R.j. શૈલજા - 3 Herat Virendra Udavat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

R.j. શૈલજા - 3

All the original rights of this novel belongs to the author Dr. Herat Udavat.
This book is published and available on amazon. I am putting this novel on matrubhartri platform for my beloved readers.
©

પ્રકરણ ૩: “ હત્યા કે આત્મહત્યા?

શૈલજા પોતાના ઘર તરફ પગલાં માંડે છે.

તેજની સાથેની તેની આ શોર્ટ ડ્રાઇવ ખુશીઓના ડોપામાઈન જેવી તેને લાગતી હોય છે. તેજના વિચારોમાં અલ્પવિરામ મૂકતો એક પ્રશ્ન તેના કાનમાં સંભળાય છે,

આવી ગઈ બેટા?

શૈલજાના ઘરઘાટી પ્રેમીલા બહેન શૈલજાની સામે ઊભા હોય છે.

તેજના વિચારોમાં શૈલજા ક્યારે પોતાના બંગલાના દરવાજા સુધી પોહચી ગઈ તેનો તેને ખ્યાલ જ ના રહ્યો.

દરવાજા જોડે પોહચતા જ તમામ ભૂતકાળની એ યાદો શૈલજા ની આંખોની સામે ઉભી થઈ જાય છે.

તેમણે જમ્યું?

શૈલજાએ પ્રેમીલા બહેન ને સવાલ કર્યો.

ના. જેલમાંથી આવ્યા ને આજે ૩ દિવસ થયા તેમ છત્તા અન્ન નો એક દાણો પણ મોઢે લગાવવા તેવો તૈયાર નથી.

નિસાસા સાથે પ્રેમીલા બહેન બોલ્યા.

શૈલજાના ચેહરા પર થોડીક ક્ષણો પેહલા રહેલું સ્મિત આકરી ચિંતાઓમાં ફેરવાઈ જાય છે. એ તમામ ચિંતાઓનો બોજ જાણે તેના પગ પર આવી ગયો હોય તેવો તેને આભાસ થાય છે. ઘરના દરવાજા થી અંદર ચાલવામાં એક એક પગલે શૈલજાને પીડાનો એહસાસ થાય છે. ભૂતકાળની તમામ યાદો તેની આંખોની સામે ભ્રમ રૂપે તરવરી રહી હોય છે. તેની મમ્મી રાધિકા આજે તેને ઘણું યાદ આવી રહી હોય છે. તેમના હસવાના અવાજ નો ભાસ શૈલજાને થાય છે, અચાનક તેને પોતાની મમ્મી રાધિકાનો ચેહરો દેખાય છે, તે એ ભ્રમ ને પકડવા દોડે છે અને અજાણતા પગ લપસે છે અને શૈલજા પડી જાય છે.

માથું ઉઠાવીને જોવે છે તો ઘરના ચોગાન માં સફેદ કપડાથી ઢાંકીને રાખેલી એક લાશ દેખાય છે, શૈલજા એ લાશ પર નું કપડું ધીરે થી હટાવે છે, અને તેની મમ્મી રાધિકાનો મૃત ચેહરો દેખાય છે.

એક ધ્રુજારી શૈલજા ના શરીર માં દોડી જાય છે તેના મોઢે થી એક તીવ્ર ચીસ નીકળી જાય છે,

મમ્મી નહીં.......!!

પ્રેમીલા બહેન દોડીને આવે છે, શૈલજાને સંભાળે છે. પોતાના ખોળા માં શૈલજા નું માથું લઈને વહાલથી તેના માથે હાથ ફેરવે છે.

બેટા તારી મમ્મી રાધિકા તો ક્યારનીય આપણને મૂકીને પરલોક જતી રહી. હું તારું દુઃખ સમજી શકું છું, પણ તું મક્કમ નહી રહે તો તારા પપ્પાને કોણ સંભાળશે?

પ્રેમિલા બહેનના ખોળામાં શૈલજા પોતાની મમ્મી ને યાદ કરી ડૂસકાં ભરી રહી હતી અને પ્રેમીલા બહેનની વાત સાંભળી રહી હતી.

થોડાક સમયમાં શૈલજા તેની ફરતે રચાયેલા એ ભ્રમના વમળોમાંથી બહાર આવે છે.

હિંમત કરી તેના પપ્પાના રૂમમાં પ્રવેશે છે.

પપ્પા, ૩ દિવસ થઈ ગયા. તમે કઈ ખાધું પણ નથી, તમારી દીકરી સાથે વાત પણ નથી કરી. એક આધાર સ્તંભ હું ખોઈ ચૂકી છું, બીજા સ્તંભને ખોઈ શકવાની હિંમત હવે મારામાં નથી.

બંને એટલું પોતાની જાતને સંભાળતા શૈલજા બોલી.

શૈલજાના દરેક શબ્દો તેના પિતા કિશોર ભાઈના મનમાં ઉતરી રહ્યા હતા.

તેને ખબર છે બેટા, તું જ્યારે નાની હતીને ત્યારે તને રેડિયો સાંભળવાનો ઘણો શોખ હતો. નાનપણથી જ તું કહેતી કે પપ્પા મારે પણ આ રેડિયોમાંથી બોલવું છે. હું મૂરખ તને તારી મમ્મી રાધિકા ની જેમ શિક્ષક બનાવવા માંગતો હતો. પણ રાધિકા હમેશાં તારા પક્ષમાં બેસતી. અરે કેટલીયવાર મારી જોડે ઝગડી હશે તને આર. જે. બનાવવાની વાતને લઈને. અને જે દિવસે તારો પેહલો શો હતો, ત્યારે રાધિકા ઘણી ખુશ હતી, આખા અમદવાદે તારો અવાજ સાંભળ્યો પણ તારી મમ્મી રાધિકા એ અવાજ ના સાંભળી શકી બેટા,

એ તારો અવાજ ન સાંભળી શકી...

ધ્રુસકે ધ્રુસકે કિશોર ભાઈ રડી પડ્યા, ૨ હાથ જોડી શૈલજાના પગ પકડીને બોલ્યા,

દીકરી, હું ગુનેગાર નથી,

મે મારી પત્ની રાધિકાને આત્મહત્યા કરવા માટે ક્યારેય મજબૂર નથી કરી. છેલ્લા ૫ વર્ષ થી જેલમાં દરેક દિવસ અને રાત્રે આ ખોટા આક્ષેપના ભાર નીચે હું જીવી રહ્યો છું. એટલી હિંમત પણ નથી કે પોતાનો જીવ લઈ શકું. રાધિકાએ કેમ આત્મહત્યા કરી ના તો એ પ્રશ્ન નો જવાબ આજે મળ્યો છે અને એણે સ્યુસાઈડ નોટમાં કેમ મારું નામ લખ્યું એ પણ મને આજ સુધી નથી સમજાયું.

કયા કારણે અને કોણે મારો સુખી સંસાર વિખેરી નાખ્યો શૈલજા...?

શબ્દો ની જગ્યાએ હવે ફક્ત કિશોર ભાઈના ડૂસકાં સંભળાઈ રહ્યા હતા.

પોતાના પિતાના આંસુ લૂછી તેમને સંભાળતા શૈલજા બોલી,

મને તમારા પર વિશ્વાસ છે પપ્પા,

મારી મમ્મી ની લાશનું દ્રશ્ય હું આજ સુધી નથી ભૂલી. તમે કદી મારી મમ્મી રાધિકાની આત્મહત્યાનું કારણ ના હોઈ શકો. મને વિશ્વાસ છે એ આત્મહત્યા નહી પણ હત્યા હતી. આત્મહત્યા ને હત્યા નું રૂપ આપી, અને તેનું કારણ તમને બનાવી આપણાં સુખી કુટુંબને બરબાદ કરવાનું આ કોઈકનું ષડયંત્ર જ હતું. છેલ્લા ૫ વર્ષથી હું તે વ્યક્તિની શોધમાં છું. તેને હું સજા અપાવીને જ જંપીશ.”

શૈલજા ની આંખોમાં આંસુ જરૂર હતા, પણ જીદ અને વિશ્વાસ પણ હતો. ન્યાય ની અપેક્ષા દૂર દૂર સુધી નહોતી પણ બદલાની ભાવના ઘણી તીવ્ર હતી.

ક્રમશઃ