દો દિલ મિલ રહે હૈ - 5 Priya Talati દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 40

    " નુમ્બાસા મુંબાસા શહેરનો કુખ્યાત લૂંટારો છે. છળકપટથી તેણે મ...

  • આપા રતા ભગત

    આપા રતા ભગતમોલડી ગામમાં નળીયા ચારવા આવેલ કુંભાર ભગતના નિંભાડ...

  • ભાગવત રહસ્ય - 72

    ભાગવત રહસ્ય-૭૨   શમીકઋષિના પુત્ર-શૃંગીને ખબર પડી કે –પોતાના...

  • ઈશ્વરીય શક્તિ - ભાગ 2

    ઈસ્વરીય શક્તિજય માતાજી આપણે આજે વાત કરવી છે ઈસ્વરીય શક્તિ ની...

  • ડિજિટલ અરેસ્ટ

    સાયબર માફિયાઓનો નવો કિમીયો : ડિજિટલ અરેસ્ટડિજિટલ અરેસ્ટ : ઓન...

શ્રેણી
શેયર કરો

દો દિલ મિલ રહે હૈ - 5

આગળ આપણે જોયું તે માનસી ના કેન્સર વિશેની વાત સાંભળીને આદિત્ય થોડો ગભરાઈ જાય છે પણ તેને આ વાત પર વિશ્વાસ નથી આવતો. તે માનસીને લઈને તેના ઘરે મૂકી જાય છે. માનસી ના ઘરે બધાને આ માનસીના નશા વિશેની વાત ખબર પડે છે. માનસીની આ વાતથી બધા થોડા નારાજ હોય છે. મહેન્દ્રભાઈ આવે છે અને આદિત્યને થોડું ખીજાઈ જાય છે. તેમના પર વિશ્વાસ હોવાના લીધે તેમને માનસીને તેમની સાથે મોકલી હતી પણ માનસીને આવી નશાને હાલત જોઈએ તે થોડા ગુસ્સામાં આવી જાય છે. સ્મિતાબેન આવીને તેમને સમજાવે છે.

અંતે મહેન્દ્રભાઈ આદિત્યને જણાવે છે, " આ વિશે મેં તમારા મમ્મી પપ્પા સાથે વાત કરી લીધી છે. તેમણે તમને જણાવ્યું નહીં હોય એટલે હું જે તમને જણાવી દઉં કે માનસી અત્યારે કેન્સરના લાસ્ટ સ્ટેજમાંથી પસાર થઈ રહી છે. આ વાતની જાણ અમને પણ હજુ થઈ છે. તમારા મમ્મી પપ્પાએ આ રિશ્તો તોડી નાખ્યો છે એટલે હવે આપણા વચ્ચે જમાઈ અને સસરા વચ્ચે નો રિશ્તો નહીં રહે. અત્યાર સુધી તમે માનસી ને જ છે મદદ કરી તેના માટે હું તમારો આભાર માનું છું. તમારે ભવિષ્યમાં અમારા લાયક કોઈ કામ હોય તો જરૂર જણાવજો. "

આટલું બોલી મહેન્દ્ર ભાઈ એ તો દરવાજો બંધ કરી દીધો. સ્મિતાબેન પણ માનસીને પાસે તેના રૂમમાં જતા રહ્યા. આદિત્ય હજુ ત્યાં જ બહાર ઊભો રહ્યો. તેને શું કરવું ન કરવું તેની કશી ખબર ન પડતી હતી. તે મૂંઝવણ માં હતો. તે માનસીને પ્યાર કરે છે કે નહીં તેના વિશે હજી તે શ્યોર ન હતો. તે પહેલા માનસી ની સાથે લગ્ન કરવા માંગતો ન હતો પણ અચાનક થી જ તેને માનસી તરફ થોડો પ્યાર આવવા લાગ્યો . તેને થોડીવાર માટે આ એક અટ્રેક્શન લાગે છે. પણ પછી તે વિચારે છે કે આવું અટ્રેકશન તો તેને ક્યારેય નથી થયું.

દ્રશ્ય 2

ક્રિતિકાને હોશ આવે છે. તે જુએ છે તો તેણે મયંક ના કપડા પહેર્યા હતા. અને બાજુમાં મયંક ના ઘરમાં કામ કરવાવાળા આંટી ઉભા હતા. તે તેમને પૂછે છે કે, " મને અહીંયા કોણ લાવ્યું? મારા કપડા કોણે બદલાવ્યા? "

તેઓ જણાવે છે કે," તમને અહીંયા મયંક સર લાવ્યા છે. તમારા કપડાં કોણે બદલાવ્યા એ તો મને નથી ખબર પણ તમારા માટે આ ગરમાગરમ નાસ્તો તેમણે બનાવ્યો છે. તેમણે તમારે બેહોશ થતા જ તારા ડોક્ટરને ફોન લગાવ્યો.'

ક્રિતિકા મયંક ને બોલાવે છે, " મારા કપડાં કોણે બદલ્યા? "

મયંક જવાબમાં કહે છે, " ડોક્ટર આવ્યા હતા તેમણે જ કહ્યું કે અત્યારે તમે બેહોશી ની હાલતમાં છો એટલે તમારા કપડાં તેમણે જ બદલ્યા અને મેં મારા કપડા આપ્યા. "

ક્રિતિકાને થોડીવાર માટે સદમો લાગે છે. આ આટલું બધું અને એ પણ મયંકે એકલા એ કર્યું. મયંક ને તો આ બધી વસ્તુઓ બિલકુલ પસંદ ન હતી તોપણ તેણે મારા માટે કર્યું. તેને આ બધી વાત પર થોડી વાર વિશ્વાસ જ નહોતો થતો. મયંક એ પોતાના હાથે ક્રિતિકા માટે નાસ્તો બનાવ્યો હતો. કામ કરવાવાળા આંટી ના કહેવા અનુસાર કૃતિકા ને બેહોશી ની હાલતમાં જોઈ મયંકના પેસીના છૂટી ગયા હતા. તેઓ થોડી વાર માટે ગભરાઈ ગયા હતા.

ક્રિતિકાને થોડીવાર માટે મયંક સારો છોકરો લાગે છે પણ પછી તે વિચારે છે આ તો મમ્મી પપ્પા ના ડરથી તેણે આ બધું કર્યું હશે. તે થોડીવારમાં આ વાતને ભૂલી જાય છે. તમને શું લાગે છે શું ક્રિતિકા મયંકના આ પ્યાર ને ક્યારેય સમજી શકશે. આદિત્ય પોતાના દિલની વાત માનસીને કહી શકશે?

~ પ્રિયા તલાટી