ઝમકુડી - પ્રકરણ 7 નયના બા વાઘેલા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

શ્રેણી
શેયર કરો

ઝમકુડી - પ્રકરણ 7

ઝમકુડી ભાગ @ 7
જમનાશંકર ને મંગળાગૌરી ઝમકુડી ને વળગી ને રડે છે , .....ને ગામ આખુ જાન વળાવા પાદર સુધી આવે છે ,ને ઝમકુડી વાજતે ગાજતે સાસરે સિધાવે છે.........ઝમકુ જીદંગી મા પહેલી વાર બનારસ જેવા શહેર મા લગ્ન કરી ને આવી છે , ...... ગાડી મોટી હવેલી આગળ આવી ને ઊભી રહે છે ......હવેલી રોશની થી ઝગમગાટ લાગી રહી છે ,ઝમકુ આવડુ મોટુ એનુ ઘર જોઈને ખુશ થાય છે ,........કંચનબેન આરતી ની થાળી લયી દીકરા વહુ ની આરતી ઉતારે છે ને પછી કંકુ ના થાળ મા પગ મુકી ઝમકુ કુમ કુમ પગલા પાડતી ઘરમાં પ્રવેશે છે ,ગણેશ સ્થાપન આગળ વિધીવત પુજા કરી છેડા છોડાવે છે ને ,....કંચન બેન ઝમકુ ને બધાની ઓળખાણ કરાવે છે ,....મોટા જેઠ ,જેઠાણી,.... દીકરી નીતા બા ને જમાઈ ,ઘરડા વડ સાસુ ને ઘરના નોકર, ને રસોઈ વાડા મહારાજ ની ,.....સંસ્કારી ઝમકુ બધા ને પગે પડી આશીર્વાદ મેળવે છે , ને પછી નીતા બા ઝમકુ ને એના ઉપર ના બેડરૂમ માં મુકી આવે છે ,ઝમકુ આવડી મોટી હવેલી ને આવડુ મોટુ કુટુંબ જોઈ ખુશ થાય છે ને ભગવાન નો આભાર માને છે કે આટલુ સુખી સાસરીયુ મળયુ ,....સુકેતુ બેડરૂમ માં આવે છે ,ને ઝમકુ ને સરસ કંગન ગિફ્ટ આપે છે ,.............બીજા દિવસે સવારે ઝમકુડી વહેલા ઉઠી ને સરસ સાડી પહેરી તૈયાર થઈ નીચે આવે છે ,..... ને સુકેતૂ પણ તૈયાર થયી નીચે આવે છે ,ઝમકુડી હતી તો બહુ રૂપાળી ને બીજુ એ કે એની સાડી પહેરવાની રીત કલાત્મક હતી ,નાભી થી નીચે સાડી બાધતી ,.......શરીરે પાતળી ને હાઈટ માં લાબી ને કાળા ભમ્મર વાળનો ચોટલો છેક નીચે અડતો ,.......કંચનબેન તો આવી સુદર ને સંસ્કારી વહુ મેળવી ફુલ્યા નોતા સમાતા ,.....આજે સાજે રિશેપ્શન હતુ ,હવેલી મા આવેલા ગાર્ડનમાં જ સ્ટેજ બાધ્યો હતો ,ને કિશનલાલ એ શહેર ના મોટા વેપારીઓ ને પણ નિમંત્રણ આપ્યુ હતુ ,........ઝમકુ ને તૈયાર કરવા માટે બ્યૂટી પારલર વાડી આવી ગયી હતી ,..........આજે ઝમકુ ગ્રીન કલર ના રજવાડી કાપડા મા મસ્ત લાગી રહી હતી ,ને કંચનબેન એ દેખાડો કરવા માટે ઢગલો દાગીના પહેરાવી દીધા હતા ,ઞમકુ નુ રૂપ આજૈ પુનમ ના ચંદ્ર ને પણ પાછુ પાડે એવુ લાગી રહયુ હતુ ને કિશનલાલ ને તો ઝમકુડી જાણૈ બિઝનેસ વધારવામાં બહુ કામ આવશે એમ વિચારી ને જ છેક ભીનમાલ લાબા થયા હતા ,.....ઝમકુડી ની બહેનપણી એની સાથે હતી એટલે ઝમકુ ને એકલુ નહોતુ લાગતુ ,.......રિશેપ્શન પણ ધામધૂમથી ઉજવાઈ જાય છે ,એટલે કિશનલાલ ને શાંતિ થાય છે , બીજા દિવસે સવારે ડાઈનીંગ ટેબલ પર ફેમીલી ચા નાસ્તા માટે બેઠા છે ,....... ને કિશનલાલ કહેછે કે સુકેતુ કાલ થી આપણો જે મેઈન શોરૂમ છે તયાં ઝમકુડી ને તારે સંભાળવાનો છે , રોજ બહાર નવી ડીજાઈન બહાર પડે એ સાડી ઝમકુડી એ પહેરવાની રહેશે અને મેકઅપ કરી ને પુતળા ની જેમ શોપ ના કાઉન્ટર ને સંભાળવા નુ રહેશે ,.....ને આવેલા કસ્ટમર ને સાડી પોતાના પર ટ્રાય કરવા ની રહેશે ,......ઝમકૂડી તો મુજાઈ ગયી ને બોલી પપ્પા જી એ કામ મને નહી ફાવે ,હુ તો ગામડા ની છોકરી છુ ને હુ પોતે કદી એવા મોટા શોરૂમમાં ગયી નથી તો હુ કેમનુ સંભાળી શકીશ,....સુકેતુ પણ વચ્ચે બોલી ઉઠે છે ,હા પપ્પા ઝમકુડી ને એ બધુ નહી ફાવે ,ને આપણા શોરૂમમાં એટલી સેલ્સગ્રલ છે , ........હા સુકેતુ એ નોકર છે બધી આપણી ને ઝમકુડી માલિક છે શોરૂમ ની ને રહી વાત શિખવાની તો સેલ્સગરલ શીખવાડી દેશે ,ને મારા ખ્યાલ મુજબ ઝમકુડી ની સાડી પહેરવાની સ્ટાઈલિશ જ આખી અલગ છે ,એટલે નવી આવેલી ડીજાઈન
ટ્રાયલ રૂમમાં જયી પહેરી ને બહાર કસ્ટમર ને બતાવા ની છે ,......સુકેતુ પોતાના પપ્પાને સારી રીતે ઓળખે છે કે પપ્પા કોઈ પણ કામ ફાયદો હોય તો જ કરે છે ,એટલે એમ કે પપ્પા એ ઝમકુડી ને શોરૂમમાં કામ સંભાળવા માટે જ પંસંદ કરી છે ,......ઝમકુ તો કયી પણ ના બોલી શકી ને મા ,બાપ ના સંસ્કાર પણ એવા હતા કે કોય કામ મા ના ના પાડી શકે ને વડીલો ને સામો જવાબ પણ ના આપે ,મન થી તો ઝમકુડી ગભરાઈ ગયી હતી પણ સુકેતુ પર એને વિસ્વાસ છે ને સુકેતુ નો સાથ પણ છે એટલે એ બધુ કામ શીખી જશે ,પણ ઝમકુડી ને એ ના સમજાયુ કે ઘર માં નવી વહુ પરણીને આવે એટલે ઘર નુ કામ કાજ ને રસોડુ સોપવામાં આવે ,ને અહી તો વહુ ને સીધો બિઝનેસ સંભાળવા આપી દીધો ,હુ એટલુ ભણેલી પણ નથી ,બસ મારૂ રૂપ જોઈ પસંદ કરી ને રૂપ નો ઉપ્યોગ શોરુમ ના પુતડા ની જેમ ઉપયોગ કરવા માટે જ છું હુ ......ઝમકુડી ભલે વધારે ભણી નહોતી પણ સમજદાર ને હોશિયાર હતી ,ગમે એવા અજાણ્યા વ્યક્તિ ને પણ એના વાણી વર્તન થી પ્રભાવીત કરી દેતી ,કિશનલાલ પહેલી નજર માં જ ,જોહરી જેમ હીરા ને પારખી લે એમ જ ઝમકુડી ને પારખી લીધી હતી ,.......જમકુ ની મોટી જેઠાણી આશા પણ સુદર જ હતી ને ભણેલી પણ હતી , પણ એ ઘર સંભાળતી હતી ,ઘર માં રસોઈ વાળા બે માણસ ને કામ વાળા બે ને બે ડ્રાઇવર હતા , સુખી સંપન્ન પરીવાર હતો ,.....ઝમકુડી નો સ્વભાવ પણ બધા મા ભળી ગયો ,આજે એની પહેલી રસોઈ હતી એટલે કંચનબેન ઝમકુડી ને ખાલી એક સ્વીટ વસ્તુ બનાવવા નુ કહયુ ,ઝમકુ એ કહયુ મમ્મી જી બધી રસોઈ હુ બનાવી લયીશ પણ કંચનબેન એ ના પાડી તુ ખાલી લાપશી બનાવી દે બસ એટલે રશમ થયી જાય ,બાકી વહુ અંહી કોઈ કામ જાતે કરવાનુ નથી ,.......ઝમકુડી સાસુ મા ની આગ્ના નુ પાલન કરે છે ,ને લાપશી બનાવે છે , ગામડે બાજુ વાળા સીતા બા એ જ ઝમકુડી ને લાપશી બનાવવા શીખવાડયુ હતુ ,સીતા બા ને લાપસી બહુ ભાવે ,આજે પણ ઝમકુ એ લાપશી દીલ થી બનાવી .......ને બધા જમવા બેઠાં ને ઝમકુડી ના હાથ ની લાપશી તો બધા એ બહૂ વખાણી ને કંચનબેન બોલ્યા ભલે ઝમકુ ગામડા ની છે પણ સર્વ ગુણ સંપન્ન છે , ઘર મા ઝમકુ ના વખાણ સાભળી ને આશા વહુ નુ મોઢુ વીલાઈ ગયુ ,.......મનમાં વિચારવા લાગી કે હુ પાચ વરસ થી પરણી ને આવી છુ ,મે પણ પહેલી રસોઈ મા સીરો બનાવ્યો હતો ,મારા વખાણ તો કોઈ એ નહોતા કરયા ,ને હુ ભણેલી છુ ,હોશિયાર છુ મને તો શોરૂમમાં બિઝનેસ સંભાળ વા માટે કદી કહયુ નથી ,મારો ધણી સમીર આખો દિવસ શોરુમ પર હોય છે ઘરે આવી ને રોજ ધંધાકીય વાતો ઘર મા કરતાં હોય છે ,હુ તો અનુભવી પણ છુ ,તો મને કેમ સમીર સાથે શોરુમ મા નથી જવા દેતા ,મને તો એ નથી સમજાતું કે આ ગામડામાં થી આવેલી ઝમકુડી માં મમ્મી જી ને પપ્પા જી એ શુ જોઈ લીધુ કે એને ઘર ની વહુ તો બનાવી ને બિઝનેસ માં પણ કાલ થી જ જશે ,.......ને.મારે બસ ઘર મા મારા સોનુ ને સાચવી ને બેસી રહેવાનું ,.....આમ આશા વહુ મનમાં ને મનમાં ખોટા વિચારો કરી દુખી થાય છે ,જમી પરવારી ને સુકેતૂ ઝમકુ ને બનારસ શહેર જોવા લયી જાય છે ,......સુકેતૂ ઝમકુ ને બહુ પ્રેમ કરે છે એટલે એને ઝમકુ હવે રાત દિવસ એની પાસે જ રહેવાની ,શોરુમ માં પણ ,......પપ્પા ના નિર્ણય થી પહેલાં એને નહોતું ગમયુ પણ લાબુ વિચારયા પછી એને પપ્પા નો નિર્ણય સાચો લાગયો ,ઘરે ઝમકુ બિચારી એકલી પડી જાત ને શોપ મા તો ફ્રી સમયે સાથે સમય વીતાવી શકાશે ,.........સાજે મોડા હોટલમાં જમી ને જ બન્ને ઘરે આવે છે ,......કાલ સવારે વહેલા ઉઠી તૈયાર થયી શોરુમ પર જવાનું છે એ વાત નુ ઝમકુડી ને ટેનસન છે , મન માં વિચારે છે કે જેવુ સસરા જી એ વિચારયુ છે એ પ્રમાણે હુ કરી શકીશ કે નહી ? .....કાલે ઝમકુડી નો શોરુમ મા પહેલો દિવસ કેવો રહેશે .....એ જાણવા માટે વાચો ભાગ @ 8

નયના બા દિલીપ સિહ વાઘેલા.....
્્્્્્્્્્્્્