અમાન્ય વાસ્તુ માંગલ્ય.. - 4 Darshana Hitesh jariwala દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અમાન્ય વાસ્તુ માંગલ્ય.. - 4

બે અજનબી હૈયાને એકબીજાના હૈયાનું સરનામું મળ્યું,
લાગણીના બંધનને પ્રેમમાં બાંધી સાત ફેરાનું વચન મળ્યું..

થોડી વાર પછી ફરીથી ફોન આવ્યો.. ફરીથી તેને કહ્યું: "અંકલ, આંટીને ફોન આપો.."

આ વખતે હિમેશે સીમાને ફોન આપી દીધો..

હેલ્લો.. "કોણ?"

"આંટી, હું ઝરણા બોલું છું." હેપ્પી બર્થડે..

થેંક યું... પણ, ઝરણા... કોણ? હું તને નથી ઓળખતી..

"હું આરવની ફ્રેન્ડ છું.. અમે કોલેજ યુથ ફેસ્ટિવલમાં મળ્યાં હતા.. બે વર્ષથી અમે એકબીજાને ઓળખીએ છીએ..

કોલેજ યુથ ફેસ્ટિવલમાં!

આરવ અને તેનું ગૃપ યુથ ફેસ્ટિવલમાં આવ્યાં હતાં.. ત્યાં અમારી મુલાકાત થઈ..

"ઓહ!"

"આંટી, હું આરવની બેસ્ટ ફ્રેન્ડ છું.."

"ઓકે!"

ઓકે નહીં! હું તમને કંઈ રીતે સમજાવ, તમે સમજતા નથી! મારું કહેવું એ છે, "હું આરવની બેસ્ટ ફ્રેન્ડ છું.."

અરે, હું સમજી ગઈ કે તું આરવની બેસ્ટ ફ્રેન્ડ છે.. બે વર્ષથી તમે એકબીજાને ઓળખો છો.. ઇટસ ઓકે.. બીજું કશું કહેવું છે?

મેં તો તમને બર્થ ડે વિશ કરવા ફોન કર્યો હતો.. બીજું તમે આરવને જ પૂછી લેજો..

હિમેશે આંખોથી ઈશારો કરી પુછ્યું, "કોણ હતું?"

તમારા આરવની ફ્રેન્ડ હતી.. જેવી તેવી ફ્રેન્ડ નહીં, બેસ્ટ ફ્રેન્ડ હતી..

એટલામાં આરવનો વિડિયો ફોન આવ્યો..

બોલ દિકરા, બેંગલોરમાં ફાવી ગયું...

હા, ફાવી ગયું... બેંગ્લોર ઇસ અ વેરી નાઇસ સીટી..

"શું સુરતથી પણ સરસ છે?"

સુરત જેવી જ છે.. પણ સુરત એટલે સુરત..

ત્યાંનું જમવાનું કેવું છે?

"ઘર જેવું નહીં, પણ ચાલે!" હું ઘરે આવ ત્યારે શીરો બનાવી આપજે!

તારી બેસ્ટ ફ્રેન્ડને કહેજે.. તારી બેસ્ટ ફ્રેન્ડનો ફોન આવ્યો હતો..

હા, મારી પાસે જ નંબર લીધો હતો... તેને શું કીધું?

કંઈ ખાસ નહીં, પણ એ તારી બેસ્ટ ફ્રેન્ડ છે.. એવું વારંવાર કહેતી હતી.. "કોણ છે આ ઝરણા?" તુ તો છૂપો રૂસ્તમ નીકળ્યો!

તને નોકરી ને છોકરી બેઉં મળી ગયા.. મમ્મી હજૂ આ વિશે મેં કંઈ વિચાર્યુ નથી..પણ એ મારી બેસ્ટ ફ્રેન્ડ છે.. સવારે વહેલાં કોલ કરી ઉઠાડે છે.. તેથી હું મારી ટ્રેનિંગ પર સમય સર પહોંચી જાઉ છું.. મારી કેર કરે છે..

'દીકરા, સાચવીને પગ ભરજે, આ મિત્રતા પ્રેમમાં કયારે પરિવર્તિત થઈ જાય છે, એની ખબર નથી પડતી!"

ડોન્ટ વરી! "મમ્મી, એવું કશું નહીં થાય!"

"દિકરા, જયારે કોઈ કેર કરવાવાળું મળી જાય, તો પ્રેમ આપો આપ થઈ જાય છે!"

એનાં મનમાં શું છે? તે કદી જાણવાની કોશિશ નહીં કરી! "તને કોઈ વહેલા ચાર વાગ્યે ઉઠાડે, એનો મતલબ શું સમજુ!"

તમે જુનવાણી જેવા વિચારો નહીં કરો, એવું કશું થશે તો સૌથી પહેલાં હું તમને જ કહીશ..

આંટી, એવું કશું નથી! આ લોકોનું સેટિંગ છે... બંને એકબીજાને પ્રેમ કરે છે.. કલાકોના કલાક વાતો ચાલે છે, કયારે ક્યારે તો જમવાનું પણ છૂટી જાય છે.. પ્રેમે વચ્ચે આવી કહ્યું..

આરવે વાળમાં હાથ ફેરવતા કહ્યું: "મમ્મી,આની વાતોમાં નહીં આવો, આ તો કંઈ પણ બોલ્યાં કરે છે!"

આરવના પપ્પાએ કહ્યું: "ટ્રેનિંગમાં ઘ્યાન આપજે, જમવાનું સમયસર જમજે.. મોબાઈલમાં ઓછું રહેજે.. કાલે ફોન કરજે.. એમ કહી તેમણે ફોન કટ કર્યો..

હવે આરવની સાથે ઝરણાનો પણ ફોન આવવા લાગ્યો.. સીમા ખૂશ હતી. ઝરણા થોડી નાદાન હતી, પણ એની ઉંમર જ શું હતી! એની સામે આરવ સમજદાર હતો..

બંનેની મીઠી તકરાર એક દિવસ સીમા સુઘી પહોંચી ગઈ..

ઝરણાએ ફોન કરી કહ્યું: "આંટી, હું થોડાં મારા અને આરવના ફોટો શેર કરું છું, તમે સાચું બોલજો, હું વઘારે સારી દેખાઉં છું કે આરવ..

એમ કહી તેણે બંનેના ફોટો સેન્ડ કર્યાં.. ભૂલથી આ ફોટો હિમેશના નંબર પર સેન્ડ થયાં..

દસ મિનીટ પછી પાછો ફોન આવ્યો, "આંટી, તમે કામમાં વ્યસ્ત છો?" "હું તમને ડિસ્ટર્બ નથી કરતી ને?"

બિલકુલ નહીં...

"તો ફોટા જોઈ જવાબ કેમ નહીં આપ્યો?"

"ફોટો આવ્યાં હોય તો જ્વાબ આપુ! મારા ફોનમાં તો કોઈ ફોટો આવ્યાં નથી!"

"હું તમને થોડી વારમાં ફોન કરું!"

"જોયું તો આરવના મમ્મી પપ્પાનું ડી.પી. સરખું હોવાથી આરવના પપ્પાના ફોન પર ફોટો સેન્ડ થયા હતા."

તેણે ફરીથી ફોન કરી કહ્યું: "આંટી, ભૂલથી ફોટા અંકલને સેન્ડ થયા છે."

તું ચિંતા નહીં કર.. હું એમના ફોનમાં જોઈ તને કહું છું.. ફોન ચાલુ રાખજે.. તેને આરવ પાસે ફોન લઈ ફોટો જોયા.. અને ફોન હિમેશને આપી દીધો..

ત્યાં જ હિમેશના ફોન પર આરવનો ફોન આવ્યો.. તેને કહ્યું: "પપ્પા મમ્મીને ફોન આપો!"

એ તારી બેસ્ટ ફ્રેન્ડ સાથે વાત કરે છે..

"હું મારા ને ઝરણાના ફોટો મોકલું છું.. તેમ કહો કે અમારાં બંનેમાં કોણ સારું લાગે છે?"

હું મમ્મી પાસે થોડી વારમાં ફોન કરાવું છું..

ના.. મમ્મીને કહો, મારા ફોટા જોઈને હમણાં જ કહે,અમારામાં કોણ સારું દેખાય છે?

આ શું નાના છોકરા જેવી રમત માંડી છે? ફોન કર્યો છે તો સરખી વાત તો કર.. હું કાલનો તારા ફોનની રાહ જોતો હતો.. મને તો તુ ભુલી જ ગયો!

સોરી, પપ્પા હું શરત હારી જઈશ.. મમ્મીને ફોન આપો.. "પછી, નિરાંતે આપણે વાતો કરીએ!"

તારી મમ્મી તારી બેસ્ટ ફ્રેન્ડ સાથે વાત કરે છે.. તારી બેસ્ટ ફ્રેન્ડ મારી બેસ્ટ ફ્રેન્ડની ફ્રેન્ડ બની રહી છે!

એટલે જ કહું છું કે ફોન મમ્મીને આપો..

આથી હિમેશે સીમાને ઈશારો કરી, ફોન મૂકવા કહ્યું..

સીમાએ પણ ઈશારો સમજી કહ્યું: "હું તને ફોટો જોઈ થોડી વારમાં ફોન કરું છું.."

હિમેશે પોતાનો ફોન સીમાને આપતા કહ્યું: "લે આરવ સાથે વાત કર!"

"હા, દિકરા બોલ!"

મમ્મી મેં તમારા ફોનમાં અમારાં ફોટો સેન્ડ કર્યાં છે, અમારાં બંનેમાં કોણ સારું લાગે છે, એ કહો? એની મમ્મી એ મને સપોર્ટ કર્યો છે..

મને પણ તું જ હેન્ડસમ લાગે છે, મારો દીકરો મેચ્યોર અને સ્માર્ટ છે.. જ્યારે ઝરણા મને થોડી નાદાન લાગે છે.. તેનામાં ખૂબ બાળપણ ભર્યું છે.. તેને ખોટું નહીં લાગે એટલે તમે બંને જ સારા દેખાવ છો, એવું કહીશ..

બરાબર.. એટલે હું જ જીતીશ.. મારા ફોન પર ઝરણાનો ફોન આવ્યો છે.. તુ પપ્પા સાથે વાત કર..

આમ, સીમાએ હસતા હસતા વાતનું સમાધાન કર્યુ...

સીમા રાત્રે સુતી હતી ત્યારે અચાનક તેને ઠંડી ચડી.. હિમેશે તેને ત્રણ ચાર ગોદરા ઓઢાડ્યા, છતાં તેની ઠંડી ઉડી નહીં.. આથી તેને પંખો બંધ કર્યો.. સીમાને ઉંઘ આવી ગઈ.. પણ હિમેશની ઉંઘ ઉડી ગઈ..

તેને હોલમાં આવી ટીવી ચાલુ કર્યું.. ચેન વળતું નહોતું, એટલે મસાલો ઘસતા ઘસતા બાલ્કનીમાં ચેર પર બેઠો.. તેના મોઢા પર ચિંતા સાફ સાફ દેખાઈ રહી હતી..

એક તરફ સીમાને હવાની ઠંડી લહેરખી સ્પર્શી રહી હતી.. તેના બેડ રૂમના પડદા ઉડી રહ્યા હતા.. રાતનું અંધારું જાણે અમાસની અંધારી રાત જેવું હતું.. અચાનક તેની આંખો ખુલી ગઈ.. તેને આરામ ખુરશી હલતા જોઈ.. પોતાનું ઓઢવાનું કાઢી ખુરશી તરફ ચાલવા માંડ્યું.. ત્યાં આવી ઉભી થઈ.. જોયું તો વિકરાળ રૂપ ધરી કોઈ સ્ત્રી બેઠી હતી.. ઓચિંતી તેની નજર અરીસા પર પડી, આ જોઈ તેના મોઢા માંથી જોરથી ચીસ નીકળી..

આથી હિમેશ ઝડપથી પોતાના બેડરૂમમાં આવ્યો.. જોયું તો સીમા થર થર ધ્રુજતી હતી.. ઊંઘમાં જ લવારા કરતી હતી..

હિમેશ... હિમેશ.... મારી મદદ કરો.. જલ્દીથી મારી સ્ફટિકની માળા લાઓ.. મોરપંખ ને ગોમતી ચક્ર લાવો.. મારું સુરક્ષા કવચ લાવો.. આજે હું એને નહીં જવા દઉં.. ગાયત્રી મહામંત્રના કવચનો પાઠ કરો.. મારી નજર એના પર સ્થિર થઈ છે, મારા હાથમાંથી છટકવું હવે શક્ય નથી! એ એને કંઈ કરી શકશે નહીં! મેં મારી પકડ મજબૂત કરી લીધી છે..

હિમેશને મનોમન કંઈ ચિંતા સતાવી રહી હતી?
સીમાએ અરીસામાં શું જોયું હતું?
આ ઘટનાનો ભવિષ્યની કોઈ ઘટના સાથે સંબંધ હશે?

ક્રમશઃ બીજા ભાગમાં જલ્દી મળીશું...
જય શ્રીકૃષ્ણ
રાધે રાધે