ઝમકુડી - પ્રકરણ 11 નયના બા વાઘેલા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઝમકુડી - પ્રકરણ 11

ઝમકુડી ભાગ @ 11

ઝમકુડી જીદગી મા પહેલી વાર આમ કોઈક ના બાઈક પર બેઠી હતી ,બસ મળી નહી ,રીક્ષા ભાડુ વધારે થાય ને ભીનમાલ જેવા ગામડામાં રીક્ષા જાય પણ નહી ,સ્પેશિયલ કરે તો ભાડું બહુ થાય એટલે ના છુટકે નચીકેત ની પાછળ બેસવુ પડયુ ,ઝમકુડી ને ઘરે જલ્દી પહોચવુ હતુ ને નચીકેત ને ઝમકુડી સાથે જેટલો સમય વધારે રહેવાય એટલુ સારુ એમ વિચારી બાઈક એક દમ ધીમી ગતી એ ચલાવતો હતો ,.......તારુ નામ ઝમકુડી કોણે પાડયુ ? ....મારા પપ્પા એ ,......બહુ સરસ છે મને બહુ ગમે છે તારુ નામ ...........એટલા માટે તમે રોજ મારી એસ.ટી બસ નો પીછો કરો છો ને ખોટુ પેટ્રોલ બગાડો છો ,......એ કયી ખોટુ નથી બળતું ,......તો ? તને ખોટું ના લાગે તો એક વાત કહૂ ? હા બોલો ને .....ઝમકુડી તુ મને બહુ જ ગમે છે ,એટલે તારો પીછો કરૂ છુ ,.........ઝમકુડી એ કયી જવાબ ના આપ્યો ને બોલી નચીકેત પલીઝ બાઈક ફાસ્ટ ચલાવો ને ,મારે બહુ મોડુ થયી ગયું છે ,....પપ્પા ઘેર આવી ગયા હશે તો લડશે ,.......હા ચલાવુ પણ એક શરતે ,.......શુ બોલો ને ,....કાલે પણ મારી બાઈક પર જ આવવાનું ,.....બોલ આવીશ .....હુ તને રોજ મુકવા આવીશ......ના હો રોજ ના અવાય.......જયા સુધી ફંકશન ચાલે છે તયા સુધી ગામ ના છોકરા કે છોકરીઓ નથી હોતી..... એટલે ફકશન ચાલે છે તયા સુધી ફીકસ......... ઓકે .....બીજી વાત એ કે આજ થી આપડે બન્ને પાકા મિત્રો,...... હા બસ મિત્રો ,....તમે હાલ મને જલદીથી ઘેર પહોચાડો ,કાલ ની વાત કાલે , ...ને નચીકેત બાઈક ફાસ્ટ ચલાવી પંદર મીનીટ માં તો ભીનમાલ રોડ પર ઉતારે છે ને બાય કહી બાઈક પાછુ વાડે છે ,ઝમકુડી તો મનમા મહાદેવ જી નુ નામ લેતી લેતી ઉતાવળા પગલે દોડે છે ,એને જમનાશંકર ની બહુ બીક લાગે , ફટાફટ પગ ઉપાડે છે ઘરે આવી તયારે મમ્મી રાહ જોતા આગણા મા જ બેઠા હોય છે ,કેમ ઝમકુડી આટલુ બધુ મોડુ કરયુ ,....? મને કેટલી બધી ચિંતા થાય ,ને તારા પપ્પા તો આવ્યા હોત તો મારુ તો આવી જ બનત ,તને ખબર છે ને એમનો સ્વભાવ ? .....એ તો ના જ પાડતાં તા કે જવાન દીકરીઓ ને આમ શહેર મા ભણવા ના મોકલાય ,તોય મે તારી જીદ માની ને મોકલી , ને આવી રીતે આટલુ બધુ મોડુ થાય તો તારા પપ્પા મારી ધુળ કાઢી નાખશે ,.....મમ્મી પણ મારી વાત તો સાભળ .....મે સ્કુલ ના ફંકશન મા બે નાટક મા ભાગ લીધો છે ,એટલે સ્કુલ છુટયા પછી બે કલાક પ્રેકટીશ કરવાની હોય છે ને એમાય આજે બસ જ ના ઉભી રહી , ને રીક્ષા મા આવુ એટલા પૈસા નહોતા ,.....તો તુ આ ફંકશન મા ભાગ લીઘો છે એ માથી નીકળી જા ,પણ મમ્મી હવે એન્ડ સમયે ના પાડીશ તો પ્રિન્સિપાલ સાહેબ સ્કૂલમાં જ કાઢી મુકશે .....આ કયા રોજ નુ છે મમ્મી ,બસ થોડા દિવસો જ મોડુ થશે પછી તો ટાઈમસર આવી જયીશ ,સારુ સારુ હવે જા નિશાળ ના કપડાં બદલી નાખ ,તારા પપ્પા આવતાં જ હશે ,ને ઝમકુડી ઘર માં જયી કપડાં બદલે છે , ને નાના શંભૂ ને લેશન કરાવા બેસે છે , મંગળાગૌરી ચૂલા પર રોટલા બનાવા બેસે છે ,ને ઝમકુડી ને કહે છે એ સકુલ મા નાટકો માં ભાગ લીધા કરતા આ ચુલા પર રોટલા બનાવતા શીખો ,ભેસો દોહતા શીખ ,ચાર વાડતા શીખ ,તો કાલ ઉઠી સાસરે જયી ને કામ આવશે , ગમે એટલુ ભણસો તોય સાસરે જયી રોટલા જ ટીપવા પડશે ને ભેસો વાળુ ઘર મળયુ તો ભેસો એ દોહવી પડશે ને ખેતરમાં ચાર વાઢવા પણ જવુ પડશે ,........ઓશરી માં બેઠેલા સીતા મા બોલયા કે ગોરાણી તમે ય શુ આવુ બોલો છો ,....આ તારી દીકરી ઝમકુડી કેટલી હોશિયાર છે ને એના નસીબ તો બહુ સારા છે ,જો જે ને કોઈક રાજકુમાર આવશે ઝમકુડી ને પૈણવા ,......એ તો સીતા બા તમે વિચારો છો ,પણ કિસ્મત પણ સાથ આપે તો ને ,આપણા સાવ છેવાડાના ગામડા માં કયા કોઈ જાન શહેર માં થી આવે છે ,? ......ઈ વાત તમારી સાચી ગોરાણી પણ વળી આ તો નસીબ ની વાત છે , ને લગ્ન ની જોડી ઓતો ભગવાન ઉપરથી જ બની ને આવે છે ,.....પછી ભલે ને મુરતિયો ગામડા નો હોય કે શહેર નો ,આતો ભગવાન ના હાથની વાત છે ,....પણ સીતા માં મારી ઝમકુડી છે હોશિયાર ને મુઈ દેખાવડી એ બહુ છે ,.......ભગવાન કરે ને તમે વિચારો છો એવુ બને તો તમારા મોઢામાં ઘી સાકર ,.....ઝમકુડી ઓ ઝમકુડી પાણીયારે થી દુધ ની તપેલી ને આ ગરમ રોટલો સીતા બા ના ઘેર મુકી આવ ,.....સીતા બા આજ તો શાક બહુ તીખુ નથી બનાવ્યુ થોડુ કાઢુ ,? ના ના ગોરાણી રાત્રે તો શાક નથી જ ખાવુ ,પછી અડધી રાતે એસીડીટી ઉપડે છે ,....બસ ધી ગોળ ને રોટલો ને દુધ બસ ,......આ તો સારુ છે મંગળા કે તુ મારુ આટલુ કરી આપે છે ,...બાકી આ જમાનામાં કોઈ શુ ? પોતાની વહૂ પણ રોટલો ના ઘડી આપે ,....મારા બહુ આશીર્વાદ મળશે તમને ,ઝમકુડી દુધની તપેલી ને થાળીમાં રોટલો લયી સીતા બા ના પાણીયારે મુકી આવે છે , સીતા બા ના દીકરો વહુ ને દીકરી જમાઈ બધાં અમેરિકામાં સેટ થયી ગયા છે ,બે વરસે એક વાર મા ને મળવા આવે છે ને દર મહીને પૈસા નિયમિત મોકલે છે ,ને અમેરિકા થી આવે તયારે જમનાશંકર ના પરિવાર માટે બહુ બધી વસતુ ઓ લયી આવે છે ને સીતા બા નુ ધ્યાન રાખવાની ભલામણ કરી જાય છે ,......ને સીતા બા પણ મંગળા બા ના બાળકોને પોતાના સમજી એમની બધી જરુરિયાત પુરી કરે છે ,......ને ઝમકુડી તો સીતા બા નુ ઘર નુ બધુ કામ પણ કરી આપે છે ને એમને તેલ માલીશ કરી આપે ,પગ દબાવી આપે ,બીમાર પડે તો સેવા કરે ,એટલે સીતા બા ને ઝમકુ બહુ વહાલી લાગે છે ,.......બીજા દિવસે સવારે ઝમકુડી વહેલી ઉઠી તૈયાર થયી જાય છે ,ફંકસન ની પ્રેકટીશ માટે સ્કુલ ડ્રેસ પહેરવા મા થી છુટ આપી છે ,એટલે રોજ રંગીન નવા કપડા નો શોખ પુરો થાય છે ,આજે પણ ઝમકુડી બ્લેક ડ્રેસ ને લાલ બાધણી નો દુપટ્ટો પહેરયો છે ને સકુલ બેગ લયી ફટાફટ બસ સ્ટોપ પર આવે છે ,ગામને પાદરે જ એસ .ટી સ્ટેન્ડ છે ,ઝમકુડી ની બધી બહેનપણી ઓ ઝમકુડી ની રાહ જોઈ રહી હતી ,બસ આવી ને બધી સહેલીયો બસ માં છઢે છે ,....બસ ના કંડકટર ને ડ્ડરાઈવર ગામના બધા અપડાઉન કરતાં છોકરા છોકરીઓ ને ઓળખે છે એટલે બધા વિધ્યાર્થી આવી ના જાય તયા સુધી બસ ઉપાડતા નથી ,.....અરે વાહ ઝમકુડી આ તારો ડ્રેસ તો બહુ મસ્ત છે ,ને તારી પર તો વધારે જામે છે , હા હવે મસ્કા ના માર બકા ,....ના અલી સાચુ કવ છુ ,.......વાતો વાતોમાં સકુલ આવી ગયી ,ને બધા વિધાથીઓ
ઉતરી ગયા ,......સ્કુલ ના ગેટ આગળ જ નચીકેત ઉભો રહયો હતો ને ઝમકુડી ને બ્લેક ડ્રેસ માં જોઈ ને ખુશ થયી ગયો ,ઝમકુડી એ આજે કાળા લાબા વાળ ખુલ્લા રાખ્યા હતા ,ખાલી નચિકેત જ નહી પણ કોલેજના ગેટ પાસે ઉભેલા બધાં છોકરાઓ પણ ઝમકુડી ને જોઈ રહેતા ,પણ ઝમકુડી ની એક જ આદત હમેશાં નીચુ જોઈ ને જ ચાલે ,આશ પાશ બીજુ કયાય જુએ પણ નહી ....સ્કૂલમાં બધા ટીચરો ની પણ પ્રિય .......હમેશાં બધા ની મદદ માટે તૈયાર જ હોય ,.....આગળ ની વાત માટે વાચો ભાગ @ 12 ઝમકુડી......
નયના બા દિલીપસિહ વાઘેલા ..........
્્્્્્્્્્્્્્