૩૨. ‘ત્રિભુવનપાળ મહારાજની જય !'
વલ્લભ જ્યારે રુદ્રમહાલય આગળ આવ્યો ત્યારે તેના ઘોડેસવારોમાં નિરાશા અને નાસીપાસી પ્રસરેલી જોઈ. મંડલેશ્વરનું નામ ગુજરાતનાં ગામડેગામડામાં જાદુઈ અસર કરતું હતું, અને અત્યારે બે હજાર માણસોનું લશ્કર તેના હુકમથી જ ઊભું થઈ રહ્યું હતું, પણ હવે એ જાદુ જતો રહ્યો. તે વીરને માટે લડવાનું ગયું. તેના બાહુબળનો પ્રતાપ ગયો, તેમનાં હૃદયમાં ઉત્સાહ પ્રેરનાર દેવાંશી ગણાતો મહારથી અદૃશ્ય થયો; આટલાં વર્ષો થયાં આશા રાખી રહેલા નિરાશામાં ડૂબ્યા. વલ્લભને લાગ્યું, કે હવે આ માણસો હાથમાં રાખવા મુશ્કેલ હતા. છતાં હિંમતથી તેણે પાછા મેરળ કૂચ કરવાનો તેમને હુકમ આપ્યો. પાછા જતી વખતે પાંચસેએ પાંચસે માણસોએ મંડુકેશ્વર, કે જે ધામમાં ક્ષેમરાજદેવે સંન્યસ્ત ગુજાર્યું હતું, જ્યાં તેના પ્રભાવશાળી પુત્રનું આવું કારનું મૃત્યુ થયું હતું તે ધામ તરફ નજર નાંખી, અને બધાંની આંખમાં પાણી આવ્યાં. ટાઢ, તડકો, ભૂખ અને યુદ્ધનાં અનેક દુઃખો હિંમતથી સહનારા યોદ્ધાઓનાં હૃદયો નાયકના મૃત્યુએ રડી ઊઠ્યાં. વજના હૈયાનો, થોડાબોલો વલ્લભ મૂંગો મૂંગો સાંઢણી ૫૨ બેસી રહ્યો. જ્યારે ત્યાંથી જવાનો વખત થયો ત્યારે તેણે છાતી પર માથું નાંખી દીધું, અને એક ધ્રુસકું ખાધું. તેનો હાથ થરથર ધ્રૂજતો હતો, તેના વતી તેની પાસે બેઠેલા ગંભીરમલ્લનો હાથ તેણે જોરથી પકડ્યો. ગંભીરે ઊંચું જોયું અને વલ્લભમાં આટલો ભાવ જોઈ ચિકત થયો.
'મારા તો પિતા ગયા,' છાતી ફાટી જતી હોય, તેવે અવાજે તેણે કહ્યું. 'બાપુ, આખા ગુજરાતના. પણ હવે આપણે જોવાનું છે, કે બાપુ મૂવે દીકરાનું દેહસ્થલી જાય નહિ. હવે બધા વેરીઓનું ચઢી વાગશે, અને મંડલો પડવાનાં. હવે શું કરવું છે ? ત્યાં જઈશું કે બધા કહેશે, લશ્કર વિખેરી નાંખો, નહિ તો મીનળદેવીને શરણે ચાલો.'
‘ત્રિભુવન સોલંકી હજુ જીવે છે.'
‘હા, પણ તેનું કોણ જાણે શું થાય છે ? મહારાજ પરમ દિવસે મંડુકેશ્વરમાં મને મળ્યા ત્યારે કહ્યું હતું, કે ત્રિભુવનપાળ તો પાટણમાં પુરાઈ રહ્યો છે.' પણ રાણી મધુપુર છે ને ઘણુંખરું પાટણ તરફ ચંદ્રાવતીનું લશ્કર લઈ જાય છે.'
ત્યારે હવે તો બે જ વાનાં કરવાનાં રહ્યાં. અહીંયાં દેહસ્થલી તૈયાર કરીએ, કારણ કે રાણીની પાસે સત્તા આવી કે પહેલાં તે મંડલ લેશે; અને બીજી તરફથી પાટણ તરફ જવું પણ જરૂરનું છે. ત્યાંનો રંગ જોવો જોઈએ. ત્યાં આપણા મિત્રો ઘણા છે એટલે ત્રિભુવનપાળને ત્યાંથી લાવતો મુશ્કેલીઓ નહિ નડે.'
'ગંભીર ! પાટણની ગાદી પર ત્રિભુવન બેસે તો કેમ ?'
‘વલ્લભસેન ! તમારી સલાહ તમે મહારાજને આપતા હતા ત્યારથી હું હું છું, કે તે ઘણી સારી અને સહેલી છે; પન્ન બાપે નહિ માન્યું. તે દીકરો માનશે સોલંકીઓ એ વાતમાં તો અડગ છે; પારકી ગાદી નહિ પચાવે.'
'હું જાણું છું. ઠીક; તમે આ માન્નસો લઈ દેહસ્યલી જાઓ; હું મેરળ સંભાળ અને પાટણ જાઉં.'
‘હા, જેવી મરજી.’
થોડીએક ખુલ્લી જગ્યા આવી. ત્યાં વલ્લભે સાંઢણીઓ ઊભી રખાવી, આસપાસ બધા સવારો ભેગા થયા. વલ્લભે મોટે અવાજે બધાને કહ્યું; બહાદુર બળિયાઓ ! આપણા પિતાને કપટથી, જુલમથી અત્યારે મારી નાંખ્યા. હવે તેના દેહસ્યલીના કોટ તોડવાનું શરૂ થશે. તેના છોકરાને પાટણમાં પૂર્યો છે. આપણે હવે પોતપોતાને ઘેર જવાનું નથી પણ મહારાજનું વેર લેવાનું છે, તેનું દેહસ્થલી ઊભું રાખવાનું છે. ત્રિભુવનપાળને છૂટા કરવાના છે, બધા ખુશી છો?'
બધામાં લાગણીઓ હતી. નિરાશ છતાં તેઓએ કહ્યું : ‘હા, બધા, બધા. ગંભીરમલ્લજી ! આપ આ બહાદુરોને લઈ દેહસ્યલી સંભાળો. હું ત્રિભુવનપાળને છોડાવી આવું છું.'
સાંઢણી બેસાડી ગંભીર ઊતર્યો અને બીજી સાંઢણી પર બેઠો. એક જણે, સમય બદલાયો જોઈ ખુશામતિયાની ખૂબીથી બૂમ પાડી : વલ્લભસેન મહારાજની જય !" કેટલાક તે બૂમ ઉપાડવા જતા હતા.
વલ્લભે સાંઢણી પરથી મોટે અવાજે કહ્યું : 'ચૂપ ! કેમ, મહારાજનો વંશ પતી ગયો ? બોલો, ત્રિભુવનપાળ મહારાજની જ્ય !'
સૈનિકોએ તે બૂમ ઉપાડી લીધી, અને ગંભીર જોડે તેઓ દેહસ્થલી તરફ ગયા. થોડાક માણસો અને હાથપગ બાંધેલા જતિને લઈ વલ્લભ મેળ તરફ ચાલ્યો.
મધ્યાહ્ન વખતે તે મેરળને પાદરે પહોંચ્યો. ત્યાં પણ નિરાશા અને ખિન્નતા પ્રસરી રહી હશે એમ તેણે ધાર્યું હતું, પણ તેને બદલે ત્યાં તો ઉત્સાહ અને ઝનૂન નજરે પડ્યાં. સઘળા સૈનિકો પાટણ તરફ કૂચ કરવા તૈયાર થઈ ગયા હતા, વલ્લભની ગેરહાજરીમાં મધુપુરથી, વિખરાટથી અને ત્રિભુવનના મોકલેલા પાટણથી માણસો આવ્યા હતા; અને રાણીની હિલચાલ, મુંજાલનું કેદ પકડાવું અને પાટણમાં ઉઠેલા ખંડના સમાચારોની જાણ કરી હતી. ત્રિભુવને વલ્લભસેનને સંદેશો કહાવ્યો હતો, કે જલદીથી તેના પિતાને લઈ પાટણ તરફ આવે. આ સંદેશાથી પણ ઉત્સાહ વધ્યો હતો.
વલ્લભને આવતો જોઈ બધા આતુરતાથી તેની આસપાસ વીંટાયા. તેનું શોકગ્રસ્ત મુખ જોઈ બધા સમાચાર પૂછવા લાગ્યા.
‘મહારાજ મૂવા, આ ચંડાલે મારી નાંખ્યા,' કહી તેણે જતિને દેખાડવો. જતિ આત્મસંતોષથી જરા જરા હસતો હતો. આસપાસ ઊભેલા સૈનિકોમાંથી ગુસ્સાની એક ભયંકર બૂમ સંભળાઈ, તેમની લાગણી વધારે લોહીતરસી થાય, તે પહેલાં વલ્લભે જતિને ત્યાંથી લઈ જવાનો હુકમ કર્યો.
'હવે આપણે શું કરવું ?' એક સામંતે પૂછ્યું.
ત્રિભુવનપાળ મહારાજનો હુકમ માથે ચડાવવો. ગંભીરમલ્લજી દેહસ્થલી સાચવવા ત્યાં ગયા છે અને આપણે અહીંથી પાટણ થઈ આપણા સ્વામીનું વે૨ લઈએ.' વલ્લભે કહ્યું. બધાને તે રુચ્યું, દરેક જણે તૈયારી કરવા માંડી અને થોડા સમયમાં લશ્કરે વિખરાટ તરફ પ્રયાણ શરૂ કર્યું.