિવસ બાદ પણ તે ના દેખાયા કે ના તેમનો અણસાર થયો એટલે મેં ડૉ.અગ્રવાલ વિલિયમ અને ખાસ કરીને અલિશા વિશે જાણવા ફોન કર્યો.
"હાય, ડૉ.અગ્રવાલ કેમ છો?" 

"બસ ઓલ ઈઝ વેલ, બોલ આજે કેમ અચાનક અમારી યાદ આવી?" 

"એમાં એવું છે ને કે મેં મિસીસ વિલિયમને અલિશાને લઈ બતાવવા આવવા કહ્યું હતું પણ તે નથી આવ્યા, તો તમને એના વિશે કંઈ ખબર છે?" 

તો તેમને કહ્યું કે,
"પાંચ દિવસ પહેલાં તેઓ મારી પાસે આવીને અલિશાનું, તેનું અને એલિનાનું રૂટિન ચેકઅપ કરાવી અને તેમના હેલ્થ સર્ટી લઈ ગયેલા." 

"હેલ્થ સર્ટી કેમ?" 

"મેં પણ પૂછેલું તો વિલિયમ બોલ્યો કે અમારે અમારી કન્ટ્રીના એમ્બેસી ઓફિસમાં સબમિટ કરાવવું પડે. અને મેં આપી દીધેલું. બસ એ સિવાય કોઈ વાત થઈ નથી." 

"ઓકે..." 

મારો નિરાશભર્યો અવાજ સાંભળીને તે બોલ્યા કે,
"પણ એક કામ થઈ શકે કે તેમની બાજુમાં જ રહેતું દવે ફેમિલી નો પણ હું જ ફેમિલી ડોક્ટર છું. એમને પૂછીને તમને જણાવવું." 

"તો સૌથી સરસ..." 

કહીને મેં ફોન મૂક્યો. સાંજે તેમનો ફોન પણ આવી ગયો અને તેમણે જણાવ્યું કે,
"ચાર દિવસ પહેલાં જ વિલિયમ ફેમિલી તેમના નેટિવ ગ્રીસ ગયા છે." 

"શું?" 

"હા, મને પણ શોક લાગ્યો પણ તે એવું કહેતા હતા કે તેઓ તેમના રિલેટીવને મળવા અને ચેન્જ માટે વીસ દિવસ પૂરતાં જ ગયા છે." 

"ઓકે, થેન્ક યુ ડૉ.અગ્રવાલ..." 

મારા અવાજ અને અવાજ પરના આશ્ચર્યને સંયત કરીને કહ્યું. મને થોડું અજીબ અને વધારે તો ઓકવર્ડ લાગ્યું કે વિલિયમ ફેમિલી અલિશાની આવી કન્ડીશન અને એકદમ જ આમ તેમના નેટિવ લઈને જતું રહેવું. 

હું સમજી ગયેલો કે મારા હાથમાં કંઈ નથી અને સાથે સાથે એ પણ કે તેમને હવે મારી પર કે મારી થેરેપી પર વિશ્વાસ નથી રહ્યો અને ચેન્જના નામે ગ્રીસ જતાં રહ્યા છે. 

અને એ પણ કે મારા મનમાં રહી રહીને હવે તે પાછી આવશે એ પણ મને શક્ય નહોતું લાગતું. એટલે જ મેં મનમાં થી જ આ કેસ વિશે વિચારવાનું છોડી દીધેલું અને મનથી કાઢી પણ નાખ્યો. 

મેં મારા કામમાં મને પરોવીને બીજા કેસ પર ધ્યાન આપવા લાગ્યો. આમ પણ એવામાં મારી પાસે સારા એવા કેસ હતા અને તે હેન્ડલ કરવામાં જ મારો ટાઈમ કયાં પસાર થઈ જતો. મારા મન પરથી અલિશા રિલેટડ કેસની વાતો પણ નીકળી ગયેલી. 

એવામાં ડૉ.શાહના દીકરાની બર્થ ડે પાર્ટીમાં ડૉ.અગ્રવાલ અને હું ભેગા થયા. ઘણી બધી ઔપચારિક વાતો થઈ, એવામાં જ ડૉ.અગ્રવાલે મને કહ્યું કે, 

"ડૉ.નાયક હું તમને કહેવાનું જ ભૂલી ગયો કે વિલિયમ તો વીસ દિવસ બાદ આવી ગયો હતો અને મને મળવા પણ આવ્યો હતો." 

"ચાલો સરસ ડૉ.અગ્રવાલ, અને અલિશા પણ મળવા આવી હતી અને કેવી છે, એની તબિયત? " 

મારાં મનની શંકા ખોટી પડતા હું ખુશ થયો અને મનમાં નક્કી પણ કરી દીધેલું કે આ વખતે પ્રેશર કરવું નથી. 

"પણ અલિશા કે એલિના તો નથી આવ્યા. તે લોકો તો ત્યાં જ રોકાઈ ગયા છે." 

મારી વિચારધારા પાછી પડી ભાંગી, નહોતું પૂછવું છતાંય મારાથી પૂછાઈ ગયું કે, 

"કેમ અલિશા ત્યાં?" 

"અરે એ તો એવું છે ને કે અહીં કરતાં સ્ટડી ત્યાંનું સરસ છે અને સ્કોપ પણ. વળી, વિલિયમ અને એલિનાના મોમ ડેડ ત્યાં જ રહે છે એટલે તે બંને ત્યાં શીફટ થઈ ગયા છે." 

"એ તો છે જ, આમ પણ આપણાં કરતાં ફોરેનમાં સ્ટડી માટેના સ્કોપ ઘણા મળી રહે છે. એ માટે તો વિલિયમ ફેમિલીનું ડિસીઝન બેસ્ટ જ છે. ચાલો ત્યારે મળીએ. વિલિયમને યાદ આપજો અને કહેજો કે મને મળે." 

આમ કહીને હું પાર્ટીમાં થી મન ના લાગતા ઘરે જવા નીકળી ગયો પણ મારું મન ડૉ.અગ્રવાલ, વિલિયમ અને અલિશાની વાતોમાં જ ગૂંચવાયેલું જ હતું. 

'અલિશાને અપાતી થેરેપીમાં થી અલિશાને પસાર ના થવું પડે અને કદાચ માહોલ બદલાતાં તે બધું ભૂલી જાય, એમ વિચારીને જ તેને આ ડિસીઝન લીધું લાગે છે અને એમાં આર્ગ્યુ કરવાનો કોઈને હક નથી.' 

એમ વિચારી હું પણ મારા કામે લાગી જ ગયેલો. પણ એક દિવસે મારા ક્લિનિક પર એક ફોન આવ્યો. ફોન રિસીવ કરતાં જ મને ખબર પડી કે સામે તો એલિના છે.
મેં શાંત અવાજે એલિનાને કહ્યું કે,
"હાય એલિના, હાઉ આર યુ?" 

"આઈ એમ ફાઈન ડૉક્ટર, પર મેરે કો આપસે એક કામ હૈ?" 

"બોલો ક્યાં કામ હૈ?" 

"આપસે હમારે ફેમિલી ડોક્ટર વિલ્સન બાત કરના ચાહતે હૈ? આપ જબ ભી ફ્રી હો, વો ટાઈમ હમકો બતાઈએ. હમ ઉનસે બોલ દેંગે કી વો ટાઈમ પર ડૉ.વિલ્સન ફોન કરેંગે. " 

"એની ટાઈમ,  પર શામ કે ચાર બજે પોસિબલ હો તો અચ્છા..." 

"ઓકે કોઈ બાત નહીં, મેં ઉનસે બાત કરકે આપકો કન્ફર્મ ટાઈમ દેતી હું." 

તેને ફોન મૂકયો પણ મારા માટે નવાઈ હતી કે એલિનાને મારું શું કામ પડ્યું અને એમાં પણ ડૉ.વિલ્સનને મારું કામ... ખૂબ વિચાર્યા બાદ હશે જે કામ હશે તે કહેશે વિચારીને મેં તે વાત પર પૂળો મૂકયો. 

સમય પર જ ડૉ.વિલ્સનનો ફોન આવી ગયો.
"હેલો મિ.નાયક, વિલ્સન બોલ રહા હું, અલિશા કા ડૉક્ટર..." 

"હાય ડૉ.વિલ્સન..." 

"કયા મેં આપસે બાત કર શકતા હું, આપ ફ્રી તો હો ના..." 

"કયો નહીં, આપને મેરા ખ્યાલ રખતે હુુએ જો ફોન કીયા હૈ. બોલીએ આપકી મેં ક્યા મદદ કર શકતા હું..." 

"થોડે દિન પહેલે મેરે કિલીનીક પે એલિના અલિશા કો લેકર આયી થી. ઉન્હોં ને મુજે બતાયા કી અલિશા કુછ અલગ લેંગ્વેજ મેં બાર બાર બોલ રહી હૈ, વો બાર બાર કહીં પે જાને કી જીદ કર રહી હૈ." 

મૈંને ઉસે પૂછા કી,
"કહાં જાને કી જીદ કર રહી હૈ, લે જાયેના ઉસે..." 

"બસ જો વો બોલ રહી હૈ વો લેંગ્વેજ સમજ મેં નહીં આ રહી. બડી દીક્કતો કે બાદ ભી મેં ઈતના હી સમજમેં આયા કી ઉસે ઉસકે ઘર... જાના હૈ..." 

"કયાં.... કયાં બોલા ઉસને?" 

"ઘ... ર... જાના હૈ ઐસા હી કુછ બોલા ઉસને. મૈંને ઉસે હિપ્નોટાઈઝ ભી કીયા, મગર હિપ્નોટાઈઝ કરકે મુજે ઉસકી બોલી મુજે સમજમેં નહીં આ રહી....


(વિલિયમ ડૉ.નાયકને શું બહાનું આપશે? હવે અલિશાને પોતાનો પૂર્વજન્મ યાદ આવશે તો શું થશે? લેંંગ્વેેજ અલગ પડવાથી તો પછી ડૉ.વિલ્સન અલિશાની વાતો કેમ કરીને સમજશે? વિલિયમ ફેમિલી શું કરશે? ડૉ.નાયક તેમને મદદ કેમ કરીને કરશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, પ્રેમનો સાથ કયાં સુધી........૧૭)