દો દિલ મિલ રહે હૈ - 4 Priya Talati દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દો દિલ મિલ રહે હૈ - 4

દ્રશ્ય 1
આગળ આપણે જોયું કે માનસી નશા ની હાલતમાં હોય છે. તે પોતાનું હોય ખોઈ બેસે છે. તેને કંઈ ખબર નથી હોતી. આદિત્ય તેની પાસે આવે છે અને તેને પકડીને સ્ટેજ ઉપરથી નીચે લઈ જાય છે. તેઓ બહાર જાય છે. બહાર જતા જ માનસી આદિત્યને ધક્કો મારી દે છે. આદિત્ય આ વાતથી હેરાન થઈ જાય છે. તે પહેલી વખત માનસીનો આવો બિહેવિયર જુએ છે.

માનસી રડવા લાગે છે ને જોર જોરથી કહેવા લાગે છે, " કોન્ગ્રેચ્યુલેશન આદિત્ય, ખૂબ ખૂબ બધાઈ હો તમને. તમે હવે મારી સાથે રિશ્તો ના રાખો તો પણ મને કોઈ વાંધો નથી. તમારી પ્રાર્થના ભગવાને સાંભળી લીધી છે. હવે તમારે આ રિશ્તા માટે ના નહીં કહેવી પડે. તમારા લગ્ન એક ભણેલી છોકરી સાથે થશે. એ તમારી સાથે તમારી બિઝનેસ પાર્ટીમાં, મોર્ડન કપડામાં આવી શકશે. "

આદિત્ય માનસીને વાત અટકાવતા બોલે છે, " માનસી મારા ખ્યાલથી તું અત્યારે નશામાં છો. તારે અત્યારે ઘરે જવું જોઈએ. ચાલ આપણે ઘરે જઈએ.

માનસી આદિત્યની વાત માનતી નથી, " અરે આદિત્ય આજે તો તમારા ફાયદાની વાત છે. આજે તો મારી વાત સાંભળી લ્યો પછી શું ખબર કે કાલે હું બોલી શકું કે નહીં... હું એક કેન્સર પેશન્ટ છું. મને આ વાતની અત્યાર સુધી ખબર ન હતી પણ હજુ મને ખબર પડી છે. હું હવે કેટલું જોઈએ કે મને પણ નથી ખબર.... પણ હા મને એ ખબર છે કે તમે આગળ ઘણું જીવશો. કોન્ગ્રેચ્યુલેશન ફરીવાર.

આદિત્યના તો હોશ ઉડી જાય છે. થોડીવાર માટે તે બહુ ડરી જાય છે પણ પછી તેને એવું લાગે છે કે માનસી નશા ની હાલતમાં છે એટલે તેના દિમાગમાં આવા બધા ખયાલ આવતા હશે. પછી તે તેને ઘરે મૂકવા જાય છે.

દ્રશ્ય 2

કૃતિકા સ્ટોર રૂમનો દરવાજો ઘણો ખખડાવે છે પણ અવાજ કોઈને સંભળાતો નથી. તે સફોકેશન ના લીધે બેહોશી ની હાલતમાં જતી રહે છે. બીજી તરફ મયંક તેને ઘરમાં બધી જગ્યાએ શોધી રહ્યો હોય છે. તે અચાનકથી સ્ટોર રૂમ તરફ જાય છે. સ્ટોર રૂમ તરફ કૃતિકા ના પગના નિશાન હતા. તેને એવું લાગે છે કે સ્ટોર રૂમમાં જરૂર ક્રિતિકા હશે. તે દરવાજો ખોલવાની કોશિશ કરે છે પણ દરવાજો ખુલતો નથી. તેને લાગે છે કે ક્રિતિકા સ્ટોર રૂમમાં નહીં ગઈ હોય કેમકે દરવાજો તો ઘણા સમયથી જામ થઈ ગયો છે.

સ્ટોર રૂમની બહાર જ કૃતિકા નો ફોન મળે છે. જ્યારે ક્રિતિકા સ્ટોર રૂમ તરફ જાય છે ત્યારે તેનો ફોન બહાર પડી જાય છે. મયંક કોઈપણ રીતે રૂમનો દરવાજો ખુલે છે. જેવો જ રૂમના દરવાજો ખુલે છે તો તેને ત્યાં ક્રિતિકા મળે છે. ક્રિતિકા બેહોશી ની હાલતમાં હોય છે. તેને કંઈ જ ભાન નથી હોતું. મયંક તેને તેડીને પોતાના રૂમમાં લઈ જાય છે.

તે ડોક્ટર ને ફોન કરે છે. ડોક્ટર આવે ત્યાં સુધીમાં મયંક ક્રિતિકા નો ધ્યાન રાખે છે. સફોકેશન ના લીધે ક્રિતિકાને શ્વાસ લેવામાં બહુ મુશ્કેલી થઈ રહી હોય છે. ડોક્ટર આવે છે અને ક્રિતિકા નો ચેકઅપ કરે છે. કલાક બે કલાકમાં ક્રિતિકાને હોશ આવી જશે એવું ડોક્ટર કહે છે જતા રહે છે. મયંક ક્રિતીકા માટે થોડો નાસ્તો બનાવે છે અને પોતાના કપડાં ક્રિતીકા ને પહેરાવે છે જેથી તેને કમ્ફટેબલ લાગે. ડૉક્ટર કૃતિકાના કપડાં બદલી આપે છે.

અભી તો શરૂઆત હુઈ હૈ પ્યારકી
ઔર સાથ મેં શરુ હોને સે પેહલે ખત્મ ભી હો ગઈ

પ્યાર કે બાદલ છા રહે હૈ
કી જા રહી એકદુજે કી ચિંતા
દેખના એ હૈ કૈસે મિલતે, "દો દિલ "

વાર્તા વાંચી તમારા પ્રતિભાવ અને સ્ટીકર જરૂર થી આપજો 🙏
પ્રિયા તલાટી