અમાન્ય વાસ્તુ માંગલ્ય.. - 5 Darshana Hitesh jariwala દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અમાન્ય વાસ્તુ માંગલ્ય.. - 5

નવો સૂર્યોદય થયો મનની મથામણો ઝંઝોળી દે,
કિરણોના સ્પર્શમાં ભ્રમની ભ્રમણાઓ છોડી દે.
.

મારી નજર એના પર સ્થિર થઈ છે, મારા હાથમાંથી છટકવું હવે શક્ય નથી! એ એને કંઈ કરી શકશે નહીં! મેં મારી પકડ મજબૂત કરી લીધી છે..

હિમેશે તેને ઝંઝોળી નાખી, અને તે ચોકીને સપનામાંથી બહાર આવી..

શું થયું? આમ, ગાંડાની જેમ શું કામ લવારા કરે છે? પાછું જોઈ ભૂતનું સપનું જોયું!

એ રડતાં રડતાં હિમેશને ભેટી પડી..

શાંત થઈ જા.. આ લે પાણી, પીને સૂઈ જા!

તેણે પાણી પીધું.. પણ તેની આંખોમાં એ ભયાનક ચહેરો રમ્યા કરતો હતો.. આથી તેણે કહ્યું, સાંભળો છો, તેમ આરવને ફોન કરો.. મારે તેની સાથે વાત કરવી છે.. મારું મન તેને જોવા ઈચ્છે છે..

જો સીમા એ થાકી ગયો હશે! વહેલી સવારે એનો ફોન આવશે જ! તું પણ આરામથી સૂઈ જા.. એ ત્યાં એકલો છે, એની ઉંઘ બગાડવી યોગ્ય નથી..

આમ કહી, તેને સીમાને રજાઈ ઓઢાડી.. જેવો લાઈટ બંધ કરવા ઉભો થયો..

સીમાએ તેનો હાથ પકડી કહ્યું: "મેં કોઈ ઘર જોયું! એ ઘરમાં હું કયારે પણ ગઈ નથી.. બારી પર સફેદ પડદા ઉડી રહ્યા હતા... રૂમની બહાર બાલ્કનીમાં આરામ ખુરશી હલી રહી હતી.. આથી મેં બાલ્કની તરફ ચાલવા માંડ્યું.. જોયું તો લગભગ એ ત્રીસ વર્ષની હતી! અચાનક તેનો ચહેરો બિહામણો બની ગયો.. હું મારી સ્ફટિકની માળા લેવા બાલ્કનીમાંથી ઘરમાં આવવા લાગી, ત્યાં એને મારો હાથ પકડી લીધો! અચાનક મારી નજર બાલ્કનીના મીરર પર પડી.. ત્યાં મેં આરવને જોયો.. તેને દાઢી વધારી દીધી હતી! તે ખૂબ ઉદાસ દેખાતો હતો..! ત્યાં રહેલી બીજી આત્મા સાથે વાત કરી રહ્યો હતો..

તેની નજર મારી પર પડી, તેને મને એ આત્માને બંદી બનાવવા ઈશારો કર્યો...

આ સમયે એકદમ ઠંડક અનુભવાતી હતી, એટલું જ નહીં, ભયાનક, અવાજો પણ સંભળાતા હતા.. ત્યાં આરવ કોઈ મુસીબતમાં નહીં હોય! મને ખૂબ ડર લાગે છે! મારે તેની સાથે વાત કરવી છે..

મેં તને પહેલાં પણ કીધું હતું કે આ આત્મા બાત્માના ચક્કર છોડ.. જેવાં વિચારો એવા સપનાઓ આવે, આત્મા મન ઘડત વાર્તનું રૂપ હોય છે..

તેમ સપનાને ક્યાંથી ક્યાં લઈ જાવ છો?

આવા સપના આવે એટલે પરિવાર પર મુસીબત આવે.. છેલ્લાં દસ વરસથી ચાલતું આવ્યું છે.. હું ઈચ્છું છું કે તું આ બધું બંધ કરે..

તમારો મતલબ એ છે કે હું જાણી જોઈને આત્માને મારી પાસે બોલાવું છું.. મારા વિચારોથી મને સપના આવે છે, તમે કેમ સમજતા નથી કે આ મને કુદરતે આપેલું વરદાન છે.. જેનાથી લોકોનું તો ભલું થાય છે, પણ સાથે સાથે આત્માને પણ મુકિત મળે છે..

તું પોતાનુ ભલું કર.. બીજાનું ભલું કરવા ઘણા લોકો છે! હું કહું તેમ જરા પણ કરવું નથી, મારું કયારેય માનવું નથી, બસ પોતાના મનનું જ કરવું છે.. દર વખતે બીજાનું ભલું કરવાથી પોતે જ હોળીનું નારિયેળ બને છે.. એ વાત સમજાતી નથી.. આ વાત ક્યારે સમજમાં આવશે!

જાણે મને કંઈ ખબર પડતી ના હોય, એવી વાતો કરો છો, હું કોઈ નાની બેબી નથી!

એ જ વાતનું દુઃખ છે, કે મોટી થઈ તો પણ સમજ આવી નહીં.. તારા પાગલપનની અસર આપણા છોકરાઓ પર પડી રહી છે.. તને આ સમજાતું નથી.. અને તારા સપનાઓથી હું કંટાળી ગયો છું.. તારાથી હું કંટાળી ગયો છું.. આજના જમાનામાં લોકો માણસની ભલાઈ નથી કરતા, ને મેડમને આત્માની ભલાઈ કરવાનો શોખ જાગ્યો છે.. તારા શોખ માટે હું મારા પરિવારનો ભોગ નહીં આપી શકું!

તમારા એકલાનો પરિવાર છે! મારો પરિવાર નથી! "મને આત્મા દેખાય એમા મારો શું વાંક?"

તું ઘરમાં બધાને બિવડાવા આવા નાટક કરે છે, ભૂત બુટ કંઈ હોતું નથી! ડાકણ પણ સાત ઘર છોડી વાર કરે છે.. અને તું અભણ જેવી વાતો કરે છે, ભણેલી ગણેલી થઈ અભણ જેવી વાતો કરે છે...

આજના વિજ્ઞાન યુગમાં બધા વૈજ્ઞાનિકો પણ આત્મા પર રિસર્ચ કરે છે, આજે કેટલાંય ડોકટરો પણ આ વિષય પર સંશોધન કરે છે.. વિજ્ઞાન કયારે ભૂતને માનતું નથી, તો શિવ મહાપુરાણમાં ભૂતોનું વર્ણન કેમ છે! આમ, તો જગત માં ભગવાન પણ કોઈએ જોયા નથી, છતાં એનો મહિમા ગવાયો છે.. જે સત્ય છે, એ જ શાશ્વત છે.. લોકો માને કે નહીં માને, પણ આત્મા સમયે સમયે મુકિત માટે પોતાની અનુભૂતિ કરાવે છે.. એની હાજરી નોંધાય એટલે છમકલાઓ કરે છે, તમે મને પાગલ કહો છો, મારાથી વધારે પાગલ તમારી મમ્મી છે, એને જ મારી જિંદગી બગાડી છે.. આ શરુઆત પણ ત્યાંથી જ થઈ છે!

આ સાંભળી હિમેશે તમાચો મારવા સીમા પર હાથ ઉઠાવ્યો, પણ હાથ પાછો ખેંચી લઈ બોલ્યો, "મારી મમ્મીને શા માટે પાગલ કહે છે?" "તારો દોષ બીજાના માથે શું કામ થોપે છે?" "મમ્મીને શા માટે વચ્ચે લાવે છે?"

અડધી રાત્રે મમ્મી પપ્પાનો અવાજ સાંભળતા ઓમની ઉંઘ ઉડી જાય છે.. આથી તે તેમના રૂમનું બારણું ખટખટાવે છે.. પપ્પા.. મમ્મી...

ઓમ.. તુ! શું થયું? અડધી રાત્રે અહીં?

પપ્પા હું પણ એ જ કહું છું.. આ રાત છે, દિવસ નથી! અડધી રાત્રે એવું શું થયું કે તમારો અવાજ બેડરૂમની બહાર આવે છે?

તું સૂઈ જા.. કંઈ જ થયું નથી..

તો, પછી અડધી રાત્રે આ ભવાઈઓ કેમ છે? આટલું મોટે મોટેથી કેમ બોલો છો?

મમ્મી, તું કંઈ કહીશ..!

કંઈ નહીં તું સૂઈ જા..

બંને પતિ પત્ની સરખા છે.. એમ બબડતો ઓમ પોતાનાં બેડરૂમમાં જઈ સૂઈ ગયો..

હિમેશ અને સીમા પણ પડખાં બદલી એક બીજાની વિરૂધ્ધ દિશામાં સૂઈ ગયા..

તેને આંખ બંધ થતાં ફરીથી એ જ સપનું આવ્યું.. તેને જાણી આશ્ર્ચર્ય થયું કે જે શકિત એની પાસે છે, એનાથી વધારે શકિત તેની પાસે છે.. તેની આંખો ફરીથી ખુલી ગઈ.. તે ઊભી રસોડામાં પાણી પીવા ગઈ.. તેનાં મનમાં વિચારની હારમાળા ચાલી રહી હતી, મને આજે કેવા વિચિત્ર સપનાઓ આવે છે! મારા દીકરાની ચિંતા થાય છે... ભગવાન એની રક્ષા કરજો..

તે દેવસ્થાન માંથી ચાંદીનો તાર અને ગોમતી ચક્ર લીધું, પોતાનાં ઓશિકા નીચે મૂકી, ભગવાનનું નામ સ્મરણ કરતાં સૂઈ ગઈ.. હવે તેને મસ્ત ઉંઘ આવી ગઈ હતી..

પક્ષીઓના કલરવ સંભળાતા સીમાની આંખો ખુલી.. તેને ત્રિકાળ સંધ્યાનો પહેલો શ્લોક બોલ્યો અને ભગવાનનો આભાર માનતા સવારની શરુઆત કરી.. ત્રણ ચાર કલાકની પૂરતી ઊંઘને કારણે તે રાતના સ્વપ્નને ભૂલી ગઈ.. તેનું મન હળવું લાગતું હતું..

હોલમાં જઈ બારીના પડદા અને બાલ્કનીનો દરવાજો ખોલ્યો.. આકાશે મીટ માંડીને જોયું તો, વાદળોથી ઘેરાયેલું આકાશ હતું..

કાળાં કાળાં વાદળો ને બુંદ બુંદ વરસતો વરસાદ હતો.. મણી વેલની ડાળીએ ઝૂલા ઝૂલી, પાંખો પટપટાવી બુંદોને માણવા અધીરી થતી ચકલીઓ! વારે વારે ભીંજાઈ બુંદો સાથે રમત રમવા આતુર થઈ, વરસાદને માણી રહી હતી!

વરસાદની આગોશમાં તરબોળ થયેલી પ્રકૃતિ,. પણ જાણે સોળે કળાએ ખીલી ઉઠી હતી! સૂરજના આછા કિરણોએ મેઘ ધનુષ રચી, કુદરતી સૌંદર્યને વધાર્યું હતું.. વહેલી સવારના આ સાક્ષાત્કારે સીમાનું મન મોહી લીધું.. અને એક પળમાં એ બધુ ભુલી ગઈ.. એક કપ ચા અને વરસાદને ભીતરમાં ભરી, એકાંતને માણી રહી હતી,

ત્યાં હિમેશ બૂમ પાડતા બાલ્કનીમાં આવ્યો, અને સીમા ઊભી થઈ ઘરમાં જવા લાગી.. હિમેશે તેનો હાથ પકડી રોકતાં કહ્યું: રાતે થોડું વધારે બોલાયું.. મને માફ કરી દે!

મારા શોખને લીધે તમારી ઉંઘ બગડી! માફી તો મારે માંગવી જોઈએ.. હું ચા લઈ આવ છું.. એમ કરી તે રસોડામાં જતી રહી!

પતિ પત્નીનો મન મોતાઉ કેવી રીતે દુર થશે?
સીમામાં એવી કંઈ શકિત હતી કે જેનાથી આત્માની મુક્તિ થતી હતી!
તેને સપનામાં એના કરતાં પણ વઘુ શકિત કોની પાસે જોઈ?

ક્રમશઃ
વધુ બીજા ભાગમાં..

જય શ્રીકૃષ્ણ
રાધે રાધે