પ્રેમનો સાથ ક્યાં સુધી… - 15 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 15

ભાગ...૧૫

(અલિશા રોવાની સાથે બડબડાટ કરતાં બેભાન થઈ જાય છે. એલિનાને સમજાવી સુજલ જતો રહે છે. અલિશાને સુજલ હિપ્નોટાઈઝ થેરેપીથી તેના પૂર્વજન્મ વિશે પૂછે છે, જેમાં તેની બંને બડી બેહનોના લગ્નપ્રસંગો ચાલી રહ્યા છે. હવે આગળ....) 

"કોઈ બાત નાહી હમ જમીનદાર સે માંગ લેતે હૈ?" 

"હા, વો ઠીક રહેગા, પહેેેલે જૈસે હમને ખેત રખે થે ઐસે હી ગિરવે તો કુછ રખના હોગા ના?"
દહેજ દેના પડેગા સુનતે હી માંને પૂછા, 

"યે ઘર હૈ ના?" 

"ફીર હમ કહાં ઔર હમાર બિટવા છત કે બીના?"
બોલતે બોલતે હમાર મા રો પડી મગર હમ ઉસકે પાસ ના જા ન શકે. હમારે બાઉજી બોલે કી, 

"કોનો બાત નહીં, દિલ છોટા મત કરો, સબ હો જાયેગા..." 

"વો ભી ઠીક હૈ, માન અભી ચૌદહ કી તો હૈ, તબ તક હમ સબ ચૂકતા કર દેંગે?" 

ઔર બાબુજી કર્જ લેને નિકલ ગયે. 

"ફિર છોટી બહન કી શાદી હો ગઈ?" 

"હા મંજલી બહન કા ભી ઉસી મંડપ મેં બ્યાહ તય હો ગયા લેકિન?" 

"લેકિન કયા હુઆ?" 

"અચાનક સે હમાર મંજલી બહન કી શાદી રોક દી ગઈ, હમ લોગો કુછ સમજ નહીં આયા મગર બાબા અપની પઘડી ઉતાર કર શંકરલાલ કે કદમો મેં રખ દી. ફીર ભી ઉન્હોંને ફેરે વાપિસ ચાલુ ના કરવાયે તો ચાચા પૈસે લેેકર આયે ઔર ઉન્કો દીયા તબ જાકે ફેરે વાપિસ ચાલુ હુએ." 

"ફિર કયા હુઆ?" 

"ફિર દોનો બડકી બહનકી વિદાઈ થી ના તો હમ બહોત રોયે. દુસરે દિનસે હમાર પર ઘર કે સારે કામ કા બોજ આ ગયા. હમાર બડી બાઈસા હમ સે એક ભી કામ ન કરવાતી થી. હમ પર ઘર કે સારા કામ ઔર ખેત મે ભી જાકે કામ કરના પડતા હૈ. હમ બહોત થક જાતે થે..." 

"આગે..." 

"બાઈસા કી શાદી કો છ મહિને હો ગયે થે, હમ પરેશાન ભી થે સારે કામ કો લેકર. એક દિન જબ હમ ખેતસે ઘર લૌટે તો ઘરમેં ઢોલ બજ રહા થા, બહોત સારી ઔરતે ગાના ગા રહી થી." 

"તો ફિર સે કયાં વૈસે હી પકવાન ઔર ગાના બજાના ચલ રહા થા?" 

"ઉસસે ભી જયાદા પકવાન બન રહે થે ઔર નાચનેવાલી નાચ રહી થી ઔર ઢોલકવાલી ગાના ગા રહી થી." 

"કયા પકવાન બન રહે થે?" 

"ઘેવર, જલેબી, લડ્ડુ, ચુરમા કે લડ્ડુ ઔર બહોત સારી મીઠાઈ થી. ખાના ભી ઉસસે જયાદા લજ્જિ થા." 

તેને આ જોઈ ખાવા માટે લલચાયું હોય તેમ ચહેરા બનાવ્યો.
"એ તો બતાઓ કી કીસકી શાદી હૈ, તુમ્હારી?" 

"વો તો હમકો ભી ના પતા હૈ... હમ તો ઘર કે સારે કામ કીયે જા રહે થે. માં થોડી થોડી સી બિમાર રહતી થી તો કૌન કરતા? જબ હમારી બાઈસા આઈ તો ઉન્હોંને હમાર સારે કામ કરવાને સે ઉઠા દીયા ઔર હમ કો બિઠા કે ગીત ગાને લગી... તબ જા કે હમકો પતા ચલા કી હમાર શાદી હો રહી હૈ..." 

"ફિર..." 

"ફિર કયા કિતનો દિનો સે કામ કર રહે થે, તો સોચતે થે કી બહોત સારા આરામ કર લે. અબ જા કે મૌકા મિલા તો બિના કુછ સોચે સમજે હમ ભી આરામ કરને લગે... 

હમ કો તો કુછ સમજ ભી ના આતા થા કે યે શાદી કયો? બસ યહી જો મિલા ઉસી મેં ખુશ હો ગયે ઔર ઉસકા લુત્ફ ઉઠાને લગે? 

"દૂસરે દિન હમાર હાથો મેં મહેંદી લગ રહી થી, પાઁવ મેં ભી લગા રહે થે ઔર હમેં મઝા આને લગા... મગર હમાર માં બહોત હી દુઃખી ઔર કુછ બાત કો લેકર ચિંતિત ભી થી, હમેં ઐસા ઉસકે ચહેરે સે લગ રહા થા... મગર હમને સોચા કી માં કો વૈસે ભી જયાદા ચિંતા હો જાતી હી હૈ, વો તો વૈસે ભી ઐસી હી હૈ... ઔર હમ ભી કુછ જયાદા સોચ રહે હૈ..." 

મોનિટર પર નજર કરતાં તેનું બીપી હાઈ થતું બતાવતાં જ મેં વાત પડતી મૂકવા કહ્યું કે,
"કૌનો બાત નહીં તુમ બાદ મેં હમ કો બતાના કી તુમ્હાર માં ક્યોં ચિંતિત થી? અભી તુમ ઉઠ જાઓ, તુમ્હારી મોમ તુુમે બુલા રહી હૈ...." 

અને તે ઊઠી ગઈ, તેનું બીપી હજી હાઈ બતાવતું હતું. એટલે મે તેને ઘરે જઈ સુવાડવા માટે કહી દીધું. મેં એ પણ નોટિસ કર્યું કે દરેક વખત કરતાં એના ચહેરા પરની ફિક્કાશ આ વખતે ઓછી હતી. પણ આ વાતને મેં વધારે ઈમ્પોર્ટન્ટસ આપ્યા વગર બે દિવસ બાદ તેને અહીં લઈ આવવા કહ્યું. 

"બાપ રે આ તો કોઈ ફિલ્મની સ્ટોરી સાંભળતા હોય તેવું લાગી રહ્યું છે. આટલું બધું ડ્રામેટિક.... ઓહ ગોડ..." 

નચિકેત બોલ્યો તો, 

"હા ભાઈ તને તો બધું ડ્રામેટિક જ લાગે. તારા જેવો રેશનાલિસ્ટ હું પણ તે સમયે જ હતો. પણ જે મારી સામે બનતું હતું તે જોઈને મારે તો માનવું જ રહ્યું." 

"પણ તે કયાંક ઉપજાવેલું બોલતી હોય તો?" 

"ભાઈ તે બાળક છે, એ પણ દસેક વર્ષની જયારે આ સમયે બાળક ખોટું બોલે નહીં અને બોલે તો પણ સ્કુલ કે ટયુશન ના જવા માટે... પણ આવું બધું નાના બાળકના મગજની થોડી ઉપજ હોય. પણ જીવનની ઘટમાળ જ એવી છે, તું એ સમયે એના દરેક હાવભાવ જોતો હોત ને તો તને સમજાત કે ઉપજાવેલી વાત કહેવી એ વખતે તું અત્યારે બોલે છે એમ કહેવી સહેલી નહોતી." 

"ચાલ તારી વાત માની લઉં પણ તું જ કહે કે આવી વાત માન્યામાં આવે તો પણ કેવી રીતે, તે તો ફકત સાંભળવી જ ગમે..." 

"ભાઈ માનવી કે ના માનવી જોઈએ એ વિશે તારા માટે ખબર નથી. પણ એટલું ચોક્કસ છે કે એ માનવી મારા માટે જરૂરી હતી. તને ખબર છે ભાઈ કે આ વાત માનવી જેમ તારા માટે અઘરી છે, એમ મારા માટે પણ હું જે સાંભળી રહ્યો હતો તે સત્ય કે અસત્ય તે નક્કી કરવું અઘરું હતું.' 

"પણ આ વાત માનીએ એ માટે કદાચ કુદરતી શક્તિઓ તૈયાર જ હોય છે અને આવું પણ મારા જીવનમાં બનતું જ રહ્યું અને એના જીવનમાં પણ?" 

"એવું તો શું બન્યું ડૉ.નાયક સર?" 

ઉમંગે પૂછ્યું તો મેં મિતાને મગજ રિફ્રેશ કરવા માટે,
"મિતા મારા માટે કોફી?" 

મિતા કીચનમાં કોફી બનાવવા ગઈ. તે બનાવી લાવી ત્યાં સુધી હું તો આંખો બંધ કરીને બેસી જ રહ્યો જયારે રસેશ નચિકેત વાતે વળગ્યા અને ઉમંંગ ઊભો લાયબ્રેરીની બુક્સ આમ તેમ ફેરવી રહ્યો હતો. મારા મનના વિચારોને કાબુમાં લાવવા જ કોફી આવતાં મેં કોફી હાથમાં લઈ ગાર્ડન સામેની બારે ઊભો રહ્યો અને તે વાતાવરણને મનમાં જ ભરવા લાગ્યો. 

રસેશ, નચિકેત કરતાં ઉમંંગ અને મિતાને આ વાત સાંભળવાની વધારે ઉતાવળ કહો કે તાલાવેલી હતી. જે હું અનુભવી રહ્યો હતો છતાં આરામથી કોફી પૂરી કરીને મેં વાતનું અનુસંધાન સાધતા કહ્યું કે, 

"બે દિવસ તો વીતી ગયા પણ અલિશાને થેરેપી માટે તેના મોમ કે ડેડ બેમાંથી કોઈ લઈને ના આવ્યું....


(કેેવી રીતે માનદેવીના લગ્ન થયા અને કયા કારણથી ચૌદ વરસની દિકરીના લગ્ન તેના પિતાએ કર્યા? કેમ અલિશાને તેના મોમ ડેડ થેરેપી માટે ના લાવ્યા? એમને બીજા ડૉક્ટરને કન્સલ્ટન્ટ કર્યા કે પછી બીજું કંઈ થયું?
જાણવા માટે વાંચો આગળનો ભાગ,  પ્રેમનો સાથ કયાં સુધી........૧૬)