R.j. શૈલજા - 11 Herat Virendra Udavat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

R.j. શૈલજા - 11

All the original rights of this novel belongs to the author Dr. Herat Udavat.
This book is published and available on amazon. I am putting this novel on matrubhartri platform for my beloved readers.
©

પ્રકરણ ૧૧ : આત્મા..!

“ગુનો નાનો હોય કે મોટો, ગુનેગારના મનની અંદર થોડોક ડર હમેશાં રહે જ છે કે ક્યારેક તો કોઈક તેને પકડી જ લેશે.”

તેજ એ પોતાનો પ્લાન રજૂ કરવાનું શરૂ કર્યું.

મતલબ, સ્પષટતાપૂર્વક કેહને.

શૈલજા અને સમીર એકસાથે બોલી પડ્યા.

હું શૈલજાને સીધી જ માર્તક દેવને મળવા લઈ જઈશ. તેની પોતાની વાતને જ માર્તક દેવની સામે રજૂ કરાવીશ. જો માર્તક દેવનો ક્યાંય પણ કોઈ વાંક હશે તો તે અસમંજસ માં પડશે અને આ વસ્તુનો ફાયદો ઉઠાવીને તેનું પાઘંડ પણ પકડી શકાશે.

તેજ એ કહ્યું.

દર રવિવારે માર્તક દેવ એક સભાનું આયોજન કરે છે. દેશ વિદેશથી લોકો પોતાના જાત જાત ના પ્રશ્નો લઈને આવે છે,

આપણે પણ ત્યાં જઈશું. અને શૈલજા જોડે તેના જીવનનો આ પ્રશ્ન નો જવાબ આપવા માર્તકદેવને મજબૂર કરીશું.

તેજ એ આંખો પ્લાન રજૂ કરતાં કહ્યું.

મતલબ હું ત્યાં જઈને મારી મમ્મી રાધિકાની આત્મહત્યા વિશે વાત કરું અને તેને જ પૂછું કે ગુનેગાર ને શોધવામાં મદદ કરો.

શૈલજા એ તેજની સામે જોઇને કહ્યું.

હા બિલકુલ એવું જ.

તેજ બોલ્યો.

જો માર્તક દેવ ગુનેગાર હશે તો તો એ આ વસ્તુ સાંભળીને શૈલજાના જીવનો દુશ્મન બની જશે. મને તો ખાતરી છે કે તે શૈલજાને પોતાના આશ્રમની બહાર જ નહી નીકળવા દે. ખુશીને ગાયબ કરી તેમ ક્યાંક શૈલજા ને ગાયબ કરી દેશે તો?

ડરતા ડરતા સમીર બોલ્યો.

હું પણ એજ ઈચ્છું છું કે શૈલજાને નુકસાન કરવાના વિચાર માં એ કોઈક ભૂલ કરે આને આપણે એને પકડી શકીએ.

તેજ બોલ્યો.

તું ખરેખર શૈલજા ને પ્રેમ કરે છે?? મને હવે શંકા જાય છે. આતો સિંહ પકડવા બકરું બાંધવાની વાત થઈ. એક દમ મૂર્ખતા.

શૈલજાને આમ જીવના જોખમે મૂકવાનો વિચાર તું કેવી રીતે કરી શકે?

સમીર એ ગુસ્સાથી તેજને કહ્યું.

શૈલજા ને હું કશું નહિ થવા દઉં. હું ને મારી ટીમ ના માણસો ત્યાં જ હશે.

શૈલજાનો વાળ પણ વાંકો નહી થાય. કામ અઘરું ઘણું છે પણ તેના સિવાય બીજું કોઈ જ રસ્તો નથી.

તેજ એ કહ્યું.

હું મારી મમ્મી રાધિકાના હત્યારા સુધી પોહચવા કઈ પણ કરવા તૈયાર છું.

મને ભરોસો છે તેજ પર.

શૈલજા બોલી.

પણ શૈલજા..

સમીર કઈ કેહવા જાય છે પણ તેની વાતને કાપતા શૈલજા બોલી,

છેલ્લા ૫ વર્ષોથી હું કેટલી રિબાઇ છું એ મારું મન જાણે છે, મારી મમ્મી એ આત્મહત્યા કરી કે પછી એ મર્ડર હતું એનો જવાબ શોધવા હું પાગલોની જેમ ભટકી છું. આ રહસ્ય પરથી પડદો ઉઠાવવા હું કોઈ પણ હદ સુધી જવા તૈયાર છું.

શૈલજાની આંખોમાં એક ચમક હતી અને દ્રઢ વિશ્વાસ હતો.

બીજા દિવસે તેજના પ્લાન મુજબ શૈલજાનું માર્તક દેવ જોડે મળવાનું ગોઠવવામાં આવ્યું.

શૈલજા આશ્રમમાં પોહચી.

કેટલાય ભક્તો માર્તક દેવ બાબાનું સ્મરણ કરી રહ્યા હતા.

કેટલીય અમદાવાદની નામાંકિત હસ્તીઓ માર્તક દેવના દર્શનને હાથ જોડીને ઝંખી રહી હતી.

ગરીબ, મધ્યમ વર્ગ અને ઉચ્ચ વર્ગ એવા તમામ લોકો માર્તક દેવના અનુયાયી હતા.

કોઈ પોતાના અંગતના ભૂત પ્રેતના વળગણ ને દુર કરવા આવેલું તો કોઈ પોતાના જીવનના સવાલોના જવાબ શોધવા. કોઈ શાંતિની શોધમાં આવેલું તો કોઈ મુક્તિની શોધમાં.

શૈલજાના આશ્ચર્યનો પાર ન હતો.

આખા આશ્રમમાં તેને ક્યાંય પણ ખરાબ ઊર્જાનો અનુભવ ના થયો. ઈશ્વર સાથે સીધું જ જોડાણ થતું હોય તેવી ઊર્જા તેને અનુભવાઈ.

આ હકીકતમાં તેને થતો અનુભવ હતો કે માર્તક દેવ એ પાથરેલી કોઈ માયા હતી, એ સમજવું શૈલજા માટે કપરું હતું.

બાબા, આ શૈલજા. મે તમને વાત કરી હતી ને.

તમને મળવા માંગે છે.

તેજ એ માર્તક બાબાની પાસે જઈને તેમના કાન માં ધીમેથી કહ્યું.

શૈલજા નું ધ્યાન માર્તક દેવ બાબા પર પડ્યું.

અંદાજે ૬૫ વર્ષ ની ઉમર, ચેહરાને માથા પર એક પણ વાળ નહી. કાનમાં પેહરેલી બુટ્ટી, નાક માં લટકેલી નથ, ગરદનમાં શોભતી રુદ્રાક્ષ ની માળા, હાથની આંગળીઓમાં અલગ અલગ નક્ષત્રોની વીંટી, વિશાળ ચિંતામુક્ત રેખાઓ ધરાવતું કપાળ અને હંમેશા હસતો નિર્મળ ચેહરો.

એક કિન્નરને શોભે એવી આભા હતી.

શૈલજા આ આભા થી એટલી હદે પ્રભાવિત થઈ કે સીધું માર્તક દેવના ચરણોમા પાડીને પ્રણામ કર્યા.

બાબા એ માથામાં હાથ મૂકી આશીર્વાદ આપ્યા.

તેજ સ્તબ્ધ હતો.

શૈલજાનું આ રૂપ જોઈને તે નાટક કરી રહી હતી કે માર્તક દેવના વશમાં સપડાઈ રહી હતી, તેનો ખ્યાલ જ તેને ના આવ્યો.

શું સમસ્યા છે દીકરી?

એક જ વાક્યમાં બાબા એ સવાલ કર્યો.

મારી મમ્મી રાધિકાએ ભેદી સંજોગોમાં ૫ વર્ષ પેહલા આત્મહત્યા કરી હતી, પણ મને તે મર્ડર લાગે છે. છેલ્લા ૫ વર્ષોથી હત્યારા ને શોધું છું અને બાબા મને શંકા છે કે તેની પાછળ તમારો હાથ છે.

બેખોફ મિજાજ સાથે માર્તક દેવ બાબાની આંખોમાં આંખો મિલાવીને શૈલજા એક જ વાક્ય માં બધું બોલી ગઈ.

તેજ ફરીથી સ્તબ્ધ થઈ ગયો.

સમીર પણ આશ્રમમાં અનુયાયી બનીને આવેલો. તે પણ આ ચર્ચા સાંભળી રહ્યો હતો.

શૈલજા જ્યારે આ વાક્ય બોલી ત્યારે તેજ અને સમીર બંનેના પગની નીચેથી જાણે જમીન સરકી ગઈ. આટલી બધી બહાદુરી ની અપેક્ષા શૈલજા જોડેથી કોઈને ના હતી.

માર્તક દેવ બાબાના ચેહરા ના હાવ ભાવ બિલકુલ સ્થિર રહ્યા.

દીકરી તમારી તકલીફ સમજી શકું છું. મારા પર ઘણાને કેટલીય શંકાઓ છે. પણ શંકા હોવાનું કોઈ કારણ?

એજ નિર્મળ હાસ્ય સાથે બાબા એ સવાલ કર્યો.

મારી મમ્મી રાધિકા તમારા આશ્રમ જોડે આવેલી સ્કૂલમાં શિક્ષિકા હતી. તમે કેટલીય વાર એ શાળામાં ગયા છો. મારી મમ્મી ને તમારું વર્તન અજુગતું લાગતું. તમારી વિરૂધ્ધ શાળાના આચાર્યને ફરિયાદ પણ કરી હતી અને એક દિવસ ભેદી સંજોગોમાં તેની જોડે બનેલી આત્મહત્યા કે હત્યા જેવી ઘટના. કારણો પૂરતા છે શંકા માટે.

શૈલજા એ નિર્ભયતાથી જવાબ આપ્યો.

અરે એ રાધિકા બહેન.

જી બિલકુલ, તેમનો ચેહરો મને બરાબર યાદ છે. જીવનમાં દરેક વ્યક્તિ તમરાથી ખુશ હોય તે જરૂરી નથી, અને જે મારાથી ખુશ ના હોય તેને મારી નાખવાની મારામાં અસુરી પ્રકૃતિ નથી. મને તેમના મૃત્યનો અફસોસ છે પણ દીકરી એમના મૃત્યુ સાથે મારે કશો જ સંબંધ નથી.

ઉગ્રતા વિના શાંત શબ્દે બાબા બોલ્યા.

એ હું આ આશ્રમના પરિસરમાં આવી ત્યારે જ મને અનુભવ થઈ ગયો હતો કે અહી કઈ ખોટું થઈ જ ના શકે.

શૈલજા એ ૨ હાથ જોડીને કહ્યું.

તો તારે શું જોઈએ છે દીકરી?

માર્તક દેવ બોલ્યા.

પોતાની વિદ્યા અને ઊર્જાનો ઉપયોગ કરી તમે મને મારી મમ્મીના હત્યારા વિશે કોઈ જ માહિતી ના આપી શકો?

શૈલજા એ સવાલ કર્યો.

તું જે વસ્તુની અપેક્ષા કરે છે તેના માટે મારે કાળી શક્તિઓનો ઉપયોગ કરવો પડે તેમ છે,

અને આ શક્તિઓનો ઉપયોગ ઘણો વિનાશ સાથે લઈને આવે છે દીકરી.

આ શક્તિઓ તને જે વાસ્તવિકતા બતાડશે તે તને પસંદ ના પડી તો પછી તું શું કરીશ?

બાબા એ સવાલ કર્યો.

એનું પરિણામ ભોગવવા હું તૈયાર છું,

જે પણ વાસ્તવિકતા મને શક્તિઓ બતાવશે તે સ્વીકારવા પણ હું તૈયાર છું.

શૈલજા એ કહ્યું.

તમારા મમ્મી રાધિકા બહેનની એક તસવીર જોઈશે અને તમારા લોહી નું એક ટીપું.

પ્રયત્ન કરીશ કે એમનો સંપર્ક તમારી સાથે કરાવી શકું.

બાબા બોલ્યા.

તેજ અને સમીર મૂંગા મોઢે બધું જોઈ રહ્યા હતા.

જે પ્લાન સાથે તેવો આવેલા તે હવે બદલાઈ ચૂક્યો હતો.

આત્મા સાથેનો સંપર્ક થવાનો હતો. ડર તે બંનેના મનમાં હાવી થઈ ચૂક્યો હતો, સમીર તો રીતસરનો ધ્રુજી રહ્યો હતી.

તૈયારીઓ થઈ ગઈ.

રાધિકા બહેનના ફોટાને નિયત સ્થાને મૂકવામાં આવ્યો.

વિધિ શરૂ કરવામાં આવી.

શૈલજા ફોટાની સામે બેઠી.

શૈલજાની આંગળીમાંથી ટપકેલું લોહીનું ટીપું રાધિકા બહેનના ફોટા ની સામે રચાયેલી એક ગોળાકાર આકૃતિમાં પડ્યું, અને શૈલજા ને અચાનક કોઈકનો અવાજ સંભળાયો.

આંખોની સામે રહેલી રાધિકા બહેનની તસવીરમાં જાણે હલન ચલન થતું હોય તેવું તેને લાગ્યું.

શરીરમાં એક તીવ્ર ઝટકો અનુભવાયો અને શૈલજાની આંખો બંધ થઈ ગઈ.

આંખો બંધ થતાં જ શૈલજાને એક ૮ વર્ષ ની છોકરી દેખાઈ, તેની મમ્મી રાધિકા બહેનની સ્કૂલ દેખાઈ. સ્કૂલની પાછળ આવેલા ખેતરમાં ખાડો ખોદી રહેલું કોઈ એક વ્યક્તિ દેખાયું.

એ વ્યક્તિના હાથમાં સુંદર બાળકી હતી, તે છોકરીનો ચેહરો જોતા શૈલજા ગભરાઈ ગઈ, તે ચેહરો ખુશીનો હતો. ખુશીને એ ખાડામાં દાટી દેવામાં આવી એ દ્રશ્ય પણ શૈલજા ને દેખાયું અને જે વ્યકિત ખુશીને દાટી રહી હતી તેનો બિહામણો ચેહરો પણ દેખાયો અને છેલ્લે ગરદન માં ફાંસો લગાવતી પોતાની મમ્મી રાધિકા બહેનનો ચેહરો દેખાયો.

તે જોઇને શૈલજા જોર જોરથી ચીસો પાડવા લાગી, પોતાના હાથ પગ પછાડવા લાગી.

તેજ અને સમીર દોડી આવ્યા, તેમણે શૈલજાને સંભાળી.

થોડી વારમાં શૈલજા ભાનમાં આવી, તેને પાણી પીવડાવવામાં આવ્યું.

શું કર્યું છે તમે મારી શૈલજા સાથે? જો તેને કઈ પણ થયું તો તમને હું છોડીશ નહી!

ગુસ્સામાં તેજ માર્તક દેવની સામે જોઇને બોલ્યો.

એમના પર ગુસ્સો ના કરીશ તેજ. મને મારા બધા જ સવાલોના જવાબ મળી ગયા છે.

બાબા હું હંમેશા તમારી ઋણી રહીશ.

શૈલજા માર્તક બાબાની સામે જોઇને બોલી.

ખુશ રહેજે દીકરી, પણ યાદ રાખજે. આ શક્તિઓના ઉપયોગ પછી જાણેલા સત્યો હંમેશા જીવનભર કેટલાય દુઃખ આપશે. અને કુદરતના નિયમ જોડે કરેલી આ છેડછાડ તારે અને મારે બંને એ ભોગવવાની આવશે.

એટલું કહી બાબા ત્યાંથી નીકળી જાય છે.

શૈલજા તું ઠીક છે ને?

તેજ અને સમીર એ સવાલ કર્યો.

તેજ તે મને ગાયબ થયેલી પેલી છોકરી ખુશીનો ફોટો બતાવેલો એવો અદ્દલ ચેહરો મે આજે જોયો અને મને ખબર પડી ગઈ છે કે ખુશીની લાશ કયા છે.

મમ્મીની સ્કૂલ ની પાછળના ભાગે આવેલા ખેતરમાં તેની લાશ દફનાવવામાં આવી છે. તું ઝડપથી પોલીસની તારી ટીમ અને ફોરેન્સિક ને બોલાવ.

શૈલજા એક શ્વાસે બોલી ગઈ.

શૈલજા તને લાગે છે કે આપણે આ બાબા પર વિશ્વાસ કરવો જોઈએ? એણે તને વશમાં કરીને પણ આવું કોઈ દ્રશ્ય બતાવ્યું હોય?

સમીર એ સવાલ કર્યો.

ના સમીર. મને માણસને ઓળખવાનો ગુણ ઈશ્વરે આપેલો છે, મને પૂર્ણ વિશ્વાસ છે માર્તક દેવ બાબા પર”

તેજ તું જલ્દી કર, મમ્મી ના હત્યારાથી વધારે દૂર નથી આપણે.

શૈલજા બોલી..!

ક્રમશ: