મારાં અનુભવો - 1 - The Father Dr dhairya shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારાં અનુભવો - 1 - The Father

The father


"સાહેબ, સાહેબ જલ્દી જોવો ને આ શું થયું યશ ને "

બપોર ના ત્રણ વાગ્યે, જમ્યા પછી ની તન્દ્રાવસ્થા માં બેઠો હતો આ અવાજ થી એકદમ સફાળો જાગી ગયો.

બાઈક પરથી ઉતારતા ની સાથે રોડ પરથી જ એકજ શ્વાસ માં એ ભાઈ બધું બોલી ગયા. પરસેવા થી રેબઝેબ, ઢીલો થયેલ અવાજ અને કપાળ પર ની કરચલી પરથી એ ભાઈ ટેન્શન તથા ડરી ગયેલા અને કંઈક અંશે દોશી હોવાની લાગણી અનુભવતા હોય એવુ લાગ્યું. અને કેમ ના લાગે!! 15 વર્ષ નો જુવાન છોકરો એકાએક બેભાન થાય તો કયા બાપ ની આ હાલત ના થાય!!!

બાઈક પરથી ઉતરીને છોકરા ને ઉંચકી ને અંદર આવ્યા. નર્સ એ છોકરા ને પલંગ પર સુવાડવાનો ઈશારો કર્યો. અને મેં જોયો છોકરા ને.

' અરે શાંત થાવ, પહેલા મને એમ કહો થયું શું આને '

" સાહેબ, આ યશ ને જોવો ને મારી સાથે વાત નથી કરતો, શરીર પણ એકદમ ઢીલું થઈ ગયું, આંખ પણ નથી ખોલતો, મારી જ ભૂલ થઈ ગઈ મારાં લીધે જ થયું આ બધું".

"અરે ભાઈ શાંત થઈ જાઓ કઈ નથી થવાનું તમારા યશ ને. હું એના માટે તો અહીં બેઠો છું.'' મેં આસ્વાશન આપ્યું. ચેક કરીને નર્સ ને એક ઈન્જેકશન મુકવાનું કીધું.

" હવે મને કહો શું થયું? "

" એવુ થયું સાહેબ યશ સવારે સ્કૂલ થી આવીને 11 વાગ્યાં નો સીધો પાણી ના હોજ માં રમવા ગયો હતો. અને હમણાં 2:30 એ પાછો આવ્યો. એટલા બધા સમય સુધી પાણી માં રમે તો બીમાર પડી જાય એમ કરીને મેં ગુસ્સો કર્યો અને એક થપ્પડ મારી દીધી. એજ ભૂલ થઈ ગઈ. મારવાનું નહતું. મારી જ ભૂલ છે. તમે એને સાજો કરો સાહેબ." એટલું બોલતા આંખ માં પાણી ભરાઈ આવ્યું. ત્યાં જ યશ ઉભો થયો અને એના પિતા ની બાજુ માં બેઠો.

એ ભાઈ તરત ઉભા થઈને એને ગળે લગાડી ને વાત કરવા લાગ્યા. આંખ માં ભરાયેલ પાણી ટપક ટપક પાડવા લાગ્યું.

" જા બેટા, તારે જે જોઈએ એ લઇ આવ, તને જે ગમે એ કર, જે ખાવુ હોય એ લઇ આવ " એમ કરીને ખિસ્સા માંથી 2000 ની નોટ કાઢી ને આપી દીધી. એક સામાન્ય અને રોજ પર પૈસા કમાવા વાળા પિતા માટે 2000 રૂપિયા નું મહત્વ એજ સમજી શકે પણ દીકરા ની ખુશી આગળ કઈ ના આવી શકે.

એક અસહાય બાપ જયારે સાજા થયેલા પુત્ર ને ગળે લગાડે ત્યારે એક ડૉક્ટર તરીકે સંતોષ નું લાગણી થાય. અને એ દ્રશ્ય ડૉક્ટર માટે પણ વર્ણન ના કરી શકાય એવી ખુશી ની લાગણી હોય.

પરંતુ એક બાપ પોતે સાચો હોવા છતાં દીકરા ની ખુશી માટે નમતું જોખે પોતાને દોશી બતાવે એજ લક્ષણિકતા એને પિતા બનાવે છે. પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરીને કોઈ અપેક્ષા વગર પુત્ર ને ખુશ કરે એનું નામ જ બાપ.

ભારતીય સંસ્કૃતિ માં પતિ અને પત્ની ને સમાન દરજ્જો આપવામાં આવ્યો છે પણ જયારે માતા પિતા ની વાત આવે ત્યારે માતા ને વધારે મહત્વ આપવામાં આવે છે પરંતુ બાળક ના જીવન માં જેટલું મહત્વ માતા નું એટલું જ પિતા નું પણ હોય છે.

જેમ માતા એ કોમળતા નું પ્રતીક છે તેમ પિતા એ તાકાત નું પ્રતીક છે.માં ભગવતી છે તો પિતા ભગવાન.


જયારે આ પ્રકાર ના દર્દી આવે અને એમની સારવાર કર્યા પછી જે સંતોષ મળે એ ગમે તેટલા પૈસા કમાવા કરતા પણ વધારે ખુશી આપે છે.


Dr Dhairya Shah