માનસી આદિત્યને પોતાના બેડ ઉપર સુવડાવી દે છે. આદિત્ય માનસી નો હાથ છોડતો જ નથી. માનસી આ જોઈ વધુ ચિંતિત થાય છે કે મારા ગયા પછી આદિત્ય નું શું થશે? મારા હિસાબે મારે આદિત્ય સાથે વધુ સંબંધ ન બનાવવા જોઈએ. જો હું તેનાથી દૂર થઈ જઈશ તો તે કોઈક બીજી છોકરી સાથે લગ્ન કરી લેશે. તેને કોઈક સાચવવા આવી મળી જશે અને તે મને ભૂલી જશે. આમ પણ હજી અમને મળ્યા નહીં કેટલા દિવસ થયા છે. મને ખબર છે પહેલી નજર ન પ્રેમને ભૂલવો આસાન નથી પણ હું જો કોશિશ કરીશ તો આદિત્ય જરૂર મને ભૂલી જશે. અને જ્યાં સુધી સવાલ રહ્યો મારો તો હું ક્યાં ઘણું જીવવાની છું. કાલ સવારે શું થાય ને હું આ દુનિયા છોડી જતી રહું. કાલ સવાર થતા જ વાહ મિશન પર કામ શરૂ કરી દઈશ.
બીજો દિવસ થાય છે. માનસી તેના દોસ્ત ને ફોન લગાવે છે. તેને આ બધી વાતની જાણ કરે છે. તેના દોસ્ત ના કહેવા અનુસાર તેણે આદિત્ય સાથે લગ્ન કરી લેવા જોઈએ. પણ આ માનસી આ વાતને માનતી નથી. તે તેના દોસ્તને આ પ્લાનમાં શામિલ કરી લે છે. તેઓ બંને થઈને આ પ્લાનને એક મુકામ આપે છે. સવાર થતા જ આદિત્ય જાગે છે. તે માનસીને શોધતો જ હોય છે ત્યાં માનસી અચાનક થી રૂમમાં આવી જાય છે. કાલ રાતની તે બધી વાત જણાવે છે. માનસી આદિત્યને કહે છે, " તમારો અને મારો એક થવું મુશ્કેલ છે. તમે કહો છો કે મારી ખુશીમાં જ તમારી ખુશી છે. તો આજે હું તમને એક વાત કહેવા માગું છું. હું એક છોકરો છે મારો દોસ્ત છે તેને પ્યાર કરું છું. અત્યાર સુધી આ વાત મેં તમને જણાવી નહોતી કેમ કે આ વાત વિશે મમ્મી પપ્પા રાજી ન હતા. મને કેન્સર થયુ ની જાણ થતા મમ્મી પપ્પા એ આ વાત વિશે મંજૂરી આપી દીધી. જ્યાં સુધી પણ હું જીવિત છું ત્યાં સુધી અમારી જિંદગી તેની સાથે વિતાવવા માગું છું. મારે દરેક ક્ષણ તેની સાથે પસાર કરવા માંગો છો. મારા જિંદગીના દરેક દુઃખ તેની સાથે વેચવા માગું છું. તે તેની જિંદગીની દરેક ખુશી મારી સાથે વેચવા માટે સહમત છે. મારા ખ્યાલથી હવે તમારે મારાથી દૂર થઈ જવું જોઈએ "
આદિત્ય માનસીને છેલ્લી ઈચ્છા કહે છે કે હું એ છોકરા ને જોવા માંગુ છું.
દ્રશ્ય 2
" તને શું લાગે છે કે કોઈ છોકરી મારી સાથે લગ્ન નહીં કરે. તું મને ચેલેન્જ આપે છે એમ હું પણ તને ચેલેન્જ આપું છું કે બે દિવસની અંદર હું તને મારી ગર્લફ્રેન્ડ દેખાડી દઈશ. "
" હા તો વાંધો નહીં હું પણ મારો બોયફ્રેન્ડ તમને બે દિવસમાં દેખાડી દઈશ. અત્યાર સુધીની કોઈ પણ ચેલેન્જ મે હારી નથી. તો તું હારવા માટે તૈયાર રહેજે "
બંને એકબીજાને ચેલેન્જ આપીને ઘરે જતા રહે છે. મયંક પોતાના દિલની વાત કહેવા આવ્યો હતો ક્રિતિકાને અને ક્રિતિકા પણ મયંક ની વાત સમજવા માંગતી હતી પણ અહીંયા તો કંઈક ઉંધા જ પાસા ફેકાઈ ગયા. એકબીજાને એકબીજાને ચેલેન્જ આપી દીધી. શું ખરેખર મયંક અને ક્રિતિકા પોતાના બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડને સાથે લઈને આવશે..
ક્રિતિકા આ વિશે વિચારતી હોય છે કે અત્યાર સુધીમાં મારો કોઈ બોયફ્રેન્ડ જ નથી. બોયફ્રેન્ડ તો છોડો બોયઝમાં કોઈ મારો ફ્રેન્ડ પણ નથી. અત્યાર સુધી મેં બધા બોયસ સાથે માત્ર પંગા જ લીધા છે. મારા ખ્યાલથી મયંક ની વાત સાચી હશે હું તેના કરતાં બહુ ખડુસ છું.જો મયંક તેની ગર્લફ્રેન્ડને લઈને આવી જશે તો.... નાના નાના......
. મયંક એની ગર્લફ્રેન્ડને લઈને આવું ન જોઈએ.... અરે એક મિનિટ..... મયંક એની ગર્લફ્રેન્ડને લઈને આવે કે ના આવે તેનાથી મને શું ફરક પડે છે. મયંક નહીં તો કોઈ બીજો... હવે મારા મમ્મી પપ્પા મારા લગ્ન કરાવીને જ માનશે ને... મારા માટે કંઈક સુશીલ છોકરો શોધશે ને...
તમને શું લાગે છે કે માનસીનો બોયફ્રેન્ડ ખરેખર માં છે? અને જો હા તો એ કોણ છે?
શું ક્રિતિકા તેના બોયફ્રેન્ડને મયંક ની સામે બે દિવસમાં રજૂ કરી શકશે?
~ પ્રિયા તલાટી