આગળ આપણે જોયું કે આદિત્ય અને માનસીના લગ્નની તૈયારીઓ જોર જોરથી શરૂ થવા લાગી હતી. સૌ કોઈ એના લગ્નમાં ભાગ લેવાના હતા. એમાંના એક હતા મયંક અને ક્રિતિકા. મને માનસી અને આદિત્ય ના લગ્નની તૈયારીઓ માટે એક સાથે એક જ ટાઈમે આવે છે.
" મારા ખ્યાલથી રિસેપ્શનનું ડેકોરેશન આવું હોવું જોઈએ. આ વધુ સારું લાગશે. "
" આવુ બેકાર ડેકોરેશન કોણ રાખે. માનસી સમજી જા કે આ લગ્નનો પ્રસંગ છે કોઈ બેબી શાવર નથી. આવા રમકડા લઈને આવી જાઓ."
" માનસી કહી દે આને કે આ રમકડા એ જીતવાનું ઇનામ છે "
" ઇનામમાં રમકડા કોણ આપે? અને આ ઇનામ તારું પસંદ કોને આવશે?" મયંક હસવા લાગ્યો
ક્રિતિકા ગુસ્સામાં આવી બધી વસ્તુઓ ત્યાં મૂકીને સાઈડમાં જઈ બેસી જાય છે. આદિત્ય આવે છે તો પૂછે છે શું થયું? માનસી આખી વાત જણાવે છે અને આદિત્ય ક્રિતીકા અને મયંક બંનેને બોલાવે છે. ક્રિતિકા પહેલા તમે મને તમારાં પ્લાન વિશે જણાવો.
" આપણા ઘરમાં રિસેપ્શન છે તો ઘરમાં નાના છોકરા પણ હશે જ ને? કોઈ નાના છોકરા છે આપણા ઘરમાં? "
" હા ઘણા બધા રિલેટિવ ના નાના છોકરાઓ છે ને " માનસી અને આદિત્ય બંને જવાબ આપે છે.
" હા તો મારો પ્લાન એ હતો કે આપણે એન્કરને બોલાવીએ. આપણને બહુ બધી કપલ ગેમ રમાડશે પણ તો એના નાના છોકરાનો આ રિસેપ્શનમાં આવવાનું શું ફાયદો? બસ એટલા માટે મેં વિચાર્યું કે આપણે થોડી ગેમ નાના છોકરાઓને પણ રમાડશું. તેઓમાંથી જે વિજેતા થશે તેને આ રમકડા આપીશું. હવે તમે નાના છોકરા ને કોઈ મોટી વસ્તુ આપો તો તે ખુશ નહીં થઈ જેટલા ખુશ તેને રમકડા મળવાથી થશે. "
" વાહ ક્રિતિકા વાહ બહુ મસ્ત પ્લાન છે તારો તો.... મને તો બહુ પસંદ આવ્યો. મયંક હવે તું તારા પ્લાન વિશે જણાવ. "
" મારો પ્લાન એ......... બસ મારો પ્લાન આવો જ હતો "
" તો ખોટું ના બોલીશ. થોડીવાર પહેલા તો તમારો પ્લાન સાંભળવા પણ નહોતો માનતો ને હવે બોલે છે મારો પ્લાન આવો હતો. તમારે છે ને પહેલા આની પાસેથી પ્લાન જાણી લેવો હતો. ખરેખર માં કોઈ પ્લાન હશે તો એ બોલશે ને!"
" એટલે તારો કહેવાનો મતલબ શું છે મારી પાસે કોઈ પ્લાન નથી. મને કોઈ પ્લાન કરતા નથી આવડતું. મને બરાબર રીતે આવડે છે તો તું મને ચેલેન્જ નહિ આપીશ. "
" મે તો ચેલેન્જ ની વાત પણ નથી કરી. તું તારી રીતે ચેલેન્જ લે છો . અને તો પ્લાનની વાત તો કરીશ જ નહીં. જોયો મેં તારો પ્લાન ગર્લફ્રેન્ડ વાળો..... બહુ સરસ હતો ને "
" એ કોઈ પ્લાન નહોતો આ તો તે મને કહ્યું કે મને કોઈ ન મળે એટલા માટે "
" હા તમે ખોટું શું કહ્યું. અફકોર્સ તારી સાથે લગ્ન કરવા માટે કોઈ રાજી નથી આ તો હું છું એટલે રાજી થાવ છું. "
" માનસી સાંભળ જો તારા લગ્ન આદિત્ય સાથે ના થતા તો તું મારી સાથે લગ્ન કરવા માટે રાજી થાત "
"હું...... "
" અરે હા તારી જ વાત કરું છું. આદિત્ય જો થોડીવાર માટે તમે આ વાતને સિરિયસલી નહિ લેતા પણ અમને વાત છે તો તમે ના હોત તો. બોલ માનસી હવે જલ્દી"
" ના હું રાજીના થાત કેમ કે જો તારી સાથે લગ્ન કરે તો મારા સૌથી બેસ્ટ ફ્રેન્ડ ખોઈ દેત. આમ પણ તો પ્યાર કરતા મારી સાથે દોસ્તી વધુ સારી રીતે નિભાવે છે. "
" જોઈ લીધું એ પણ તારી સાથે માત્ર દોસ્તી સુધી સંબંધ રાખવા માંગે છે. હવે તું જ વિચારી લે. ચાલો હું તો તૈયારી પર લાગી જાઉં છું " ક્રિતિકા હસતા હસતા બોલે છે
બંનેની તો તું મને આમ આખા ડેકોરેશન દરમિયાન જરૂર રહે છે.
વાર્તા વાંચી તમારા પ્રતિભાવ આપજો
~ પ્રિયા તલાટી