અમાન્ય વાસ્તુ માંગલ્ય.. - 3 Darshana Hitesh jariwala દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અમાન્ય વાસ્તુ માંગલ્ય.. - 3

કિસ્મત કરાવે જ ખેલ માનવી સાવ અજાણ,
ભરોસો રાખી ડગ ભરે ઈશનો સાથ સુજાણ..

હજુ ટ્રેનિંગ માટે લેટર આવ્યો નહોતો.. એટલે બાને કહ્યું

બાને શારદાબેન પાસેથી જાણવા મળ્યું કે આજે એમ એસ સીના ફોમ ભરવાનો છેલ્લો દિવસ છે.. તેઓ મંદિરેથી ઉતાવળા પગલે ઘરે આવ્યા..

આરવ... આરવ...

"શું થયું મમ્મી..?"

"આજે એમ એસ સીના ફોમ ભરવાનો છેલ્લો દિવસ છે!" એને ખબર નથી પડતી! "તમે લોકો શું કરો છો?"

આ વિશે મને કંઈ ખબર નથી!

"આરવ ક્યાં છે?"

એ સૂતો છે!

બારણે દસ વાગવાના! થોડી વારમાં માથે સૂરજ તપશે! તું એને ઉઠાડ! તું જ એને બગાડે છે!

અવાજ સંભળાતા આળસ મરડી, પથારીમાં બેઠો થયો.. બા શું થયું? કેમ ગુસ્સો કરો છો?

આજે એમ એસ સીના ફોમ ભરવાનો છેલ્લો દિવસ છે. તે ફોમ ભરી દીધું?

ના..

આજે ફોમ ભરવાનો છેલ્લો દિવસ છે, ફોમ ભરતા દસ વખત નેટવર્ક પ્રોબ્લમ થશે! સમયસર ફોમ ભરી દે..

મારે ભણવું નથી, મારે નોકરી કરવી છે..

નોકરી રસ્તમાં પડેલી છે! ડિગ્રી આવશે, તો નોકરી મળશે, આમ દસ દસ વાગ્યા સુધી સૂઈને ટાઈમ શું કામ ખોટી કરે છે? વળી, મોબાઈલમાં આખો દિવસ ટાઈમ પાસ કરશે! જે કામ કરવાનું છે એ કામ કર! સમયની કોઈ કિંમત નથી!

મેં ઈન્ટરવ્યુ આપ્યું છે.. કન્ફર્મેશનની રાહ જોઉં છું..

સીમા તમે લોકોએ જ આને બગાડી મૂક્યો છે, હિમેશને આ વાત ખબર છે..

હા..

બા મારે ભણવું નથી.

આ ડિસ્કસ થઈ રહી હતી.. ત્યાં આરવના મોબાઇલ પર મેઈલ આવ્યો.. ટ્રેનિંગ માટે ચેન્નઇ જવાનું હતુ.. પાકા સરનામા સાથે ફાઇનલ તારીખ પણ હતી...

આરવે ખુશ થતા કહ્યું: "બા, જુઓ કન્ફર્મેશન લેટર આવી ગયો, હવે તો ખુશ થાઉં! લોકોને નોકરી નથી મળતી, ને લક્ષ્મી ચાંદલો કરવા આવે છે, ને તમે મોઢું ધોવાની વાત કરો છો..

બા થોડા નારાજ થયાં.. આરવના ભવિષ્ય માટે ખૂશ હતા.. પણ ચેન્નઇ જવાનું હતું, તેથી તેમના મનમાં થોડી ગભરાહટ હતી.. ત્યાંની ભાષા સાવ અલગ હતી, અજાણ શહેરમાં કોઈ મુસીબતમાં ફસાઈ જાય, એ ચિંતા થતી હતી..

બે દિવસ વિચાર્યા પછી તેમણે કહ્યું: "હિમેશ, તું આરવને ચેન્નઇ ટ્રેનિંગ સેન્ટર મુકી આવ!"

તમે શું કીધું!?

આરવને ચેન્નઇ ટ્રેનિંગ સેન્ટર મુકી આવ..

એના મામાને ત્યાં જવાનું નથી, ચેન્નઇ જવાનું છે.. એક ઉંમર પછી પોતાનો સંઘર્ષ જાતે જ કરવો પડે છે, એ કંઈ દૂધ પીતો છોકરો છે.. એ મેનેજ કરી લેશે! મને આરવ પર પૂરો વિશ્વાસ છે..

ટ્રેનમાં રિઝર્વેશન થયું નહિ, તત્કાલમાં બુકિંગ થતું હતું, રાતનો સમય અને લાંબી મુસાફરી હતી! આથી હિમેશે કહ્યું: "ટ્રેન કરતા પ્લેનમાં જવું વઘુ સારુ રહેશે, બે અઢી કલાકમાં તો ચેન્નઇ પહોંચી જશે! રાત્રે સારી ઊંઘ પણ થશે અને ટ્રાવેલિંગનો થાક પણ લાગશે નહીં, સાથે સાથે લગેજ પણ સચવાઈ જશે!

આ સાંભળી સીમાની બધી ચિંતા એક પળમાં દુર થઈ ગઈ.. ચાલો, જવાનું નક્કી થયું, હવે બે દિવસમાં પેકિંગ કરી લઈએ.. વસ્તુ લાવવા મૂકવામાં બે દિવસ ક્યાં નીકળી ગયા! એ ખબર પડી જ નહીં..

રવિવારે પાંચ વાગે એર પોર્ટ પહોંચવાનું હતું.. તેઓ સહ પરિવાર સમયસર પહોંચી ગયા.. પોતના દીકરાના નિર્ણય પર ખુશ હતી, પણ પોતાના દીકરાને દુનિયાની ભીડમાં ગુમાવી દેવાની બીક લાગતી હતી, એક માનું મન સતત ઈશ્વરને પ્રાર્થના કરતું હતું.. તેના મનમાં ઘણા વિચારો ચાલી રહ્યા હતા!

હવે લગેજ ચેક કરવાનો સમય થયો હતો, આરવે તેની મમ્મીને પગે લાગ્યું, સીમાએ લાગણી વશ થઈ તેને વ્હાલથી ચુમી લીધું.. તેની આંખો ભરાઈ આવી.. પ્રેમથી માથા પર હાથ ફેરવ્યો.. જય શ્રીકૃષ્ણ કહેતા કહ્યું: ત્યાં પહોંચી ફોન કરજે..

અચાનક આરવની મુલાકાત પ્રેમ સાથે થઈ, તેનાથી ઉંમરમાં બે ત્રણ વરસ મોટો દેખાતો હતો.. વાતચીત દરમ્યાન ખબર પડી કે તે પણ ચેન્નઇ જઈ રહ્યો હતો.. બંનેની મંજિલ પણ એક જ હતી, આ કોઈ ઇત્તેફાક હતો. સુરત એરપોર્ટથી જ બંનેની મિત્રતા થઈ ગઈ.. આ જોઈ સીમાનું લગભગ અડધું ટેન્શન દૂર થઈ ગયું. તેણે માતાજીનો પાર માનતા કહ્યું: ચાલો, અહીંથી જ સંગાથ મળી ગયો છે.. હવે મને કોઈ ચિંતા નથી..

છ વાગે પ્લેન ટેક ઓફ થવાનું હતું, સાડા પાંચ થયાં હતાં, એટલે બહાર ઊભા રહી છ વાગવાની રાહ જોવાતી હતી.. આરવે પ્લેનમાં બેસતા વિડિયો કોલ કર્યો.. પોતાના દિકરાને પહેલી વખત પોતાનાથી દૂર કર્યો હતો, એટલે સીમાને થોડું અઘરું લાગતું હતું.. પણ તેને હસતા જોઈ તેને મન મક્કમ કરી લીધું હતું..

સાડા આઠ વાગ્યે ચેન્નઇ અને અડધો કલાક હોટલ પહોંચતા થયો.. લગભગ સાડા નવ વાગ્યે આરવે ઘરે ફોન કરીને જણાવી દીધું...

એ દિવસે સીમાને બરાબર ઉંઘ આવી નહીં... પડખાં ફેરવતા ત્રણ વાગ્યા ..

હિમેશે સીમાને કહ્યું: હું ક્યારનો જોઉં છું કે તું આમથી તેમ પડખાં બદલે છે.. ઉંઘ નથી આવતી!

તમે પણ તો જાગો છો..

હા, પહેલી વખત આરવ આપણાથી દૂર થયો છે..

બીજે દિવસે વહેલી સવારે આરવે કહ્યું: આઠ વાગ્યે ટ્રેનિંગ રૂમમાં હાજર થવાનું છે..

તને સારી રીતે ઉંઘ આવી હતી ને!

હા.. ઉંઘ તો આવી ગઈ, પણ છ વાગ્યે ઉઠી, તૈયાર થઈ, બ્રેકફાસ્ટ કરી, બસ પકડી ટ્રેનિંગ સેન્ટરે પહોંચવાનું છે..

મારી ઉંઘ તો ઉડતી જ નહોતી, પણ પ્રેમે મને ઉઠાડ્યો.. નાસ્તો કરી લીધો, થયું તમારી સાથે વાત કરી લઉં! એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ એમ કરતાં એક અઠવાડિયું થયું.. એક દિવસ વાત વાતમાં આરવે કહ્યું: મમ્મી, એક અઠવાડિયાથી દુધ પીધું નથી! મને અહીંનું જવાનું ફાવતું નથી!

આ જ તો ટ્રેનિંગ કહેવાય, થોડાં દિવસ અઘરુ લાગશે! તું સુરત આવશે, ત્યારે તારું મનપસંદ જમવાનું બનાવીશ.. વીસ દિવસ થયા છે, હવે એક જ મહિનો બાકી છે, એ પણ જોત જોતામાં વિતી જશે! આ દિવસો તારી જિંદગીના યાદગાર દિવસો છે, બસ તુ આ દરેક પળને એન્જોય કર.. ચાલ, હવે ફોન મૂકું છું, તુ તારું ઘ્યાન રાખજે..

બીજે દિવસે સવારે દસ વાગે ફરીથી આરવે ફોન કરી કહ્યું: આજે અમે બેંગલોર જવા નીકળીએ છીએ..

બેંગલોર...

હા, ત્યાં કંપની પર પ્રેક્ટિકલી ટ્રેનિંગ આપશે..

સાંજે સાત વાગ્યાની ટ્રેનમાં અમે બેંગ્લોર જવાના છે..

તારો લગેજ ઘ્યાનથી પેક કરજે, તારા ડોક્યુમેન્ટ સાચવજે... રૂમ છોડતા પહેલા એક વખત ફરીથી બધુ ચેક કરી લેજે..

આમ, હીરો બેંગલોર જવા રવાના થયો.. બીજે દિવસે બાર વાગ્યે હોટેલ રૂમ પર પહોચ્યા, બપોરે બે વાગ્યે પ્લાન્ટ પર જવાનું હતું .. આથી સમાન એમનો એમ મુકી ફટાફટ તૈયાર થઈ બસ સ્ટેન્ડ પહોંચ્યા..

સીમાને વહેલી સવારે ચાર વાગ્યે આરવને ઉઠાડવાનું યાદ રહેતું નહોતું, પણ મોડો ઉઠવાવાળો જાતે ઉઠી તૈયાર થઈ જતો હતો..

એક રાત્રે હિનેશના ફોન પર કોઈ અન નોન નંબર પરથી ફોન આવ્યો! હિમેશ અંકલ બોલો છો!

હા, તમે કોણ બોલો છો?

આંટી છે! પહેલાં એ તો બોલો, તમે કોણ છો? કેમ મારી સાથે વાત નથી કરવી! આંટી સાથે જ વાત કરાય!

તેને ફોન કર કર્યો..

કોનો ફોન છે?

મને શું ખબર? મને કીધુ આંટી છે.. કોઈ છોકરી વાત કરે છે!

થોડી વાર પછી ફરીથી ફોન આવ્યો.. ફરીથી તેને કહ્યું: "અંકલ, આંટીને ફોન આપો..*

આ વખતે હિમેશે સીમાને ફોન આપી દીધો..

અનનોન નંબર પરથી ફોન કરનાર છોકરી કોણ હશે?
આરવની ટ્રેનિંગની સફર કેવી રહેશે!?
તે ટ્રેનિંગમાંથી ધરે ક્યારે આવશે?

ક્મશઃ બીજા ભાગમાં જલ્દી મળીશું..