અધૂરી રહી ગઈ Bhanuben Prajapati દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધૂરી રહી ગઈ

જીવન જીવવાની કળા શીખતા શીખતા અધૂરી રહી ગઈ.

મનને માનવતા મનાવતા હું પોતે જ જવાબદાર બની ગઈ.

વાતો કરતી મોટી અને અનુસરતી અધૂરી એવી અધૂરી હું રહી ગઈ.


હું નિત્યા ઘરની તમામ જવાબદારી અદા કરવા જતાં પોતે અધૂરી રહી ગઈ.


હું નિખાલસ નિત્યા,રોજ સવારે વહેલા ઊઠીને સ્નાન કરી,તૈયાર થતી અને મંદિર જતી.હું હતી પરણિત એટલે જવાબદારી પૂરી નિભાવતી.



સવારે ઉઠીને બધાંની સાથે મળીને કામ કરતી પણ ઘરનું કામ તો મારે ભાગે આવે.મહિનાની પહેલી તારીખે પગાર તો હાથમાં મલી જતો.પણ હિસાબ કરું ત્યારે હંમેશા સરભર થયી જતું.બચાવી શકું રૂપિયો એવી કોઈ શક્યતા નહોતી.મોંઘવારીમાં જીવન જરૂરી ચીજો પાછળ ખર્ચ વધે જતો ક્યારેક મારા પિયરથી આપેલ ભાઈ,કે પપ્પા ના પૈસા ખર્ચ કરી દેતી.બધાને હું સાથે રાખીને ચાલતી પણ હું તો પાછળ રહી ગઈ.


જ્યારે સમય થયો અને પતિએ તરત કહ્યું ;તું હવે ખૂબ ઉંમર વાળી લાગે તેવી દેખાય છે.દર્પણ માં જોવાનો સમય ક્યાંય હતો.રૂપાળી હતી પણ હું ક્યારેય કદરૂપી બની એની મને ખબર ના પડી.


છોકરા મોટા થયા અને કહેવા લાગ્યા મમ્મી તું મારા લેપટોપને કે મારી વસ્તુ ના અડતી તને ખબર ન પડે.જે હાથે મે લેપટોપ પકડાવ્યું તે હાથ ક્યારે છૂટી ગયો એ પણ ખબર ના પડી.


જે હાથે રસોઈ બનાવી મોટા કર્યા એ હાથની રસોઈ આજે દીકરાને વહુ આવ્યા પછી ફિક્કી થયી ગયી એ સાંભળીને હું મૌન થઈ ગઈ.


કોને હું દોષ આપું.એક દિવસ મનથી થયી ઈચ્છા જવાબ આપવાની કે હું કેમ તમારી સાથે રહીને પણ અધૂરી રહી ગઈ.તો સાંભળો પતિદેવ, લગ્ન કરીને આવી અને ઘરનું તમામ કામ મારા હાથમાં પકડાવી દીધું ઘરની જવાબદારી અને એક હાથમાં તમારો પગાર એનું મેનેજમેન્ટ કરતા કરતા હું આજે મારી જાતથી અલગ થઈ ગઈ.


રાત દિવસ જોયા વિના તમારા બાળકોને મોટા કરવામાં નિશાળેથી લઈ આવવામાં મૂકવામાં લેસન કરાવવામાં એમને ખવડાવવા પીવડાવવામાં મને મારી જાતનો પણ ભાન ન રહ્યું અને એટલે જ જાણે મારી ઉંમર થઈ ગઈ એવું તમે મને કહી દીધું.

તમને ખબર છે જો મેં ઘરનું અને બાળકોનું ધ્યાન ન રાખ્યો હોત તો તમે લોકો જે આ પોઝિશન પર છો તે ક્યારેય ન હોત .તમારા પગારમાં હંમેશા કેવી રીતે મહિનો પસાર કરવો. એમની ગંધ શુદ્ધા પણ મેં તમને આવવા નથી દીધી. ક્યારે તમારે પૈસા આપ્યા હોય એનાથી વધારે પૈસા મેં નથી માગ્યા ઘણી વખત મેં મારી બચતને પણ એમાં હોમી દીધી છતાં પણ તમે તરત કહી દીધું, કે તને કોઈ ખબર પડે નહીં

દીકરા આ જ આંગળીએ તને પકડીને નિશાળે મૂકવા જતી હું એ જ હાથે લખવા બેસાડતી હું અને જ્યારે તારી હાથમાં લેપટોપ આવ્યું એ જ હાથને તે કહી દીધું મમ્મી રહેવા દે અડીશ નહીં પરંતુ "બેટા 'ઉપકાર માનો મારો કે લેપટોપ અને તારી હોશિયારી એ આ 'મા'ના પ્રતાપે જ છે એ તે ભૂલી ગયો અને તારામાં આમાં ઘરડી થઈ ગઈ.



સવાર સાંજ કામકાજમાં દિવસ પસાર કરતી બપોરે દીકરાઓનું ધ્યાન રાખતી અને તમારા ઘરડા મા બાપની સેવા કરતી હું આજે મારી જિંદગી જીવ્યા વિના અધૂરી રહી ગઈ એનું તમે ક્યારેય વિચાર કર્યો છે? તમે બધાએ મારા સપના નો વિચાર કર્યો છે ?મેં ઘરના તમામ લોકોના તમામ સપનાને પુરા કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ કોઈએ વિચાર કર્યો છે કે પત્ની જે તમારી સાથે ચાલનારી ,તમારું ઘરને સફળતાપૂર્વક ચલાવનારી એક સ્ત્રીના સપના શું છે એ અધૂરી કેમ છે ?ક્યારે જાણવાનો પ્રયત્ન કર્યો છે? એ બધું જાણે છે સમજે છે અને સમય પ્રમાણે જીવી શકે છે પરંતુ જેટલો પગાર છે એમાં મેનેજમેન્ટ કરતા કરતા હું પોતે આજ અધૂરી રહી ગઈ અને દીકરો કહે" માં" રહેવા દે તને ખબર ન પડે પરંતુ દીકરા તું આ શબ્દ જે બોલી રહ્યો છે એ જ્યારે મારે તને હોશિયાર કર્યો ત્યારે તું એમાં ને પ્રશ્ન કરી રહ્યો છે પરંતુ આ 'મા"ના હોત તો તું ક્યારે પણ તારા હાથમાં અત્યારે જે પેન અને ફાઈલ છે એ ક્યારેય પણ ન હોત છતાં તું ઉપકાર બનવાની બદલે એક બહાને એવો સવાલ કરી રહ્યો છે? પરંતુ આમાં તારી દીકરાને અને પતિને સાસુ- સસરાને જીવાડતા જીવાડતા એમની ખુશીઓનો વિચાર કરતા કરતા આજે પોતાની ખુશીઓને ઉમેરી દીધી અને આજે એની જિંદગી જાણે અધૂરી રહી ગઈ એવો પ્રશ્ન થઈ રહ્યો છે સમય પ્રમાણે જીવી લેવું એ હું પોતે જ ભૂલી ગઈ છતાં તમને કહી રહી કે જે સમય મળ્યો એને પોતાના પ્રમાણે જીવી લેવો નહીં તો આ જિંદગી ક્યારેય અધૂરી રહી જશે એની ખબર પણ નહીં પડે.