પ્રેમ સમાધિ - પ્રકરણ 9 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 81

    ઊંડો શ્વાસ લઈ જૉનીએ હિંમત દાખવી." જુઓ મિત્રો..! જો આપણે જ હિ...

  • સિક્સર

    મેથ્યુ નામનો વ્યક્તિ હોય છે. તે દૈનિક ક્રિયા મુજબ ઓફિસથી આવત...

  • જીવન ચોર...ભાગ ૧ ( ભૂખ)

    ભાગ ૧  : ભૂખ મહાદેવી શેઠાણી: એ પકડો એને... પકડો.. મારા લાખો...

  • ડેટા સેન્ટર

    ડેટા સેન્ટર : ડિજિટલ યુગના પાવરહાઉસ એઆઇના વધતા ઉપયોગ વચ્ચે ભ...

  • સંઘર્ષ - પ્રકરણ 12

    સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દ...

શ્રેણી
શેયર કરો

પ્રેમ સમાધિ - પ્રકરણ 9

પ્રેમ સમાધિ
પ્રકરણ-9

કલરવ એનાં મિત્રો સાથે ફાઇનલ પરીક્ષા આપી બહાર નીકળીને વાતો કરી રહેલો. એ લોકો રીઝલ્ટ પછી શું કરવાનાં ? આગળ ક્યાં ભણવાનાં બધી વાતો કરી એકબીજાનો ભવિષ્યનો પ્લાન પૂછી રહેલાં ત્યાં સુમને મજાક કરતાં ચરણને રુચી --- સુરુચિ... શેમાં છે ? એમ પૂછયું. ચરણ ભડક્યો પણ જવાબ આપતાં પહેલાં એનો ચહેરો ઉતરી ગયો પછી બોલ્યો “રુચી ભણવામાં છે અને સુરુચીમાં પણ છે પણ એ કદાચ મોટાં શહેરમાં ભણવા જશે આગળ એવું કહેતી હતી અમારી આર્થિક સ્થિતિ એવી નથી કે હું જઇ શકું.... ફ્રેન્ડસ આગળ મહાદેવની ઇચ્છા."
કલરવ અને સુમન.... ચરણને ધ્યાનથી સાંભળી રહેલાં. ત્યાં કલરવે કહ્યું "મારુ કંઇ નક્કી નથી મારે સારા ટકા આવે તો જવું છે મોટાં સીટીમાં... પાપાને વાત તો કરી છે. પાપા પણ કોઇ પ્લાનમાં હોય એવું લાગે છે. ચરણે ખૂબ નિખાલસતાથી એની મનની વાત કહી દીધી..." ચરણ પ્રેમ સાચો હોય તો કોઇ રોકી ના શકે અરે શહેર બદલાય કે દેશ.. મારું એવું માનવું છે."
સુમને કહ્યું "સાચું કહું હું તો મને આ પ્રેમબ્રેમ માં કોઇ ગતાગમ નથી મારે તો આગળ જાણવુંજ નથી મને સાગર ખેડવામાં રસ છે ખૂબ પૈસા કમાવવા છે ખૂબ લહેર કરવી છે અત્યાર સુધી માં ને કારણે ઘોડો દાબી રાખેલો... જીવનમાં જે કામ કરવું પડે કરીશ પણ ખૂબ ધનવાન બનવું છે જીવનની બધીજ ઐયાશી પુરી કરવી છે કામ ગમે તે કરવાનું આવે.."
કલરવ હસી પડ્યો બોલ્યો "વાહ તારાં વિચારો ખૂબજ સ્પષ્ટ છે તારું લક્ષ્ય નક્કી થઇ ગયું... તારી બોલવાની છટા અને આત્મવિશ્વાસ એટલો પ્રબળ છે તું બધુંજ કરી શકીશ. પણ તું મામાની સાથે ક્યાં જવાનો ? પોરબંદર કે બીજા દેશમાં ?”
સુમને કહ્યું "મામા પાસે પહેલાં ટ્રેઇનીંગ લઇશ બધુ શીખીશ સમજીશ એમનાં ખૂબ કોન્ટેક્ટ છે પોરબંદરમાં તો એમણે ધંધો જમાવ્યો છે એમની ખેપ મુંબઇ, દમણ, દુંબઇ અરે દૂર દૂરનાં દેશમાં જાય છે માછલીઓ અને બીજા ઘણાં ધંધામાં એક્કા છે... મારા મામાનું મોટું નામ છે કદાચ સાંભળ્યું હશે વિજય ટંડેલ... મોટી હસ્તી છે."
કલરવે ચમકતાં પૂછ્યું "વિજય ટંડેલ ? મારાં પાપાનાં મોઢે ક્યાંરેક આ નામ સાંભળ્યુ છે હાં એ મોટી હસ્તી છે તારી તો નીકલ પડી..." સુમને કહ્યું "એમને બધાંજ ઓળખતાં હોય પણ એ કોને ઓળખે છે એ પણ મહત્વનું છે. ચલો હવે ઘર તરફ જઇએ રીઝલ્ટ આવે પછી હું જવાનો ત્યાં સુધી જુનાગઢની ટોકીઝમાં મૂવી જોઇશું ખાખીનાં ભાજીપાંઉ ખાશું મજા કરીશું.. મારે બાપા છે નહીં હું એકનો એક છું માં મને કહે છે મામા પાસે જતાં રહીશું.. મારાં બાપાને ગૂજરી ગયે હજી 6 મહીના થયાં છે.. એ મારાં મામાં એ વખતે અહીં આવેલાં ત્યારેજ કીધું હતું મારી માં ને કે હવે જીજાજી છે નહીં સુમનની પરીક્ષાઓ પતે પછી રીઝલ્ટ આવે હું તમને લોકોને આવી ને લઇ જઇશ."
"કલરવે કહ્યું સાચી વાત છે એમણે તમારું આટલું ધ્યાન રાખ્યું સારુ છે. મારે તો કાકા નથી કે નથી મામા સંબંધીઓમાં કોઇ નથી દૂરનાં ફુવા છે એ ક્યારેક આવે છે ફોઇ નથી રહ્યાં એટલે આવવાનું એમનું પણ ઓછું થઇ ગયું છે. "ચરણ બધીજ વાતો સાંભળી રહેલો.
ચરણે કહ્યું "જેનું કોઇ નથી હોતું એનો હાથ પકડવા કોઇને કોઇ આવી જાય છે અમારે બધાં સગા સંબંધી છે પણ... " પછી બોલતો અટકી ગયો.
કલરવે કહ્યું "ચાલો ઘરે જઇએ માં રાહ જોતી હશે. "પાપા પણ પોસ્ટ ઓફીસથી આજે વહેલાં આવી જવાનાં છે” આમ વાતો કરતાં કરતાં બધાં છૂટા પડ્યાં.... પાર્કીગમાંથી સાયકલો કાઢી અને બેસીને નીકળ્યાં.
કલરવ સાયકલ પર બેઠો.. પગથી પેંડંલ મારી રહેલે પણ મનમાં અનેક વિચારો ચાલી રહેલાં કદાચ સાયકલની ગતિ કરતાં વિચારોની ગતિ વધુ ઝડપી હતી.
ત્રણે મિત્રો પોતપોતાનાં ઘરતરફ નીકળી ગયાં. કલરવને વિચાર આવ્યો.. હું જુવાન થઇ રહ્યો છું મારાં દીલમાં પણ સ્પંદન... સંવેદનાઓ છે ચરણને રુચી સાથે દીલ જોડાઇ ગયું છે.. મારાં મનમાં તો આવો વિચાર પણ નથી આવ્યો.. ઘણી છોકરીઓ સાથે દોસ્તી છે પણ પ્રેમ કોઇ માટે સ્ફૂર્યો નથી... મને પ્રેમની ઐયાશી અત્યારે પોષાય એમ નથી એમ વિચારી મનમાં ને મનમાં હસ્યો. ત્યાં ક્યારે ઘર આવ્યું ખબરજ ના પડી...
**********
રોઝી અને વિજયે શરીર સુખ માણી લીધું હતું બંન્ને સંતૃપ્ત હતાં. ત્યાં એની કેબીનનો ડોર ખખડ્યો.. ટકોરા વાગ્યા એણે રોબ પહેરી દરવાજો ખોલ્યો સામે રાજુ નાયકો ઉભો હતો એ અદરથી બોલ્યો "સોરી બોસ પણ પેલાએ જીભડી ખોલી છે ખૂબ પીધો પછી એણે પોપટની જેમ બોલવા માંડ્યું છે "
વિજય ટંડેલનાં ચહેરા પર વિજયી સ્મિત આવ્યું બોલ્યો" મીંયો બોલવાનોજ હતો મને ખબર હતી એટલેજ એને ખેપ પર જવાનું છે કહીને સાથે લીધેલો. યુનુસ અને મધુ ટંડેલ સાથે ફોન પર શું વાત થઇ હતી એણે શું સાંભળ્યું ?”
રાજુનાયકાએ કહ્યું "બોસ હરામીએ બધુ સાંભળ્યું છે યુનુસે પણ પછી એને કહેલું અને તાકીદ કરી હતી કે કોઇને કહીશ નહીં નહીંતર.. "વિજય ટંડેલે કહ્યું" સરસ એ લોકોનો શું પ્લાન છે બોલ શું બક્યો છે એ બાસ્ટર્ડ ?”
રાજુનાયકે ઇમ્તિયાઝે કહ્યું એ બધુજ વિજય ટંડેલે જણાવ્યું... વિજયનાં ચહેરાની રેખાઓ તંગ થઇ ગઇ પછી બોલ્યો “ક્યારનો ટાર્ગેટ છે ? આપણે મુંબઇથી પાછા આવીએ પહેલાં કશું થવું ના જોઇએ.. એની પાસેથી વધુ વાતો કઢાવ નહીંતર મારે કોઇ પગલાં ભરવા પડશે.. ક્યાંક પાછા આવતાં પહેલાં મોડું ના થઇ જાય નહીંતર હું મારી જાતને માફ નહીં કરી શકું...”
રાજુનાયકે કહ્યું "બોસ તમે ચિંતા ના કરો હું બધોજ બંદોબસ્ત કરી દઊં છું નારણ ટંડેલ ખૂબ વિશ્વાસુ છે એને કામ સોપી દઇએ એવું હશે તો એનું વળતર આપી દઇશું." વિજય ટંડેલ સાંભળી રહ્યો પછી બોલ્યો "હું ગોઠવી દઊં છું અગત્યનું જાણવું જ જરૂરી હતું કે શું પ્લાન છે ?"
રાજુનાયકે કહ્યું "બોસ મધુ ટંડેલે પૈસા પેટ ભરીને વેર્યા છે.... પણ એ સાલો આમ છેલ્લે પાટલે કેમ બેઠો છે ? અત્યાર સુધીતો બધું બરાબર ચાલતું હતું..."
વિજય ટંડેલે કહ્યું "કારણ હું જાણું છું કંઇ નહીં તું જા પેલો હજી શું બકે છે એ જાણી લે હું બધીજ વ્યવસ્થા ગોઠવું છું મારો સેટેલાઈટ ફોન લાવ અને કેટલે સુધી પહોંચ્યા?”
રાજુ નાયકો કહે "હજી અડધે પણ નથી પહોંચ્યા. એ સેટેલાઈટ ફોન લાવ્યો" વિજય ટંડેલે ફોન લીધો અને.....

વધુ આવતા અંકે ---- પ્રકરણ-10