unfulfilled dream books and stories free download online pdf in Gujarati

અધૂરું સ્વપ્ન

"નિધિ ચલ ને યાર ક્લાસ માટે લેટ થાય છે હજુ કેટલી વાર લાગશે...??" દરવાજા પાસે ઉભેલી ટીના એ કહ્યું.

"બસ 10 જ મિનિટ,આ બુક્સ બેગ માં રાખી લઉં" નિધિ એ જવાબ આપ્યો..

નિધિ અને ટીના બંને બહેનપણીઓ હોય છે અને ઘર થી દુર દિલ્હી માં રહીને બંને UPSC ની તૈયારી કરે છે... ત્યાં નાં એક પ્રતિષ્ઠિત સંસ્થાન માં બંને કોચિંગ કરે છે... ટીના થોડી ઉતાવળી અને ચંચળ છે જ્યારે નિધિ થોડી શાંત મગજ વાળી છે.બંને બહેનપણીઓ વાતો કરતી કરતી કોચિંગે જવા નીકળી પડે છે..

"તે આજની ટેસ્ટ માટે બરાબર તૈયારી કરી લીધી...??" ટીના, નિધિ ને પ્રશ્ન કરે છે.

"હા યાર, તૈયારી તો કરી લીધી પણ થોડી નર્વસ છું"... નિધિ એ જવાબ આપ્યો..

અરે, રિલેકસ યાર ચિલ કર બસ શાંત મનથી ટેસ્ટ આપજે બધું સારું થશે... ટીના નિધિ ને હિંમત આપતા કહે છે...

બંને કોચિંગ પહોંચે છે અને પોત પોતાની સીટ પર બેસી જાય છે. બધાં સ્ટુડન્ટ્સ નાં ચહેરાં પર ગંભીર ભાવો જોવા મળે છે. બધાં આજે ટેસ્ટ હોવાનાં કારણે થોડા નર્વસ જોવા મળે છે. થોડી વાર પછી ક્લાસ માં સર આવે છે અને બધાને ટેસ્ટ માટે શુભકામનાઓ આપે છે....

"કોઈએ ડરવાની કે નર્વસ થવાની સહેજે પણ જરૂરિયાત નથી. હાથમાં કવેશન પેપર આવે એટલે પેહલા 5 મિનિટ એને શાંત ચિત્તે જોઈ લ્યો, સૂચનો વાંચી લ્યો, પોતાની વિગતો ભરો અને ઉતાવળ કર્યા વગર ધ્યાનપૂર્વક OMR શીટ ફિલ કરો. તમામ સ્ટુડન્ટ્સ ને ટેસ્ટ માટે 'ઓલ્ ધ બેસ્ટ' તમામ સ્ટુડન્ટ્સ ખૂબ સારું પ્રદર્શન કરે એવી શુભકામનાઓ..👍

સર ની વાત સાંભળ્યા પછી સ્ટુડન્ટ્સનાં મન નો ડર થોડો ઓછો થઈ ગયો હતો.નિધિ પણ હવે નર્વસ નહોતી. થોડી વાર પછી ક્વેશન પેપર આપવામાં આવે છે. તમામ પોતાની બધી જ શક્તિ લગાવીને પેપર સોલ્વ કરે છે અને સમય પૂરો થતાં બધાં પોતપોતાની આંસર શીટ જમાં કરાવે છે.

નિધિ અને ટીના પણ પેપર આપીને રિલક્ષ થઈ જાય છે. ટેસ્ટ બાદ ઇતિહાસ નો એક લેક્ચર હોય છે બધાં લેક્ચર એટેન્ડ કરીને ઘરે જાય છે... નિધિ અને ટીના પણ પેપરની ચર્ચા કરતાં કરતાં પોતાનાં રૂમ પર જાય છે....

"અરે પેલો રાષ્ટ્રપતિ પર પ્રશ્ન હતો એ થોડો અલગ હતો નઈ, મે પેહલા આવો પ્રશ્ન નથી જોયો 2 કથન માં હું કન્ફર્મ નહોતી.. એટલે મે તો B જવાબ ટિક કર્યો છે." નિધિ એ કહ્યું.

"અરે મે તો એ પ્રશ્ન જ સ્કીપ કર્યો હતો...પેપર થોડું મોડરેટ હતું નઈ ?" ટીના એ કહ્યું.

"હાં, અપેક્ષા બહારનાં પ્રશ્નો હતાં" નિધિ એ કહ્યું

બંને ચર્ચા કરતી કરતી પોતાનાં રૂમ તરફ ચાલી જાય છે. આવતી કાલે ટેસ્ટ નું રીઝલ્ટ આવવાનું છે. પણ બને છે કઈક એવું કે જે વિચાર્યું હતું એનાથી કઈક અલગ જ થાય છે. રીઝલ્ટ શું આવે છે એ જાણવા તમે પણ આતૂર છો...?? આગળ શું થાય છે,શું પરિણામ આવે છે, શું ટીના અને નિધિ ટેસ્ટ માં પાસ થશે આ બધાં જ સવાલો નાં જવાબ જાણવા બીજો ભાગ અવશ્ય વાંચજો....


હું મળીશ બીજાં ભાગ સાથે ત્યાં સુધી બધાં પોતાનો ખ્યાલ રાખો અને હસતાં રહો હસાવતાં રહો.. લાઈફ છે ઉતાર ચડાવ તો આવતાં જ રેહવાના પણ એ બધામાં ક્યાંક પોતાને ન ભૂલી જાવ એ ધ્યાન રાખજો લોકો તમારા વિશે શું વિચારે છે એ મહત્વનું નથી તમે ખુદ તમારા વિશે શું વિચારો છો એ મહત્વનું છે...

જય શ્રી કૃષ્ણ 🙏

આભાર🙏



- એન્જલ ✍️


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED