માહી - એક ગાઢ રહસ્ય - 1 Nidhi Satasiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

માહી - એક ગાઢ રહસ્ય - 1

માહી દુલ્હનના ‌ડ્રેસમાં હતી અને હવેલી માંથી ભાગવાની કોશિશ કરી રહી હતી. હવેલીમાં રહેલા પહેરેદારોની આંખોમાં ધૂળ નાખી ત્યાંથી ભાગવામાં કામિયાબ રહી હતી પરંતુ હવેલી થી થોડેજ દુર જતાં તેને આભસ થયો કે હવેલીના જમીનદારો મશાલો અને હાથમાં હથિયારો સાથે તેનો પીછો કરી રહ્યાં છે. અમાસની રાતનું અંધારૂ અને ચારેય બાજુ ફેલાયેલી અસીમ શાંતી તેના ઝાંઝરનો અવાજ કાપી રહી હતી. આખા ગામમાં બસ તેના ઝાંઝરનો રણકાર અને તેના રડવાનો અવાજ સંભળાય રહ્યો હતો. તે મદદ માટે સતત ગામનાં લોકોના દરવાજાને બહારથી ખખડાવી રહી હતી પરંતુ જમીનદારોની બીકે કોઇપણ તેની મદદ કરવા તૈયાર નહોતું.


માહી સતત પોતાનો જીવ બચાવવા ત્યાંથી ભાગી રહી હતી. તે ભાગતાં ભાગતાં કાળ ભૈરવ મંદિરની પાછળ ની દિવાલ તરફ પહોંચી ગઈ. જ્યાંથી ભાગવાનો કોઇપણ રસ્તો નહતો. એટલામાં જ તે બધાં જમીનદારોએ તેને ચારેય બાજુથી ઘેરી લીધી‌‌ તેમાંથી એક માહીની નજીક આવ્યો અને બોલ્યો," હવે ક્યાં જ‌ઈશ છોરી, આજે તો તને આ જમીનદારોના કબજામાંથી કોઈ છોડાવી ન‌ઈ શકે‌. એટલે તારા માટે હારું એજ છે કે તું અમારા માલીકને પોતાને સોંપી દે, નહીતર તારો જીવ લેતા વાર ન‌ઈ લાગે સોંભળી લેજે. "


માહી તે જમીનદારોની વાત સાંભળી ડરથી થરથર ધ્રુજવા લાગી તેને અત્યારે પોતાની સામે મોત નજર આવી રહી હતી. તે કંઈ પણ વિચારવાની હાલતમાં નહોતી. તેણે આમતેમ પોતાની ચારેય તરફ નજર ફેરવી એટલામાં જ તેની નજર દિવાલ પાસે રહેલા દરવાજા તરફ પડી. તે દરવાજા તરફ દોડી પણ જમીનદારોએ તેને પકડી લીધી અને તેની સજામાં તેને મૃત્યુદંડ આપવામાં આવ્યો. એક જમીનદાર તેની નજીક આવ્યો અને જેવી તેને તલવાર ના ઘા મારવા જ‌ઈ રહ્યો હતો કે માહી જોરથી બુમ પાડતા ઉઠી,"ન‌ઈ....! ".


એક મોટી ચીખ સાથે તેની સવાર પડી. શિયાળાની થરથરતી ઠંડી માં પણ એ પરસેવાથી રેબઝેબ હતી અને પોતાનો શ્વાસ પકડવાની કોશિશ કરી રહી હતી જાણે તે સાચે જ ભાગી રહી હોય. તે સતત ડરથી કાપી રહી હતી. તેની આંખોમાં આજે રોજ કરતા વધું ડર હતો. તેનું સ્વપ્નમાં એ ગામમાં જવું તો રોજનું થ‌ઈ ગયું હતું પરંતુ આજનું સપનું કંઈક અલગ જ હતું.


" ઓહ , તો મેડમ ઉઠી ગયા એમને ! તો આજની સ્ટોરી પણ જણાવી જ દો. કે ક્યાં જ‌ઈને આવ્યા સપનામાં. " માહી હજુ સપનાં વિશે વિચારી જ રહી હતી કે તેની રૂમ પાર્ટનર શ્રીયાએ તેને ચીડવતા પુછ્યું.

" શટ અપ શ્રીયા, એ સ્ટોરી થોડી છે એ તો એનો પુનર્જન્મ છે કેમ માહી..? પાંખી એ માહી ને હળવે થી ટપલી મારતા કહ્યું.

" શટ અપ પાંખી એન્ડ શ્રીયા , શું તમે બંને સવારમાં એને હેરાન કરો છો ?" કાવ્યા એ પોતાનો બેડ સરખો કરતા કહ્યું.

" અને આપ મેડમ માહી આઠ વાગી ગયા છે હો...વોર્ડન આવે એ પહેલાં તૈયાર થ‌ઈને પહોંચી જજો નહિતર આજે પણ આખી હોસ્ટેલનું કામ તારે જ કરવું પડશે." કહેતા કાવ્યા એનું બેગ લે છે અને પોતાના ક્લાસ રૂમ તરફ જવા નીકળી પડે છે.


માહી સાત જ વર્ષની હતી ત્યારથી તે હોસ્ટેલમાં રહેતી હતી. તેના પરીવાર થી દુર એકલી. તેના પરીવારમાં માત્ર ત્રણ જ સભ્યો હતાં. તેના મમ્મી, તેનો ભાઈ અને માહી. ક્યારેક સમય કાઢીને તે માહીને મળી જતાં, પરંતુ જે ગામમાં તેઓ રહેતા ત્યાં જવાની પરમીશન માહીને નહોતી. એટલે તે સૌથી દુર છેલ્લા પંદર વર્ષથી હોસ્ટેલમાં રહેતી હતી. પણ તે હંમેશાં કંઈક વિચારોમાં ફસાયેલી રહેતી. તેણે ઘણી કોશિશ કરી પરંતુ પોતાને આવતા સ્વપ્નનું રાઝ ના જાણી શકી. પહેલાં તો ક્યારેક ક્યારેક સપનું આવતું પણ જ્યારથી તે વીસ વર્ષની થ‌ઈ હતી ત્યારથી તેને આ કાયમનું થ‌ઈ ગયું હતું.


માહી હજી તે સપનાં વિશે જ વિચારી રહી હતી. અને કંઈક જાણવાની કોશિશમાં હતી. પણ ઉતાવળ ના કારણે તે જલ્દી તૈયાર થ‌ઈને ક્લાસ જવા નીકળી પડી ત્યાં જ એના ભાઈનો ફોન આવ્યો,


"હેલો, માહી કેમ છે? "

" બસ ભાઈ કોલેજ જવા માટે નીકળી છું. "

" સારું તો મે તારી સાંજ ની ટીકીટ બુક કરાવી દીધી છે. થોડી વારમાં તને ઓનલાઇન ટીકીટ મળી જશે. અને રાતની ટ્રેન છે. ટાઈમ સર સ્ટેશને પહોંચી જજે."

" પણ ભાઈ કેમ અચાનક ?" માહી એ આશ્ચર્ય ભરેલા સ્વરે પુછ્યું.

" વધારે સવાલ ન‌ઈ , મમ્મી ની તબિયત ખરાબ છે અને મમ્મી એ તને કંઈક ખાસ કામે બોલાવી છે અને મને એ કામ વિશે વધું નથી ખબર તો આ વિશે કંઈ પણ સવાલો ના કરતી અને હા.....આ બાબતે વધું ના વિચારતી અત્યારે તારી કોલેજ પર ધ્યાન આપજે." કેવિને મીઠો ઠપકો આપતા કહ્યું.


" પણ ભાઈ......"

" ક્હ્યું ને સવાલો ન‌ઈ ! સારું ચલ બાય અત્યારે મારે કામ છે. આપણે નિરાંતે વાત કરીશું. અને હા પહોંચી ને ફોન કરજે હું તને લેવા આવી જ‌ઈશ." માહી કંઈ બોલે એ પહેલાં જ કેવિને પોતાની વાત પુરી કરીને ફોન કટ કરી નાખ્યો.


" શું વાત કરવી હશે મમ્મીને? અને વર્ષો પછી મને ગામમાં બોલાવવાનો શું મતલબ છે? અને તેમની તબિયત ને શું થયું? બે દિવસ પહેલાં જ તો વાત કરી હતી...!! " તે મનોમન વિચારણા કરતાં બોલી. માહી હજી સવારના સપનાં માંથી બહાર નહોતી આવી કે એક નવું ટેન્શન તેના માથે આવી ગયું.


" ઓય મેડમ , ચાલ જલ્દી લેક્ચર ચાલું જ થવાનો છે." કહેતા શ્રીયા તેનો હાથ પકડી તેને ક્લાસમાં લ‌ઈ ગ‌ઈ.

" શ્રીયા , મારે સાંજે ગામડે જવાનું છે. ભાઈ નો કોલ આવ્યો હતો. મમ્મી ની તબિયત ખરાબ છે." માહી એ ચિંતીત સ્વરે પોતાની બેન્ચ પર બેસતા કહ્યું.

" શું ? પણ કેમ અચાનક ! તને ખબર છે ને લાસ્ટ યર ની એક્ઝામ છે થોડા દિવસ પછી જો આ લાસ્ટ પીરિયડ ન‌ઈ ભરે તો એક્ઝામ હોલ નું કન્ફર્મેશન પણ ન‌ઈ મળે. ખબર છે ને તને." શ્રીયા એ માહીને આશ્ચર્યજનક નજરે પુછ્યું.

" હા યાર મને ખબર છે. પણ મારી મમ્મી ની તબિયત..." માહી આટલું કહેતા જ ઉદાસ થ‌ઈ ગ‌ઈ અને તેની આંખો નમ થ‌ઈ આવી....




**************************



માધુપુર ગામ ના પ્રવેશ દ્વારે.......


" હવે એ પાપી દુષ્ટ આત્મા ફરી આ ગામમાં પ્રવેશ કરવા વિશે વિચાર પણ ન‌ઈ કરે. તેને હંમેશાં માટે બાંધી ને આ પ્રવેશદ્વારના પ્રાંગણમાં દફન કરું છું. બસ તમે ગામના લોકો આ બધી વસ્તુઓને તે વ્યક્તિ ના ઘરે સળગાવજો જેના શરીરમાં એ છેલ્લે પ્રવેશી હતી." કહેતા તાંત્રિકે ગામવાસી ને એક પોટલી આપી જેમાં કાળી ઢીંગલી , થોડા વાળ , સફેદ કપડાં માં વિંટળાયેલા બે શ્રીફળ અને મરેલું ચામાચિડિયું ગામના સરપંચ કેવિનને આપ્યું.











શું રાઝ હશે માહી ને આવતા સપના ઓનું ? શું કામ ગામની આવી સ્થિતિ હોવા પછી પણ માહી ને કેવિને ગામમાં બોલાવી હતી ? શું કામ માહીને ગામમાં આવવાની પરમીશન નહોતી ? શું રહસ્ય હતું માધુપુર ગામનું ? અને કોની આત્મા હતી જે ગામ વાસીઓને હેરાન કરી રહી હતી ? તેનું માહી સાથે શું કનેક્શન હતું ? આવા દરેક સવાલો ના જવાબ માટે જોડાયેલા રહો માહી એક ગાઢ રહસ્ય સાથે........



TO BE CONTINUED....
WRITER:- NIDHI S......