ઝમકુડી - પ્રકરણ 3 નયના બા વાઘેલા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઝમકુડી - પ્રકરણ 3

ઝમકુડી ભાગ @ 3

કેતા ના લગ્ન ધામધૂમથી પતી ગયા ......ને એ બનારસ પોતાના સાસરે પહોંચી ગયી,......આજે કેતા નુ રીસેપ્શન હતુ ,કેતા એ જીદગી મા પહેલી વાર જ શહેર માં આવી હતી ,લગ્ન પછી રીસેપ્શન શુ હોય એ પણ નહોતી ખબર ,.......આજે પણ કેતા ને બ્યુટી પાલર વાળી એ એને બહુ સરસ તૈયાર કરી હતી ,....બહુ સુખી પરિવાર મા લગ્ન થયા હતા ,.......કેતા ના પપ્પા એ પણ દહેજ માં ધણુ બધુ આપ્યું હતુ ,....સુકેતુ કયાર નો કેતા ની આગળ પાછળ ફરતો હતો ,ને એને બસ ઝમકુડી વિશે જ પુછયા કરતો હતો ,....કેતા ભાભી કહોને તમારી ઝમકુડી નો સ્વભાવ કેવો છે ? એ કેટલુ ભણી છે ? મને એ દિલ થી એ બહુ ગમી ગયી છે ,ને મારા મોટા બેન અને ભાભી એ પણ જોઈ ,એ બધાને બહુ ગમી છે ,.....કેતા ભાભી એ મારી સાથે લગ્ન કરવા તૈયાર થશે કે નહી ,એના પપ્પા માનશે ? એ કયી અટક ની છે ,......કેતા કમલ ના આ અઝાણયા મિત્ર ને શુ જવાબ આપે ,હજી એ સુકેતુ નુ ઓળખતી નથી કે નથી કમલ નો પરિચય થયો ,કે નથી ફેમિલી નો પરિચય ને આ સુકેતુ તો હાથ ધોઈ ને પાછળ પડી ગયો હતો , કે બસ ઝમકુડી ની વાત કરાવો ફોન મા ,......પણ સુકેતુ ભાઈ ત્યા ગામડામાં છોકરીઓ પાસે ફોન ના હોય ,........ઓહહ તો હવે ભાભી ? શાંતિ રાખો દિયર જી ........હુ પગફેરા માટે પિયર જયીશ ત્યારે ઝમકુડી ના બાપુજી ને પુછતી આવીશ ,.......તો તમે પગફેરા માટે કયારે જશો ? ચાર દિવસ પછી ,ઓહોઓ હજી ચાર દિવસ.....ના ભાભી એતો બહૂ મોડુ થયી જશે ,એક કામ કરો તમારા પપ્પા તો ફોન રાખે છે ને ? હા ..પણ કેમ ? મને તમારા પપ્પા નો નંબર આપો હુ મારા પપ્પાને આપીશ ને પપ્પા બધી વાત પણ કરી દેશે ,......કેતા ને હજી સુકેતુ નો કોઈ પરિચય નથી એટલે ખચકાટ અનુભવે છે ,ને સુકેતુ ની જીદ આગળ ઝુકી જાય છે ,ને પોતાના બાપુજી નો નંબર આપે છે ,ને સુકેતુ ખુશ થયી કેતા ને થેનકસ કહે છે ,........સુકેતુ ઘરે જયી ને મમ્મી ને કહે છે ,મમ્મી આપણે સિરોહી જાન મા ગયા હતા ને ......તયા પેલી છોકરી મને બહુ ગમી હતી એનુ નામ ઝમકુડી છે ,......હા ભાઈ સુકેતુ મને બધી જ ખબર છે ,તારા ભાભી એ ને આશા એ બધી વાત કરી ને તને બહૂ ગમે છે એ પણ કહયુ .........એ છોકરી ભીનમાલ ની છે , ને ભ્રામણ દવે છે,........ને કેતા ના લગ્ન ની વિધી કરતા હતા એ જ ઝમકુડી ના પિતા છે ,......ઓહહહ .....મોમ તો શુ તમે પપ્પા ને નહી સમજાવો ? મોમ આપડી અટક અલગ છે તો શુ થયુ ? મને એ છોકરી બહુ જ ગમી છે ,ને હુ લગ્ન કરીશ તો એની સાથે જ ,.....બાકી આજીવન કુવારો રહીશ ,.......મા દિકરા વચચે બહેશ ચાલતી હતી ને એટલા મા સુકેતુ ના પપ્પા કિશન મારવાડી આવ્યા ,ને સુકેતુ ની મમ્મી કંચન બેન બોલ્યા .......લો સાભળો સુકેતુ ના પપ્પા તમારા લાડલા એ પોતાના માટે વહુ શોધી લીધી છે .......ના ઘરબાર ની ખબર કે ના ખાનદાન ની ખબર.......ગોરપદુ કરી લગ્ન કરાવનાર ગોરમહારાજ ની દીકરી એના દિલ માં વસી ગયી છે ,......ગયો તો કમલ ની જાન માં ને ભાઈ સાહેબ પોતાના માટે વહુ પસંદ કરી ને આવી ગયા ,.....કયાં આપણુ રજવાડી ખાનદાન ને કયા એ ભીનમાલ ની દેશી છોકરી ,......કંચન ગૌરી શાંતિ રાખો ,હાલ કયા લાવી દિધી છે .....તમેય શુ સુકેતુ ના વાદે જીભાજોડી કરો છો .........ને વચ્ચે જ સુકેતુ બોલ્યો પપ્પા આ મજાક ની વાત નથી હુ આ વાત ને લયી ને બહુ સિરીયશ છું ,......આજ સુધી પપ્પા તમારી બધી વાત માની છે ,ને આજે પપ્પા બસ મારી એક આ ઈરછા પુરી કરો ,હુ જીદગી મા કદી કશુ નહી માંગુ ......બસ.મારી પસંદગી ની છોકરી સાથે મારા લગ્ન કરાવી આપો ,.........કંચન બેન બોલ્યા જોયુ ? આ છોકરા ને લગીરે શરમ છે ,બાપ સાથે પોતાના લગ્ન ની વાત કરે છે ,.....હા કંચન ગૌરી સાભળયુ ....પણ આપણો સુકેતુ આજે ખરેખર એ છોકરી માટે બેચેન છે .........ને દિકરા ની ખુશી માટે આપણે .....અટક ને સ્ટેટશ બધુ ભુલી ને એ છોકરી ને આપણા ઘર ની વહૂ બનાવવી પડશે ,કોઈ છુટકો જ નથી ,તમે જોયુ નહી કેવો બેચેન થયી ગયો છે ,......કિશન મારવાડી નુ બનારસ મા મોટું નામ હતુ ,..... બનારસ મા કિશન લાલ ના સાડીઓ ના ચાર શો રૂમ હતાં ,......ને મોટી હવેલી હતી ,બે દિકરા ને એક દીકરી હતી ,મોટો દિકરો ને દીકરી ના લગ્ન થયી ગયા હતા ,સૌથી નાનો સુકેતુ ......જે કંચન બહેન ને કિશન લાલ નો લાડકો દિકરો હતો ,........એટલે સામાન્ય ગોરમહારાજ ની દીકરી ને પોતાના ઘરમાં વહુ બનાવા તૈયાર થયા , ને કમલ ના પપ્પાને મડી ને ઝમકુડી ના બાપજી નો ફોન નંબર લીધો ને એમને જ કહયુ કે કમલ ના લગ્ન કરાવયા એ ગોરમહારાજ ને કહેણ મોકલાવો કે એમની દીકરી ઝમકુડી ને જોવા માટે બનારસ થી કિશન લાલ આવાના છે ,......કમલ ના પપ્પા રમણ ભાઈ એ કહયુ કે ઓહો કિશન ભાઈ સુકેતુ ને છોકરી એટલી બધી ગમી ગયી ,? પણ કિશન લાલ એ આપણા સમાજ ના નથી ,ને એ ભ્રામણ છે ,ને સામાન્ય માણસ છે ,ભીનમાલ ગામ ની છે એ દીકરી .......હા રમણ ભાઈ જે પણ હોય ......સુકેતુ ની જીદ છે ,.....એટલે હવે સામેથી માંગુ લયી જયા વીના છુટકો જ નથી ,......તો સારૂ કિશન લાલ કાલે જ કેતા વહુ ને પગફેરા ની રશમ માટે જવાનું છે તો કાલે બધા સાથે જ જતા આવીએ ,કેતા ને સિરોહી મુકી કેતા ના પપ્પા નરોતમદાશ ને લયી એ દીકરી ના ઘરે જયીએ , ......હા સરસ એમ જ કરીએ કાલે ફાઈનલ .......સુકેતુ ને કંચનને લયી જયીશુ......રમણ ભાઈ એક કામ કરો તમે તમારા વેવાઈ ને ફોન કરી ને સમાચાર આપી દો કે ગોરમહારાજ ની દીકરી ને બનારસ થી જોવા માટે આવાના છે ,......જાણ કરયા સિવાય એકદમ જયીએ તો સારુ ના લાગે ,..........પણ કિશન લાલ વિચારી લેજો હો ....એ સાવ ગામડુ છે ને તમારા જેવુ સ્ટેટશ તયા કોઈ નુ ના હોય ,....તમે રહ્યા મોટા વેપારી માણસને એ સાવ સામાન્ય ગોર .........કયી વાધો નહી રમણ ભાઈ ,આપણે એકવાર એમની દીકરી ને વહુ બનાવી લયી આવીએ પછી પત્યુ ,કોને જવુ છે પછી ,......હા એ બરાબર.....કાલ નુ ફાઈનલ કરી ને કિશન લાલ ઘરે આવે છે ,ને સુકેતુ ને સમાચાર આપે છે ,.....સુકેતુ ખુશ થયી પપ્પાને વળગી પડે છે ,.......આ બાજુ રમણ ભાઈ નરોતમદાશ ને ફોન કરી ને કહે છે .....કાલે કેતા ના પગફેરા માટે આવાના છીએ ને હા તમારા પેલા ગોરમહારાજ ના ગામ ભીનમાલ એમની દીકરી જોવા જવાનું છે ,......નરોતમદાશ એ કહયુ એ આપણા સમાજ ના નથી હો . ...એ કાય વાધો નથી ......ને નરોતમદાશ જમનાશંકર ને ફોન કરે છે ,.....હેલલો ગોર મહારાજ ....હા બોલો નરોતમદાશ બધુ શાંતિ થી પતી ગયુ ને ? હા મહારાજ .....તમને એક ખુશી ના સમાચાર આપવા ના છે ,કેતા ની જાન મા આવેલા એક મહેમાન ને તમારી ઝમકુડી બહુ ગમી ગયી છે ,.......તો કાલે બનારસ થી મારા ઘરે આવશે ને હુ એમને તમારા ઘરે લયી આવીશ.....પણ નરોતમદાશ એ ભ્રામણ છે ને ? ના મારવાડી રાજપુત છે ,....ને બહુ મોટા માણસ છે .....મારી કેતા ની સાસરી કરતાંય ઉચુ ઘરબાર છે ,બનારસમાં એમના સાડીઓ ના ચાર શોરૂમ છે ,તમારી ઝમકુડી ના તો ભાગ્ય ઉઘડી ગયા...... કાલે ઘરે જ રહેજો .....એમ કહી ફોન તો મુકાઈ ગયો , ને ગોરમહારાજ ચિંતા મા પડયા ,કોણ હશે એ .....અજાણ્યા શહેર મા ઓળખાણ વીના ,ને પાછો સમાજ પણ અલગ ,.....કહુ છુ સાભળે છે ઝમકુ ની મા ? એ આ રહી બોલો શુ છે આમ ધાટા પાડો છો ? ......અરે આ કેતા ના પપ્પા નો ફોન હતો કે કાલે એ બનારસ થી પગફેરા માટે આવાની છે ને એમની સાથે આપણી ઝમકુડી ને જોવા માટે બનારસ થી મુરતિયો પણ આવાનો છે .......એ પણ મારવાડી..... બહુ મોટા માણસ છે.....એ લોકો ....આ ઝમકુડી ને લગ્ન મા જોઈ એટલે .....મને તઘ ચિંતા થાય છે .....કયા આપણી દીકરી ગામડામાં ઉછરેલી ને એ મોટા શહેરોમાં કયા થી સેટ થાય ......ઝમકુડી મા બાપુજી ની વાતો સાભળી સમજી ગયી આ એ જ છોકરો હશે જે એકીટશે જોઈ રહયો હતો ને ઈસારા કરતો હતો , ગોરાણી ને પણ ચિંતા થવા લાગી આમ અચાનક કાલે જ મહેમાન આવશે ઝમકુડી ને જોવા ,ને જો સગપણ નકકી થયી ગયુ તો ? હજી તો મારી ઝમકુ 19 વરસ ની જ છે ,....કહુ છુ એમ કરો ના જ પાડી દેજો ,......પણ મંગળા નરોતમદાશ નુ માન પણ રાખવુ પડે ને ......એ આપણા વર્ષો જુના યજમાન છે ,ને ઝમકુડી ની પણ 19 વર્ષ ની તો થયી ,સામેથી માગુ આવતુ હોય ને દહેજ ના આપવાનુ હોય તો કરાય ....આપણુ ઘર જોઈ ને આવનાર મહેમાન આપણી પરિસ્થિતિ સમજી જ જાય...... ઝમકુડી તો મન મા ખુશ થતી હતી ને કાલ કયારે થાય એની રાહ જોતી પથારી મા આખી રાત પડખાં ફરતી હતી ,......ઉઘ તો જમના શંકર ને મંગળા ગૌરી ની પણ ઉડી ગયી હતી ,........હવે કાલે બનારસ થી મહેમાન આવશે ને ઝમકુડી નુ સગપણ થશે કે કેમ....?એ જાણવા માટે વાચો ભાગ @ 4
નયના બા દિલીપસિંહ વાઘેલા
્્્્્્્્્્્્્્