દો દિલ મિલ રહે હૈ - 3 Priya Talati દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દો દિલ મિલ રહે હૈ - 3

દ્રશ્ય 1

માનસીના મનમાંથી હજી આદિત્ય એ કહેલી વાત ના વિચારો જતા નથી. એ હજુ આજ વાતને લઈને વિચારી રહી હોય છે એટલામાં જ સ્મિતાબેન અને મહેન્દ્રભાઈ બંને આવે છે અને માનસીને તૈયાર થવાનું કહે છે. માનસીને આદિત્ય સાથે એક પાર્ટીમાં જવાનું હતું. આ પાર્ટી આદિત્ય પોતાને રિશ્તો નક્કી થયો હોવાની ખુશીમાં પોતાના દોસ્તોને આપી રહ્યો હતો. આમ જુઓ તો આદિત્ય માનસીના પાર્ટીમાં લઈ જવાનો તો ઇચ્છતો પણ તે માનસીને દેખાડવા માંગતો હતો કે બધા કઈ રીતે પાર્ટીમાં રહે છે, કઈ રીતે બધા એકબીજા સાથે મળે છે, બધા કેવા કપડા પહેરે છે. ટૂંકમાં માનસીને એક બહેનજી સાબિત કરવા માંગતો હતો. આ વાત માનસીને ખબર જ હતી છતાં પણ તે હા પાડી દે છે.

સ્મિતાબેન અને મહેન્દ્ર ભાઈ ના કહેવા મુજબ તે પાર્ટી માટે પોતાનો ડ્રેસ ઓનલાઇન મંગાવે છે. મિતાલી માનસી ને મેકઅપ કરી દે છે. માનસી તૈયાર થઈ જાય છે. બસ પાર્ટીમાં જવાનો ટાઈમ થયો જ રહ્યો હોય છે. ત્યાં બહારથી કાર નો હૉર્ન મારવાનો અવાજ આવે છે. માનસી જલ્દી થી બહાર થાય છે. આદિત્ય પોતાની કારમાંથી બહાર પણ નીકળતો નથી. પણ જ્યારે તે કારનો કાચ નીચે કરીને જુએ છે તો તે જોતો જ રહી જાય છે.

તે થોડીવાર માટે મૂંઝવણમાં પડી જાય છે આ એ જ છોકરી છે જેને હું જોવા માટે ગયો હતો. માનસી કારમાં આવે છે અને કહે છે મોઢું તો બંધ કરો નહિતર મોઢામાં માખી જતી રહેશે. આદિત્ય માનસીના આ વાત ન કરી જવાબ આપી શકતો નથી. માનસી ઉપરથી નીચે એકદમ tiktop લાગી રહી હતી. બ્લેક કલર નો વન પીસ, પગમાં હાઈ હિલ, હોઠો પર લાલી, ઓપન હેર, કાનમાં અનોખા જ યરિંગ્સ, ગાલ પર ગુલાબી લાલી લહેરાતી હતી. આંખોમાં જવાની તો હિંમત જ ન હતી. તરતા આવડવું હોવા છતાં ડૂબી જ જાઓ તમે....

તેઓ બંને પાર્ટીમાં પહોંચે છે તો સૌ કોઈ માનસી તરફ જ જુએ છે. આદિત્ય પોતાના દોસ્ત પાસે જાય છે અને માનસી નો પરિચય કરાવે છે. આદિત્યના બધા જ દોસ્તો તેને કહે છે કે ભાભી તો તમે બહુ સારી ગોતી છે. અમને ખબર નથી કે ગામડાની છોકરીઓ પણ આટલી ખૂબસૂરત હોય છે. ઘણા લોકો માનસી તરફ બહુ જુએ છે. માનસી ને આ વાત ક્યાંક અંશે પસંદ નથી હોતી. પણ તે વાત કોઈને કહેતી નથી તે કમ્ફર્ટેબલ છે એવો બિહેવિયર કરી રહી હોય છે.

આદિત્ય થી આટલું પણ સહન ન થતું હતું તો તેણે વધુ એક ચેલેન્જ આપી દીધી. તેઓ માનસીને કહે છે કે, " આ મોડલિંગ કપડા પહેરવા અને પાર્ટીમાં આવી જવું આટલું જ પૂરતું નથી હોતું. પાર્ટીમાં આવીને દોસ્તો સાથે બે ડ્રિન્ક લેવી પડે છે. પણ હું તને વાત માટે ફોર્સ નથી કરતો મને ખબર છે તમારા ગામડામાં આવું બધું હોતું નથી "

માનસી આ વાતને બહુ સિરિયસલી લઈ લે છે અને શરાબ પી લે છે. ડ્રીંક કર્યા પછી તમારી પોતાના હોશ જ ભૂલી જાય છે. સ્ટેજ ઉપર જઈને નાચી રહી હોય છે. ખુબ મસ્તી કરે છે. આદિત્ય આ બધું જુએ છે તો તે પોતાનું દિલ ત્યાં જ ખોઈ બેસે છે. તે વિચારે છે કે ગામડાની છોકરી આટલી સુંદર લાગી શકે છે? ડ્રીંક કર્યા તો માનસી વધુ ખૂબસૂરત લાગી રહી હતી. આદિત્યના બધા દોસ્તો તેને ચીડવતા હતા. તે ખરેખર માનસી એક બહુ સારી છોકરી છે. શહેરની છોકરીઓ પણ તેની આગળ ઓછી પડે એમ હતી.


દ્રશ્ય 2

આજે મયંક ના ઘરે કોઈ ન હોવાથી મયંક ના મમ્મી પપ્પા ક્રિતિકાને ઘરે બોલાવી લે છે. ક્રિતિકાને મયંક ની સાથે થોડો સમય વિતાવવાનું કહે છે. જેથી મયંક ને જમવામાં પણ સરળતા રહે અને સથવારો પણ મળી જાય. એ બહાને બંને થોડો સમય વિતાવે અને એકબીજાને વધુ ઓળખે. નાયરા અને અવિનાશ પણ ક્રિતિકાને ઘરેથી સમજાવીને મોકલે છે કે તારે ત્યાં જઈને કોઈ પ્રોબ્લેમ ઊભી નથી કરવાની. મયંક જેમ કહે તેમ તારે કરવાનું છે અને ત્યાંથી કે બીજે નથી જવાનું. આજે તારે આખો દિવસ મયંક ના ઘરે જ રહેવાનું છે.

છોકરીતી કામેંગના ઘરે ન જાય તો નાયરા અને અવિનાશ બંને તરફથી તેને ડાટ પડે એટલે તેની પાસે બીજું કોઈ ઉપાય હતું જ નહીં. તે મયંક ના ઘરે જાય છે. મયંક ના મમ્મી પપ્પા ઘરે થી ગયા પછી મયંક ક્રિતીકા ને કહે છે કે તારે અહીંયા ન રોકાય તો તું જઈ શકે છે. ક્રિતિકા આખી વાત જણાવે છે કે, " હા તમે તો ચોક્કસ મને તમારા ઘરમાં થી કાઢવા જ માંગશો. પણ હું તમારે ઇન્ફોર્મેશન માટે જણાવી દઉં કે હવે આ ઘર મારું બનવાનું છે. હું આ ઘરની વહુ બનવાની છું એટલે જેટલો હક તમારો આ ઘર પર છે એટલો જ હક મારો પણ છે. એટલે હું અહીંયા થી ક્યાંય પણ નહીં જાવ. "

મયંક કહે છે, " હું તો તમને એટલા માટે કહું છું કે તમારે અહીંયા બોર થઈ જશો એટલે...... પણ રહેવા દો તમે અહીં જ રહી જાવ કેમ કે તમને તમારા ઘરમાં તે કાઢી મુકવામાં આવેલા છે મને એવું લાગે છે. તો હવે તમે આખો દિવસ જશો પણ ક્યાં રહી જાવ. "

ક્રિતિકા થોડી ગુસ્સામાં આવી જાય છે, " એનો મતલબ એમ છે કે તમને બધી વાતની જાણ છે છતાં પણ તમે મને ઘરમાંથી કાઢવા માંગો છો. અચ્છા હવે હું સમજી કે તમે મને બધાને વચ્ચે ખોટી પ્રુફ કરવા માંગો છો. "

મયંક કહે છે, " ઓ હેલો, મારી પાસે કોઈ એવો સમય નથી ખોટો તમને પ્રુફ કરવાનો. તમારી સાથે હોય તો રહો ના રહેવું હોય તો ના રહો તમારી મરજી.. "

ક્રિતિકા અને મયંક ની આ તું તું મેં મેં આમ ચાલ્યા જ રાખે છે. થોડીવાર પછી ક્રિતિકા બહુ બોર થઈ જાય છે. તે આખા ઘરમાં ચક્કર લગાવે છે. ચક્કર લગાવતા લગાવતા તે ક્યારે સ્ટોર રૂમમાં જતી રહે છે તેને ખબર જ નથી હોતી. તે સ્ટોર રૂમમાં જાય છે તો અચાનક થી જ સ્ટોર રૂમ નો દરવાજો બંધ થઈ જાય છે. આ વાતની જાણ કોઈને નથી હોતી.

થોડીવાર પછી મયંક નીચે આવે છે. તેને ક્યાંય પણ ક્રિતિકા નથી મળતી તો તેને લાગ્યું કે ક્રિતિકા તેના ઘરે જતી રહી છે. પછી તે વિચારે છે કે ક્રિતિકા આમ કહ્યા વિના તો ક્યાંય ના જાય. અને જો એ જાય તો કંઈક ને કંઈક કરીને જ જાય. તેના ઘરેથી તેને ઘરે ના આવવાની વોર્નિંગ આપવામાં આવી હતી એટલે અહીંયા જ ક્યાંક હશે. ક્રિતિકાને આખા ઘરમાં શોધે છે પણ તેને ક્યાંય નથી મળતી.

તમને શું લાગે છે આદિત્યનું દિલ માનસી પર આવી ગયું હશે? તેઓ બંને શું એકબીજાની નજીક આવી શકશે?

શું મયંક ક્રિતિકાને શોધી શકશે? તે ક્રિતિકા તેને ઘરે જતી રહી છે એ વિચારીને તે પોતાનું કામ કરવા લાગશે?

એક તરફ ચલ રહી હે પ્યાર કી આંધી
તો દુસરે તરફ ચલ રહી હૈ એક દુજે કે હોને કે ખ્વાઈશ
કંઈ ચલ રહા હે પ્યાર કા મોસમ
તો કંઈ ચલ રહી હે પ્યાર કે તુ તું મેં મેં

આગળ
~ પ્રિયા તલાટી