પ્રેમ સમાધિ - પ્રકરણ 8 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સિક્સર

    મેથ્યુ નામનો વ્યક્તિ હોય છે. તે દૈનિક ક્રિયા મુજબ ઓફિસથી આવત...

  • જીવન ચોર...ભાગ ૧ ( ભૂખ)

    ભાગ ૧  : ભૂખ મહાદેવી શેઠાણી: એ પકડો એને... પકડો.. મારા લાખો...

  • ડેટા સેન્ટર

    ડેટા સેન્ટર : ડિજિટલ યુગના પાવરહાઉસ એઆઇના વધતા ઉપયોગ વચ્ચે ભ...

  • સંઘર્ષ - પ્રકરણ 12

    સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દ...

  • એટૉમિક હૅબિટ્સ

    પુસ્તક: એટૉમિક હૅબિટ્સ, લેખક: જેમ્સ ક્લિયરપરિચય: રાકેશ ઠક્કર...

શ્રેણી
શેયર કરો

પ્રેમ સમાધિ - પ્રકરણ 8

પ્રેમ સમાધિ
પ્રકરણ-8

વિજય ટંડેલ એની મત્સ્ય કન્યા ફિશરિઝની શીપમાં અત્યારે પૂરી ઐયાશીનાં મૂડમાં હતો. વાતાવરણ પણ એકદમ નશીલું અને માદક હતું. શીપ શાંત અને ઊંડા દરિયાનાં પાણીમાં ધીમે ધીમે સરકી રહી હતી ચાંદની શીતળ રેશ્મી રાત. પૂર્ણ કળાએ ખીલેલો ચંદ્ર આનંદની અનૂભૂતિ કરાવી રહેલો.
વિજય ટંડેલની શીપનાં ડેકનાં ફલોર પર રેશ્મી અજવાળું ફેલાયેલું હતું. વિજયે શીપની ફલોર પરની બધીજ લાઇટ બંધ કરવા કીધું અને રાજુને ઇશારાથી પોતાની પાસે બોલાવી કાનમાં કંઇક કીધુ... રાજુનાયકો બોલ્યો ‘યસ બોસ... હું એ રીતે બધો બંદોબસ્ત કરી દઊં છું. ડ્રીંક્સનો આ રાઉન્ડ પુરો થાય પછી હું શીપનાં પાછળનાં ભાગમાં બધાને બોલાવી પેટ ભરીને જમાડીશ અને ખાસ મહેમાનને "ખાસ" સાચવીશ”.. એમ કહી લુચ્ચું હસતો ત્યાંથી જતો રહ્યો.
વિજય ટંડેલ હવે નિશ્ચિંત હતો. ડેક ફલોરની બધી લાઇટ ઓલવાઇ ગઇ. પેલી રોઝી જાણે ઇશારો સમજી ગઇ હોય એમ વિજય ટંડેલની નજીક આવી ડાન્સ પરફોર્મ કરવા લાગી એ વારે વારે વિજયની પાસે જઇ બેસતી એનું ડ્રીંક બનાવી આપતી અને એનાં ચહેરાને સહેલાવી ચુંબન ભરી લેતી.
ડેકફલોર પરથી બધાં શીપનાં પાછલનાં ભાગમાં જવા લાગ્યા. રાજુ નાયકો ખાસ મહેમાનને પણ દારૂ પીવડાવતાં પીવડાવતાં લઇ ગયો. એણે એને કહ્યું “પેટ ભરીને પીજે ખાજે આજે બોસ તારાં પર ખૂબ ખુશ છે” એમ કહી આગળ ધક્કો માર્યો.
વિજય ટંડેલે રોઝીને પોતાની તરફ ખેંચી અને એ સોફાપર એને પોતાની બાહોમાં લાંબી કરી એનાં ચહેરાને પકડી હોઠ પર હોઠ મૂકી ચૂસવા લાગ્યો. રોઝી એને ખૂબ સાથ આપી રહેલી એ વિજયનાં હોઠને છોડતી નહોતી એ ખૂબ ઉત્તેજના અનુભવી રહેલી.
રોઝીએ કહ્યું “એય વિજય મારે તને ઉત્તેજીત કરવાનો હોય પણ હુંજ ખૂબ ઉત્તેજીત છું મારું રોમ રોમ તને તરસે છે તું કેટલા સમય પછી મળ્યો તને ખબર છે. મારો પ્રેમ હવે આકાશ આંબે છે હું તડપી રહી છું હું ઇચ્છું છું તું મને બધી રીતે લૂંટી છે... મને ભોગવ... તું ભોગવીશ સંતોષ મને થશે મને તારામાં સમાવી લે વિજય... વિજુ. માય લવ...’.
વિજય ટંડેલ પણ નશામાં ધૂત થયેલો એણે રોઝીનાં હોઠ કરડી લીધાં. રોઝીથી હળવી ચીસ નીકળી ગઇ. વિજયનાં હાથ રોઝીનાં યુવાન તન પર ફરી રહેલાં એ ઉત્તેજીત થઇ રહ્યો હતો એણે રોઝીનાં ગોરાં ગોરાં માંસલ સ્તનને સ્પર્શ કર્યો દબાવીને બોલ્યો “આજે તો હું એનું મર્દન કરી આખાં ચૂસી લેવાનો છું સાવ નીચોવી નાંખીશ” કોઇ શરમ સંકોચ વિનાં ઉઘાડી ભાષામાં બોલી રહેલો.
રોઝીએ કહ્યું “તારુંજ છે બધું પણ અહીં અચાનક કોઇ આવી જશે ચાલ અંદર શ્યુટમાં હું તને સંપૂર્ણ સમર્પિત થવા તરસું છું તને ખૂબ આનંદ કરાવીશ... મને ખબર છે તું પરિણિત છે તારે પત્ની અને બાળકો છે પણ હું જે સ્વર્ગીય સુખ આનંદ આપીશ એ કદી તેં નહીં માણ્યો હોય”. એમ કહીને લૂચ્ચુ હસી વિજયની આંખોમાં જોવા લાગી.
વિજયે કહ્યું “મારાં તો બાળપણમાં લગ્ન થયેલાં જે વડીલો એ કહ્યું આપ્યું એ સ્વીકાર્યુ મારી પસંદગી નહોતી પણ જે સંસાર છે એ છે... પણ અત્યારે એ બધી યાદ ન અપાવ ચાલ આવીજા એકબીજામાં સમાઇ જઇએ ચાલ અંદર...”
વિજય રોઝીને લઇને એની કેડમાં હાથ નાંખી એને ચૂમતો ચૂમતો પોતાનાં પર્સનલ શ્યુટમાં આવ્યો... દરવાજો રોઝે બંધ કર્યો એણે જોયું વિજય શ્યુટનાં વિશાળ બેડ પર રીતસર કૂદયો એને હસુ આવી ગયું.
વિજયની પાસે આવીને કહ્યું “એય રાજા.... તારો આવો પ્રેમ આટલી ઉત્કંઠા મને વધારે તારાં તરફ આકર્ષીત કરે છે તારાં જેવા પુરુષની "સખી" બનવાનું મારું ભાગ્ય છે. હું ઇશ્વરની ઋણી છું લવ યુ માય ડાર્લીગ.”
એમ કહી એણે પોતાનાં બધાં કપડાં ઉતારી નાંખ્યા વિજયે પણ એનાં કપડાં ઉતારી નાંખી રોઝીને નિરખવા લાગ્યો. વાતાનુકુલીત શ્યુટમાં ઠંડક હતી. શાંતિ અને નિશ્ચંતતા હતી. શ્યુટની સીલીંગનાં કાચમાંથી સીધાં ચંદ્રમાંનાં દર્શન થતાં હતા અને બરાબર નીચે બેડ હતો.
રોઝી વિજયને વળગી ગઈ ચૂમવા લાગી બંન્ને જણાં કેટલાય જન્મોનાં ભૂખ્યા હોય અને એકબીજાને પ્રેમ કરવા તૂટી પડ્યાં.. વિજયનાં હાથ હવે રોઝીનાં આખાં શરીર પર ફરી રહેલાં એ વારે વારે ચૂમી રહેલો શરીરનાં ચોક્કસ સ્થાને એનાં હાથ અટકતાં એ અંગ અંગને સહેલાવતો પ્રેમ કરતો અને ચૂમી રહેલો.
રોઝી પૂરે પૂરી ઉત્તેજનાં અવસ્થામાં હતી એનાં મોઢામાંથી ઊંહકાર અને આહ નીકળી એ ખૂબ આનંદ અનુભવી રહેલી વિજયને પણ એ સહેલાવી આનંદ આપી રહેલી બંન્ને જણે હવે મોર્ચો માંડ્યો અને શ્વાસની ઝડપ વધવા લાગી બંન્ને હાંફતાં હાફતાં મૈથુનક્રિયાનો આનંદ માણી રહેલાં અને પરાકાષ્ઠાએ પહોંચી સંતૃપ્ત થયાં.
વિજય રોઝી પર પડી રહેલો.. બંન્નેએ ખૂબ સ્વર્ગીય આનંદ લીધેલો.. બંન્ને હાંફતા હાંફતા એકબીજા વળગી શ્વાસોશ્વાસનો સ્પર્શ કરી રહેલાં. વિજયે સંતોષનું એક દીર્ધચુંબન લીધું. હોઠ પર અને બેડ પર બેઠો થયો.
એમનાં ડોર પર નોક થયું... રોઝીએ બ્લેન્કેટ ઓઢી લીધો સૂઇ ગઇ... વિજયે પહેરેલો રોબ લીધો પહેર્યો અને ડોર પાસે આવ્યો. ડોર ખોલ્યો સામે......
************
ટવેલ્થ.... 12ની એકઝામ આજે પુરી થઈ આજે છેલ્લુ પેપર હતું આપીને બધાં હોલની બહાર નીકળી રહ્યાં હતાં. કલરવ સાથે એનાં મિત્ર સુમન અને ચરણ પણ હતાં. કલરવે પૂછ્યું “ફેન્ડ્રઝ કેવા રહ્યાં પેપર્સ ? થેન્ક ગોડ આજે એકઝામ પુરી થઇ એ રીઝલ્ટ આવે ત્યારે આપણે બધાં કોલેજમાં હોઇશું”.
સુમને કહ્યું “હાં તમે કોલેજમાં હું શીપ પર.... “ પછી હસવા લાગ્યો હું તો 15 દિવસ મજા માણીને પોરબંદર મારાં મામા પાસે જતો રહેવાનો આગળ ભણીશ નહીં કામે ચઢી જવાનો.
કલરવે ચરણ સામે જોયું ચરણે કહ્યું “હું તો પાસ થયા પછી અહીં કોલેજમાં એડમીશન લઇ ગ્રેજ્યુએટ થઇ નોકરી કરીશ મારાં પાપા સ્કૂલ માસ્તર..... અમારી કોઇ હેસીયત નથી મોટાં શહેરમાં ભણવાની... અને કલરવ તું ?”
કલરવે કહ્યું “રીઝલ્ટ પછી નિર્ણય લઇશ..”. એમ કહી નિસાસો નાંખ્યો.. સુમન મજાક કરતાં કહ્યું “પણ ચરણ તારી "રુચી સુરુચી" શું ભણવામાં છે ?” એમ કહી આંખ મારી...
ચરણ રુચી.. સુરુચી" સાંભળી ભડક્યો પણ.....


વધુ આવતા અંકે ---- પ્રકરણ-9