ભૂતનો ભય - 13 Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ડાન્સિંગ ઓન ધ ગ્રેવ - 2

    સ્વામી શ્રદ્ધાનંદની ખલીલી પરિવારમાં અવર જવરના સમયે ઇરાનની રા...

  • horror story

    હવે હું તમને એક નાની ભયાવહ વાર્તા સાંપડું છું:એક ગામમાં, રાત...

  • ઢીંગલી

    શિખા ને ઉનાળાનું વેકેશન પડ્યું હતું, તે હવે ચોથા ધોરણમાં આવવ...

  • હમસફર - 18

    વીર : ( શોકડ થઈ ને પીયુ ને જોવે છે) ઓય... શું મુસીબત છે ( એ...

  • ફરે તે ફરફરે - 12

    ફરે તે ફરફરે - ૧૨   એકતો ત્રણ ચાર હજાર ફુટ ઉપર ગાડી ગોળ...

શ્રેણી
શેયર કરો

ભૂતનો ભય - 13

ભૂતનો ભય ૧૩

- રાકેશ ઠક્કર

પૂર્વજન્મની કહાણી

વારિતાને બીજી વખત મા બનવાની તક મળી ત્યારે એના મનમાં એક ભય વારંવાર ફૂંફાડા મારતો હતો કે આ વખતે એવું નહીં થાય ને? પહેલી વખત મા બનવાની જે ખુશી અને ઉત્સાહ હતો એ નંદવાઈ ગયા પછી એક ડર સતત એને કોરી ખાતો હતો. પહેલી વખત એ ગર્ભવતી બની ત્યારે કેવા કેવા સપનાં જોયાં હતા. પેટમાં બાળકને કોઈ તકલીફ ન હતી. પણ જ્યારે સંતાન આ દુનિયામાં આવ્યું ત્યારે મૃત હાલતમાં આવ્યું. એ આવ્યું પણ ના આવ્યું જ કહી શકાય.

વારિતા અને એની સાસુ જેનાબેનને આઘાત લાગ્યો હતો. કોઈને શું ડૉક્ટરને સમજાયું ન હતું કે એ મૃત કેવી રીતે જનમ્યું હતું. જેનાબેન સારા સ્વભાવના હતાં એટલે વહુ વારિતાને હતાશ થવા દીધી ન હતી. બે વર્ષ પછી વારિતાને ફરી બાળક રહ્યું છે ત્યારે એ વાતનું પુનરાવર્તન ના થાય એ માટે આખો પરિવાર અને ડૉક્ટર પણ સતર્ક હતા. દવાથી લઈને બધી કાળજી બરાબર લઈ રહ્યા હતાં. બાળક પેટમાં સ્વસ્થ હોવાની બધી રીતે ખાતરી કરી રહ્યા હતા.

ફરી એ દિવસ આવી પહોંચ્યો હતો. વારિતાને પ્રસવ પીડા ઉપડી હતી અને દવાખાને દાખલ કરી હતી. આખો પરિવાર અને ડૉક્ટરનો સ્ટાફ ખડેપગે એની કાળજી લઈ રહ્યો હતો. વારિતાને સાંજે વેણ ઉપડયું હતું. છેક રાત્રે સાડાબાર વાગે છૂટકારો થયો. પણ પરિણામ એ જ હતું. સંતાન મૃત આવ્યું હતું. વારિતા સહિત આખા પરિવારે રોકકળ કરી મૂકી. પણ કોઈને દોષ દઈ શકાય એમ ન હતો. કદાચ કુદરતને આ જ મંજુર હતું.

આ વખતે બાળક મૃત જનમ્યું ત્યારે વારિતાએ એ વાતની ગંભીરતાથી નોંધ લીધી હતી કે તેઓ બધાં દુ:ખી થઈ રડતાં હતાં ત્યારે કોઈ મહિલા હસતી હતી. એનું હાસ્ય કોઈ ખુશીનું નહીં પણ કોઇની ખિલ્લી ઉડાવતી હોય એવું હતું.

એક અઠવાડિયે આઘાતમાંથી સહેજ બહાર આવ્યા પછી વારિતાએ પોતાની મા જેવી સાસુ જેનાબેનને આ વાત કહી ત્યારે એ ચમકી ગયાં. આ વાત સામાન્ય ન હતી. વારિતાએ કહ્યું કે પહેલી પ્રસૂતિ વખત એને કોઈના હસવાનો અવાજ સંભળાયો એ ભ્રમ હોવાનું માની લઈએ પણ બીજી વખતે તો બહુ સ્પષ્ટ સંભળાયો હતો. જેનાબેનને થયું કે એ અને એમનો પરિવાર ત્યારે હાજર જ હતો. છતાં બીજા કોઈને એવો હસવાનો અવાજ કેમ આવ્યો નહીં હોય?

જેનાબેનને પરિવારના બે બાળકો ગુમાવ્યા પછી શંકા ઊભી થઈ રહી હતી કે આ કોઈ બૂરી શક્તિનું કામ હોય શકે છે. એમણે ગામના જીવીકાકીની સલાહ લીધી. એમણે કોઇની માનતા રાખવાની સલાહ આપી પણ જેનાબેનને એમાં બહુ વિશ્વાસ ન હતો. એક તાંત્રિક્ને વાત કરી ત્યારે એણે એવા પ્રયોગ બતાવ્યા કે જેનાબેને જ ના પાડી દીધી.

આ તરફ વારિતાને બે દિવસથી એક સપનું આવી રહ્યું હતું. એ સપનામાં એને કોઈ સ્ત્રી દેખાતી હતી પણ એનો ચહેરો ઓળખાતો ન હતો. સપનામાં એણે એ સ્ત્રીની જે કહાણી જોઈ એ જેનાબેનને કહેવાની હિંમત ના ચાલી. એ સ્ત્રી કોઈને પ્રેમ કરતી હોય છે અને એની સાથે લગ્ન પણ થાય છે. જ્યારે એમને બાળક તરીકે બાળકી અવતરે છે ત્યારે પતિ નિરાશ થાય છે અને છોકરાની અપેક્ષા હોવાનું જણાવી છોકરીને મારી નાખવાનું કહે છે. એ સ્ત્રીની બુધ્ધિ પર પથરા પડ્યા હોય કે ડર હોય પણ એ છોકરીનું ગળું દાબી મોત નિપજાવે છે.

એ તાજી જન્મેલી છોકરી મરી જાય છે પણ એનું હાસ્ય વારિતાને સંભળાવા લાગે છે. એની મજાક ઉડાવતી હોય એમ એ હસે છે. વારિતાને પોતાના મૃત બાળકો અને એ હાસ્ય વચ્ચે કોઈ કડી જોડાયેલી લાગે છે. એનું દિલને ડરાવતું હાસ્ય સંભળાતું જ રહે છે. એ કોઈ નિર્ણય લઈ લે છે પણ પરિવારને કે કોઈને એની જાણ કરતી નથી.

જેનાબેન જ નહીં આખો પરિવાર હવે વારિતાને મા બનવાની ઉતાવળ કરવાની ના પાડે છે. પણ વારિતા કૃતનિશ્ચયી બને છે. જેનાબેન સમજાવે છે કે વારંવાર આમ મૃત બાળક જન્મે એ સારું નહીં. તારા શરીરને પણ હવે જોખમ રહેશે. વારિતા એક પ્રયત્ન માટે બધાંને મનાવી લેવામાં સફળ થાય છે. કોઈને ખબર નથી હોતી કે એક બાળકને ગર્ભમાં પોષવા સાથે વારિતા બીજો એક અલગ સંઘર્ષ કરી રહી હોય છે.

ત્રીજી વખત એવી સાંજ આવે છે જ્યારે વારિતાને પ્રસવ પીડા ઊપડતાં દવાખાને લઈ જવાય છે. કોઈને જીવિત બાળક જન્મવાની આશા ના હોવાથી કોઈના ચહેરા પર ખુશી હોતી નથી. ખાતરી હતી કે ઈતિહાસનું પુનરાવર્તન જ થવાનું છે. રાત્રે સવા એક વાગે વારિતાનો છૂટકારો થયો ત્યારે એક રુદન સંભળાયું અને બધાના ચહેરા ખુશીથી ચમકી ઉઠ્યા. જીવિત સંતાન જનમ્યું હોવાની ખુશીથી જેનાબેન નાચી ઉઠ્યા. એમને થયું કે વારિતાની શ્રધ્ધા ફળી છે. બાળકીના જન્મને સૌએ વધાવી લીધો.

એક અઠવાડિયા પછી એને હોસ્પિટલમાંથી રજા મળી અને ઘરે આવ્યાં. વારિતા એકલી હતી ત્યારે જેનાબેન એની પાસે ગયાં અને બાળકીને ખુશખુશાલ રમતી જોઈ ત્યારે એમની આંખમાંથી ખુશીના આંસુ સરી પડ્યાં:બેટા, આ વખતે તને કોઇનું ઈર્ષાળુ હાસ્ય ના સંભળાયું?’

ના મા, માત્ર આ બાળકીનું રુદન જ સંભળાયું. વારિતાએ એ ક્ષણ યાદ કરીને કહ્યું.

આ ચમત્કાર કેવી રીતે થયો? તને કેવી રીતે વિશ્વાસ આવ્યો હતો કે હવે પછી જીવિત સંતાન આવશે? અમે તો આશા ગુમાવી ચૂક્યાં હતાં. જેનાબેનને હજુ વિશ્વાસ આવતો ન હતો કે વારિતાએ જીવિત બાળકીને જન્મ આપ્યો છે.

મમ્મી, બીજા મૃત બાળકના જન્મ પછી મને મારા ગયા જન્મની જિંદગી દેખાઈ. જ્યારે મેં એક બાળકીને જન્મતાની સાથે જ મોતને હવાલે કરી દીધી હતી. આ જન્મમાં એ બદલો લઈ રહી હતી. મને એ વાતનો ખ્યાલ આવી ગયો હતો. જ્યારથી ખબર પડી કે મને બાળક રહ્યું છે ત્યારથી એના જન્મ સુધી હું સતત ગયા જન્મની એ મૃત બાળકીના આત્માને પ્રાર્થના કરતી રહી કે મને માફ કરી દેજે. બે મૃત બાળકોને જન્મ આપીને મને ઘણી સજા આપી દીધી છે. અને મારી કૂખે ફરી જન્મ લઈને મને તારા મોતનું પ્રાયશ્ચિત કરવાની તક આપ. હું સતત એને વિનવતી રહી કે હું મારો પાછલો જન્મ જાણતી નથી પણ મારાથી અજાણતામાં ભૂલ થઈ હોય તો હવે ક્ષમા આપી દે. મારા ગયા જન્મના પાપની આટલી બધી સજા ના આપીશ. હું તને પાછી મેળવવા માંગું છું... અને મા, મને લાગે છે કે એ ભટકતી આત્મા આ બાળકીમાં આવી ગઈ છે અને મને જીવિત બાળકી જન્મી છે... વારિતા પોતાની બાળકીને છાતીએ વળગાળીને ભાવુક થતાં બોલી.

બેટા, જે વાત હોય એ આપણાં ઘરે લક્ષ્મીજી પધાર્યા છે એ આપણું સદભાગ્ય છે. એમનું સ્વાગત કરીએ છીએ. આ વાત તારા અને મારા પૂરતી જ રાખીશું... કહી ખુશીના આંસુ લૂછતાં જેનાબેન પોતાની વહુ અને એની દીકરીને ભેટીને અનેરી ખુશી અનુભવી રહ્યાં.

***