થઇ ગઈ અંધારી રાત તો શું થયું ?
કાલે સોનેરી સવાર પણ થાશે .
તું ગભરાજે નહિ .(૧)
આજે મળી ઘોર નિરાશા તો શું થયું ?
કાલે મળશે અનેરી સફળતા ,
તું ગભરાજે નહિ .(૨)
આજે બોલે છે બધા પીઠ પાછળ તો શું થયું ?
કાલે ગુણલા પણ તારા ગાશે ,
તું ગભરાજે નહિ .(૩)
આજે કોઈ નહિ આવે તારી સાથે તો શું થયું ,
તું મહેનત કરી ને આગળ તો વધ ,
કાલે તારું સરનામું પૂછતાં આવશે ,
બસ ત્યાં સુંધી તું ગભરાજે નહિ ..(૪)
આજે પાનખર છે તો માન્યું કે નથી રહ્યા એકેય પર્ણ ,
પણ તો શું થયું ,
કાલે વસંત માં નવી કુંપળો પણ આવશે ,
પણ ત્યાં સુંધી તું ગભરાજે નહિ ...(૫)
આજે તને જોઈ ને બધા મોઢું ફેરવી લે છે ,
તો શું થયું ?
કાલે તને જોવા પણ એ તરસ સે ,
બસ ત્યાં સુંધી તું ગભરાજે નહિ .(૬)
આજે નથી શાંભળતા તારી એક ,
કાલે તારી પાસે જ તને સાંભળવા આવશે ,
બસ ત્યાં સુંધી તું ગભરાજે નહિ .(૭)
માન્યું સમય નાં હોય ત્યારે હીરો પણ પથ્થર ગણાય ,
પણ તો શું થયું ,
કાલે તું પણ હીરો બની ચમકીશ ,
બસ ત્યાં સુંધી તું ગભરાજે નહિ . (૮)
ફરી વળ્યું પાણી આશા ઓ પર ,
પણ તો શું થયું ?
કાલે વળી નવી આશાઓ સાથે જીવશું ,
બસ ત્યાં સુંધી તું ગભરાજે નહિ .(૯)
ચડવું - પડવું છે જીવન ની ઘટમાળ અનંત ,
આજે સફળતા ની સીડી ઉતરી ગયા ,
પણ તો શું થયું ?
કાલે નવા ઝનુન સાથે સર કરશું .
બસ ત્યાં સુંધી તું ગભરાજે નહિ .(૧૦)
મળશે અનેક સફળતા ના ઉદાહરણ ,
અહી નિષ્ફળ વ્યક્તિ ની કિંમત નથી .
બસ તું સફળ થા ,
ત્યાં સુંધી ગભરાજે નહિ .(૧૧)
માન્યું કે દર વખતે નથી થતું મન નું ધાર્યું ,
થાય કઈ અણગમતું તો તું ,
ગભરાજે નહિ .(૧૨)
બીજા એ આપેલ કડવા વેણ ને દિલ થી લગાવી ને જીવજે નહિ ,
અને ના થા સફળ ત્યાં સુંધી ગભરાજે નહિ .(૧૩)
લખાશે કહાની ઓ તારા નામની પણ ,
તેમ છતાં કોઈ ની જિંદગી નું ચેપ્ટર બની ને રહેતો નહિ ,
ઝનુન હોય ત્યાં સુંધી લડજે ,
પણ એક જંગ હારી ને ખમતો નહિ ,
બસ મૌત ના આવે ત્યાં સુંધી ગભરાજે નહિ ...(૧૪)
મળી રહેશે અનેક દિલદાર તારી સફળતા ઓ જોઈ ને ,
નિષ્ફળતા માં હાથ પકડનાર ને મેલતો નઈ ,
અને તારો ખરાબ સમય જોઈ ને છોડ્યો હોય તારો સાથ ,
એને કોઈ દી છોડતો નઈ ..(૧૫)
સારા સાથે સારું અને ખરાબ સાથે ખરાબ કરવામાં અટકાજે નહિ ,
અને તું સાચો હો ત્યાં સુંધી ગભરાજે નહિ ...(૧૬)
હજારો મઝનું મરે છે . લૈલા ના નામ પર ,
તું આ કોઈ માં અટવાતો નહિ ,
અને પછી જો હોય પ્રેમ સાચો તો ,
જીવનભર ગભરાજે નહિ ...(૧૭)
લોકો નું કામ છે બોલવું ,
એના બોલ પર મપાતો નહી ,
અને તારી સાચી કીમત ના થાય ,
ત્યાં સુંધી ગભરાતો નહિ ..(૧૮)
કહે અનંત ગજબ ની છે દુનિયા ,
કોઈ ની વાત સાંભળી ગરમાતો નહિ .
બસ રહેજે વિનમ્ર સદા ,
અને સાચી વાત કહેતા ,
તું ગભરાજે નહિ ....(૧૯)
અંત સુંધી તું ગભરાજે નહિ .......