Prem Samaadhi - 1 books and stories free download online pdf in Gujarati

પ્રેમ સમાધિ - પ્રકરણ 1


કચ્છ સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિનાં પાત્રો એજ પુષ્ટભૂમિની અમર પ્રેમકથાનું સર્જન થઇ ચૂક્યું હતું... આ તપોભૂમિનાં એક નાનકડાનાં ગામનાં સીમાડે કરુણ પ્રેમકથાની સાક્ષી એક સમાધિ "પ્રેમ સમાધિ"...
પ્રેમસમાધિ કહો કે "પ્રેમ પાળીયો" આ અમર કથાની સાથે સાથે એ પણ અજરઅમર થઇ ગયો. અહીં આવીને પ્રેમ પારેવડાં એકબીજાને વચન આપતાં કસમ ખાતાં આ કલરવ કાવ્યાને યાદ કરી પ્રેમ નિભાવવાની વાતો કરતાં...
ગામનાં સીમાડે નિર્જન જેવી જગ્યાએ એક વડનાં વૃક્ષ નીચેનો પ્રેમ પાળીયાં અમર થઇ ગયાં... સુસવાટા મારતો પવન વહી રહેલો... અવરજવર નહીવંત હતી... સાંજ ઢળી રહી હતી સૂર્યનારાયણ આથમતાં આથમતાં સંધ્યાને કેસરીયા રંગે રંગી રહેલાં... પ્રણયસાક્ષી બનીને જાણે પાળીયાને પણ પ્રેમરંગે રંગી રહેલાં... વિસ્મૃતિની ગર્તામાં જઈ રહેલી કથાને નવી ઉર્જા આપી રહેલાં...
પાળીયામાં સૂતેલાં બે પ્રેમી પંખીડાનાં જીવ જાણે જાગૃત થઈને પોતાનીજ કથા સમરી રહેલાં. કલરવ અને કાવ્યા શરીરથી મૃત પણ જીવથી જીવંત હતાં. સુતેલી સ્મૃતિ આળસ મરડીને બેઠી થઇ રહેલી કલરવને એ ક્ષણ યાદ આવી જયારે એનો દેહ પડયો અને શબ્દોએ એને ઝીલી લીધેલો... આજે પણ શબ્દરચના જાણે પવનની સાથે રંગત માણતી જીવીત થઈને બોલી રહી હતી...
"ક્ષણભંરનું જોઈ રુદન લોકોનું, હું રોઈ પડયો અગ્નિશૈયા પર સૂતો સૂતો...
ચહેરાં જાણ્યાં અજાણ્યાં જોયાં, "આત્મીય" ઘણાં યાદ આવી આંસુમાં વહી ગયાં...
ચહેરો એક અનોખો કાળજે ચોંટેલો પ્રેમ બની અંદર રહ્યો,જોઈ રહ્યો હું સૂતો સૂતો...
રાખ થવાની જરૂર દેહની અગ્નિ પ્રજ્વળ સળગ્યો ભડ ભડ હું મટી જવાનો...
ના... આ નથી અંત મારો ભલે મર્યો હું,
પણ પ્રેમ મારો પાળીયો થવાનો વિચારું સૂતો સૂતો...
કેટલાં આવ્યાં અને ઘણાં ગયાં જીવન સફરમાં
એક રહી ગયો જીવ અને બીજા ગર્તામાં ગયાં...
પ્રેમ અમારો અમર થઇ ગયો હજી મળશું બની પ્રેત,
યાદ કરું પ્રેમ સમાધિમાં સૂતો સૂતો...
વિધાતાની કલમ તૂટી ભાગ્ય લખતાં લખતાં નહીં રહે
અધૂરો "દીલ " પ્રેમ અમારો...

પાળીયાં સાક્ષી બની સૂતેલાં જીવતી કથા ભલે અમર થઇ ગઈ પણ એ સહજ કે સરળ નહોતી કેટકેટલાં સંઘર્ષ પછી જીવ મળી એક થયાં હતાં... છતાં દુનિયા એને અલગ રાખવા મથી હતી. હ્ર્દયમાં પ્રેમ ઝબકારો થાય ભલે એક ક્ષણનો હોય પણ જન્મો જન્મ અને એ પછી પણ સાથ નિભાવતાં જીવનો પ્રેમ અમર હોય છે... પ્રેમ ક્યાં કોઈ જાતી, ઊંમર, ધનિક, ગરીબ કે કોઈ ઊંચ નીંચ જુએ છે પ્રેમ એ પ્રેમ છે સદાબહાર, એક મેકમાં ઓતપ્રોત પવિત્ર અને ઈશ્વર સ્વરૂપ હોય છે.
પ્રેમમાં પરોવાયેલાંનું આયુષ્ય જીવતર નથી હોતું એ જન્મોજન્મ સાથે રહેલાં સર્જાયેલા હોય છે એક મૃત્યુ જો અંત ગણાય છે એ પણ જુદા નથી કરી શકતું એ અચળ અમર પ્રેમ હોય તો એ મૃત્યુ પછી પણ બીજી દુનિયામાં પણ સાથ નિભાવે છે... ગીતા જ્ઞાનમાં જે આત્માની પરિભાષા છે કે અગ્નિ બાળી શકતો નથી, જળ પલાળી ના શકે, વાયુ સુકવી ના શકે... આત્મા એ પરમાત્માનો અંશ... આત્મા સો પરમાત્મા એજ આ પરિભાષા પ્રેમમાં પરોવાયેલાં જીવ આત્માને લાગુ પડે છે.
પ્રેમાત્મા અમર છે એ સદેહે જીવે કે પ્રેતાત્મા બને પણ રહે છે "પ્રેમાત્મા" આ પવિત્ર પ્રેત પ્રેમભીના હોય છે પોતાનાં પાત્ર સિવાય કશામાં રસ નથી હોતો એ સદેહે કે વિદેહે... એકમેકને તરસે છે પ્રેમ કરે છે.
કલરવ કાવ્યાની જીવની... આ કથા એજ છે એક અમર પ્રેમ કથા... પાળીયામાં (સમાધિમાં ) રહેલો અંશ (જીવ) કલરવ પોતાનીજ જીવની યાદ કરે છે. પોતાની કાવ્યાને એક ક્ષણ માટે દૂર નથી કરી શકતો. જીવંત જીવન દરમયાન ઘણો વિરહ ભોગવ્યો પ્રેમ માટે બધાં બલીદાન આપ્યાં... રોષ વહોર્યો કેટ કેટલાં સંઘર્ષ કર્યા પણ અંત ?...
“ કલરવનાં પિતા આચાર્ય શંકરનાથ કચ્છથી જૂનાગઢ આવી ગયાં ત્યારે કલરવ માંડ આઠ વર્ષનો હતો. જૂનાગઢની પોસ્ટઓફિસમાં મુખ્ય ક્લાર્ક તરીકે બઢતી મળી હતી. એમણે કલરવનો જૂનાગઢની પ્રખ્યાત સ્કૂલમાં દાખલો મેળવી લીધો. તેઓ જૂનાગઢ આવ્યાં પછી એમને ત્યાં ફરીથી ઘોડીયું બંધાયું કલરવની બહેનનો જન્મ થયો. જૂનાગઢ રિયાસત હતી એક રજવાડું... શંકરનાથ આચાર્ય પોસ્ટખાતામાં નોકરી કરતાં સાથે સાથે છોકરાઓને ભણાવવાનું કામ કરતાં જોકે એ કોઈ પૈસા કમાવાનું સાધન નહોતું પણ પોતાનો શોખ સાથે સાથે શિક્ષણ... વિદ્યાદાનને મોટું દાન ગણતાં.
પોતાનો દિકરો કલરવ પણ ખુબ ભણે અને જીવનમાં આગળ વધે એજ એમનું લક્ષ્ય બની ગયું હતું જૂનાગઢ શહેરમાં સરકારી મકાન મળી ગયું હતું એમાં કલરવનાં પિતા શંકરનાથ માતા ઉમાબેન અને કલરવ અને નાની બહેન ગાર્ગી રહેતાં હતાં. કલરવ અને ગાર્ગી વચ્ચે આઠ વર્ષનો ફરક... કલરવ એને ખુબ રમાડતો અને સાચવતો.
એક સામાન્ય છતાં સુખી કુટુંબ... ભવનાથ મંદિરની નજીક રહેતું હતું... રળીયામળો ગિરનાર માંડ પાંચ કિમિ. દૂર હતો.
કલરવ ભણવામાં હુંશિયાર, દેખાવડો અને એનાં માતાપિતાનો લાડકો... અને કલરવ માટે એની બહેન ગાર્ગી ખુબ લાડકી હતી. કલરવ ધીમે ધીમે મોટો થઇ રહેલો. એને સ્કૂલમાંથી વારે વારે જૂનાગઢનાં આસપાસનાં ધાર્મિક યાત્રા સ્થળો, ગરવો ગિરનાર બધે પ્રવાસે લઇ જતાં જુનાગઢનો ઉપરકોટ, નવઘણ કુવા, ભવનાથ મંદિર, સક્કરબાગ, દામોદર કુંડ, તુલશી શ્યામ, અશોક શિલાલય અને ખાસ ગિરનારનું જંગલ -સિંહદર્શન... એ સ્કૂલ પુરી કરે ત્યાં સુધીમાં બધાં સ્થળોએ ફરી લીધું હતું.
એ બારમું પાસ કરે ત્યાં સુધીમાં એનાં પિતા શંકરનાથ મુખ્ય પોસ્ટઓફીસ પ્રબંધક બની ગયાં હતાં. જૂનાગઢ -વંથલી અને આસપાસની બધી પોસ્ટઑફિસનું કામકાજ એક ઉપરી તરીકે જોવાનું હતું. ગાર્ગી પણ હવે મોટી થઇ રહી હતી. કલરવ સ્કૂલથી આજે પાછો આવ્યો અને જોયું કે એનાં પિતા એમનાં કોઈ મિત્ર સાથે...

વધુ આવતાં અંકે પ્રકરણ - 2

બીજા રસપ્રદ વિકલ્પો