Do Dil mil rahe hai - 2 books and stories free download online pdf in Gujarati

દો દિલ મિલ રહે હૈ - 2

અરે જલ્દી કરો છોકરાવાળા આવતા જ હશે. એ લોકો એ છોકરીને જોઈ લે છે પણ એક વખત ગોળધાણા ખાઈ લે એટલે વાત પાકી થઈ જાય. માનસીને સરખી રીતે તૈયાર કરજો. છોકરો બહુ સારા ખાનદાનમાંથી છે. માનસી તૈયાર થઈ જાય છે. સ્મિતાબેન ને તો જાતજાતના ભગવાન બનાવી લીધા હોય છે. બહારથી ગાડીનો અવાજ આવે છે ત્યાં મહેન્દ્રભાઈ કહે છે, " આવો આવો! જય શ્રી કૃષ્ણ. કેમ છો મજામાં? " આટલું સાંભળતા આજે સ્મિતાબેન પણ અંદરથી આવે છે અને કહે છે, " જય શ્રીકૃષ્ણ કેમ છો મજામાં? "

સામેથી વળતો જવાબ આવે છે " હા બસ એકદમ મજામાં. તમે કેમ છો? મજામાં? "

મહેન્દ્ર ભાઈ અને સ્મિતાબેન કહે છે " હા, અમે એકદમ મજામાં. " થોડીવાર સૌ કોઈ વાતો કરે છે. સ્મિતાબેન માનસી અને મિતાલીને નાસ્તો લઈ આવવા કહે છે.. માનસી ઉપરથી નીચે સુધી સજેલી હતી. તેણે સાડી પહેરી હતી, કપાળમાં બિંદી, હાથમાં બંગડીઓ, કાનમાં મોટા ઝુમકા પહેર્યા હતા. આદિત્ય બ્લેક કલરના સૂટમાં આવ્યો હતો. તેઓ બંને નાસ્તો લઈને આવે છે. વાત પાકી જ થઈ ગઈ હોય છે એટલે એકબીજા મીઠાઈ ખાઈ મોઢું મીઠું કરાવે છે. મહેન્દ્ર ભાઈ અને સ્મિતાબેન કહે છે કે " છોકરાઓને કઈ વાત કરવી હોય તો તે માનસી ના રૂમમાં જઈ કરી શકે છે. "

આદિત્ય અને માનસી બંને ઊભા થઈ રૂમમાં જાય છે. મિતાલી બંનેને રૂમમાં લઈ જાય છે. થોડીવાર માટે રૂમમાં સન્નાટો છવાઈ જાય છે તો નીચેથી હસવાનો અવાજ આવે છે. છેલ્લે આદિત્યથી રહેવાતું ન હતું એટલે તેને માનસીને પૂછી જ લીધું, " તમને મેં એક બે વખત ડ્રેસમાં જોયેલા છે અને આજે તમે સાડી પહેરી છે. શું તમે જીન્સ ટોપ નથી પહેરતા? "

"ના, હું જીન્સ અને ટોપ નથી પહેરતી. મને સાદગી વધુ પસંદ આવે છે. મને આ ડ્રેસમાં જ કમ્ફર્ટેબલ લાગે છે."

" એ વાત તો બરાબર છે પણ શું તમે લગ્ન પછી પણ ડ્રેસ જ પહેરવાના છો? "

" હા લગ્ન પછી પણ હું ડ્રેસ અને સાડી જ પહેરવાની છું. "

" પણ મારે તો અવારનવાર કોર્પોરેટ ઇવેન્ટ માટે જવાનું જ હોય છે. મોટી મોટી બિઝનેસ પાર્ટીમાં કોઈ આવા કપડાં નથી પહેરતા. હું તમને આવી રીતે મારી સાથે નહીં લઈ જાવ. "

આટલું બોલે છે તે નીચેથી અવાજ આવે છે મિતાલી આદિત્ય માનસી ને નીચે લઈને આવ. તેઓ ત્રણેય નીચે જાય છે. આદિત્ય ના મમ્મી માનસીને સોનાની વીંટી અને ગળાનો ચેન આપે છે. માનસી આદિત્યના મમ્મી એના પપ્પાને પગે લાગે છે. આજે તેના મમ્મી પપ્પાના કહેવાથી આદિત્ય માનસીના મમ્મી પપ્પાને પગે લાગે છે. તેઓ ગોળ ધાણા ખાઈને પોતાના ઘરે જવા નીકળે છે.

માનસી આ વાતને લઈને મનમાં ને મનમાં મૂંઝાઈ રહી હોય છે. મિતાલીના આવતા તે બધી વાત તેને જણાવે છે. આ વાત જ્યારે તે મિતાલીને કરી રહ્યો છે ત્યારે તેમના મમ્મી સાંભળી લે છે. તેઓ માનસી અને મિતાલી બંનેને સમજાવે છે કે લગ્નમાં આવી અનેક બાધાઓ આવે છે. ઘણી વખત સાસુ સસરા ને વાત પસંદ નથી હોતી તો ઘણી વખત પોતાના પતિને અમુક વાત પસંદ નથી આવતી.

સાસુ સસરા ને વહુ સંસ્કારી જોઈએ છે તો અત્યારના છોકરાઓને પોતાની પત્ની મોર્ડન જોઈએ છે. તો જેની સાથે જ્યારે રહીએ તેવી રીતના તેની પસંદગી રહેવાનું. બિઝનેસ મિટિંગમાં જાઓ ત્યારે એવા કપડાં અને ઘરે હો ત્યારે એવા કપડાં પહેરવાના.

દ્રશ્ય 2

ક્રિતીકા ના ઘરે પણ મેહમાન આવવાની તૈયારી થતી હતી. ક્રિતીકા ના મમ્મી અને પાપા બંને અત્યાર ના જમાના પ્રમાણે વિચારતા હતા. મયંક ના મમ્મી અને પાપા પણ મોડર્ન હતા. તેમના હિસાબે દીકરી પોતાના પગ ઉપર ઉભી હોવી જોઈએ. સાથે સાથે તેને થોડું ઘર કામ પણ આવડવું જોઈએ. છોકરા વાળા આવવાની તૈયારીમાં જતા પણ ક્રિતિકાને એક અર્જન્ટ મીટીંગમાં જવાનું થયું. તે આ વિશે તેના પપ્પાને વાત કરે છે તો તેના પપ્પા હા પાડે છે પણ તેના મમ્મીને વાત વિશે ચિંતા થાય છે. તેના મમ્મી આ મીટિંગ કેન્સલ કરવાનું કહે છે. છતાં ક્રિતીકા જતી રહે છે.

મેહમાન આવી ગયા હોય છે. નાયરા અને અવિનાશ બંને ચિંતા કરતા હોય છે. ક્રિતીકા ને બોલાવવા માટે કહે છે તો આખી વાત જણાવે છે ત્યાં જ ક્રિતીકા પાછળ ના દરવાજે થી આવી જાય છે. તેની મમ્મી તેને ફોન કરી બોલાવી લે છે. તે બ્લુ કલર ના બિઝનેસ સૂટ માં હોય છે. તે બહુ જ સુંદર લાગી રહી હોય છે. મયંક એ પણ બ્લુ કલરનો બિઝનેસ સૂટ પહેર્યું હોય છે. બંનેની જોડી બહુ સુંદર લાગી રહી હોય છે. નાયરા - અવિનાશ અને મયંક ના મમ્મી પપ્પા ને વચ્ચે આ રિશ્તા વિશે વાત થઈ ગઈ હોય છે. મયંક ની આ લગ્ન વિશે હા હોય છે એટલે તેની પરમિશન લેવાની જરૂર ન હતી છતાં પણ નાયરા અને અવિનાશના કહેવાથી મયંક અને ક્રિતિકાને થોડો સમય સાથે વિતાવવા માટે તેના રૂમમાં જવાનું કહ્યું. તેઓ બંને રૂમમાં જાય છે.

બંને સાથે જ બોલી ઉઠે છે, " જુઓ "

ક્રિતિકા કહે છે, " અરે વાંધો ને હવે તમે જ બોલી લો "

મયંક વળતો જવાબ આપે છે, " હું એમ કહેતો હતો કે મારા માટે આ લગ્ન એક ડીલ છે. લગ્ન પછી આપણા બંનેને એકબીજાને પરમિશન લેવાની કોઈ જરૂર નહીં રહે. તમારે કંઈ પણ કરવું હોય તો તમે તમારી રીતે કરી શકો છો. મારી પાસેથી વધુ આશા ન રાખવી. હવે મારી સાથે લગ્ન કરવા તેના કરવા એ તમારી મરજી "

ક્રિતિકા કહે છે, " અરે વાહ સારું થયું તમે મને આ વસ્તુ પહેલા કહી દીધી. બસ હવે તો મારે તમારી સાથે જ લગ્ન કરવા છે. હું મારી મરજીથી ગમે ત્યાં છે તો શકીશ. મારા લગ્ન સંબંધ નિભાવવાની કોઈ જરૂર પણ નહીં પડે. આ તો મારા માટે સારામાં સારું છે. મને તમારી આ ડીલ મંજુર છે.

મયંક આ વાતથી હેરાન થઈ જાય છે. પણ તે આ વાતને ઇગ્નોર કરીને નીચે જાય છે. બંને નીચે જૈન લગ્ન માટે હા પાડી દે છે. એકબીજાને મીઠાઈ ખવડાવે છે અને મોઠુ મીઠું કરે છે.

કુછ ના હમારી થી તો
કુછ ના ઉનકી થી
પહોંચના તો એક હી મંજિલ પે થા
ફિર ભી રાહે દોનો કી જુદા થી

એક બાજુ માનસી અને આદિત્ય જ એકબીજાથી તદ્દન અલગ હોય છે. તમને શું લાગે છે માનસી આ લગ્ન માટે હા પાડશે? માનસી માટે તો તેમનો લાઈફ પાર્ટનર જ બધું હોય છે.

તો બીજી બાજુ ક્રિતિકા અને મયંક છે. બંને એક ડીલ થી જોડાવા જઈ રહ્યા છે. આ વિશે તેમના મમ્મી પપ્પાને કઈ જાણ નથી. શું તમને ખબર પડી જશે તો આ લગ્ન થશે?

એ જોવા માટે આગળ વાંચો," દો દિલ મિલ રહે હૈ, " અને કમેન્ટમાં જણાવવાનું નહીં ભૂલતા કે વાર્તા કેવી લાગી.
~ પ્રિયા તલાટી


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED