અમાન્ય વાસ્તુ માંગલ્ય.. - 11 Darshana Hitesh jariwala દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અમાન્ય વાસ્તુ માંગલ્ય.. - 11

આ મંગલમાં મંગળનો પ્રભાવ છે,

ઓચિંતો હૈયે ઉછળતો ઘૂઘવાટ છે..

તેની ઉંઘ ઉડી ગઈ હતી, આથી તેને ડાયરી લખવાનું વિચાર્યું.. તે ડાયરી લઈ બાલ્કનીમાં આવી, તેને લખવાની શરૂઆત કરી.. "સર્વ મંગલ માંગલ્યે!"

ઈશ્વર, "તું સૌનું ભલું કરજે!" બસ, હું આટલી પ્રાર્થના કરીશ. અમારા જીવનમાં આવનારા વિઘ્નનો નાશ કરજે.

મોટા થઈ પારેવાંને ઉડી જતા, ખાલી માળાનો સૂનકાર દેખીને પારેવાંની ભીંજાતી પાંપણને કોણ દેખી શક્યું અહીં?

હૈયાની હસતી રમતી દુનિયામાં મનોમંથને વહેતી વેદના થકી, ભીંતરે ઉઠતાં તરંગોને કોણ રોકી શક્યું અહીં?

સીમાની આંખો ભરાઈ આવી.. પોતાનાં ખોળામાં ડાયરી મૂકી, આંખોમાં ભીનાશ ભરી આંખો બંધ કરી. વહેલી સવારના કારણે વાતાવરણમાં ઠંડક ભળી હતી. તેને બેઠા બેઠા જ ઝોકું આવી ગયું.

બેડરૂમમાં સીમાને ના જોતા હિમેશ બાલ્કનીમાં આવે છે. તેણે સૂતા જોઈ હળવેથી ડાયરી લઈ લે છે. ડાયરીમાં લખેલાં શબ્દો વાંચી તેની આંખો પણ ભરાય આવે છે, તેની નજર તેના ઘૂટાયેલા એક ના એક શબ્દ પર પડે છે. તેને સીમાના માથે હાથ ફેરવ્યો. અને તેની ઉંઘ ઉડી ગઈ..

મને લાગે છે કે તે ફરીથી કોઈ સપનું જોયું!

હા..

ગરમીમાં તે ત્રણ ચાર બ્લેનકેટ ઓઢ્યા હતા. એનો મતલબ  આ વખતે મુસીબત આંગણે આવી ગઈ છે.

આ સપનું મને કંઈ સમજાતું નથી.

કેમ?

મને મારી ભીંતરનો ડર જ સતાવે છે. આરવને દુનિયાની ભીડમાં ગુમાવી દેવાની બીક લાગે છે! તે નાનો છે. વળી, જિદ્દી પણ એટલો જ છે. પોતાની મનમાનીઓ જ કરે છે. આજે સત્તાવીસ તારીખ તો થઈ ગઈ છે. બે દિવસમા જતો રહેશે!

તને  ટ્રેનિંગમાં જતી વખતે પણ બીક હતી. અત્યારે પણ એ જ બીક છે.  તું ચિંતા નહીં કર. તે પરિસ્થિતી પ્રમાણે ઘડાઈ જશે!

નાના બાળકને ઘુંટાવીએ, એ રીતે માંગલ્ય શબ્દને ગંભીરતા ચીતર્યો છે. સર્વેનું મંગલ જ થશે, ચાલ હવે ચા મુકી દે. ત્યાં આરવ પણ બાલ્કનીમાં આવ્યો..

અરે, "તુ આટલો જલ્દી ઉઠી ગયો!"

હા, ભરૂચ જવાનું ટેન્શન છે. હજુ ત્યાં રહેવાની કોઈ સગવડ થઈ નથી. કોરોનને કારણે જલ્દીથી કોઈ ઘર ભાડે પણ મળશે નહીં, એક બાજુ સુરત અપ ડાઉન પણ થશે નહીં. આવા વિચારોને કારણે મારી ઉંઘ ઉડી ગઈ. "હું શું કરું?" કંઈ સમજાતું નથી!

તુ ચિંતા કરતો નહીં, બધુ ઠીક થઈ જશે. ચલો પહેલાં ચા નાસ્તો કરી લઈએ. પછી, "શું કરવું એ વિચારીએ?"

આજે ચારેય જણા વહેલા ઉઠી ગયા હતા. સીમા  સવારની દિનચર્યા પતાવી દઈ આરવનું બેગ પેક કરવા લાગી ગઈ..

આરવને પ્રેમનો ફોન આવ્યો.  તેને કહ્યું: "તારી ભરૂચમાં રહેવાની સગવડ થઈ ગઈ!"

ના, એના માટે હું ને પપ્પા ટ્રાઇ કરી રહ્યા છીએ. પણ કંઈ મેળ પડતો નથી! તારી સગવડ થઈ ગઈ..

હા, થઈ છે. મેં ખાસ એટલે જ ફોન કર્યો છે. મારા પપ્પાની ઓળખાણમાં અમે એપાર્ટમેન્ટમાં ઘર ભાડે રાખ્યું છે. તારી હા હોય, તો પછી એ મુજબ મારા ગૃપને વાત કરું!

હું પપ્પાને પૂછી કલાકમાં તને ફોન કરું..

સારુ.. થોડીવાર પછી મને ફોન કર.

તેને ઘરમાં જણાવ્યું તો સોહમે હા પાડી. પછી, પ્રેમના પપ્પાને ફોન કરી પૂછ પરછ કરી લીધી. આમ, આરવના રહેવાની સગવડ થઈ ગઈ. પ્રેમના પપ્પાએ ઘર જોયું હતું.  એટલે તેઓ પહેલી જૂને મળસ્કે ચાર વાગ્યે ભરૂચ જવા રવાના થવાના હતા. બે દિવસ તો જોત જોતામાં પૂરા થયા.

વહેલી સવારે સીમાએ નાસ્તાનું બેગ પેક કરી આપ્યું. ઘ્યાન રાખી તેની દરેક વસ્તુ લેવાનું યાદ કરાવ્યું. પછી સલાહ આપી કહ્યું: "માસ્ક પહેરીને બહાર જજે, થોડી થોડી વારે હાથ ધોવા, લોકોથી સોશિયલ ડિસ્ટન્સ રાખજે, હુંફાળું પાણી પીજે.

તેની નજર ઉતારી અને હાથે ક્ષેત્રપાળ દાદાનો દોરો બાંધ્યો. જો દિકરા કંઈ પણ જરૂર પડે તો તરત જણાવજે. સુરતથી ભરૂચ દૂર નથી. તુ ફોન કરશે ને અમે હાજર થઈ જઈશું. આ શાશ્વત કવચ તારી રક્ષા કરશે..

ફાયનલી આરવ પગે લાગી ઘરની બહાર નીકળ્યો. ત્યાં પહોચી ફોન  કરવાનું ભૂલતો નહીં. જય શ્રીકૃષ્ણ..

જય શ્રીકૃષ્ણ. મમ્મી..

આરવના પપ્પા તેને સુરત રેલ્વે સ્ટેશન મૂકવા ગયા.

પ્રેમના પપ્પાને મળી વાતચીત કરી. આરવને તેમની ગાડીમાં બેસાડી તેઓ ધરે આવવા રવાના થયા.

આ દરમિયાન સીમાને ઉંઘ આવી ગઈ. આંખો ખુલી તો અચાનક તેનો શ્વાસ રુંધાવા લાગ્યો. મોંઢા માંથી અવાજ પણ ગાયબ થયો.. તે પડખું ફરીને ઉઠવા ગઈ, પણ તેનું શરીર અક્કડ થયું. તેને બોલવાની કોશિશ કરી, પણ તેનો પ્રયત્ન ફેલ થયો. તેને કોઈ નેગેટિવ ઊર્જાનો આભાસ થતો હતો. એ ઊર્જા ઘણી શકિતશાળી હતી. તેણે ફરીથી ઉંઘમાં સરી ને ઉંઘમાં વિશાળકાય આખલો જોયો.. તેને જબરજસ્તી પોતાની પીઠ પર બેસાડી લઈ જવા માંગતો હતો.. તેને પરસેવો વળી ગયો. અને અચાનક તેના મોંઢામાંથી નીકળી ગયું હે! પ્રભુ મારી રક્ષા કરો. આ દુષ્ટ આખલાથી મારું રક્ષણ કરો. મદદ કરો. મને મદદ કરો. આ સાથે દેવી પાર્વતીએ ઝડપી દોડતાં આખલા તરફ ગતિ કરી. મહાકાળી માંનું અતી રૌદ્ર સ્વરૂપ  રૂપ ધર્યું.  તેની પીઠ પર બેસતાની સાથે તેનાં શીંગડા પકડી લીધા.  સીમાના બરડામાં જોરથી મુક્કો માર્યો ને સીમાની શ્વાસોમાં શ્વાસ આવ્યા. તેની આંખો ખુલી ગઈ. તેના મોંઢામાંથી અવાજ પણ નીકળી રહ્યો હતો. આ વિચિત્ર સપનાને ભૂલવું તેનાં માટે અશક્ય હતું. કારણકે તેને સપનાંની એક એક વાત યાદ હતી. આ સાથે ડોર બેલ વાગ્યો ને, તેણે ઉઠી દરવાજો ખોલ્યો. સાડા પાંચ થયા હતા એટલે બંને સૂઈ ગયા.

મંદિરની રણકાર અને મસ્જિદની અઝાન, આ એ શહેર જ્યાં બંને અવાજો એકસાથે સંભળાય છે, અહીં હિંદુ અને મુસ્લિમ બંને સમાજના લોકો રહે છે.. ભૃગુ ઋષિના આશીર્વાદથી ફલિત થયેલું શહેર ભારું કચ્છ (ભૃગુ કચ્છ) એટલે નર્મદા નદી કિનારે આવેલું સમૃદ્ધ શહેર ભરૂચ શહેર... આ એ કર્મ ભૂમિ છે, જ્યાં લાખો લોકોના સપના પૂરા થાય છે.

સુખી થવા ઘરનું વાસ્તુ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. જો ઘરનો વાસ્તુ દૂષિત હોય, તો માણસ હેરાન પરેશાન થઈ જાય છે. ગોલ્ડન બ્રિજ પૂરો થતાંની સાથે ભરૂચમાં પ્રવેશ કર્યો. અને આખરે ૧૩, નંબર માંગલ્ય એપાર્ટમેન્ટ, પેન્ટ હાઉસ વીથ ટેરેસ તેમની ડેસ્ટીનેશને પહોંચી ગયા. આ ઘર ફોટો ગ્રાફ કરતા પણ વધારે ટોપ કન્ડીશન હતું. પ્રેમના પપ્પાને કામ હતું, એથી તેઓ નીચે ડ્રોપ કરી જતાં રહ્યા.

પ્રેમ, આરવ અને રાકેશ સૌથી પહેલા પહોંચી ગયા હતા. થોડી વારમાં તુષાર અને વિકી પણ પહોંચી ગયા.

આમ, તો એક જ કંપનીમાં કામ કરતા હતા. પણ દરેક અલગ ગૃપના હતા.. દરેક પોતપોતાનો પરિચય આપ્યો.. સૌથી પહેલા પ્રેમે કહ્યું: "હું પ્રેમ પાટીલ ગોડાદરાથી, પછી આરવે કહ્યું: હું આરવ જરીવાળા કતારગામથી, રાકેશ શીંદે અલથાણથી, તુષાર પટેલ વેડ રોડથી, વિકી પટેલ વરાછાથી."

પ્રેમ અને આરવમા અંડરસ્ટેન્ડિંગ સારું હતું. જયારે રાકેશ, તુષાર અને વિકીનો નેચર એકબીજામાં મેચ થતો નહોતો.. પ્રેમે કહ્યું, "હું અને આરવ ઉપરના રૂમને શ્યેર કરીશું. તમે ત્રણેય નીચેના રૂમો વહેંચી લો"

કેમ! તમે બે ઉપર ટેરેસ વાળો રૂમ લેશો,  અમે પણ ત્યાં જ રહેશું..

જેવી તમારી મરજી.. પણ ઉપર એક જ રૂમ છે. અહીં રહેશો તો ત્રણેયને અલગ અલગ રૂમ મળશે! 

તેઓ સમજવા તૈયાર નહોતા. તેથી આરવે કહ્યું: "જો મારી સેકન્ડ શિપ છે. વાત વાતમાં હમણાં અગિયાર વાગી જશે! એના કરતાં પાંચ નામની ચિઠ્ઠી ઉછાળી દઈએ!" પછી પોત પોતાનાં રૂમમાં જઈને આરામ કરીએ.

પ્રેમ, આરવ અને રાકેશ ત્રણેયને નીચે અને તુષાર અને વિકિનો રૂમ ઉપર આવ્યો. આમ, સમસ્યાનું સમાધાન આસાનીથી થયું.

પોત પોતાના રૂમમાં જઈને સમાન વ્યવસ્થિત ગોઠવી દીધો. આ ચક્કરમાં ધરે ફોન કરવાનું રહી ગયું. થાકને કારણે આરવને ઉંઘ આવી ગઈ.. આરવની છેક સાડા દસ વાગે ઉંઘ ઉડી.

સીમા ફોન કરી કરી ને થાકી પણ તેને ફોન ઉચક્યો નહીં, તેના મનમાં ફાળ પડી..

ક્રમશઃવઘુ બીજા ભાગમાં 

જય શ્રીકૃષ્ણ

રાધે રાધે