ઝમકુડી ભાગ @ 6
ઝમકુડી ના લગ્ન જાણે એક ઉત્સવ બની ગયો છે ,બનારસ થી બે ટ્રક ભરી ડેકોરેશન ને મંડપ નો સામાન ગોર ના ઘર આગણે આવી ગયો છે ને મજૂરો પણ ત્યાં થી આવ્યા છે , ખેતર મા મંડપ બાઘવાનુ કામ ચાલુ થયી ગયું છે ને મુનીમજી ઝમકુડી ના કપડાં ને લગ્ન ચુડો ને અન્ય જોઈતી બધી ચીજ વસ્તુઓ આપી ગયા છે , ને મુનીમજી જમનાશંકર ની રજા લયી બનારસ જવા રવાના થાય છે , ત્યાં બનારસ મા પણ કીશનલાલ નો બંગલો રોશની થી ઝળહળી ઉઠયો છે ,આખી હવેલી ને ફુલો થી ડેકોરેશન કરી છે ,સુકેતુ ની ખુશીઓ નો પાર નથી ,લગ્ન મા પહેરવા માટે ના સેરવાની ને સાફો ટ્રાય કરે છે ને મેચીગ મોજડી પણ મંગાવી લે છે , કંચનબેન ને મોટી વહૂ પણ લગ્ન ના મા પહેરવા મોધી સાડીઓ પંસદ કરે છે ને ને સાસરે વળાવેલી દીકરી નીતા બા પણ ભાઈ ના લગ્ન મા બે દિવસ પહેલા આવી જાય છે , નીતા ના આવવા થી ઘર મા ખુશીઓ નો માહોલ સરજાયો છે ,નીતા ના નાના બાહકો સોનુ ને રોહન આખા બંગલા મા ધમાચકડી મચાવી છે ,કિશનલાલ ઘર ના નોકરો ને પણ એકસ્ટ્રા બોનસ આપી લગ્ન માટે સારા કપડા લાવવાનુ કહે છે , ને લગ્ન ના લીધે પાચ દિવસ થી સાડીઓ ના શોરૂમમાં પણ રજા રાખવા મા આવી છે ,......બનારસ ના પ્ખ્યાત કારીગરો એ જમનાશંકર ના ઘર આગણે પાચ વીધા ખેતર મા વિશાળ મંડપ બાધ્યો છે ને ફુલો થી ડેકોરેશન કરયુ છે ,........એક મંડપ કેટરટશ માટે અલગથી તૈયાર કરયો છે ને જમવાના મેનુ મા 32 જાત ના પકવાનો નો ઓડર આપ્યો છે ,આવતી કાલે લગન ની જાન આવવાની છે એટલે આજે ઝમકુડી ના હાથમાં મહેદી લાગી રહી છે ને સાજે હલદી ની રશમ રાખી છે ,જમનાશંકર એ આખા ગામ ને લગ્ન નુ આમંત્રણ આપ્યુ છે , ભીનમાલ ગામમાં જાણે કે એક જાહેર ઉત્સવ હોય એવો માહોલ સરજાયો છે , એક બાજુ પીઠી ની રશમ ચાલુ રહી છે ને રશોઈઆઓ મીઠાઈ ઓ બનાવી રહયા છે ને અવનવી મીઠાઈ ની ખુશબુ પ્રસરી રહી છે ,જમનાશંકર નો સ્વભાવ એટલો સરસ કે ગામ આખા માં થી બધા ઝમકુડી માટે કયીક ને કયીક તો ગીફ્ટ લાવ્યા જ છે , .......આજે જાન આવવાની છે એટલે એની તૈયારી મા જમના શંકર ને મંગળા બેન ઉઘયા જનથી.....કારીગરો એ મંડપ ડેકોરેશન કરી ઝમકુડી નુ ઘર પણ ફુલો થી સજાવયુ છે ,.......ઝમકુ ને આ બધુ એક સ્વપ્ન હોય એવુ લાગી રહયુ છે ,.....ઝમકુ ને તૈયાર કરવા માટે સવારે વહેલી એક ગાડી બ્યુટી શિયન ને લયી ને બનારસ થી આવી ગયી છે ,સવારે ગણેશ સ્થાપન ને બીજી વીધી ઓ પુરી થાય છે ,ને સુકેતુ ની જાન લયી કિશનલાલ બનારસ થી નીકળી ગયા છે , કિશનલાલ સુટ બુટ પહેરી સાફો બાધી ને રુઆબ દાર લાગી રહયા છે ને કંચનગૌરી પણ મરૂન કલર ના સેલા મા સુદર લાગી રહયા છે ને દાગીના તો એટલા પહેરયા છે કે જાણે કોઈ રાણી મા ના હોય ,.......સુકેતુ લાલ ,ગોલ્ડન જરી વાળી સેરવાની મા રાજકુમાર લાગી રહયો છે ,ને મોટો ભાઈ સમીર પણ સેરવાની પહેરી સોહામણો લાગી રહયો છે.,બહેન નીતા પણ ભાઈ ના લગ્ન મા સુદર ઢીગલી જેવી તૈયાર થયી છે ને આશા વહુ પણ પાછળ કેમ રહી જાય એ પણ બનારસી સેલુ પહેરી કુદન ની જવેલરી પહેરી છે ,ને સુકેતુ વારેઘડીએ સમીર ને પુછે છે કે ભાઈ કયારે આવશે ભીનમાલ ? આશા ભાભી કહે છે ,દેવરજી થોડી શાંતિ રાખો તમારા વહૂરાણી નુ ઘર હજી દુર છે ,એમ કહી મજાક કરે છે ,.....જાન ગામને પાદર આવી પહોંચે છે ,બે લગઝરી બસ ને પચીસ જેટલી ગાડીઓ ,.....ભીનમાલ મા આવડી મોટી જાન જીદગી મા પહેલી વાર આવી છે ,ગામના પાદરે આવેલા રામજી મંદિરમાં જાન નો ઉતારો આપ્યો છે ,ગામ લોકો એ જાન ને સાચવી લેવાની બધી તૈયારીઓ કરી લીધી છે ,જાણે ઝમકુડી ગામ આખાની દીકરી હોય એમ બધા એ પોતાના ઘર નો જ અવસર ગણી ને જાન મા આવેલા મહેમાનો ની આગતાસ્વાગતા મા કોઈ કમી નથી રાખી ,ચા ,પાણી ને ઠંડા પીણાં ,આઈસ્ક્રીમ ,કોફી ,બધી જ વ્યવસ્થા કરી છે ને ગામના યુવાનો એ ભીનમાલ ગામ નો વટ રહી જાય એ માટે કોઈ કસર નથી છોડી ,કિશનલાલ પણ વ્યવસ્થા જોઈ ખુશ થયી જાય છે ને ગામ ની એકતા નો સુદર નમુનો અંહી ભીનમાલ મા જોવા મળયો છે ,કિશનલાલ ની સાથે બનારસ ના મોટા મોટા વેપારીઓ પણ જાન મા આવ્યા હતા ,ભીનમાલ મા એક પ્રખ્યાત મંદિર આવેલું છે .....રામદેવપીર નુ એ છેક તળેટી પર આવેલુ છે ,પગથિયાં પણ બહુ છે પણ પાછળ ના કાચા રસ્તે થી ગાડી છેક તળેટી પર મંદિર સુધી જાય છે ,એટલે જાન મા આવેલા લોકો એ મંદિર એ રામદેવપીર ના દર્શન કરવા નુ ચુકતા નથી ,..........સામૈયું નુ સમય થાય છે એટલે ગામ આખુ જાન ના સામૈયું મા જોડાય છે આજે તો મંગળાગૌરી પણ સુદર સાડી પહેરી અંબોડા મા ગજરો લગાવી ને પહેલી વાર મેકઅપ કરયો છે ,......ને ગોરમહારાજ પણ સુટ પહેરી ને તૈયાર થયા છે ,બેન્ડવાજા ને ઢોલ નગારાં સાથે જાન ના ઉતારે પહોંચ્યા ને ......ગામ લોકો એ જાન મા આવેલાં બધા મહેમાનો ને હાથ જોડી સ્વાગત કરયૂ ,.......ને સામૈયા ની વીધિ પતાવી સુકેતુ ને સફેદ ઘોડા પર બેસાડી ને ડી.જે.ના શોરબકોર સાથે જાન મંડપમાં આવી પહોંચી...... ધુમ ફટાકડા ફુટે છે ને સુકેતુ ના મિત્રો મન મુકી ને નાચે છે ,જાન મા આવેલા બનારસ ના મોટા માણસો પણ એક નાના ગામડામાં આટલી સગવડ ને આવો આદર ભાવ જોઈ ખુશ થાય છે ,ને મંડપ ડેકોરેશન તો અઠવાડિયા થી ચાલતુ હતુ ......તાજા સુગંધી દાર ફુલો નો ઉપયોગ કરયો હતો ,એટલે આખો મંડપ સુગંધ થી મહેકી રહયો હતો ,.....બનારસ થી આવેલા મહેમાનો ને કયા ખબર હતી કે આ બધી કરામત ,તૈયારીઓ કિશનલાલ એ પોતાની શાન બનાવા માટે અઠવાડિયા થી તૈયારીઓ કરાવી હતી ,જમનાશંકર ને ક્નયાદાન મા બેસવાનું હતુ એટલે લગ્ન વિધી માટે પોતાના એક મિત્ર ને બેસાડયા હતા ,.......એક બાજુ જમણવાર ચાલુ થાય છે ને બીજી બાજુ લગ્ન ના મંત્રોચ્ચાર વીધી ચાલુ થાય છે ,કંચનબેન અંદર જયી ઝમકુડી ને ઘરે થી લાવેલા કુન્દન ના ઘરેણાં પહેરાવી આવે છે ,.......લાલ ,ગોલ્ડન જરદોશી વરક ની ચણીયા ચોળી મા ઝમકુડી રૂપસુદરી લાગી રહી હતી ,કંચનબેન પોતાના આખના કાજળ થી ઝમકુ ને નાનુ ટપકુ કરે છે ,........શુભમુહરત મા ઝમકુડી લગ્ન ની ચોળી મા આવે છે ,ને સુકેતુ જોતો રહી જાય છે , ને જાન મા આવેલા મહેમાનો પણ ઝમકુડી ને જોઈ ને સમજી જાય છે કે કિશનલાલ જેવો મોટો વેપારી આવા નાના ગામડા ની દીકરી ને વહુ કેમ બનાવી રહયા છે ,....ઝમકુડી ને જોઈ ને બધા ના મન નુ શંકા નુ સમાધાન થયિ જાય છે , .......સુકેતુ ને ઝમકુડી એક બીજા ને વરમાળા પહેરાવે છે ને અગ્નિ ની સાક્ષી એ સાત ફેરા ફરી પતી પત્ની બની જાય છે ,સુકેતુ ઝમકુ ને મંગલસુત્ર પહેરાવી સિદુર પુરે છે ,ને આમ લગ્ન સરસ રીતે સંપન્ન થાય છે , ગામ ના સરપંચ દશ તોલા નો સેટ આપે છે ,ને ગામના બીજા પટેલો પણ એક એક દાગીનો આપે છે ,સીતા બા આખા ઘરનુ ફરનીચર ને વાસણો ની પુરત આપે છે ,કિશનલાલ ને નવાઈ લાગે છે કે ગરીબ ઘર ની દીકરી છે પણ ગામ આખા એ ઢગલો કરીયાવર કરયો ,.....ને સોનુ પણ પચાસ તોલા જેટલુ થયુ , ........દીકરી વિદાયની વેળા આવી ગયી ને ઝમકુડી મંગળાગૌરી ને જમનાશંકર ને વળગી ને ખુબ રડે છે ,ગામ આખુ હીબકે ચડયુ છે ,........ને વાજતે ગાજતે જાન ને વિદાય આપે છે ,........હવે ઝમકુડી નુ સાસરુ ,નવું ઘર બનારસ એની આગળ ની વાત જાણવા માટે વાચો ભાગ @ 7
નયના બા દિલીપસિહ વાઘેલા
્્્્્્્્્્્્્્્્્