pain in books and stories free download online pdf in Gujarati

માં ની વેદના

ક્યારેક એક 'માં 'પોતાના દીકરા વિના એકલી રહેવા મજબૂર થયી જાય છે. જે દીકરાને નવ મહિના પેટ માં રાખી જન્મ આપ્યો. કાળી મજૂરી કરી ભણાવ્યો એ "માં" આજે એકલી ગામડામાં આવીને વસે છે.ફક્ત પોતાના દીકરાની શાંતિ માટે.આજે એક સત્ય ઘટના લખી રહી છું.જે મારી નજર સમક્ષ હું એની સાક્ષી છું.


પિતા: રમેશભાઈ

માતા: રૂપા

દીકરો : મેહુલ

વહુ: નિકિતા.


રૂપા અને મેહુલભાઈ લગ્ન થયા અને તરત સંયુક્ત પરિવારમાંથી અલગ થયી સુરત શહેરમાં ગયા અને હીરા બજારમાં ગયા .ત્યાં સમય સાથે બે દીકરા નો જન્મ થયો.શરૂઆત માં સુખી પરિવાર હતો.દીકરા પણ સમજદાર બન્યા હતા મોટો દીકરો દસમાં ધોરણમાં અને નાનો આઠમા ધોરણમાં હતો ત્યારે અચાનક તેમને હીરા બજારમાં હીરાની દલાલી કરતા ત્યાં એક વેપારી ની છેતરપિંડી થી પાયમાલ થયી ગયા.બધા ઘરેણાં વેચાઈ ગયા.રહેવા માટે ભાડાના મકાન માં ગયા માંડ પૂરું કરતા.રૂપાને ત્યાંથી પિયર પક્ષ સારું હતું તે લોકો પૈસા મોકલતા.


ધીમે ધીમે બાળકો મોટા થવા લાગ્યા .એમને એવો સમય હતો કે મીઠું લાવવાના પૈસા નહોતા.પણ રૂપાબેન હિંમત હાર્યા નહિ.એમને એમના પિતાની મદદથી ધંધો શરૂ કર્યો.નાની દુકાન તેમજ તેમને તેમાં પેન્ટ શર્ટ કાલુપુર થી સુરત લઈ જઈને વેચવાનું શરૂ કર્યું.અને પોતાના મોટા દીકરાને ટેકસટાઇલ એન્જિનિયર બનાવ્યો .તેની સગાઈ થયી અને એમને એક રૂમ રસોડાનું મકાન લીધું.નાનો છોકરો પણ એમ.બી.એ.કરતો હતો.ખૂબ તકલીફ વચ્ચે બંને દીકરાને ઉછેર્યા.


રમેશભાઈ ખૂબ જ મહેનત કરતા પણ કુદરત સામે લાચાર હતા.માંડ બે હજાર કમાઈ શકતા પણ દુકાનમાં રૂપા બેન ઘર ચાલે અને દીકરા ભણે તેવું કરી લેતા પૈસા ખૂટે તો પાડોશી કે પોતાના પિયરથી મંગાવી લેતા પોતે પોતાના બાળકને હીરા બજારથી દૂર રાખવા માંગતા હતા એટલે એમને જાત તોડીને દીકરા ભણાવ્યા.મોટા દીકરાને વાપી નોકરી મળી.માંડ એક મહિનો થયો હતો અને મોટો દીકરો એના મિત્રના લગ્નમાં ગયો અને ખબર નથી આજદિન સુધી શું થયું પણ ત્યાં એ મૃત્યુ પામ્યો .રૂપાબેન પર આભ તુટી પડ્યું.રમેશભાઈ ખૂબ હિંમત હારી ગયા એક બાજુ નાના દીકરા મેહુલની ફાઇનલ એક્ઝામ અને બીજી તરફ પોતાના દિકરાનો મૃત્યુ દેહ .ખૂબ કઠણ હદયે મેહુલ ને બોલાવી અંતિમ ક્રિયા કરમ કર્યા.મેહુલ પણ ખૂબ આઘાત પામ્યો
.એનું રુદન જોયું નહોતું જોઈતું.એક મોઢે આવેલો કોળીયો માનો આધાર છીનવાઈ ગયો.


સમય જતાં મેહુલ અભ્યાસ કરી અને નોકરી લાગી ગયો.માની મમતા મોટા દીકરા માટે દરરોજ રડતી હતી.રમેશભાઈ ફરી હીરાબજારમાં નોકરી લીધી.આ વખતે તેમને કુદરત ના સંયોગ જોતા સારો પગાર મળ્યો.બંને ની સારી કમાણી થયી જતાં એમને પોતાનું એક બીજું મકાન ગામડે બનાવ્યું.


મેહુલ ની સગાઈ કરી બધાજ ખુશ હતા.મોટા દીકરાનું દુઃખ ધીમે ધીમે હદયમાં ખૂણે સમાઈ ગયું.નવી વહુના સ્વપ્ન જોતા રમેશભાઈ અને રૂપાબેન ખુશ થવા લાગ્યા.જોતજોતામાં લગ્ન લેવાઈ ગયા.તેમની વહુ નિકિતા દેખાવે સુંદર,સ્વભાવે આકરી પણ શરૂઆતમાં કોને ખબર પડે?



ધીમે ધીમે એમને પોતાનો મોટો ફ્લેટ લીધો કારણકે મેહુલને મહિને દોઢ લાખ પગાર હતો.વહુના પિયરમાંથી સારો કરિયાવર મળ્યો.



શરૂઆત માં દિવસો ખૂબ સરસ જતાં હતા.પરંતુ હવે ધીમે ધીમે ઝગડા થવા લાગ્યા. નિકિતા ને સાસુ, સસરા ખૂંચવા લાગ્યા.એમને એમ બે વર્ષ થયી ગયા.એમને ઘરે દીકરીનો જન્મ થયો.પરંતુ બંને ના હાથ ખાલી રહ્યા.નિકિતા પોતાની દીકરી રમાડવા આપતી નહિ.ધીમે ધીમે એક જ ઘરમાં રૂપાબેન ની રસોઈ અલગ થવા લાગી.રમેશભાઈ થી સહન ના થયું અને તેમને આત્મહત્યા કરી લીધી.જેના લીધે સમાજમાં તેમનું નામ બદનામ બની ગયું. નિકિતા ને કોઈ ફરક પડતો નહોતો.


રમેશભાઇ ના ગયા પછી રૂપાબેન સાવ એકલા પડી ગયા.નિકિતાએ કેટલી વખત કાઢી મૂક્યા તો પોતાના પિયર જતાં અને કહેતા હું ફ્રેશ થવા આવી છું.ધીમે ધીમે પિયરમાં ખબર પડી એમને નિકિતા ને શિખામણ આપી પણ પહેલા કરતા વધુ ત્રાસ રૂપાબેન ને વધી ગયો.


રૂપાબેન જોતા કે મેહુલ કેમ કઈ બોલતો નથી.મેહુલ ચૂપ રહેતો.રૂપાબેન સમજી ગયા મારા દીકરાનું વહુ સામે કંઈ ચાલશે નહિ.આખરે એમને ગામડે બનાવેલા મકાનમાં રહેવાનો નિર્ણય લીધો.અને રાજી ખુશીથી ગામડે આવી ગયા.આખી રાત ખૂબ રડ્યા. ભગવાન પાસે એટલી પ્રાર્થના કરતા કે મારો દીકરો અને વહુ ખુશ રહે".માં" એ તો "માં" છે.


લોકો પૂછે તો કહેતા મને શહેરમાં ફાવતું નથી એટલે ગામડે આવી છું.ક્યારેય પોતાના દીકરાની નીચી ના પાડવા દે.દીકરો પણ વહુઘેલો માં ના ઉપકાર ભૂલી ગયો.જે માએ જીદંગી માં સુખ જોયું નહોતું.માંડ સુખ દેખાતું ત્યાં અચાનક મોટી લાગણી દુભાઈ ગઈ.


એજ દીકરો શહેરમાં કરોડ રૂપિયા ના મકાનમાં રહે છે.પણ માં માટે જગ્યા નથી.ધિક્કાર છે એ દીકરાને કે પોતાની માતાને ગામડે એકલી લોકોના ભરોશે છોડી ગયો.પૈસા મોકલે છે પણ માની મમતાનું ઋણ ચૂકી નથી શકતો.


એ માં પોતાના દીકરાને યાદ કરી રડે છે.ક્યારેક કલાક માટે આવે તો આખો દિવસ શબરીની જેમ રાહ જુવે છે.એના આંખોમાં થી આંશુ વહ્યા કરે છે.જે" માં" ગામડામાં ક્યારેય રહી નથી.આખી જીંદગી શહેરમાં વિતાવી તે ને બિલકુલ ફાવતું નથી પણ એક દીકરાની ખુશી માટે પોતાનું જીવન વિતાવી રહી છે.


રૂપાબેનની વેદના લખી શકું તો પણ એ વેદના ટપકાવી ના શકું.એમની આંખોમાં પુત્રપ્રેમ.પોતાની પૌત્રી પ્રેમ અને વહુ પ્રત્યેની લાગણી દેખાય છે.લોકો બધું જાણે છતાં પોતાના દીકરા વિશે ક્યારેય કોઈને જાણ ન થાય તેવા પ્રયત્ન કરે છે.



દીકરાએ ક્યારેય ના ભૂલવું જોઈએ કે એક માં - બાપ કેવી રીતે તેનો ઉછેર કરે છે. કેટલા ત્યાગ અને બલિદાન આપ્યાં હોય ત્યારે તમે ગાડી અને બંગલામાં રહેતા હોય.દરેક દીકરાએ માતા અને પિતાની સેવા કરવી જોઈએ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED