The Author Angel અનુસરો Current Read મારી દુનિયા મારા પપ્પા - પપ્પા By Angel ગુજરાતી પ્રેમ કથાઓ Share Facebook Twitter Whatsapp Featured Books પ્રેમ થાય કે કરાય? ભાગ - 37 વિચારઘડિયાળમાં એકનો ટકોરો વાગતા જ કેવિન લંચબ્રેકમાં બાઈક લઈન... રોડ ટુ હેવન રોડ ટુ હેવન, કચ્છસફેદ રણ જોવા અમે 2012 માં ગયેલ ત્યારે તો ભુ... ભાગવત રહસ્ય - 150 ભાગવત રહસ્ય-૧૫૦ પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો- વૃત્રાસુર ભગવ... રેડ સુરત - 4 ઉધના રેલ્વે જંકશન, સુરત પોલીસ-વાન ઉધના રેલ્વે લાઇન પ... લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-29 લવ રિવેન્જ-2 Spin off Season-2 પ્રકરણ-29 ... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા શેયર કરો મારી દુનિયા મારા પપ્પા - પપ્પા (6) 2.2k 10.9k *પપ્પા* એક એવો શબ્દ જેમાં મારી આખી દુનિયા સમાયેલી છેં........પણ અફસોસ મારી દુનિયા અત્યારે આ દુનિયામાં નથી !!...😔 માતાના ગુણગાન તો બધા ગાય પરંતું એક દીકરી માટે એના પિતા એનો પ્રથમ પ્રેમ અને એનો સંસાર એના પિતા જ હોઈ છેં.શુ કહું પિતા વિશે....એ શબ્દ ની સામર્થ્ય સમજાવી શકે એવો કોઈ લેખક કે કવિ નથી...... અને પિતા વિશે જેટલું લખીએ એટલું ઓછું છેં... આ દુનિયાની ની સૌથી નિર્મળ મન વાળી વ્યક્તિ... મારો ભગવાન... મારુ બધું જ.... બાળપણ થી અત્યાર સુધી મારા બધા કોડ પુરા કર્યા....અમારી હાલત એટલી બધી સારી નહોતી... ખૂબ ખરાબ સ્થિતિ માં અમને અમને મોટા કર્યા છે....તેમ છતાં કોઈ વસ્તુ ની ખામી નથી રહેવા દીધી..... અત્યારે એ આ દુનિયામાં નથી પણ મારા હૃદય માં હંમેશા મારી સાથે છેં.. મારા હર એક નિર્ણય માં સૌથી પહેલા એમનો નિર્ણય હોય છે...અત્યારે પણ હું દરેક વસ્તુ અમને પૂછ્યા પછી જ કરું છું..આજે પણ અમે દિલ થી વાતો કરીએ છીએ... ખૂબ આશા હતી એમને મારી પાસે... ખૂબ મોટું સપનું હતું અમારા બંને નું...મને કલેક્ટર રૂપે જોવા માંગતા હતાં.. આજે બસ એ પળ ને થોડા જ મહિનાઓ ની વાર છે...બસ થોડા જ સમય પછી એમનું સ્વપ્ન હું પૂર્ણ કરીશ પણ મારી ખુશી માં સામેલ થવા માટે આ નહીં હોય....😔 એક અદ્રશ્ય શક્તિ રૂપી જીવનના દરેક પળ માં મારો સાથ આપે છેં. ક્યારેક એકલી હોઉં તો એમની સાથે વાતો કરી લાઉ છું... ચૂપ ચાપ.. છાના માનાં...કારણકે મારા પરિવાર ની જવાબદારી છે મારા પર.... ****ખુસ્સું ખાલી હોવા છતાં મેં ક્યારેય એમને ના પાડતા નથી જોયા, મેં પપ્પા થી અમીર વ્યક્તિ આ દુનિયામાં નથી જોયા**** આખા પરિવાર ને પોતાના ખભા પર લઈ આખા ઘરની જવાબદારી સંભાળતા.... કોઈ દિવસ કોઈ વસ્તુ માટે ના ન પાડે... પોતાના સપનાઓ ને ભૂલી જાય પણ એના બાળકોના બધાજ સપના પુરા કરે...લાખ લાખ વંદન છે આ દુનિયાની સૌથી પૂજનીય વ્યક્તિઓ ને(માતા -પિતા)...જે પોતાની ખુશી પહેલા બાળકોની ખુશી વિશે વિચારે.... પોતે અગવડ ભોગવીને આપણને બધી સગવડ આપાવે....તેમ છતાં લોકો આજે પોતાના સ્વાર્થ માટે માતા પિતા ને છોડી દે છેં... બાળપણ થી આજ સુધી જેમને તમને સાચવ્યા છે..હવે તમારો સાચવવાનો સમય આવ્યો ત્યારે તમે તમારી જવાબદારી થી દુર ભાગો છો...ધિક્કાર છે એવી વ્યક્તિઓ પર.. દુનિયા નો જ્યાં અંત છે ત્યાંથી પિતા શરૂઆત છેં... દુનિયાની બધી શક્તિઓ થી પર જો કોઈ હોય તો એ પિતા..... તમારી હર મુશ્કેલી માં તમારી સાથે....જીવનના હર મુકામ પર એક અડીખમ વૃક્ષ બનીને ઊભાં રહે છે......પરિવાર ને પોતાનામાં સમાવી લેતું એક વટ વૃક્ષ... જે પરિવારને હંમેશા છાંયડો જ આપે છે.....પોતે ગમે તે સહન કરશે પણ તમને એક ખરોચ આવશે તો પણ એ સહન નહીં કરી શકે..... બહારથી કઠણ પણ અંદર થી સાવ નરમ એક નારિયળ ની જેમ... લાખ કોશિશ કરી લ્યો એમનો અહેસાન ચુકવવાની પણ એમના એ પ્રેમ આગળ બધું જ વ્યર્થ છેં... આ દુનિયામાં બધી જ વ્યક્તિઓ એવું જ ઈચ્છે છે કે તમે પાછળ જ રહી જાવ... પિતા એક જ એવી વ્યક્તિ છે જે ઈચ્છે છે કે તેનું સંતાન તેના થી પણ આગળ જાય.... રાત દિવસ એક કરીને એક એક પૈસો જોડાતા... ખૂબ મહેનત કરી આખી જિંદગી.... અને જ્યારે આરામ કરવાનો સમય આવ્યો ત્યારે કાયમ માટે સુઈ ગયા...😔 પણ એ મારા હૃદય માં કાયમ છે હું ગમે તેવી પરિસ્થિતિ નો સામનો કરી શકવાની સ્થિમાં છું તો માત્ર પપ્પા તમારા જ કારણે....આખરે હું પડી કઈ રીતે શકું મને ચાલતા જ મારા પિતા એ શીખવ્યું છેં...Miss you always papa... Download Our App