The Author Jagruti Pandya અનુસરો Current Read શું તમારા બાળકને સ્ટેજ ડર છે ? By Jagruti Pandya ગુજરાતી બાળ વાર્તાઓ Share Facebook Twitter Whatsapp Featured Books સિંગલ મધરની વૃદ્ધાવસ્થા " સિંગલ મધરની વૃદ્ધાવસ્થા"વૃદ્ધાશ્રમના એક ખૂણામાં એક મહિલા ડ... પ્રેમતૃષણા - ભાગ 14 આમ રાત વીતતી ગઈ અને જૂની બધી યાદો ઉખેળાતી ગઈ . યાદગીરીઓ અને... વિશ્વની સૌથી મોટી સંપત્તિ છે : સમય કહેવાય છે કે જો તમારે કોઈને કામ સોંપવું હોય તો જે વ્યકિત ૧૭... એક ઘા ને બે કટકા એક ઘા ને બે કટકા અબ્દુલ જમા... મોબાઇલનો ડોક્ટર મોબાઈલનો ડોક્ટરવ્યસન એ શરીરને ઉંધઈની જેમ ખાઈ છે.આ સમય એટલે... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા શેયર કરો શું તમારા બાળકને સ્ટેજ ડર છે ? (2) 2.2k 6.3k 1 શું તમારા બાળકને સ્ટેજ ડર છે ? અમારી શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરતી વૈશાલી વણઝારા અભ્યાસમાં હોંશિયાર છે. ટેકનોલોજીનું પણ સારુ એવું જ્ઞાન છે. વાતોડિયણ પણ છે, આખો દિવસ બોલ બોલ કર્યા કરે પણ જો એને ઊભા થઈને ફક્ત પાંચ વાક્યોમાં પોતાનો પરિચય આપવાનું કહીએ તો ના ના અને ના જ ના. ના ગરબામાં રહે, ના વકતવ્યમાં કે કોઈપણ શાળાની સ્પર્ધામાં ભાગ લેવાનું કહીએ તો ના જ પાડે. વૈશાલી વણઝારા એ તો ફક્ત ઉદાહરણ છે. વૈશાલી જેવાં ઘણાં બધાં બાળકો છે જેઓને સ્ટેજ ફિઅર હોય. આવાં હોંશિયાર બાળકો બઘી રીતે આગળ વધે તેવી શિક્ષકની અને માતા પિતાની ઘણી ઈચ્છા હોય છે. બાળકોને સ્ટેજ પર પરફોર્મ કરતા જોઈને માતા-પિતા પોતાની ખુશીને રોકી શકતા નથી. મોટાભાગના માતાપિતા બાળકોને શાળાની પ્રવૃત્તિઓ અને કાર્યોમાં ભાગ લેવાની સલાહ આપે છે. જો કે, કેટલાક બાળકો ઘણીવાર સ્ટેજ પર જતા શરમાતા જોવા મળે છે. આવી સ્થિતિમાં જો તમારા બાળકને પણ સ્ટેજ ફિઅર છે, તો બાળકોનો ડર દૂર કરવા તેમનો આત્મવિશ્વાસ વધારવા શું કરવું જોઈએ? તેની કેટલીક ટીપ્સ જોઈએ. પ્રથમ આત્મવિશ્વાસ વધારો : કેટલાક બાળકોમાં આત્મવિશ્વાસનો ઘણો અભાવ હોય છે, જેના કારણે બાળકો સ્ટેજનું નામ સાંભળતા જ ગભરાઈ જાય છે.માતાપિતા કે શિક્ષકના તમામ પ્રયત્નો પછી પણ બાળકો સ્ટેજ પર જતા ડરે છે.બાળકને પોતાને પણ કંઈક બોલવું હોય છે છતાં તેનો આત્મવિશ્વાસ ડગતો હોય છે. બાળકનો આત્મવિશ્વાસ દૂર કરવા પ્રયત્ન કરો અને કહો કે, તુ પણ અન્ય બાળકોની જેમ સ્ટેજ પર બોલી શકે તેવી ક્ષમતા ધરાવે છે. તારી બધુ જ કરી શકવાની તાકાત છે. આ તો તારા માટે રમત વાત છે. ફક્ત એક વાર પ્રયત્ન કર તુ જરૂર સફળ થઈશ.બાળકના પ્રયત્નને આવકારો : જે બાળકો પ્રયત્ન કરી રહ્યાં હોય તેવાં બાળકોને કરવા દો. બાળકે કરેલાં પ્રયત્નોને આવકારો. ઘણી વખત એવું બને છે કે, જ્યારે બાળક પ્રથમ વખત પોતાની ઈચ્છાથી આગળ વધવા પ્રયત્ન કરે છે ત્યારે શિક્ષક કે માતા પિતા પહેલી જ વખત ના પ્રયત્નમાં બાળકને તોડી પાડે છે. " આવુ કરાય? આટલું નથી આવડતું? જા તને કશું નહીં આવડે? તુ કંઈ જ કરી શકીશ નહીં. " આવાં અનેક વાક્યો બોલીને બાળકનો આત્મવિશ્વાસ ભાંગી નાખે છે. બાળક મેદાન છોડીને જાય છે જે ફરી કદી પાછું વળતું નથી! આવુ કદી આપણાથી ન થાય તે ખાસ ખ્યાલ રાખીએ. ડરને હરાવી દો , વિજય મેળવો : તમારાં બાળકને કહો તુ શક્તિમાન છે. ભૂલ બધાની થાય તેના માટે હિંમત ન હરાય. સામનો કરો અને જીત મેળવો. બાળકોના સ્ટેજ ડરને દૂર કરવા માટે તેમને ડર પર જીત મેળવવાની સલાહ આપો. બાળકને અર્જુનને ફક્ત તેની આંખ જ દેખાતી હતી તેમ જ્યારે તમે સ્ટેજ પર ઊભા હોવ ત્યારે તમારા સિવાય બીજુ કોઈ નથી.. એમ જણાવો. બાળકોને નકારાત્મકતાથી દૂર રાખો અને તેમને નકારાત્મક વિચારો આવતા અટકાવો. તે જ સમયે, લોકો શું કહેશે તે વિચારવાને બદલે બાળકોને તેમના પ્રદર્શનમાં સુધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો. તેનાથી બાળકોનો ડર ઘણા અંશે ઓછો થશે. નિષ્ણાતની મદદ મેળવો : બાળકોનો આત્મવિશ્વાસ વધારવા માટે તમે નિષ્ણાતોની મદદ લઈ શકો છો. કોઈ સારા વક્તા, સારા સ્ટેજ પર્ફોમર કે નિષ્ણાતની સલાહ લો. બાળકોને તેમની પાસે લઈ જાઓ. બધાં જ પહેલાં પ્રયત્ને સફળ નથી હોતા તે સમજાવો. આવી સ્થિતિમાં તમે બાળકોને ઈન્ટરનેટ પર સ્પીચ અને વીડિયો જોવા માટે પ્રેરિત કરી શકો છો. તેનાથી બાળકો ઘણી નવી વસ્તુઓ શીખશે અને ધીમે ધીમે તેમનો સ્ટેજ ડર ઓછો થવા લાગશે.વાંચવાની ટેવ કેળવો: પુસ્તકોને મિત્રો બનાવવા જણાવો. બાળકોમાં વાંચનની ટેવ કેળવીને તમે તેમનો આત્મવિશ્વાસ વધારી શકો છો. આ માટે બાળકોને પુસ્તકો કે ઓનલાઈન મેગેઝીન વાંચવા કહો. આવી રીતે દરરોજ થોડો સમય વાંચવાથી બાળકોના શબ્દકોશમાં નવા શબ્દો ઉમેરાવા લાગશે અને બાળકો સ્ટેજ પર બોલતા અચકાશે નહીં અને આત્મવિશ્વાસ પૂર્વક આગળ વધી શકશે. મુદ્દાસર માહિતી એકત્રિત કરો : જે તે વિષયને લગતી માહીતી મેળવો. બાળકોને મુદ્દાઓની નોંધ કરવા જણાવો. સ્ટેજ પર જતાની સાથે જ બાળકો વિષય વિશે વધુ જાણતા ન હોવાને કારણે ઘણીવાર અટકી જાય છે. આવી સ્થિતિમાં બાળકોના ડરને દૂર કરવા માટે તમે તેમને અગાઉથી સારી તૈયારી કરવાની સલાહ આપી શકો છો. બાળકો સ્ટેજ પર જતા પહેલા સ્પીચ તૈયાર કરીને અને વિષયને લગતી મહત્તમ માહિતી મેળવીને શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે છે.તણાવ લેવાનું બંધ કરો : દરેક વખતે હળવા બનીને રહેવા જણાવો. ઘણી વખત બાળકો સ્ટેજ ડરના કારણે તણાવ લેવાનું શરૂ કરે છે. આવી સ્થિતિમાં બાળકોને ગભરાટના હુમલા અને ચિંતા જેવી સમસ્યાઓ થઈ શકે છે. બાળકોને ન્યૂનતમ તણાવ લેવાની સલાહ આપો. ઉપરાંત બાળકોને રોજેરોજ ફરવા લઈ જઈને, તેમને તંદુરસ્ત આહાર આપીને અને પૂરતી ઊંઘ લઈને, તમે તેમને સરળતાથી તણાવમુક્ત રાખી શકો છો. Download Our App