All the original rights of this novel belongs to the author Dr. Herat Udavat.
This book is published and available on amazon. I am putting this novel on matrubhartri platform for my beloved readers.
©
પ્રકરણ ૫ : “પહેલો પ્રેમ..!”
૫ વર્ષ પેહલા,
૧૦ જાન્યુઆરી ૨૦૧૭,
સવારનો સમય.
“રાધિકા, જલ્દી બધી તૈયારીઓ
પૂરી કર. છોકરાવાડા હમણાં આવતા જ હશે.”
ઘડિયાળમાં ૧૦ વાગ્યા નો ટકોરો
થતા જ કિશોર ભાઈ બોલ્યા.
“તમને જપ જ નથી, ક્યારના ઘરમાં
ચાલ ચાલ કરો છો. શાંતિથી એક જગ્યા એ બેસી જાઓ, બધી જ તૈયારીઓ થઈ ગઈ છે.”
રાધિકા બહેન બોલ્યા
“શૈલજા બેટા, હજી કેટલી વાર?
જલ્દી તૈયાર થઈ જા. આજે તો ખાલી છોકરો જોવા આવવાનો છે, તને પરણવા નહીં.”
હસતા હસતા કિશોર ભાઈ બોલ્યા.
“મને કોઈ જ ઈચ્છા નથી આ છોકરાઓ
જોવાની, પપ્પા તમે મને ઈમોશનલ બ્લેકમેઇલ કરીને મનાવી છે. જો મને છોકરો ના ગમ્યો તો
તેના મોઢા પર ના પાડી દઈશ.”
ગુસ્સામાં શૈલજા બોલી
શૈલજાને લગ્ન કરવાની કોઈ ઈચ્છા
ન હતી, તેને તો રેડિયો જોકી બનીને અવાજ ની દુનિયામાં પોતાનું નામ ઉજાગર કરવું હતું,
પણ પપ્પા ની જીદના લીધે તેણે નમતું જોખવું પડ્યું.
“જોવું છું કે એવો તે કેવો
રાજકુમાર મારા માટે પસંદ કરવાના છે? આવવા દે એને એક વાર, એવા સવાલો પૂછીશ કે સામે થી
જ ના પાડીને જતો રહેશે.”
શૈલજા મનમાં વિચારીને હસી રહી
હતી.
વિચારોમાં વિગ્ન પડ્યું અને
ઘરનો ડોરબેલ વાગ્યો.
“ અરે આવો આવો કાંતિ ભાઈ,
આવને બેટા સમીર.”
કિશોર ભાઈ અને રાધિકા બહેન
એ મહેમાનોને આવકાર્યા.
બાજુ ના રૂમ માથી ત્રાંસી આંખે
શૈલજા એ સમીર ને જોયો અને પછી બસ જોતી જ રહી ગઈ.
જેવી રાધિકાની પર્સનાલિટી હતી
તેવી રીતે તેને પ્રપોઝ કરવા વાળા એક થી એક ચડિયાતા છોકરા તેને કોલેજ માં મળ્યા હતા,
પણ આજ દિવસ સુધી તેને કોઈ જ નહોતુ ગમ્યું. પણ સમીરને જોતા જ તે તેનામાં ખોવાઈ ગઈ.
દરેક છોકરીના મનમાં, સબકોન્સિયસ
વિચારોમાં તેને ગમતા છોકરાની એક આકૃતિ રચાયેલી જ હોય છે. એ આકૃતિ એવી છે કે કદાચ તમે
એનું વિવરણ ના કરી શકો પણ જ્યારે એને અનુરૂપ કોઈ ચેહરો તમને દેખાય તો દિલ અને મગજમાં
એક ખૂણેથી અવાજ ચોક્કસ આવે કે યસ આ એજ વ્યક્તિ છે.
શૈલજા તો ના પાડવાની તૈયારી
સાથે જ બેઠી હતી પણ સમીરને જોતા જ તેના દિલમાં તેને જાણવાની, તેની સાથે વાત કરવાની
એક તીવ્ર ઉત્કંઠા સર્જાઈ.
ઔપચારિક વાતો બાદ વડીલોએ સમીર
અને શૈલજાને એકાંતમાં વાત કરવા મોકલ્યા.
અરેંજ મેરેજની લાક્ષણિક પેહલી
મીટીંગ શરૂ થવા જઇ રહી હતી. એમ તો શૈલજા બોલવામાં ઘણી ચપડ હતી પણ સમીરનો પ્રભાવ અજાણતા
જ જાણે તેના પર હાવી થઈ રહ્યો હતો.
“તમે શું ભણો છો?”
સમીર એ સવાલ પૂછવાની પહેલ કરી.
“ હું ફાઇનલ યર બી.એ. જર્નલિસમ
એન્ડ માસ કોમ્યુનિકેશન.”
એક જ લાઈનમાં શૈલજાએ જવાબ આપ્યો.
“ઓહ, ખૂબ સરસ. તો આગળ તમારો
ફ્યુચર પ્લાન?”
સમીરે વાત ને આગળ વધારતા કહ્યું.
“એમ તો રેડીઓ જોકી બનવાનું
મારું સપનું છે, પછી નસીબ જ્યાં લઈ જાય ત્યાં.”
હસતા હસતા શૈલજા એ કહ્યું.
“તમારું સપનું ચોક્કસ પૂર્ણ
થશે.”
સ્માઇલ આપતા સમીર એ કહ્યું.
“અને તમે શું કરો છો.?”
શૈલજા એ પૂછ્યું.
“હું ચાર્ટડ એકાઉન્ટન્ટ છું.”
સમીર એ ચા ના કપમાંથી ચૂસકી
લેતા કહ્યું.
“બરાબર, પછી પર્સનાલિટી જોરદાર
હોય જ ને..!”
શૈલજા બબડી.
“શું કીધું તમે?”
સમીર ઘુંચવાતા બોલ્યો.
“ ના ના , કઈ જ નહીં,
બાકી તમારે તો છોકરીઓના ઘણા
માંગા આવતા હશે કેમ?
મારો કેટલામો નંબર છે સર?”
હસતા હસતા શૈલજાએ પૂછ્યું.
“ ના ના એવું કંઈ જ નથી. હું
લગ્ન માટે એટલો તૈયાર જ ન હતો. આ પેહલું જ ઘર છે અને તમે પેહલા જ છો જેને હું મળવા
આવ્યો છું.”
સમીર એ નાનકડી સ્માઇલ આપીને
કહ્યું.
શૈલજા હસતા હસતા પોતાના વાળ
માં હાથ ફેરવી રહી હતી એટલામાં સમીર એ કહ્યું,
“અને મને એવું લાગે છે કે આ
છેલ્લું ઘર અને તમે છેલ્લી છોકરી હશો જેને લગ્ન માટે હું મળવા જઈશ..”
સમીર એ ચા નો કપ ટેબલ પર મૂકીને
કહ્યું.
“ફક્ત ૧૦ મિનિટમાં કેવી રીતે
તમે મને તમારા જીવનસાથી તરીકે નક્કી કરી દીધી?”
કુતૂહલતાથી શૈલજા એ પૂછ્યું.
“ખબર નઈ કેમ ,પણ કોઈક કનેક્શન
તમારી જોડે પેહલેથી હોય તેવો મને અનુભવ થાય છે. લાગણીઓ અને સંબંધોમાં કોઈ ગણિત કામ
નથી કરતું, મનમાંથી એક અવાજ આવે છે અને એજ અવાજને હું અત્યારે અનુસરી રહ્યો છું.”
સમીર બોલ્યો.
“અને જો હું ના પાડી દઉં તો?”
આંખો નચાવતા શૈલજા એ કહ્યું.
“તો એ તમારો નિર્ણય મને સ્વીકાર
રેહશે,
બંને બાજુથી પ્રેમ હોય તો મજા
આવે, શાહરૂખ ખાનના એ દિલ હે મુશ્કિલ ના એક તરફી પ્રેમ વાળા ડાયલોગ ને હું ક્યારેય ગંભીરતા
થી લેતો નથી.”
સમીર ની આ વાત પર શૈલજા ખડખડાટ
હસી પડી.
“ તમે ઘણા મજાના માણસ છો, પણ
મને થોડો સમય જોઈશે નિર્ણય લેતા પેહલા.”
શૈલજા એ થોડું ગંભીરતાથી કહ્યું.
“તે લેવો જ જોઇએ ને, તમારે
જેટલો સમય લેવો હોય તમે લેજો. હું તમારા નિર્ણય ની રાહ જોઇશ.”
સમીર એ સહજતાથી કહ્યું.
“તો પછી તમારી રજા લઈશ.”
શૈલજાની સામે જોઇને સમીર એ
કહ્યું.
“સમય મે તમને ઓળખવા માંગ્યો
છે, અને ઓળખવા માટે તમને મળવું જરૂરી છે.”
સમીર જતો હતો ત્યારે પાછળથી
શૈલજા એ કહ્યું.
“જી, ચોક્કસ,
તમે કહો ત્યારે.”
સમીર બોલ્યો.
“હા, પણ એના માટે આપણે નંબર
એક્સચેન્જ કરવા જરૂરી નથી?”
હસતા હસતા શૈલજા બોલી.
“ અરે સોરી, ક્યારેય કોઈ છોકરીનો
નંબર સામેથી માંગ્યો નથી એટલે મને થોડી શરમ આવી તમારો નંબર માંગવામાં.”
સમીર શરમાતા બોલ્યો.
“એટલે તમે શું કહેવા માંગો
છો કે હું કોઈ મોટી પ્રો પ્લેયર છું, મારે પણ કોઈ બોયફ્રેન્ડ નથી.”
શૈલજા ચિડાઈને બોલી.
“અરે ના ના.. સોરી.
પણ મારો એવો કોઈ મતલબ ન હતો.”
દુઃખી ભાવ સાથે સમીર બોલ્યો.
“તમે ઘણા ભોળા છો, હું તો તમારી
મસ્તી કરું છું.”
હસીને શૈલજા બોલી.
નંબર એક્સચેન્જ થાય છે, મુલાકાતો
વધવા લાગે છે. શૈલજાના મનના ઊંડાણ સુધી સમીર વસી ગયો હતો. તેને હવે વિશ્વાસ હતો કે
જે છોકરાની શોધ માં તે હતી તે સમીર જ હતો.
૧૪ ફેબ્રુઆરી ની એ રાત,
બંજારા કેફે,
રાતના ૯ વાગ્યા નો સમય.
“જેટલી વાર તને મળુ છું, એટલી
વાર પેહલા કરતા પણ વધારે સુંદર તું લાગે છે.”
હાથ માં ચોકલેટ બુકે સાથે સમીર
બોલ્યો.
“ફલર્ટ કરતા આવડી ગયું છે સાહેબ
ને હવે.”
શૈલજા એ કહ્યું.
“ આટલી હોટ, સુંદર અને દિમાગવાડી
લાઇફ પાર્ટનર મળી જાય તો બધું જ આવડી જાય.”
સમીર બોલ્યો.
“લાઇફ પાર્ટનર એમ? હજી મે હા
નથી પાડી.”
શૈલજા એ સમીર ની આંખોમાં જોઈને
કહ્યું.
સમીર એ પોતાના ખિસ્સામાંથી
રીંગ કાઢી અને પોતાના ઘૂંટણ પર બેસીને કહ્યું,
“મિસ શૈલજા, હું તમને મારા
લાઇફ પાર્ટનર બનાવવા માંગુ છું, જેટલો પ્રેમ ૨૫ વર્ષ ની ઉંમરે તમારા માટે છે એટલો જ
પ્રેમ ૭૫ વર્ષની ઉંમરે પણ અકબંધ રહેશે તેનું હું તમને પ્રોમિસ આપું છું. આઈ લવ યૂ સો
મચ.”
સમીરના આ પ્રપોઝલની શૈલજા આતુરતાથી
રાહ જોઈ રહી હોય છે. તેણે સમીર નો હાથ પકડી પોતાની તરફ ખેંચ્યો અને તેના પ્રપોઝલ ને
ખુલ્લા દિલે સ્વીકારતા પોતાના બંને અધર સમીરના અધર સાથે બીડી દીધા.
“આઈ લવ યૂ ટુ સમીર,
મારે પણ તને એક વાત કેહવાની
છે.”
સમીરના કાન પાસે પોતાના હોઠ
લઈ જઈને શૈલજા એ કહ્યું.
“શું?”
સમીર એ આતુરતાથી પૂછ્યું.
“હું ન્યુ એફ. એમ માં રેડીઓ
જોકી તરીકે સિલેક્ટ થઈ ગઈ છું. કાલે સવારે મારો શો છે. કાલે આખું અમદાવાદ મારો અવાજ
સાંભળશે.”
સમીર શૈલજા ની આંખો અને ચેહરા
પર ની ખુશી ને જોઈ રહ્યો.
“ શું વાત કરે છે શૈલજા?
તને ખૂબ ખૂબ અભનંદન. આનાથી
મોટી વાત બીજી કોઈ ના હોઈ શકે. આ વાત નું સેલિબ્રેશન થવું જ જોઈએ. કાલે આપણા બંનેની
ફેમિલી સાંજે મળીએ અને એક ભવ્ય ઉજવણી કરીએ.”
મોટા અવાજે સમીર બોલ્યો.
ખુશીઓ ક્યારેક પોતાની પાછળ
ઘણું મોટું દુઃખ લઈને આવે છે.
બીજા દિવસે શૈલજાની મમ્મી રાધિકા
એ કરેલી ભેદી આત્મહત્યા અને સ્યુસાઈડ નોટમાં લખેલું કિશોર ભાઈનું નામ એક નવી આફત લઈને
શૈલજાની જીંદગી માં આવ્યું. એક જ દિવસમાં શૈલજા અને સમીરની લવ સ્ટોરીમાં ૩૬૦ ડિગ્રીનો
ફેરફાર થઈ ગયો.
કિશોર ભાઈ ને હજી પોલીસ એ ગિરફ્તાર
કર્યા તેટલામાં જ સમીર ના પપ્પા કાંતિ ભાઈ નો શૈલજા પર ફોન આવ્યો,
“જે માણસે પોતાની પત્નીને આત્મહત્યા
કરવા માટે મજબૂર કરી હોય તેવા માણસની દીકરી મારા ઘર ની વહુ કદી ના બની શકે. આજ પછી
સમીર જોડે સંબંધ રાખવાનો કોઈ જ પ્રયત્ન ના કરતી.”
શૈલજા કઈ બોલે એ પેહલા તો ફોન
કટ થઇ જાય છે, અને એ કટ થઈ ગયેલા ફોનની સાથે જાણે સમીર સાથેનો શૈલજાનો સંબંધ પણ તે
જ ક્ષણે પૂર્ણ થઈ જાય છે.
“શું આટલો જ પ્રેમ હતો સમીર
ને મારા માટે? જેને હું ૭ ભવનો સાથી માનતી તેણે આ જ ભવમાં અમુક મહિનાઓમાં જ સાથ છોડી
દીધો. હું આટલી તકલીફમાં હતી, મે મારી માં અને બાપ એક સાથે ખોઈ દીધા તેમ છત્તા સમીર
નો એક ફોન સુધ્ધાં પણ ના આવ્યો.”
શૈલજા મનોમન વિચારી રહી હતી.
અને આજે ૫ વર્ષ પછી,
એ જ વ્યક્તિ ને, એ જ સમીરને
પોતાની સામે જોઇને શૈલજાના જૂના બધા ઘા તાજા થઈ ગયા.
“ જો એમની તબિયત ઠીક ના હોય
તો આ શો રેહવા દઈએ.”
સમીર એ ડિરેક્ટર ની સાથે વાત
કરતા કહ્યું.
“જી ના, મિસ્ટર કન્ટેસ્ટન્ટ.
મારી તબિયત બરાબર છે. હું મારા કામ માટે કમિટેડ છું, મારા કામને અધૂરું મૂકીને ક્યારેય
નથી ભાગતી. એ મારા સંસ્કારોમાં જ નથી.”
એક તીખા મજબૂત અવાજ સાથે શૈલજા
એ કહ્યું.
“ આ શો શરૂ કરવો જોઈએ.”
ઊભા થતા શૈલજાએ કહ્યું.
સમીર ને ખબર હતી કે આજે ઘણા
સવાલોના જવાબ તેને આપવાના હતા. પરસેવાની બુંદો તેના કપાળે બાજવાની શરૂ થઈ ગઈ.
ક્રમશ: