Mara Anubhavo - 4 books and stories free download online pdf in Gujarati

મારાં અનુભવો - 4 - લકી????

લકી?!!

" હેલો, સાંભળ, હું નીકળું છુ પણ ઈશા ને મળવા કાફે માં જવાનુ છે તો એને મળીને ઘરે જઈશ. તું કેટલા વાગે આવીશ?? " નિરાલી એ પૂછ્યું.
હોસ્પિટલ માંથી નીકળી ને તરત મને ફોન કર્યો. આજે શનિવાર હતો એટલે વહેલા નોકરી પુરી થાય.
" હા, કઈ વાંધો નઈ, હું તો મારાં ટાઈમે જ આવીશ ને!. "
" સારુ , રાત્રે મળીએ, બાય. "
"બાય. "
વાત પત્યા પછી હું મારાં કામ માં વ્યસ્ત થઈ ગયો. સાંજ થવા આવી. આકાશ માં કાળા વાદળ છવાયેલા હતા. કોઈ પણ ક્ષણે ધોધમાર વરસાદ પડવાની શક્યતા હતી. આવા વાતાવરણ મા બધા દુકાન અને લારી બંદ કરીને નીકળવા માંડ્યા. કંઈક અજુગતું બનવાનો આભાસ થતો હતો. મૂડ પણ નહોતો. એટલે હું થોડો વહેલો નીકળી ગયો. રસ્તા માં વરસાદ ચાલુ થયો.રસ્તા માં પણ કઈ બરાબર દેખાતું નહતું. માંડ માંડ ઘરે પોંચ્યો.
નિરાલી આવી ગઈ હતી અને જમવાનું બનાવતી હતી. થોડા ગુસ્સા માં દેખાતી હતી. થોડી અકળામણ સાથે બોલી,
" આ બરોડા માં કેટલો ટ્રાફિક છે!!, ઈશા ને મળવા કેફે માં ગઈ હતી ને ત્યાંથી નીકળી પોણો કલાક થયો ઘરે આવતા, એક જગ્યા એ પાછો એકસિડેન્ટ થયો હતો એમાં વધારે વાર લાગી. "
" એમાં તો આપડે શું કરી શકવાના? "
"કઈ જ નઈ ને , એક તો હોસ્પિટલ માં પણ મૂડ નહતો અને પાછો ટ્રાફિક, કંટાળો આવી ગયો આજે તો!!."
"સારુ સારુ, ચાલ ખાવાનું લઇ આવ જમી લઈએ." એમ કહીને શાંત પાડી.
" આજે તારો ફ્રેન્ડ છે ને મહેશ એની વાઈફ મળી હતી કેતીતી બઉં દિવસો થયાં ક્યાંક જઈએ ફરવા, ડિનર કરવા. કે રિસોર્ટ માં."
"હા,બઉં દિવસો થયાં કરીએ કંઈક પ્લાન, એ તને ક્યાં મળી ગઈ? "

" અહીં સોસાયટી ની બહાર જ, મને બુમ પાડી મેં જોયું પણ ઓળખાણ ના પડી, પછી એને ઓળખાણ આપી કે મહેશ ની વાઈફ, પછી 15 મિનિટ વાતો કરી. "

આ બધી વાતો કરતા કરતા જમી લીધું અને પછી કાર લઈને લોન્ગ ડ્રાઈવ પર નીકળ્યા. એટલે યાદ આવ્યું અને મહેશ ને ફોન કર્યો.
હાલચાલ પૂછ્યા હજી હું કેવાનો જ હતો કે તારી અને મારી વાઈફ મળ્યા હતા એ એક વાક્ય બોલ્યો અને એ સાંભળી અમને બંને ને ધ્રાંસકો પડ્યો. બંને દંગ રહી ગયા. અસમનજસ ની એ સ્થિતિ એમાં પણ નિરાલી ને વધારે ઝટકો લાગ્યો. એટલે મેં બીજી બધી વાત માંડી વાળી અને વાત પતાવી દીધી.
થોડી વાર અમે બંને એકબીજા ની સામે જોઈ રહ્યા, કાપો તો લોહી ના નીકળે એવી પરિસ્થિતિ થઈ એમાં પણ નિરાલી ની વધારે.
એ વાક્ય હતું,
"હું અને મારી વાઇફ લકી 2 દિવસ થી અમદાવાદ આવ્યા છે."
તો પછી નિરાલી ને સાંજે મળ્યું એ કોણ?!!,
જો આ લકી અમદાવાદ હતી તો બરોડા માં નિરાલી ને મળ્યું એ કોણ?!!
શું કોઈએ મસ્તી કરી હશે?!
શું મહેશે જ મસ્તી કરી હશે? પણ મેં તો એને એમ જ ફોન કર્યોતો, અને એની વાત પરથી મસ્તી કરતો હોય એવુ લાગ્યું નહિ..
એમ તો અમે કોઈ પ્રકાર ના કાળા જાદૂ માં માનતા નથી પણ તો આવું થયું કેવી રીતે??!
જે વ્યક્તિ એ પોતાને લકી તરીકે સાંજે ઓળખાવી એ ખરેખર કોણ હશે?!
એક તો દિવસ એમ પણ ખરાબ જઈ રહ્યો હતો, કંઈક અજુગતું બનશે એવો અણસાર તો આવતો હતો અને એમાં મળી આ લકી.
આખી રાત અસમનજસ, મગજ માં ગુંચડામણ થયાં કરી અને એક જ સવાલ થયા કર્યો કે,

" આ લકી કોણ?!!!"

Dr Dhairya Shah

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED