વંદના Bhanuben Prajapati દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વંદના

વંદના આજે ઘણા ટાઇમ પછી એના સાસરે થી પિયર આવી રહી હતી.ઘણા બધા વિચાર એના મનમાં એવી રહ્યા હતા.એની બાળપણની સખીઓ સાથે માણેલ યાદ તાજી બની રહી હતી.કેવા દિવસ હતા એ ખુશીના કે દિવસ અને રાત ક્યાં જતી ખબર ન રહી એમ વિચારતી વિચારતી એ બસ સ્ટેન્ડ ઉતરી અને એના ઘરે જવા લાગી.

વંદના ને જોઈને એના ભાઈ,ભાભી ખુશ થયા.વંદના માતા -પિતા દેવલોક પામ્યા હતા. પરંતુ એના ભાઈ- ભાભી એને ખૂબ જ પ્રેમ આપતા હતા વંદના ના લગનને હજુ બે જ વર્ષ થયા હતા પરંતુ વંદના ચહેરા પર એની ભાભી એ જોયું તો ખુશીના બદલે દર્દ હોય એવું લાગી રહ્યું હતું.



સાંજે જમી પરવારીને વંદના અને તેના ભાભી વાત કરવા લાગ્યા ત્યારે ભાભી એ વંદનાને પૂછ્યું કે વંદનાબેન તમે તમારી સાસરીમાં ખુશ તો છો ને?


વંદનાએ કહ્યું ભાભી હું ત્યાં ખૂબ જ ખુશ છું તમે કેમ એવો સવાલ કરી રહ્યા છો?



વંદનાની ભાભી એ કહ્યું ;બેટા હું તારી ભાભી ની પરંતુ એક માં છું મેં નાનપણથી તમને મોટા કર્યા છે એટલે તમારા ચહેરાની પાછળ જે દર્દ છે એને વાંચી શકું છું.



એટલું સાંભળતા જ વંદના બોલી ભાભી તમારી વાત સાચી છે એમ કહેતા એ ખૂબ જ રડી પડી.


વંદનાની ભાભી કહે: બેન તમે રડો નહીં મને માંડીને વાત કરો તો મને ખબર પડે..


વંદનાએ કહ્યું ,;ભાભી મારી સાસરીમાં પૈસે ટકે કંઈ દુઃખ નથી બંગલા ગાડી મોટરકાર બધું જ છે પરંતુ મનની શાંતિ મને નથી.


વંદનાને ભાભી એ કહ્યું બેન મનથી શાંતિ માનીએ તો શાંતિ મળે નહિતર ક્યારેય શાંતિ મળે નહીં.


વંદના એ કહ્યું ભાભી પૈસાનું સુખ મહત્વનું હોતું નથી હૃદયની અંદર જે સુખ જોઈએ જે પ્રેમની લાગણીઓ એના બે શબ્દો માટે હું દુઃખ અનુભવી રહી છું લગ્નના બે વર્ષ થયા પરંતુ હજુ સુધી મારા પતિ પાસેથી પ્રેમના બે શબ્દ મને સાંભળવા મળ્યા નથી .મારા સાસુ સસરા એ તો ખૂબ જ સારા માણસ છે પરંતુ મારા પતિ ફક્ત અને ફક્ત તનથી વ્યવહાર રાખે છે મનથી મને ક્યારેય પણ એવું નથી લાગતું કે અમે બંને પતિ- પત્ની છે મારી અંદર ઘણી બધી અપેક્ષાઓ છે મને પણ વિચાર આવે છે કે બધાની જેમ હું પણ હરું ફરું એમની સાથે વાત કરું ક્યાંય બહાર ફરવા જવું ,પરંતુ મને ક્યાંય પણ લઈ જતા નથી એ મને કહે તું ગામડાની ગવાર છે એમ સમજે છે ભાભી શું તમને એવું લાગે છે કે મને કંઈ સમજણ નથી પડતી.


વંદનાની ભાભી કહે; એવું નથી તમારા પતિ તમને પ્રેમ કરે છે પરંતુ તમે એમને અપેક્ષાઓને માન આપો. તમે એસે અત્યારે રહો છો એનાથી એમને પસંદ પડે એવી વસ્તુ કરો.


વંદના કહે !પરંતુ ભાભી મને ટાઈમ જ મળતો નથી હું ક્યારે બધું કામ કરો અને એમની જે ઈચ્છાઓ છે એને માન આપી શકું કારણકે મને પણ ખબર છે કે હું કામ મને કામમાં હું મારી જાતનું ધ્યાન આપતી નથી.


વંદનાની ભાભી કહે ક્યારે પણ તમે તમારી જાતને અવગણના ન કરો તમે તૈયાર થવાનું રાખો. એમને મનપસંદ વાનગી બનાવીને આપો એમની સાથે પ્રેમ પરી વાત કરવાનો પ્રયત્ન કરો એ ઓફિસેથી આવે ત્યારે તૈયાર થઈને પાણી આપવાનું રાખો. જમવાનું સરસ બનાવો અને એમની રહેણી કેહેણી પ્રમાણે તમે રહેવાનું રાખો તો તમારી જિંદગીમાં આપો આપ જ પ્રેમની એક કુંભ પણ ફૂટી જશે અને તમારું જીવન ખૂબ જ સુંદર અને મધુર બનશે.


વંદના એ કહ્યું :ભાભી આ વખતે હું ચોક્કસ પ્રયત્ન કરીશ હું મારા પતિને સમજવાનો પ્રયત્ન કરીશ કદાચ તમારી વાત સાચી છે કે મારો પતિ મને સમજી શકે છે પરંતુ મેં સમજવાનો પ્રયત્ન નથી કર્યો . વંદના પિયર પોતાની સાસરે આવી અને એના ભાભીના કહ્યા પ્રમાણે તે પોતાની જાતને મહત્વ આપવા લાગી.


સવારે પડ્યું ઘરનું કામકાજ પતાવીને એ પોતે તૈયાર થઈ ગઈ અને એના પતિને ટિફિન ભરીને આપી દીધુ એનો પતિ તેની સામું જોઈને જ આશ્ચર્ય ચકિત થઈ ગયો એને થયું કે આટલી બધી અલગ આજે વંદના ખૂબ જ રૂપાળી લાગે છે એમ કહીને એને ગાલ ઉપર સામાન્ય તપલી પણ મારી.

વંદના ને થયું કે ખરેખર મારામાં જ ઉણપ હતી અને હું એમની ખામી કાઢવા લાગતી હતી. ઘણી વખત એવું બને છે કે પતિ પત્નીના સંબંધમાં દોષ કોઈનો પણ હોય પરંતુ બંને એક બીજાને સમજી શકે એટલી દિલને લાગણીઓ તો એકબીજાએ સમજવી જોઈએ તો સંસાર આપોઆપ પ્રફુલિત બની જાય છે. વંદનાની જિંદગીમાં પણ એવું જ બન્યું .વંદના એના પતિના તમામ ઈચ્છાને માન આપતી થઈ એના કહ્યા પ્રમાણે કરવા લાગી પોતાની જાતને તૈયાર કરવા લાગી આ બંનેનો સંસાર એટલો બધો સરળ બની ગયો કે બીજી વખત જ્યારે સાસરેથી પિયર જવાનું થયું ત્યારે વંદાના પતિ ખુદ જ વંદનાને સાથે લઈ આવ્યા, એના ભાભી ને મળ્યા ત્યારે ભાભીને જોઈને વંદના એના પતિને કહ્યું કે તમે અહીં આવ્યા છો તો મારા ભાભીની શિખામણને જ કારણે મારા ભાભી જો મને કંઈ પણ મારી આંખ ઉઘાડી ન હોત તો આપણા બંનેનો સંસાર આજે વવેર વિખેર થઈ ગયો હોય ક્યારેક સાચી સલાહ જીવનને શણગારી અને સફળ બનાવી દે છે.એક સાચી સલાહ એ વંદનાની જીંદગી બચાવી લીધી.