કેટલાક ઋણાત્મક સંબંધો કુદરતી આત્મિક હોય છે,
જન્મો જનમથી આત્મા સાથે બંધાયેલા હોય છે..
લખેલા ત્રણેય શબ્દોનો ફોટો લીધો, પછી લેંસમાં ગુજરાતીમાં ભાષાંતર કર્યું.. આ શબ્દોના અર્થ હતા.. આ સ્પષ્ટીકરણ થતાં તેની આંખો ખુલી ની ખુલી રહી ગઈ..
ત્રણેય શબ્દો નહિ પણ ત્રણ નામ હતા.. ઓમ, આસમા અને રૂહાની.. સીમા આ શબ્દ વાંચી વિચારોમાં ઘેરાવા લાગી.. કારણકે તે આ ભાષા અને નામોથી બિલકુલ અપરિચિત હતી.. સીમાની સિક્સ સેન્સ કહી રહી હતી કે આરવ કોઈ મુસીબતમાં છે..
તેણે મનોમન ભગવાનને પ્રાર્થના કરી, હે પ્રભુ સૌનું સારું થાય! સૌનું કલ્યાણ થાય.. તમે મારા પરિવારની, ખાસ કરીને આરવની રક્ષા કરજો! એ એકલો ભરૂચમાં છે. એની સાથે રહેજો! આમ, તો મેં તેને શાશ્વત કવચ બાંધ્યું છે, છતાં આજે કેમ મારું મન બેચેન થઈ રહ્યું છે! વળી, અજાણ ભાષા અજાણ શબ્દો અને અજાણ શહેરમાં મારો દીકરો છે.. મને કંઈ સમજાતું નથી! રાત પડી ગઈ પણ સીમા વિચારોમાં ઘેરાયેલી જ રહી..બળજબરી આ વિચારો જાણે સીમાને ૨૦૧૯માં ખેંચી જાય..
એ દિવસ હું કયારેય નહિ ભૂલું! આરવની છેલ્લી પરીક્ષા અને સાંજે છ વાગ્યે રમેશ મામાના બારમાનું જમવાનું હતું.. ચાર વાગ્યા તો પણ આરવ કોલેજથી આવ્યો નહોતો.. સીમાને ચિંતા થઈ રહી હતી.. વળી, તે માનસિક રીતે ખૂબ થાકી ગઈ હતી, તેની વાર જોતા જોતા તેને ઊંઘ આવી ગઈ..
તેઓ થોડી વાર પછી મામાને ઘરે પહોંચી ગયા.. સૌથી મોડા જો કોઈ આવ્યુ હોય, તો તે સીમા અને આરવ હતા..
આથી, સીમાના સાસુએ કહ્યું: "કેમ મોડું થયું?" અડધા મહેમાનો જમી જમીને જતા રહ્યા.. તું આ ઘરમાં બેસ, ઉપર ખૂબ ભીડ છે,અહીં બાલ્કની માંથી પાંચમા માળે આવવાની સગવડ છે.. તું અને આરવ પાછળથી અંદર આવી જજો! આથી કોઈની નજરમાં નહિ આવો..
બા મને જ મોડું થયું છે, મમ્મીનો કોઈ વાંક નથી! અમે અહીંથી જ આવીએ છીએ.. કોઈ જોઈ જાય તો શું થશે?
તમારી વાર જોઈ તારા પપ્પા અને કાકા કાકી પણ અહીં જ છે.. એટલે કહું છું કે તેમ બધા પાછળથી ઉપર આવી જાવ..
એવું હોય તો, બા તેમ પણ અમારી અહીંથી ચાલો..
પહેલાં તો તેમણે ના પાડી, થોડી વાર પછી તેમણે બૂમ પાડી કહ્યું: "જાળી નીચી રાખજો.. હું પણ અહીંથી જ આવ છું..
પણ, એ પહેલા બધા પાંચમે માળે જવા નીકળી ગયા.. તેઓએ ઉપર આવવા જાળી ખોલે, તે પહેલાં જાળી ખુલી જાય છે.. અને તેઓ ત્રીજે માળેથી નીચે પડી જાય છે.. તેઓ જેવા નીચે પટકાય છે, અચાનક સીમાની નજર તેમના પર પડે છે.. તેના મોંઢામાંથી એક જોરદાર ચીસ નીકળી જાય છે. અને તેની આંખો ખુલી જાય છે!
તેણે ઘડિયાળમાં જોતા તેના કપાળે વળેલો પસીનો લૂછ્યો.. થોડી વાર તેના મનસે સપનું રમતું રહ્યું! ભર બપોરે કેટલું ખરાબ સપનું આવ્યું! છ વાગ્યા આરવ કેમ આવ્યો નથી? હજૂ તો એ વિચારે છે, ત્યાં આરવે ઘરમાં પગ મૂક્યો .
દિકરા, હું ક્યારની તારી વાર જોઉં છું, "આજે આવવામાં મોડું કેમ થયું?"
એક્ઝામ પછી કેમ્પસમાં ઓપન ઇન્ટરવ્યૂ હતું, લાસ્ટ યરના દરેક સ્ટુડન્ટે કમ્પલસરી એક કલાકનું પેપર આપવાનું હતું.. આટલા બધામાં ટોપ ટેનનું હોટલમાં ઇન્ટરવ્યૂ લેવાશે..
ઇન્ટરવ્યૂ.. કોઈ મલ્ટિનેશનલ કંપની છે?
હા.. જેવી તેવી નહિ, ફેમસ મલ્ટિનેશનલ કંપની છે..
ફેમસ મલ્ટિનેશનલ કંપનીમાં જોબ કરવું, આજે કેટલા લોકોનું સપનું હોય છે..
હા, મમ્મી, સપનું હોય છે.. પણ બધાનું નસીબ ક્યાં હોય છે?
શું ખબર તારું નસીબ જોર કરી જાય.. જો તારું સિલેક્સન થાય, તો આગળના ભણતરનું શું? પહેલાં ભણવાનું, પછી જોબ!
મેં નક્કી કરી લીધું છે, જોબ લાગશે તો હું ભણીશ નહિ, આવી ઓપોર્ચ્યુનિટી વારે વારે નહિ મળે!
એ પછી જોઈશું! અત્યારે તો આપણે મામાને ત્યાં જવાનું છે.. જલ્દી તૈયાર થઈ જા!
આ વાતના એક અઠવાડિયા પછી.....
અગિયાર વાગ્યાની સવારે હજુ તો આરવ પથારીમાંથી આળસ મરડી લિવિંગ રૂમમાં આવી લંબાવ્યું, ત્યાં તેના ફોન પર કોલ આવ્યો.. આરવ જરીવાળા બોલો છો..
"હા.. તમે કોણ?"
હોટલ તાજ ગેટવે પરથી કંપનીના એચ.ઓ. ડી. મિસ્ટર. મલિક બોલું છું.. ઇન્ટરવ્યૂમાં તમારું સિલેકસન થયું છે, માટે ઠીક બાર વાગે પહોંચી જાવ! લોકેશન અને એડ્રેસ વોટસઅપ કરી દીધું છે..
આથી ફાટફાટ ઊંઘમાંથી ઉઠ્યો, તેના ભાઈને ઇન્ટરવ્યૂ કોલ વિશે જણાવ્યું.. બંને ભાઈઓ પંદર મિનીટમાં તૈયાર થઈ, હોટલ તાજ પહોચ્યા.. ત્યાં જઈ જોયું તો ઇન્ટરવ્યૂ માટે લાંબી કતાર હતી.. થોડી વારમાં આરવનો નંબર આપ્યો.. તેને કોન્ફિડન્સથી ઈન્ટરવ્યુ આપ્યું..
આ વાતને બીજા પંદર દિવસ થયા.. આરવને લાગ્યું કે તે રિજેક્ટ થયો હશે!
મનમાં મૂંઝાતા તેની મમ્મીને કહ્યું: "પંદર દિવસ થયા તો પણ ઇન્ટરવ્યૂનો કોઈ જવાબ આવ્યો નથી!"
તો, શું થયું? હજુ આપણી ઉંમર ભણવાની છે, હવે એમ એસ સી માં ફોમ ભરી દે.. જોબ કરવા માટે ઉંમર પૂરી જિંદગી પડી છે! હતાશ થવાની કોઈ જરૂર નથી...
મારે નથી ભણવું, આ કંપનીમાં મારી જોબ લાગે તો મારે જોબ કરવી છે! તુ પપ્પા સાથે વાત કરી લે!
પપ્પાને કહીશ તો, મને ભણવાનું જ કહેશે! મને આ કંપનીમાં જોબ કરવી છે, આવો મોકો ફરીથી મળશે નહિ! બે વર્ષ ભણું, એનાથી વઘુ અનુભવ મને આ નોકરીમાં મળશે! મમ્મી મારા ગ્રુપમાં એવા લોકો પણ છે, જે ભણેલાં બેરોજગાર છે.. મને અહીં મારું ફ્યુચર દેખાય છે! પપ્પાને તમારે જ કહેવું પડશે..
તુ શ્યોર છે! પછી અમને નહિ કહેતો કે મારે ભણવું હતું! પણ મેં જોબ કરી.. જોબ કરવા આખી જિંદગી છે.. પણ ભણવાની એક ચોક્ક્સ ઉંમર હોય છે.. જિંદગીમાં આવી તકો તો ઘણી આવશે!
"પણ, મારે ભણવું નથી!" તમે પપ્પાને વાત કરો!
"તમારા બાપ દીકરાની વાતોમાં કાયમ મારે જ પિસાવાનું!"
મમ્મી તમે આવું કરો! "આમ, જિદ્દી આરવે પોતાની વાત મનાવી લીધી.."
હું વાત કઈ રીતે કરું! "હજૂ, કન્ફર્મેશન ક્યાં આવ્યું છે!" કન્ફર્મેશન આવશે તો કહીશું!
સીમા પોતાનાં દીકરાને એમ. એસ. સી. કરાવા ઈચ્છતી હતી.. પણ આરવને ભણવું નહોતું.. આથી તેણે કંપનીની માહિતી ગૂગલ પરથી મેળવી લીધી.. જોબ વેકેન્સી અને દહેજમાં નવો પ્રોજેક્ટ અંતર્ગત માહિતીથી તેને સંતોષ હતો.. પણ કંપની ગુજરાતમાં નહોતી, એટલે થોડી ચિંતા હતી...
ચિંતા કરતા કરતા ફરીથી તેની આંખો મીચાઈ ગઈ.. આ વખતે તેના અર્ધ જાગૃત મને સુરત રેલ્વે સ્ટેશનનું બોર્ડ જોયું.. તે તેનાં પરિવાર સાથે ટ્રેન બેઠી હતી, તાપી નદીનો બ્રિજ પૂરો થતાં சென்னி ரேல்வே ஸ்டேஷன் પહોંચી ગઈ.. અહીં સુઘી તો બધા જ તેની સાથે હતા.. હસતા બોલતા ફરીથી સુરત રેલ્વે સ્ટેશન પહોંચી ગયા.. પણ અહીં આરવ તેમની સાથે હોતો નથી, આથી આરવને શોધવા બધા ફરીથી சென்னி ரேல்வே ஸ்டேஷன்ની ટ્રેનમાં બેસી જાય છે.. અને તેની આંખો ખુલી જાય છે..
આરવને જોઈ સીમાના જીવમાં જીવ આવે છે..
આરવે કહ્યું : "મમ્મી, મારો કન્ફર્મેશન લેટર આવી ગયો છે, મારે ફિટનેસ રિપોર્ટ કઢાવાના છે. હવે, પપ્પાને કહી દઈએ!"
"સારું, રાતે મોકો જોઈ વાત કરી લઈશું.."
મમ્મી, આજે આપણે ફિટનેસ રિપોર્ટ કરાવી લઈએ.. ત્રણ દિવસમાં જવાબ મોકલાવો પડશે! મારે સમય બગાડવો નથી..
મમ્મી સાથે જઈ તેને બધા રિપોર્ટ પણ કરાવી લીધા.. રિપોર્ટને મેઈલ કરી, હાર્ડ કોપી કુરિયર પણ કરી દીધી..
રાતે જમીને હોલમાં બેઠા ત્યારે, ખૂબ જ સહજતાથી સીમાએ હિમેશને સમજાવી મનાવી લીધા..
હજુ ટ્રેનિંગ માટે લેટર આવ્યો નહોતો.. એટલે બાને કહ્યું નહોતું..
સીમાને આવેલા સપનાનો આરવ સાથે કોઈ કોઈ અર્થ હશે?
சென்னி ரேல்வே ஸ்டேஷன் સીમાના પરિવાર સાથે કોઈ સંબંધ હશે?
આસમા, ઓમ અને રૂહાની કોણ હશે?
(ક્રમશઃ) બીજા ભાગમાં જલ્દી મળીશું..