શું તમે તમારા બાળક ઉપર હાથ ઉઠાવો છો ? Jagruti Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શું તમે તમારા બાળક ઉપર હાથ ઉઠાવો છો ?

શું તમે તમારા બાળક ઉપર હાથ ઉઠાવો છો ?


આજના બાળકો વધુ પડતા હાઇપર બની ગયા છે. બાળકોમાં વધુ પડતી ચંચળતા, ઝંપીને એક જગ્યાએ ન બેસવું, એકાગ્રતાનો અભાવ, ચીડિયાપણું વધી રહ્યું છે. ચીડિયા સ્વભાવના કારણે બાળકો નાની-નાની વાત પર ગુસ્સે થવા લાગે છે. જ્યારે બાળક ગુસ્સે થાય છે, ત્યારે કેટલાક માતા-પિતા બાળકને મારે છે, પરંતુ મારવાથી બાળકનો સ્વભાવ વધારે ચીડિયો થતો જાય છે. તમે બાળકને મારવાને બદલે તેને પ્રેમથી સમજાવવાનો પ્રયત્ન કરો. બીજી વાતોમાં ધ્યાન દોરો.


તમારાં બાળકનાં મન સુઘી પહોંચો:-

સૌથી પહેલા તમે એ વાતને જાણવાનો પ્રયત્ન કરો કે બાળકો કયા કારણોસર ઇરિટેડ થઈ રહ્યા છે. જો તેઓ કોઈ મુશ્કેલીમાં ફસાયેલ છે અથવા તેમની પરિસ્થિતિને નથી સમજી શકતા તો તમે તેમની મદદ કરો. સૌથી પહેલા એ જાણવાનો પ્રયત્ન કરો કે આખરે એવી કઈ વાત છે જે તેમને પરેશાન કરી રહી છે.
સૌથી મહત્વની વાત એ છે કે માતા-પિતાએ બાળકને સમય આપવો જ જોઈએ. તેનાથી બાળકનો આત્મવિશ્વાસ વધે છે અને ચીડિયાપણું દૂર થાય છે. આવી સ્થિતિમાં તમે બાળકની સાથે વધુમાં વધુ સમય વિતાવો.



બાળકને મુકત રીતે ખીલવા દો:-

બાળક જ્યારે ખુશ હોય ત્યારે તે વધુ વિકસે છે. બધા માતા-પિતા તેમના બાળકો માટે અમુક નિયમો અને કાયદાઓ બનાવે છે અને તેઓ ઈચ્છે છે કે તેમના બાળકો તેમના દ્વારા બનાવેલા નિયમોનું પાલન કરે, પરંતુ જ્યારે તેમનું બાળક તેમના દ્વારા બનાવેલા નિયમોનું પાલન કરતું નથી, તો તે પરિસ્થિતિમાં માતાપિતા ચિડાઈ જાય છે. અને તેમની નકારાત્મકતા બાળકો પર બહાર કાઢે છે. એ તો બાળક છે. શા માટે તમે બનાવેલાં નિયમો અનુસાર વર્તે. બાળક જ્યારે તમારાં બનાવેલાં નિયમો અનુસાર જીવે છે ત્યારે તે સીમિત જ વિકસે છે કે જ્યાં સુધી માતા પિતાએ તેની લક્ષ્મણ રેખા દોરી હોય!


માતાપિતાની અંગત સમસ્યાઓ :-

ઘણીવાર બીજાંનો ગુસ્સો માતા પિતા પોતાનાં બાળક પર કાઢે છે. તેમનું આ નકારાત્મક કાર્ય બાળકોના માનસિક અને ભાવનાત્મક વિકાસને બગાડી શકે છે. તમારા બાળકો દરેક બાબતમાં આંખો કાઢવીને અને ઠપકો આપવો બાળકને ચીડિયું બનાવી દે છે. જ્યારે બાળક બહારથી રમીને થાકેલું ઘરમાં પ્રવેશીને તરત જ મમ્મી પાસે પાણી માંગે ત્યારે માતા અંગત કારણોસર તેને મારે છે અને ન બોલવાના શબ્દો બોલે છે. બાળક આશ્ચર્ય પામે છે કે વગર વાંકે, એક પાણી માંગ્યું તો મા કેમ આમ કરે છે ? દરેક વખતે તો આવુ નથી કરતાં! તરત જ વિચારે ચઢે છે.


વાત વાત પર વઢવું અને માર મારવો:-

વાતે વાતે વઢવું યોગ્ય નથી. કુમળું માનસ કયાંથી તમારી આ નકારાત્મકતા સ્વીકારે! જો તમે આંખો કાઢો અથવા તમારા બાળકોને દરેક બાબતમાં ઠપકો આપો છો તો તમારા બાળકો ચિડાઈ જાય છે અને થોડા સમય પછી તેઓ તમારી વાતને નજરઅંદાજ કરવા લાગે છે કારણ કે તેમને પ્રેમથી સમજાવવાને બદલે તમે તેમને ઠપકો આપવા માંડો છો અથવા મારવા માંડો છો.તેઓ ડરી ડરીને જીવવા લાગે છે જેના કારણે તેમના માનસિક સ્વાસ્થ્ય પર અસર થાય છે અને તેઓ જાતે કોઈ નિર્ણય લઈ શકતા નથી.


તમારા ગુસ્સાની બાળકો પર શું અસર થાય છે?

માતા-પિતાના નકારાત્મક વર્તનને કારણે બાળકોમાં હીનતા અને અસુરક્ષાની લાગણી જન્મી શકે છે. તમારી આ નકારાત્મક વર્તણૂકને લીધે, એવું બની શકે છે કે તમારું બાળક આત્મનિર્ભર બની શકતું નથી અને વસ્તુઓને યોગ્ય રીતે સંભાળી શકતું નથી કારણ કે તેની માનસિક સ્થિતિ ડગમગી ગઈ છે. જેના કારણે બાળકને અનિદ્રા અને ચિંતા જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. તેનો વિકાસ રૂંધાય છે. બાળક સત્ય બોલતાં અચકાય છે. બાળક ડર, ચિઢ, ગુસ્સો, જૂઠું બોલવું, બીજાં બાળકોને મારવું વગેરે જેવાં નકારાત્મક વર્તનો માતા પિતા પાસેથી નાનપણથી જ શીખે છે અને વર્તે છે.બાળકોમાં તમને ચીડિયા સ્વભાવ દેખાઈ રહ્યો છે તો તમે તેમને શાંત કરવાની કોઈ તક શોધો. શાંત રીતે તેમની સમસ્યાઓનો ઉકેલ સરળતાથી મળી જશે.


બીજી વાતોમાં બાળકનું ઘ્યાન દોરો :-

તમે પ્રયત્ન કરો કે બાળક ફિઝિકલ એક્ટિવિટીઝમાં ભાગ
લઈ શકે. જો તમે તેને બહાર નથી લઈ જઈ શકતા તો તમે તેને ઘરે અલગ-અલગ રમતો રમાડી શકો છો. જેમ કે, કેરમ, લુડો અને પત્તા રમાડો. બાળકોની રજાઓમાં થોડો સમય કાઢીને તેમની સાથે રમો. સાંજે તેમને બહાર રમવા માટે મોકલો જેથી તેની એનર્જી ખર્ચ થાય. આ રીતે પણ તમારા બાળકો હંમેશા ખુશ રહી શકશે.
આ સિવાય તમે બાળકને ઇરિટેડ થવાથી બચાવવા માટે તમે તમારી જાતને શાંત રાખો. જો તમે પોતે શાંત રહેશો તો જ બાળકો પણ શાંત રહી શકશે. બાળકને શીખવો કે તેમને તેમનો ગુસ્સાને શાંત કરતા પણ આવડવું જોઈએ. ઘણી વખત બાળકો પોતે એ વાત નથી સમજી શકતા કે તેઓ કેવી રીતે પોતાના ગુસ્સા પર નિયંત્રિત કરી શકે છે જેના કારણે તેઓ ચીડિયા થવા લાગે છે.